હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Wednesday, December 31, 2008
નવુ વર્ષ-જુનુ વર્ષ.
અસંખ્ય સારી-નરસી બાબતો સાથે આજે જ્યારે આ વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને અપેક્ષાઓના ભાર સાથે મુંજવણ ભર્યા પગલે નવું વર્ષ આવી રહ્ય્ં છે ત્યારે આપણે એક અંજપા ભરી સ્થિતીમા ઉભા છીએ. જે રિતે "નામા"માં ચાલુ વર્ષની બાકી આગળ લઈ જવાય છે એમ ચાલુ વર્ષના જખમોની "બાકી" આવતા વર્ષ સુધી ખેચીયે છીએ ત્યારે એક પ્રશ્ન થાય કે એવું તો શુ કર્યુ કે વર્ષાંતે આ સ્થિતી આવીને ઉભી રહી.
વર્ષ ૨૦૦૮ની શરુવાત જ ખરાબ થઈ હતી, ૨૦૦૭ની અતિઅપેક્ષાના ભારણ સાથેના શેર બજાર ધબાય નમઃ થયું. પાવરે કાઈકના ફ્યુઝ ઉડાડી નાખ્યા અને પછીતો આ આખલા ઉપર રિંછ એવુતો ભારે પડ્યું કે જે ગતી એ માર્કેટ ઉપર ગયું હતુ તેની બમણી ગતી એ ભોય ભેગું થઈ ગયું. આપણા પુર્વજો કહેતા કે ચાદર કરતા પગ લાંબા કરવા નહીં પણ અહી તો પાસે રૂમાલ પણ ના હોય અને મખમલની રજાય ઓઢીને સુવાના સપના લોકો જોતા હતા. ચા ની કીટલી વાળા થી લઈ ને મોટા બીઝનેશમેન, પાનના ગલ્લા વાળાથી લઈને કોલેજના પ્રોફેસર સુધી બધા રાતો રાત કરોડપતી થવાના સપના જોવા મંડ્યાતા. બધાની સામુહિક અપેક્ષાના બોજ તળે શેરબજાર દબાય ગયું અને તેની સાથે શહીદ થયા કેટકેટલાના સપના. ૧ વર્ષ પહેલા શેરબજારનું નામ પડેતો કેટલાય તમારી પાસે આવી ને કોઈ જાણકારની જેમ ટીપ આપવા દોડી આવતું, અત્યારે એ જાણકારને શેરબજારના નામથી તાવ આવી જાય છે. ટુંકમાં કેટલા બધા પરીબળો ને લિધે બજાર તુટ્યું સાથે સાથે વર્ષની શરુવાત થઈ.
આ તો જાણે પનોતીની શરૂવાત હતી, એક પછી એક મુશ્કેલીઓ હજી બાકી હતી પેલા ફિલ્મનો ડાઈલોગ છે ને, "ફિલ્મ અભી બાકી હે મેરે દોસ્ત".
=ક્રમશ=
"ફ્લેશબેક"
મારો એક નિયમ છે,એક આખુ વર્ષ કોઈ એક જ લેખક ને વાંચવા (આ નિયમ પુસ્તક પુરતો જ સિમિત છે). આ નિયમ મને યાદ છે ત્યાં સુધી મે ૧૯૯૪ થી પાડ્યો છે. હું ધો.૯ માં હતો ત્યારે મેઘાણીનો "સૌરાષ્ટ્રની રસધાર" માથી એક પાઠ આવતો પછી તે આખુ વર્ષ મે મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્ર્ની રસધાર અને સોરઠી બહારવટીયા વાચવામાં કાઢ્યું. પછીથી એ વણલખ્યો નિયમ થઈ ગયો. ૧૯૯૪ "મેઘાણી" ૧૯૯૫ "ધુમકેતુ",૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા",૧૯૯૭ "ગાંધીજી",૧૯૯૮-૯૯ "સ્વામી વિવેકાનન્દ",૨૦૦૦ "મૃગેશ વૈષ્ણવ",૨૦૦૧ "કાન્તિ ભટ્ટ", ૨૦૦૨-૦૩ "શાહબુદ્દીન રાઠોડ", ૨૦૦૪ "સૌરભ શાહ",૨૦૦૫-૦૬ "ચંદ્રકાન્ત બક્ષી",૨૦૦૭ "ગુણવંત શાહ".
તે પ્રમાણે વિતેલુ વર્ષ 'શ્રી વિનોદ ભટ્ટ'ના નામે લખેલુ હતુ. વિતેલ વર્ષમા મે તેમના "ઇદમ તૃતિયમ્","ઇદમ ચતુર્થમ્","નરોવા કુંજરોવા","ભુલચુક લેવિ-દેવિ","મગનું નામ મરી","આંખ આડા કાન","એવા રે અમે એવા" તથા "નમું તે હાસ્યબ્રહ્મને" વાચી.આ બધામા મને સૌથી "નમું તે હાસ્યબ્રહ્મને" વધુ ગમ્યું. એક ઉચ્ચકોટીનો હાસ્યલેખક બીજા ઉચ્ચકોટીના હાસ્યલેખકના લેખોનું સંપાદન કરે ત્યારે પંસદગીનું ધોરણ ઉચ્ચ હોવુ સહજ છે અને તે મારા જેવા વાચકને પસંદ ન પડે તો જ નવાઈ. આ પુસ્તકમા રતિલાલ બોરીસાગરે વિનોદ ભટ્ટના બહુ ઉચ્ચા દર્જાના લેખોનું વિભાગ વાર સંપાદન કર્યું છે.
કદાચ આવતા વર્ષે આ નિયમનો ભંગ થાય કારણ કે, અત્યારના સંજોગો એવા નથી કે મને પુસ્તકો લેવાની રજા આપે. જોવ છુ, કદાચ કાઈ રસ્તો મળે તો આવનાર વર્ષ મારે અંગ્રેજી માથી અનુવાદિત સાહિત્ય વાચવું છે. જોયે આગળ શું થાય છે.
Saturday, December 27, 2008
પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી
વર્ષ ૧૯૪૭ -
૧૭૮૮ - શહિદ, ૬૮૪ - ઘાયલવર્ષ
૧૯૬૫ -
૩૨૬૪ -શહિદ, ૮૬૨૩ - ઘાયલ
વર્ષ ૧૯૭૧ -
૩૮૪૩ - શહિદ, ૯૮૫૧ - ઘાયલ
વર્ષ ૧૯૯૯ -
૫૨૭ - શહિદ, ૧૩૬૩ - ઘાયલ
વર્ષ ૧૯૮૮ થી
૬૦,૦૦૦ મોત/શહિદ
કુલ ૬૯૪૨૨ શહિદી અને અસંખ્ય ઘાયલ-બંદી
તમને થસે આ આકડાની માયાજાળ શું છે તો તમને જણાવી દવ આ કોઈ સામાન્ય આકડા નથી આ છે અત્યાર સુધી પાકીસ્તાને લિધેલ ભોગના આકડા અને આ ફક્ત સરહદ કે કાશ્મિરના જ આકડા છે અને સરકારી આકડા છે આમા દેશમા બીજા પ્રાન્તમા થયેલ આતંકવાદી હુમલામા માર્યા ગયેલા કે પાકિસ્તાની જેલમા સબડતા સૈનિકોનો સમાવેસ થતો નથી.
હવે મુદ્દા પર આવુ, અત્યારે જે માહોલ છે તે જોતા નક્કિ કરી શકાય નહી કે યુદ્ધ થાસે કે નહી પરંતુ ઇતિહાસમા નજર ફેરવી એક વાતતો નક્કિ છે કે આપણે આટલો ભોગ આપ્યા પછી પણ ત્યા ના ત્યા જ છીએ. મને આપણા સૈનિકો પર પુરો ભરોષો છે પરંતુ જે યુદ્ધ આપણે સિમા પર જીતેલુ હોય એને ટેબલ પર હારી જાઈએ છીએ. જે પરિસ્થિતી છેલ્લા ૬૦ વર્ષમા બદલી નથી અને એ હવે પણ બદલવાની ના હોય તો બેતર છે યુદ્ધ ના થવુ જોઈએ. અને હા જો કોઇ નક્કર પરિણામ લાવવુ જ હોય તો પછી ભવિષ્યમા ક્યારેય આ શેતાન પાડોશી સાથે યુદ્ધ કરવુ ના પડે અને તે આપણી આગડી કરવાનુ હંમેશ માટે બંધ કરે તેવુ યુદ્ધ કરવું જોઈએ.
શુ કહો છો આપ સૌ ?
"ફ્લેશબેક" વિતેલા વર્ષનું શ્રેષ્ઠ વાંચન
શરૂવાત જય વસાવડાની સ્ક્રેપબુકમા કાલે જ વાચેલા અવતરણથી કરુ.
સાહિત્ય અને અખબારી લખાણ વચ્ચેફરક શું ?
કોઇએ વિખ્યાત નાટ્યકાર-લેખકઓસ્કાર વાઇલ્ડને પૂછ્યું,
જવાબમાં ઓસ્કાર વાઇલ્ડે કહ્યું :"અખબારી લખાણ વાંચી શકાતું નથી,
જ્યારે સાહિત્ય વંચાતું નથી....!!!!!!
મારા ઓર્કુટના હોમ પેઇજ પર આવેલ મેસેજ
Today's fortune: Nobody can go back and start a new beginning, but anyone can start today and make a new ending
ધૈવતભાઈની વિસ્મય કોલમ તથા જય વસાવડાની સ્પેક્ટોમીટર ગયા વર્ષમા મને મળેલી અમુલ્ય ભેટ છે. તેમા ૨૩ નવે. નો સ્પેક્ટો. અને ૧૯ નવે. નો વિસ્મય મને ખરેખ ગમ્યો. મારૂ અંગત એવુ માનવુ છે કે જે વાચન "દિમાગ કિ બત્તિ જલાઈ" તેવુ જ વાચવુ બાકી જેમા 'ટપો' ના પડે તેનાથી દુર રહેવું. આ બન્ને લેખ તેવા જ છે, ધૈવતભાઈની વિસ્મય દરવખતે ખરેખર વિસ્મય જગાડે છે પરંતુ ઉપરોક્ત લેખમા તો ભારતીય રાજકારનમા જેને તમે એકહથ્થુ કહી શકાય તેવી સત્તા ભોગવનાર નહેરૂ-ગાંધી પરીવારની ન જાણેલી વાત જાણવા મળી. બીજી બાજુ જયભાઈનો ૨૩ નવે. વાળો લેખ વાંચી ને પહેલુ કામ ઈચ્છાઓ નું લિસ્ટ બનાવવાનું કર્યું.
મારા સાથી મિત્ર ભિષ્મકભાઈ ની પ્રોફાઈલમા વાંચેલુ આ લખાણા
" લખનારા બધું જાણતા નથી, જાણનારા બધું લખતા નથી, વાચનાર બધુ સમજતા નથી સમજનાર બધુ વાઁચતા નથી.”
Saturday, December 20, 2008
"હેટ્સ ઓફ".
અચાનક એવી ઘટના બની કે મારો દ્રષ્ટીકોણ જ બદલાઈ ગયો. જેને જોવા ગયો હતો તેને એટેક આવ્યો અને પછીની ૩-૪ કલાકમા મારૂ આખુ માનશ પરિવર્તન થઈ ગયું. ૩થી૪ મીનીટમા ડૉક્ટરોની આખી ટીમ આવી ગઈ અને એક નર્સ પોતે ઓક્સિજનનો બાટલો (સિલીન્ડર) ટ્રોલી ન હોવાથી ઉપાડીને લાવી. બધા જ ડૉક્ટરો મોબાઈલ વડે એક બીજાની જોડે સંપર્કમા રહ્યા. ત્યા કોરા લેટરપેડ ન હતા દવા લખવા માટે અને લેબોરેટરી માટે છાપાના કાગળનૉ ઉપયોગ થતો હતો. ધીરે-ધીરે મારો દ્રષ્ટીકોણ બદલાયો આખી સિવિલ તો જોઈ ના શક્યો પરંતુ જેટલુ ફર્યો તે બધામા આવુ જ જોવા મળ્યું અને દિલમા થયુ ખરેખર આ લોકોની કાર્યદક્ષતાને સલામ છે. આટલા લિમીટેડ રિસોર્સીઝથી ૧૦૦% આઉટપુટ આપવુ એ નાની સુની વાત નથી અને આપણ તેને વગોવીયે છીયે. કોઈ દિવસ વિચાર નહી આવ્યો હોય કે આ લોકો કેવી રીતે કામ કરે છે. મે તો કોઈ દિવસ વિચાર કર્યો જ નહતો. પ્રાઈવેટ હોસ્પિટલો આટલા રૂપિયા લેવા છતા ૧૦૦% સંતોષ આપી સકતા નથી ત્યારે આ લોકોને આ રીતે કામ કરતા જોઈ એક જ વાક્ય સુજ્યું "હેટ્સ ઓફ".
તમે શું માનો છો ?
Wednesday, December 10, 2008
ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ.
Wednesday, December 3, 2008
Wednesday, November 26, 2008
અલવિદા દોસ્તો
મારૂ બેટુ લખવાતો બેઠો પણ પાછો લોચો થયો. અમુક ઇચ્છા પુરી કરવા પાછુ નાનુ થવું પડે એ શક્ય નથી અને આમુક માટે સ્વર્ગમા જવુ પડે ઍ પણ અત્યારે તો શક્ય નથી જ. માટે ત્રણ લિસ્ટ બનાવી. ૧. હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા. ૨. આવતા જન્મનું ઍડ્વાન્સ બુકીંગ. ૩. ઉકલિ ગયા પછી સ્વર્ગમા કે નર્કમા શું કરવુ તે.
=હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા =
૧. મારે મારી મહેનતથી મારા રૂપિયાથી ઘર ચલાવવું છે. (અત્યારે હું બી.પી.એલ. છું.)
૨.મારા બાળકને અને પત્નિને જે નથી આપી શક્યો તે બધુ આપવું છે. (કારણ કે ઉપર મુજબ)
૩.એક વાર ગ્રેજ્યુએટ થાવું છે અને જો શક્ય હોય તો એમ.બી.એ. કરવું છે.
૪.એક વાર વોરાસર (અંગ્રેજીના સર) જોડે એક કલાક અંગ્રેજીમા ચર્ચા કરવી છે.
૫.એક વાર આખા કુંટુંબ (મારા પપ્પાના બધા ભાઇઓનો પરિવાર) સાથે એક વિક રહેવું છે.
૬.એક જીગર જાન મિત્ર બનાવવો છે જે મને સલાહ આપી શકે,( સોરી મિત્રો ખોટુ ના લગાડતા તમારા માથી એવું કોઇ નથી જે જિગરજાન છે સલાહ આપી શકે તેમ નથી અને જે આપી શકે તેમ છે તે જીગર જાન નથી.)
૭.એક વાર પપ્પાને મોઢે બોલાવું છે "મને તારા પર ગર્વ છે". (સાચ્ચા હ્રદયથી)
૮.મારા દેશને સાચ્ચો, ઇમાનદાર અને સમૃધ્ધ જોવો છે.
૯.બી.યુ.પી. (મારી જીદ્દ,મારુ સપનું) ને પુરૂ કરવુ છે.
૧૦.જેણે જેણે મદદ કરી છે એનો આભાર અને જેને જેને મે દુઃખી કર્યા છે એની માફી માગવી છે.
=જો ફરી જન્મ થાય તો =
૧.અત્યારે જે મારી પાલક માતા છે એના કુખે જનમ લઇ મારી જન્મ દેનારી પાસે પાલન કરાવું છે.
૨.પાછું મોટીબેન,નઝમાબેન,વિ.ડી.સર,વોરાસર અને આનંદભાઈ પાસે ભણવું છે.
૩.જોષિસર કે જે અમને ૬ઠ્ઠામા ભણાવવાના હતા અને વેકેશન માં જ માત્ર ૨૫-૨૬ વર્ષની ઉમરે દુનિયા છોડી જતા રહ્યા તેની પાસે ભણવુ છે.
૪.અજયસર,સોલંકિસર,પથુસર,ગનપતસરનો માર પાછો ખાવો છે.
૫.મોતિનાં દાણા જેવા અક્ષરથી પરિક્ષામા લખવું છે.
૬.ટાવર ગ્રાઉન્ડમાં મન ભરીને ક્રિકેટ રમવું છે.
૭.જીવનમાં કરેલી કેટલી બધી મુર્ખાઈઓ અને તોફાનો પાછા કરવા છે.
૮."મુકેશકાકા"(પપ્પાના મિત્ર)ના સહાયક તરિકે છાપામાં જોબ કરવિ છે.(તે આ દુનિયામાં નથી.)
૯.૧લી થી લઈ કોલેજ સુધી ૧લે નંબરે પાસ થવું છે.
૧૦.ફક્ત અને ફક્ત ભારત દેશમાં જ્ન્મ લેવો છે. (ગમે તેટલા જન્મ કોઈ પણ અવતારમાં)
=શાત્રોમાં સ્વર્ગ અને નર્કનો ઉલેખ છે અને હુ અહી નર્કમાં જ એન્ટ્રી મળવાની છે એમ ધારી લખુ છુ=
૧.થોડા સમય માટે સ્વર્ગમા જવા મળે કારણ કે તો જ આ બધી ઇચ્છા પુરી થાય.
૨.બક્ષી જોડે એક આખો દિવસ વિતાવવો છે.
૩.મુકેશકાકાને પુછવું છે કે મને સપના બતાવી ખરે ટાઇમે કા જતા રહ્યા.
૪.મારી દાદીને પુછવું છે કે હુ તમારા વિશ્વાષમા ખરો ઉતર્યો કે નહી.
૫.મારા દાદાને પુછવું છે કે હુ તમારી જે ખુમારી થી જીવ્યો કે કેમ.
૬.ઈશ્વરને પુછવું છે કે મે તારી જીવન નામની આ કસોટીમાં શું ઉકાળ્યું.
૭.મારા એ ભાઇને પુછવું છે કે યાર મને મોટો ભાઇ ક્યા કારણૅ બનવા ન દીધો.
૮.બધા મહાત્માઓને પુછવું છે કે તમે તમારા પ્રયાસના ફળથી ખુશ છો.
૯.મારે મારી આત્માને પુછવું છે કે તુ મારા જીવન થી ખુશ છે કે નહી.
૧૦. ઇશ્વરને પ્રાથના કરીશ કે નર્કમા મોકલતા પહેલા એક વાર પાછો ધરતિ પર મોકલ જેથી લિસ્ટ ન્ં.૨ પુરુ કરી શકાય.
=સમાપ્ત=
Monday, November 24, 2008
મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે
મને મારા શબ્દો પર કોઇ ખેદ નથી કારણ કે જે વાસ્તવિકતા મે જોયેલી છે એ જણાવી છે, જ્યારે કોઇ સમસ્યા વિષે ચર્ચા કરતા હોઇએ ત્યારે જરૂરી નથી કે બધાના વિચારો શરખા જ હોય.કોઇ પણ સમસ્યાના ઉકેલ માટે થોડા કઠોર અને કડવા સત્યો સમક્ષ નજર નાખવી જરૂરી છે. હું જે સંર્દભમાં મારી વાત રજુ કરવા માગતો હતો તેમા પણ અપવાદ હોય શકે છે. આજે જ્યારે આપણે દરેક બાબતોમાં વ્યાવસાયીકતા તપાસતા હોઇએ ત્યારે "શિક્ષણ" જેવા પાયાની બાબત કે જેનો આધાર દેશના ભાવિ સાથે છે તેની ગંભિર તૃટીઓ સાથે બાંધછોડ કેમ કરી શકીએ ? મારા કેવાનો આશય એવો નથી કે આ ફિલ્ડમાં સારૂ કાઇજ નથી પરંતુ જે કાંઇ છે તેમાં તેમાં વ્યાવસાયીક અભિગમનો અભાવ છે. આ ફિલ્ડના વિકાસના અભાવના ઘણા કારણો છે, ભ્રષ્ટાચાર, લાગવગશાહી, યોગ્ય માપદંડનો અભાવ, યોગ્ય વળતર ન મળવું અને સૌથી મોટુ કારણ સમાજની ઉદાશીનતા. આજે આપણે હોશિયાર બાળકને નાનપણથી ડૉક્ટર કે ઈન્જીનિયેર બનવાના સપનાઓ બતાવ્યે છીએ, ક્યા કારણે નાના બાળકને એમ નથી કહેવામા આવતું કે "તું મોટો થઇને એક સારો શિક્ષક બનજે" જો કારણના મુળમા જશો તો બધી વાત સમજાય જશે.આજે આપણામાથી મોટા ભાગની વ્યક્તી કે જે શક્ષમ છે તે ઉંચુ ડોનેશન આપી ખાનગી સ્કુલમા પોતના બાળકને મોકલશે શા માટે સરકારિ શાળાની બહાર ફોર્મ માટે લાઈન નથી લાગતી ? (આ વાક્ય પ્રથમીક શિક્ષણ માટે છે) હું એમ નથી કહેતો કે બધી જ શાળાઓ ખરાબ છે પરંતુ જે શાળાઓ સારી છે એ લઘુમતિમા છે. હું પોતે કરકારી હાઇસ્કુલમા ભણેલ છુ, અને એ શાળામા કે જ્યાં "ગુજરાત રત્ન" "વિઘ્ધાવાચસપતિ" શ્રી કે.કા.શાસ્ત્રી ભાણેલા અને શિક્ષક હતા. આજે એ શાળા પાસે તેઓ શ્રી ના નામ સિવાય કાઈ નથી.મિત્રો કોઇ પણ વાતની ચર્ચા કરતા હોઇઍ ત્યારે અપવાદોને ધ્યાનમા ન લેતા બહુમતિને નજર સામે રાખિ ચર્ચા કરવિ જોઇએ. હુ આ શબ્દો લખી રહ્યો છુ ત્યારે જણાવું કે, મારા પપ્પા કોલેજમાં પ્રોફેસર રહી ચુક્યા છે, મારા ફઈબા ૨૮ વર્ષ પ્રાથમિક ટીચર હતા અને અત્યારે રિટાયર છે, મારા બે કઝીન પ્રોફેસર છે અને જ્યારે એક કઝીન હાઇસ્કુલ ટીચર છે. છતા હિંમત કરિ આ શબ્દો લખ્યા છે. જો કોમ્યુ. ને હજુ પણ લાગતું હોય કે મારી વાત સાવ ખોટી છે અને આ "એક આવેશમા આવી બુધ્ધિહીન કૃત્ય છે" તો હુ પોતે જ મારા આ શબ્દોને નાશ કરવા તૈયાર છુ અને હવૅ પછી આવુ લખતા પહેલા સો વાર વિચારીશ. બાકી મારા મતે જ્યારે કોઈ સડેલા ભાગને દુર કરવો હોય ત્યારે થોડીતો પિડા શહન કરવી જ રહી.
Saturday, November 22, 2008
શિક્ષક કોણ બને છે ?
જે વ્યક્તિ જીવનમા કાઈ કરવા શક્ષમ ન હોય અથવા એક સુરક્ષીત જીવન જીવવા માગતો હોય તે. આ હું કાઈ મારા અનુમાનો નથી કહતો પરંતુ મારા ક્લાસ ૧૨ના ૧૫ થી ૧૭ મીત્રોએ આજ કારણે પી.ટી.સી. જોઈંટ કરી માસિક રૂ.૫૦૦૦ ની વિદ્યા-સહાયકની નોકરી કરે છે. જ્યારે જે વ્યક્તી પોતે પોતાના જીવનમાં નવા સાહસો કરતા ડરતો હોય તે તંબુરામાથી તમને નવા સંશોધન કરવા પ્રેરે. આ એક એવી કડવી વાસ્તવીકતા છે જે બધા જાણતા હોવા છતા કાઈક ચમત્કારની આશા એ બેશી રહ્યા છીએ. આનુ એક જ નિરાકર છે તમે તમારા બાળકોને યોગ્ય વાતાવણ આપો બાકી કોઈ મોટી રાજકીય ક્રાન્તિ વગર આપણે જે રીતે ભણી ગયા તે જ રીતે આપણી આવનાર સાત પેઢી ભણશે. જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ નથી ત્યાં ચર્ચા સિવાય કાઇ થતું જ નથી