Wednesday, November 26, 2008

અલવિદા દોસ્તો

જય વસાવડાનો એક લેખ ગુ.સ.માં સારો છે એવું જાણવા મળ્યુ પરંતું ગુ.સ. તો ઘરે નથી આવતું અને આજે થયો બુધવાર કરવું શું ? ગુગુલ છે ને યાર શોધ્યો.વાચ્યો અને દિમાગ કિ બત્તિ જલી,સાલુ જીન આવી ને પુછે બોલ તારી ઇચ્છા શું છે ને લોચા વાગે તો અને જો ખબર પડે કે થોડા ટાઈમ માં સિધાવવાનું છે ને ઇચ્છાઓ અધુરી રહે તો સાલુ વડલે કે પિપડે લટકવું પડે એના કરતા લિસ્ટ જો તૈયાર હોઈતો વાંધો ન આવે એટલે તરત આ લખવા બેઠો.
મારૂ બેટુ લખવાતો બેઠો પણ પાછો લોચો થયો. અમુક ઇચ્છા પુરી કરવા પાછુ નાનુ થવું પડે એ શક્ય નથી અને આમુક માટે સ્વર્ગમા જવુ પડે ઍ પણ અત્યારે તો શક્ય નથી જ. માટે ત્રણ લિસ્ટ બનાવી. ૧. હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા. ૨. આવતા જન્મનું ઍડ્વાન્સ બુકીંગ. ૩. ઉકલિ ગયા પછી સ્વર્ગમા કે નર્કમા શું કરવુ તે.
=હવે પછી જીવનમાં પુરી કરવાની ઇચ્છા =
૧. મારે મારી મહેનતથી મારા રૂપિયાથી ઘર ચલાવવું છે. (અત્યારે હું બી.પી.એલ. છું.)
૨.મારા બાળકને અને પત્નિને જે નથી આપી શક્યો તે બધુ આપવું છે. (કારણ કે ઉપર મુજબ)
૩.એક વાર ગ્રેજ્યુએટ થાવું છે અને જો શક્ય હોય તો એમ.બી.એ. કરવું છે.
૪.એક વાર વોરાસર (અંગ્રેજીના સર) જોડે એક કલાક અંગ્રેજીમા ચર્ચા કરવી છે.
૫.એક વાર આખા કુંટુંબ (મારા પપ્પાના બધા ભાઇઓનો પરિવાર) સાથે એક વિક રહેવું છે.
૬.એક જીગર જાન મિત્ર બનાવવો છે જે મને સલાહ આપી શકે,( સોરી મિત્રો ખોટુ ના લગાડતા તમારા માથી એવું કોઇ નથી જે જિગરજાન છે સલાહ આપી શકે તેમ નથી અને જે આપી શકે તેમ છે તે જીગર જાન નથી.)
૭.એક વાર પપ્પાને મોઢે બોલાવું છે "મને તારા પર ગર્વ છે". (સાચ્ચા હ્રદયથી)
૮.મારા દેશને સાચ્ચો, ઇમાનદાર અને સમૃધ્ધ જોવો છે.
૯.બી.યુ.પી. (મારી જીદ્દ,મારુ સપનું) ને પુરૂ કરવુ છે.
૧૦.જેણે જેણે મદદ કરી છે એનો આભાર અને જેને જેને મે દુઃખી કર્યા છે એની માફી માગવી છે.
=જો ફરી જન્મ થાય તો =
૧.અત્યારે જે મારી પાલક માતા છે એના કુખે જનમ લઇ મારી જન્મ દેનારી પાસે પાલન કરાવું છે.
૨.પાછું મોટીબેન,નઝમાબેન,વિ.ડી.સર,વોરાસર અને આનંદભાઈ પાસે ભણવું છે.
૩.જોષિસર કે જે અમને ૬ઠ્ઠામા ભણાવવાના હતા અને વેકેશન માં જ માત્ર ૨૫-૨૬ વર્ષની ઉમરે દુનિયા છોડી જતા રહ્યા તેની પાસે ભણવુ છે.
૪.અજયસર,સોલંકિસર,પથુસર,ગનપતસરનો માર પાછો ખાવો છે.
૫.મોતિનાં દાણા જેવા અક્ષરથી પરિક્ષામા લખવું છે.
૬.ટાવર ગ્રાઉન્ડમાં મન ભરીને ક્રિકેટ રમવું છે.
૭.જીવનમાં કરેલી કેટલી બધી મુર્ખાઈઓ અને તોફાનો પાછા કરવા છે.
૮."મુકેશકાકા"(પપ્પાના મિત્ર)ના સહાયક તરિકે છાપામાં જોબ કરવિ છે.(તે આ દુનિયામાં નથી.)
૯.૧લી થી લઈ કોલેજ સુધી ૧લે નંબરે પાસ થવું છે.
૧૦.ફક્ત અને ફક્ત ભારત દેશમાં જ્ન્મ લેવો છે. (ગમે તેટલા જન્મ કોઈ પણ અવતારમાં)
=શાત્રોમાં સ્વર્ગ અને નર્કનો ઉલેખ છે અને હુ અહી નર્કમાં જ એન્ટ્રી મળવાની છે એમ ધારી લખુ છુ=
૧.થોડા સમય માટે સ્વર્ગમા જવા મળે કારણ કે તો જ આ બધી ઇચ્છા પુરી થાય.
૨.બક્ષી જોડે એક આખો દિવસ વિતાવવો છે.
૩.મુકેશકાકાને પુછવું છે કે મને સપના બતાવી ખરે ટાઇમે કા જતા રહ્યા.
૪.મારી દાદીને પુછવું છે કે હુ તમારા વિશ્વાષમા ખરો ઉતર્યો કે નહી.
૫.મારા દાદાને પુછવું છે કે હુ તમારી જે ખુમારી થી જીવ્યો કે કેમ.
૬.ઈશ્વરને પુછવું છે કે મે તારી જીવન નામની આ કસોટીમાં શું ઉકાળ્યું.
૭.મારા એ ભાઇને પુછવું છે કે યાર મને મોટો ભાઇ ક્યા કારણૅ બનવા ન દીધો.
૮.બધા મહાત્માઓને પુછવું છે કે તમે તમારા પ્રયાસના ફળથી ખુશ છો.
૯.મારે મારી આત્માને પુછવું છે કે તુ મારા જીવન થી ખુશ છે કે નહી.
૧૦. ઇશ્વરને પ્રાથના કરીશ કે નર્કમા મોકલતા પહેલા એક વાર પાછો ધરતિ પર મોકલ જેથી લિસ્ટ ન્ં.૨ પુરુ કરી શકાય.
=સમાપ્ત=

Monday, November 24, 2008

મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે

મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે
મને મારા શબ્દો પર કોઇ ખેદ નથી કારણ કે જે વાસ્તવિકતા મે જોયેલી છે એ જણાવી છે, જ્યારે કોઇ સમસ્યા વિષે ચર્ચા કરતા હોઇએ ત્યારે જરૂરી નથી કે બધાના વિચારો શરખા જ હોય.કોઇ પણ સમસ્યાના ઉકેલ માટે થોડા કઠોર અને કડવા સત્યો સમક્ષ નજર નાખવી જરૂરી છે. હું જે સંર્દભમાં મારી વાત રજુ કરવા માગતો હતો તેમા પણ અપવાદ હોય શકે છે. આજે જ્યારે આપણે દરેક બાબતોમાં વ્યાવસાયીકતા તપાસતા હોઇએ ત્યારે "શિક્ષણ" જેવા પાયાની બાબત કે જેનો આધાર દેશના ભાવિ સાથે છે તેની ગંભિર તૃટીઓ સાથે બાંધછોડ કેમ કરી શકીએ ? મારા કેવાનો આશય એવો નથી કે આ ફિલ્ડમાં સારૂ કાઇજ નથી પરંતુ જે કાંઇ છે તેમાં તેમાં વ્યાવસાયીક અભિગમનો અભાવ છે. આ ફિલ્ડના વિકાસના અભાવના ઘણા કારણો છે, ભ્રષ્ટાચાર, લાગવગશાહી, યોગ્ય માપદંડનો અભાવ, યોગ્ય વળતર ન મળવું અને સૌથી મોટુ કારણ સમાજની ઉદાશીનતા. આજે આપણે હોશિયાર બાળકને નાનપણથી ડૉક્ટર કે ઈન્જીનિયેર બનવાના સપનાઓ બતાવ્યે છીએ, ક્યા કારણે નાના બાળકને એમ નથી કહેવામા આવતું કે "તું મોટો થઇને એક સારો શિક્ષક બનજે" જો કારણના મુળમા જશો તો બધી વાત સમજાય જશે.આજે આપણામાથી મોટા ભાગની વ્યક્તી કે જે શક્ષમ છે તે ઉંચુ ડોનેશન આપી ખાનગી સ્કુલમા પોતના બાળકને મોકલશે શા માટે સરકારિ શાળાની બહાર ફોર્મ માટે લાઈન નથી લાગતી ? (આ વાક્ય પ્રથમીક શિક્ષણ માટે છે) હું એમ નથી કહેતો કે બધી જ શાળાઓ ખરાબ છે પરંતુ જે શાળાઓ સારી છે એ લઘુમતિમા છે. હું પોતે કરકારી હાઇસ્કુલમા ભણેલ છુ, અને એ શાળામા કે જ્યાં "ગુજરાત રત્ન" "વિઘ્ધાવાચસપતિ" શ્રી કે.કા.શાસ્ત્રી ભાણેલા અને શિક્ષક હતા. આજે એ શાળા પાસે તેઓ શ્રી ના નામ સિવાય કાઈ નથી.મિત્રો કોઇ પણ વાતની ચર્ચા કરતા હોઇઍ ત્યારે અપવાદોને ધ્યાનમા ન લેતા બહુમતિને નજર સામે રાખિ ચર્ચા કરવિ જોઇએ. હુ આ શબ્દો લખી રહ્યો છુ ત્યારે જણાવું કે, મારા પપ્પા કોલેજમાં પ્રોફેસર રહી ચુક્યા છે, મારા ફઈબા ૨૮ વર્ષ પ્રાથમિક ટીચર હતા અને અત્યારે રિટાયર છે, મારા બે કઝીન પ્રોફેસર છે અને જ્યારે એક કઝીન હાઇસ્કુલ ટીચર છે. છતા હિંમત કરિ આ શબ્દો લખ્યા છે. જો કોમ્યુ. ને હજુ પણ લાગતું હોય કે મારી વાત સાવ ખોટી છે અને આ "એક આવેશમા આવી બુધ્ધિહીન કૃત્ય છે" તો હુ પોતે જ મારા આ શબ્દોને નાશ કરવા તૈયાર છુ અને હવૅ પછી આવુ લખતા પહેલા સો વાર વિચારીશ. બાકી મારા મતે જ્યારે કોઈ સડેલા ભાગને દુર કરવો હોય ત્યારે થોડીતો પિડા શહન કરવી જ રહી.

Saturday, November 22, 2008

શિક્ષક કોણ બને છે ?

શિક્ષક કોણ બને છે ?
જે વ્યક્તિ જીવનમા કાઈ કરવા શક્ષમ ન હોય અથવા એક સુરક્ષીત જીવન જીવવા માગતો હોય તે. આ હું કાઈ મારા અનુમાનો નથી કહતો પરંતુ મારા ક્લાસ ૧૨ના ૧૫ થી ૧૭ મીત્રોએ આજ કારણે પી.ટી.સી. જોઈંટ કરી માસિક રૂ.૫૦૦૦ ની વિદ્યા-સહાયકની નોકરી કરે છે. જ્યારે જે વ્યક્તી પોતે પોતાના જીવનમાં નવા સાહસો કરતા ડરતો હોય તે તંબુરામાથી તમને નવા સંશોધન કરવા પ્રેરે. આ એક એવી કડવી વાસ્તવીકતા છે જે બધા જાણતા હોવા છતા કાઈક ચમત્કારની આશા એ બેશી રહ્યા છીએ. આનુ એક જ નિરાકર છે તમે તમારા બાળકોને યોગ્ય વાતાવણ આપો બાકી કોઈ મોટી રાજકીય ક્રાન્તિ વગર આપણે જે રીતે ભણી ગયા તે જ રીતે આપણી આવનાર સાત પેઢી ભણશે. જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ નથી ત્યાં ચર્ચા સિવાય કાઇ થતું જ નથી

આજની શિક્ષણ પધ્ધતી

વર્તમાન સમયમાં શિક્ષણ એટલે કે વર્ષાન્તે આવતા કેટલા બધા પેપરોના સમુહ માટે આખુ વર્ષ ભણ-ભણ કરવું. પરીક્ષાનું નામ પડતા જ બાલમંદિર થી લઇ પી.એચ.ડી. સુધી બધાને પરસેવો થવા મંડે. પરીક્ષાના આગલા દિવસોનું વાતાવરણ એટલું તંગ હોય છે કે વાત ના પુછો. બધા જ પોતપોતાની રીતે તૈયારીમાં લિન હોય છે કોઇ છેલ્લી ઘડિનુ વાચન કરતુ હોય તો કોઇ કાપલિ બનાવતુ હોય. બધા જ પોતાની રિતે લડવા માટે હથીયાર સજાવતા હોય છે. ખરેખર આ સાચું શિક્ષણ છે ?ખરેખર આમા વિધ્યાર્થીનો વાક નથી પધ્ધતી જ એ રીત ની છે. અર્થશાસ્ત્રમાં ગરીબીની વ્યાખ્યા આવે છ તૅને લાંબા લેક્ચર ધ્વારા સમજાવવા કરતા વિધ્યાર્થીને ઝુપડપટ્ટીમા એક વાર જઈ બતાવવાથી સહેલાઇથી શીખવી સકાય છે. માણસે ક્યારેય યાદ રાખવા મહેનત નથી કરવી પડતી કારણકે બધુ સ્વાભાવિક રીતે જ યાદ રહિ જતુ હોય છે. તમારે ક્યારેય તમારા રૂટીન વર્ક યાદ રાખવુ પડે છે ? આ વસ્તુ એવી છે કે તે કેમ શીખવામા આવે છે યાદ રાખવામાં વાન્ધો નથી તેની રિત ખોટિ છે. જ્યાં સુધી શિક્ષણ "નૈતિકતા, ઇમાનદારી, સચ્ચાઈ, આત્મવિશ્વાસ," જેવા ગુણો ના શિખવે ત્યાં શુધી આ પધ્ધતી નો કોઈ મતલબ નથી.

Friday, November 21, 2008

એક વાર્તા

આ વાત છે મારી એક પાલતું કીડીની જેનું નામ છે "પૂરસાર્થ". એક દિવસ મે "પ્રારબ્ધ" નામનો ગોળનો રવો જોયો અને પામવાની ઇચ્છા થઇ. મે તેને મારી સાથે આવવા વિનંતી કરી પરંતુ એ નફ્ફટે ખંધુ હસતા એક શરત મુકી, "જો મને તારી કીડી ઉપાડી લઈ જશૅ તો જ હું આવીશ." હું તો મુંજાણો આવડી નાની કીડીને આવડુ મોટુ કામ કેમ આપવું. અમારી આ વાત મારી એ કીડી સાંભળી ગઈ અને ચુપચાપ કામે લાગી ગઈ. એક દિવસ મે જોયું તો પેલો ગોળનો રવો મારી પાસે હતો. મે આ વિષે મારી પેલી કીડી ને પુછ્યું તો તેણે જણાવ્યુ કે, "આ તો હું રોજ થોડો થોડો કરી બધ્ધો તમારે માટે લાવી." હું ગર્વથી મારી કીડી સામે નિશબ્દ જોય રહ્યો. ગોળના રવાના ચહેરા ઉપર માન ભંગની નિરાશા દેખાઇ આવતી હતી.બોધ - જો તમારે "પ્રારબ્ધ" નામનો ગોળનો રવો જોયતો હોય તો "પૂરસાર્થ" નામની કીડી આજથી જ પાળો .

લેખક કોણ છે ?

ફુટપાથ પર ઉભા ઉભા મુલ્યોના સુત્રોના પોસ્ટર વેચતો ઍક ફેરીયો કે જેની જીન્દગી માથી પસાર થતા ૯૭ % લોકો ફ્કત પોસ્ટર વાચી ખુશ થતાથતા પસાર થઈ જાય છે, ૧% લોકો પોસ્ટર ખરીદી ઘરે ડ્રોઇન્ગ રૂમ મા સજાવે છે, ૧% લોકો તે પોસ્ટર ને ફ્રેમીન્ગ કરી સ્નેહી ને ભેટ આપે છે, જ્યારે બાકીના ૧% લોકો તે સુત્રોને જીવનમા ઉતારે છે'ફેરીયાની સાર્થકતા ૯૯ % લોકોથી નહિ પરન્તુ ૧% લોકોથી છે તેજ રીતે લેખકની સાર્થકતા સમગ્ર સમાજથી નહી પરન્તુ એવા લોકોથી છે જેના જીવનમા તેણે પરીર્વતન લાવ્યુ છે.તમે શુ માનો છો ?

નિષ્ફળતા શું છે ?

અમદાવાદ થી રાજકો બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે પહોચવાનું છે, કેમ પહોચીં શું ? પ્રથમ તો ક્યા સાધનથી જવુ તે નક્કી કરી શું. પ્રાઇવેટ વાહનથી જવુ કે પબ્લીક ટ્રાન્સ્પોટનો ઉપયોગ કરીશું. કેટલા સમયની મુસાફરી છે તેમાં એકાદ કલાક જેટલો વધારાનો સમય ઉમેરી નિકળીશું. વાહન જો પ્રાઇવેટ હશે તો ઇંધણના અને પબ્લીક હશે તો ટીકીટના નાંણા જોઇશે. વાહન જે હોય તે પરંતુ તે યોગ્ય જગ્યાએ લઈ જાય છે કે નહી તે નક્કી કરી લઈશું. અંતે વાહન બધીજ રીતે યોગ્ય હોય અને અક્સમાત ન નળે તો નિયત સમયે મંઝીલે પહોચી જઇશું.ફક્ત ૩-૪ કલાકની મુસાફરી માંટે આટ-આટલાં પ્રયત્નો કરવા પડતા હોયતો જીવનમાં સફળતા મેળવવા માટે કેટલા પ્રયત્નોની જરૂર પડે ? નિષ્ફળતા એ અપેક્ષા ના પ્રમાણમાં ઓછા પ્રયત્નોનું પરીણામ છે.આપ શું માનો છો ?

શું ઉચ્ચ કોટીના લેખકોનાં અભાવ માટે વાચકો જવાબદાર નથી ?

આજનો વાચક ગરીબી નીચે જીવતા બિહાર કે આસામના એવા નાગરીક જેવો છે કે જેને રેશનીંગમાં જેવા પણ ઘઉં-ચોખા આપો તેવા તે સ્વીકારી લેવાનો છે અને આ જ કારણે આપણી સુસ્ત સરકાર જેવાં લેખકો સડેલા,ખરાબ થયેલા,ક્યાંયથી પણ આયાત કરેલા, કાકરી-કસ્તર વાળા ઘઉં-ચોખા જેવા લેખો વાચકોન પધરાવ્યા કરે છે. આ પરીસ્થીતી માટે વાચક પોતે જ જવાબદાર છે, કારણ કે તમે આ લોકો જેવું આપે તેવું સ્વીકારી લો તો પછી મહેનત કોણ કરે. અંગ્રેજી ચોપાનીયાને સંદર્ભ તરીકે લીધા પછી બે-ચા ચવાયેલી શાયરી મુકી અને છેલ્લે કોઇ વિવાદસ્પદ બાબતનૉ એશંશ છાટી જાણે સળી વચ્ચે બરફનો ગોળો હોય તેમ પકડાવી દેવાનો. ઉપર-ઉપરથી મજા આવે અંદર ઊતરોતો સાવ ફીક્કો. એક માત્ર લઘુશંકા માટે કામમાં આવતો આવો ગોળો વાચકને પણ સદી ગયો છે. જો તમે એક સમર્થ વાચક ન બની શકો તો તમને સમર્થ લેખકનાં અભાવ વિષે ફરીયાદ કરવાનો કોઇ અધીકાર નથી.આપ શું માનો છો ?