Monday, February 23, 2009

જય હો..જય હો...ખરેખર ?

આજે સ્લમડોગ મિલોનીયર(સ્લમડોગ કરોડપતિ)એ ઓસ્કરમાં ધુમ મચાવી. એ.આર.રહેમાન અને ગુલઝાર સહીત ૮ ઓસ્કર એવોર્ડ મેળવ્યા. નાના બાળકથી મોટા સુધી અને આમ નાગરીકથી રાજનેતા સુધી બધા જ જય હો..જય હો.. કરવા મંડ્યા. સારુ છે રહી રહી ને પણ ભારતીય સિનેમા ્જગતને તેના યોગ્ય સ્થાન મળ્યું. ફિલ્મ કેવી છે,સારી છે કે ખરાબ ? શું ખરેખર ભારતીય છે કે નહી ? વગેરે બાબત પર અહી હું ચર્ચા નથિ કરવા માગતો કારણ કે આ બધી બાબતો બહું ચર્ચાય ગઈ છે અને હજી વધું ચર્ચા સે. પરંતુ પડતા પાછળની એ હકીકત કે જે બહું ઓછી જગ્યાએ ચર્ચાણી છે તે ને અહી મુકવા માગૂ છું.
આપણે સ્લમડોગની વાત કરતા પહેલા ભુતકાળમાં જાયે. ્ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ એવા છે જે ભારતીયને મળ્યા છે અને ્ઘણા એવા છે જે મળવા જોયતા હતા. ્ઘણા એવો્ર્ડ એવા ભારતીયને મળ્યા છે કે જે મુળ ભારતીય છે પણ અત્યારે વિદેશી છે. ઘણી એવી સિ્દ્ધી છે જે મૂળ ભારતીયો ને મળી છે. દરેક વખતે આપણો ઉત્સાહ ચરમ સિમા પર હોય છે. તે સિ્દ્ધિ પછી ભારતીયની હોય કે NRIની. પરંતુ NRIની સિ્દ્ધિ વખતે ઉત્સાહમાં એક વાત ભુલી જાયે છીએ કે આ સિદ્ધિ ઉછીની છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલ્યમસ ભલે મુળ ભારતીય હોય પણ એણે સિદ્ધિ એક અમેરિકન તરીકે મેળવી છે જે એક કળવું સત્ય છે અને આ વાત દરેક વખતે નજરઅંદાઝ કરવામાં આવે છે અને તે વખતે એક પિડા અંદરથી ઝંખવા નથી દેતી. આજે પણ તે જ સ્થિતી છે.
અંગ્રેજો ગયા એને ૬ દાયકા જેટલો સમય થય ગયો પણ તેણે છોડેલી માનશિકતા હજી આપણી ઉપરથી જતી નથી. જે વાત વિદેશમાં જઈ સાબીત થય પાછી આવે તે જ સાચી અને સારી ? આપણે આપણી બુદ્ધીને ક્યારેય તકલીફ દેવાની જ નહી ? શું રહેમાને આજ પહેલા ક્યારેય સારૂ સંગીત આપ્યું જ નથી ? શું ગુલઝાર સાહેબના ગીતમાં પહેલા ્મીઠાસ હતી જ નય ? જે હોય તે આ બધી પિંજણમાં કોણ પડે પણ ક્યાં સુધી આપણે આવી ઉછીની પ્રસિદ્ધીથી હરખાતા રહેશું ? કદાચ આ પ્રિસ્થિતીના મુળમાં જાયે તો ઘણુ ખરૂ ખબર પડે. વર્ષોથી આપણું બુદ્ધિ ધન વિદેશ જાતું રહ્યું છે. હા થોડા સમયથી તેમાં ફેરફાર આવ્યો છે ખરો પણ પરિસ્થિતી જોયે તેવી સુધરી નથી. તેના ઘણા કારણોમાં નું એક છે યોગ્ય પ્રતિભાની યોગ્ય કદરના થાવી. રહેમાનની જ વાત કરીયે તો જે કહેવાતા ્સમીક્ષકો તેના સંગીતમાં કાય ભલી વાર નથી તેમ કહેતા તે આજે બે મોઢે વખાણ કરે છે. ક્યા ્કારણે કલ્પના ચાવલા અને સુનિતા વિલ્યમસ ને ભારત છોડવું પડ્યું ? જે વ્યક્તિ પાછળ સરકાર ૨૦-૨૨ કે ૨૫ વર્ષ ખર્ચ કરે અને જ્યારે તેની દેશને જરૂર હોય અને તે વ્યક્તિ પણ ઇચ્છતી હોય કે દેશ માટે કાઇક કરે ત્યારે જ તેણે દેશ છોડવો પડે. આવું વર્ષોથી થાતું આવ્યું છે અને હજી પણ થાય છે. શા માટે ?
કદાચ આ માટે આપણી માનસિકતા જવાબદાર છે. આપણને જ્યાં સુધી વિદેશ માંથી સ્વિકાર્યતાની ્મોહર ના લાગે ત્યાં સુધી સ્વિકારવાનો સંકોચ થાય છે. આ ફક્ત વ્યક્તિ માટે જ નથી લાગું પડતું ઘણી બધી વસ્તું માટે પણ લાગું પડે છે. દા.ત. દેશી ભાષામાં જેને કુવારપાઠુ કહે છે તે "એલોઇવેરા" માટે વર્ષોથી ગામડામાં કહેવાતું કે દાજ્યા અને બીજી તકલીફ માટે તે અકસિર છે(હું ગામડામાં રહેતો એટલે મને ખ્યાલ છે શહેરની મને ખબર નથી). પણ આજની આધુનીક પેઢી તે માનવા તૈયાર નોતી પણ જેવી બહારથી વાત આવી કે આના આટલા આટલા ફાયદા છે કે તરત પબ્લીક ગાંડી થય. શા કારણે.
આપણી આવી માનશિકતાના કારણો તપાસવા રહ્યા. જ્યા સુધી આપણે આ વસ્તુનો ઇલાજ નહી કરીયે ત્યાં સુધી આપણે ઉછીની ખુશી પર જ ખુશ થાતુ રહેવું પડેશે.

Thursday, February 19, 2009

"One Liner"


ક્યારેક કોક ડુબતાને તણખલું મડી જાય છે. પણ આવું ક્યારેક જ બને બાકી ડુબતા સમયે તણખલાની રાહ ના જોવાય કીનારે આવવા માટે મહેનત કરવા મંડાય કારણ કે તણખલાના સહારે ભાગ્યે જ કોઈ કોનારે પહોચે.*


*આજે થયેલો જાત અનુભવ.




"ક્યારેક બીજાનું એક્સિડન્ટ જોતા-જોતા ગાડી ચલાવતા પોતાનું એક્સિડન્ટ થઈ જાય છે."
(સાર - બીજાની ભુલો જોવા કરતા આપણા પોતાના કામમાં ધ્યાન આપવું ઇચ્છનિય છે)
*
*મને આવેલ એક વિચાર.
<\>
_/\_






"Mistake is d 1st step of sucess" But it is not true,
"the correction of mistake is 1st step of sucess".

<\>
_/\_






સ્વપ્ન જોવા તે કાઇ ખોટી વાત નથી,પણ તેને હકીકતમાં બદલવા પ્રયત્ન ન કરવો તે ખોટુ છે.*
*મારો જીવનમંત્ર.




“YOUR THOUGHTS PLAY VITAL ROAL IN SHAPING YOUR LIFE” *


*મારી સ્ક્રેપબુકમાં મિત્ર મેહુલભાઈનો આવેલો સ્ક્રેપ.






ગાડીમાં અરિસો પાછળ જોવા માટે આપ્યો હોય છે જેથી અકસ્માત ના થાય, પણ અરીસામાં જ જોય ને ગાડી ચલાવીએ તો ચોક્કસ અકસ્માત થાય.

(સાર - ભુતકાળ એ જીવનરૂપી ગાડીનો અરીસો છે.)*



*હમણા આવેલો વિચાર




"ભવ્ય'ભુતકાળ' એ 'વર્તમાન'માં ફક્ત આશ્વાસન છે,'ભવિષ્ય'ની ગેરેંટી નહી."*



*સ્કુટી ચલાવતા-ચલાવતા આવેલો વિચાર.





સંસાર એક મોટુ ચકડોળ છે,

આપણે નીચે વાળા ઉપર થુકયે ને તો એ જ્યારે ઉપર આવે ત્યારે આપણી ઉપર 'પી' કરે.

માટે કોઇ દિવસ નાના માં નાની વ્યક્તિના અહમ સાથે રમત કરવી નહી. *



*મારી પોતાની ફિલોસોફી.





લેખક તરીકે મારી મહાનતા મારા શબ્દોને કેટલા લોકો અનુશરે(ફોલોઅર) છે તેનાથી નથી, પણ હું મારા શબ્દોને કેટલા અનુશરૂ છું તેનાથી છે. *



*મારૂ ધ્યેય.













Wednesday, February 18, 2009

કાઇક નવું લખવાનો પ્રયત્ન.

"યાર જાગ્રત, તારા બ્લોગ પર આવ્યેને ત્યારે પેલા સિવિલ હોસ્પિટલના્ ટ્રોમાસેન્ટરમાં હોયે ને તેવું લાગે છે. કાઇક હળવું લખને યાર." આવો મત અહી મારા બ્લોગ પર આવતા કેટલાક સ્વજનોનો થયો. પણ મે સામે દલીલ કરી કે  હું હાસ્યલેખ ના લખી શકું.  પાછળથી વિચાર આવ્યો કે ભાઇ આ હાસ્યલેખ લખવામાં જોખમ કેટલું ? કાઇ નહી. મારે ક્યાં છાપામાં લખવું છે કે છાપુ બંધ થઈ જાવાનું જોખમ છે અને આમેય આ તો ટ્રોમાસેન્ટર છે અહીથી આગળ તો ક્યાય જાવાનું છે જ નહી. હાસ્યલેખ પણ જો ગંભિર લખાય ગયો તો પણ વાંધો નથી બીજા લખાણની સાથે ભળી ્જાશે.
મારા માટે આ પ્રયાસ રોટલી ના લોટ માંથી લાપસી બનાવ જે્વો છે પણ પછી થયું કાઇ વાંધો નહી લાપસી ના બને તો મીઠિ પુરી તો બનાવ્યે. આમ ધારીને આ પ્રયા્સ કરૂ છું. પછી થયું ક્યાં વિષય પર લખું ? જીવનમાં મુર્ખામી ઘણી કરી છે ચાલને આવીજ મુર્ખામી બધા સાથે સેર કરીયે.
આ પ્રસંગ ત્યારનો છે કે જ્યારે હું વલ્લ્ભવિધ્યાનગર F.Y.B.Com માં ભણતો હતો. શિયાળો પોતાનો રંગ દેખાડતો હતો. અમે બધા પાર્ટનર એક ગંભિર સમસ્યાના સમાધાન માટે ભેગા થયા હતા. સમસ્યા સવારે ન્હાવા માટે ગરમ પા્ણીની હતી. અમારી પાસે સ્ટવતો હતો પણ તેને ચલાવવા કેરોસિન ન હતું.  અમારી પરિસ્થિતી ખાલી બંધુક લઈને સિંહનો શિકાર કરવા નિકળેલા શિકારી જેવી હતી.
મે પ્રસ્તાવ મુક્યો કે" આપણે બ્લેકમાં કે્રોસિન લઈએ તો કેવું". મારા જાણકાર પાર્ટનરે મને કહ્યું કે " બ્લેકમાં પણ જોઇએ તેટલુ મલતું નથી અને ભાવ એક લીટરનો રૂ.૨૫ કહે છે". મે કહ્યું, " યાર આતો ્પેટ્રોલથી પણ મોંઘુ,પેટ્રોલના તો રૂ.૨૪ છે." અમારા ભેગો એક નંગ પણ હતો તેણે પ્રસ્તાવ મુક્યો " તો પછી યાર સ્ટવમાં પેટ્રોલ જ પુરોને જોઇએ ત્યારે મળી તો જાય અને ભાવમાં પણ સસ્તું પડે". ખરેખર ત્યારે અમે ગંભિર હતા બાકી પેલાને એક મારવાની ઇચ્છા થઈ ગઈ હતી.
આ ચર્ચાથી કંટાળી મારા બે પાર્ટનર તપનભાઇ અને નિરવભાઇ આટો મારવા જતા રહ્યાં પેલો નંગ ઉંઘી ગયો અને બે જણા વાતો કરતા હતા. ત્યાં કોઇ તપનભાઈ ને મળવા આવ્યું.હું તેમની સાથે વાત કરતો જ હતો ત્યાં પેલો નંગ નિંદરમાં અમારી પાસે આવ્યો, અને પેલા આવનારને ્પુછ્યું, "તમને તપનભાઇનું કામ છે ? " પેલા કહ્યુ કે "હા". તો પેલા નંગે તો ટોપ ફોડી " તમારે પણ કેરોસિન લેવાનું છે ? "
હું તો ત્યા જ હ્સી-હસીને બે્વડો વળી ગયો, પેલો નંગ ઉંઘમાં પણ કેરોસિનના સપના જોતો હતો.

Sunday, February 15, 2009

૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા


મારા વાંચનના વિકાસમાં મો્ટો ફાળો મારા પપ્પાનો છે. આગળ કહ્યું તેમ તેમની પાસે નાની એવી લાઇબ્રેરી હતી અને મારા વાંચનની શરૂવાત ત્યાંથી જ થય. ૧૯૯૬નું વર્ષ એ મારૂ બોર્ડનું(ધો.૧૦) વર્ષ હતું. મને પહેલાથી હો્મવર્ક અને વાંચવાનો(ભણવાનું) કંટાળો અવતો એમાં આ તો બોર્ડનું વર્ષ એટલે પત્યું.
ખીજાય-ખીજાયને ઘરના ધરાર મને વાંચવા બેસાડે અને ત્યાં રૂમમાં હું સુઇ જાતા. (મારો વાંચવા માટેનો અલગ રૂમ બનાવેલો.) એકાદ બે વાર પપ્પાએ મને સુતા પકડી પાડેલો ત્યારે મને પુછ્યું કે કેમ સુઇ જાય છે તો મે કહેલું મને દિચસે વાંચવાનો કંટાળો આવે છે અને મને ખરેખર કંટાળો જ આવતો હતો. પછીથી રાત્રે લાઇબ્રેરીમાં વાંચવાનું ચાલુ કર્યું. રાત્રે મમ્મી ૧૨ વાગ્યે ચા આપી અને પછી બધા જ સુતેલા હોય ત્યારે લાઇબ્રેરીમાંથી બુકો વાંચતો. લાઇબ્રેરીમાં હતી તે બધી તો પહેલા વાંચી નાખી હતી અને મારા બોર્ડનું વર્ષ હતું માટે નવી ્બુકો આવે તેમ ન હતી. મને ઇતિહાસમાં કંટાળો આવતો હોવા છેતા ભણવાના વાંચનથી સારૂ હોવાથી મે ક્રાન્તિવીરોની આત્મકથા વાંચવાની શરૂ કરી.
આ વાંચનની શરૂવાત મારી બોર્ડની પરિક્ષાના ત્રણ મહિના પહેલા શરૂ કરેલ.

હું રાત્રે મોડે સુધી વાંચતો, ભગતસિંહ,રાણી લક્ષ્મિબાઇ,ચંદ્ર્શેખર આઝાદ,તાત્યા તોપે,નાનાસાહેબ પેશ્વા,ખુદિરામ બોઝ, વગેરે પ્રમુખ ક્રાન્તિવિરોની જીવનકથામે વાંચી. મારા આ વંચનથી મારામાં ગંભિરતા આવી ્તથા મારા વિચારોની દિશા બદલી. અત્યાર સુધી હું ફક્ત વાંચવા ખાતર વાંચતો હતો હવે તેમા કારણ ભળ્યું. કદાચ આ બધા્ની જીવનકથા વાંચી પછી મારામાં દેશ માટે કાઇક કરવાની તમ્મન્ના જાગી. મારા ભવિષ્યનાં વાંચન અને લેખનનો પાયો અહીથી નખાણો.

અંતમાં તે પણ જણાવી દવ, મારા પપ્પાને ખબર જ ન હતી કે હું રાત્રે શું વાંચુ છુ તે તો એમ જ માનતા કે હું મોડે સુધી મારા ભણવાનું વાંચતો અને જ્યારે મને ધો.૧૦ માં ૫૬% ત્યારે મને એમ જ કહ્યું કે આટલુ વાંચવા છતા જો ૫૬% જ આવ્યા તો પછી તું સાયન્સમાં જઈ ને કરીશ શું ? એને ક્યા ખબર હતી કે મે શું વાંચ્યું.

Saturday, February 7, 2009

My Favourite Books.. -2

૫)ચેતના ની ક્ષણે-પળે-સવારે- કાંતિ ભટ્ટ
આ બુક પણ મે રદ્દીવાળા પાસેથી લિધી હતી. હું કોઇ કાવ્યની બુક શોધતો હતો અને મારા હાથમાં ચેતના ની ક્ષણે આવી. કદાચ તેમાં "બચ્ચન" સાહેબની મધુશાલાની અમુક પંક્તિ હતી. પછી તો પાછળથી ખબર પડી કે મે જે વ્યક્તિની બુક લિધી તે કેટલી મોટી તોપ છે. એક અલગ જ પ્રકારની શૈલીથી હું ઘણો પ્રભાવિત થયો અને પછી આખુ વર્ષમે તેમને વાંચ્યા.
૫) વિચારોના વૃન્દાવનમાં- ગુણવંત શાહ
આ બુકથી મે મારુ શબ્દ ભંડોળ સમૃધ્ધ કરીયું. એટલા નવા-નવા શબ્દોના સંપર્કમાં આવ્યો છુ કે અત્યાર સુધી બીજી એક પણ બુકમાંથી વાંચ્યા ન હતા. લલીત નિંબધમાં મને કાકાસાહેબ નાનપણમાં બહુ ગમતા અને તેના પછી ગુણવંત શાહ ગમે છે. બીજો મને ફાયદો મારી અવલોકન કળામાં થયો છે. જે દ્રષ્ટિથી તેઓ શ્રી પ્રકૃતિને જોય છે તે રીતે હું જેના સંપર્કમાં આવેલા એક પણ લેખક જોતા નથી.
૫) સફળતાના તંણાવાણા- બી.એન.દસ્તુર
કદાચ આ બુક વાંચીને હું જીવનમાં થોડો પ્રેક્ટિકલ થયો(હજી જોયે એટલો પ્રેક્ટિકલ નથી). જીવનમાં સમસ્યાને કેમ હેંડલ કરવી,મોટીવેશન કેમ મેળવવું,આપણી મર્યાદા કઇ છે વગેરે આ બુક માથી મે શિખ્યો. મારા ખરાવ સમયમાં મને બહાર લાવવામાં આ બુકે બહુ મોટો ભાગ ભજવ્યો છે.
આ મારા વાંચનમાં આવેલી ઘણી બુકો માંથી અમુક બુકો કે જે મને ગમે છે.

Tuesday, February 3, 2009

૧૯૯૫ "ધુમકેતુ"


ધુમકેતુને વાંચવા માટે પણ તે જ કારણ હતું. તેમની વાર્તા પોસ્ટ ઓફીસ અમને ભણવામાં આવતી, તે દિવાય એક ભિખુ નામના ગરીબ બાળકની વાર્તા પણ ભણવામાં આવતી જેની કથા વસ્તુ મને યાદ છે નામ યાદ નથી. આ બન્ને વાર્તા મને ઍટલી ગમી ગઇ હતી કે ધુમકેતુની બીજી વાર્તા વાંચ્યેજ છુટકો હતો. અહિ પણ મને મારા પપ્પા મદદે આવ્યા,તેની પાસે તણખા મંડળનો સેટ હતો. તે ઉપરાંત તેમની થોડીક નવલકથા પણ ખરી. મે જીંદગીની પહેલી નવલકથા ધુમકેતુની વાંચેલી.


ઉપરોક્ત બે બનાવ પછી એક વણલખ્યો નિયમ બની ગયો કે દર વર્ષે મોટા ભાગે એક લેખકનું સાહિત્ય મોટા પ્રમાણમાં વાંચવું. આ બાબતે થોડુ વિસ્તારથી જણાવું તો મેં એક વાચક તરીકેની મર્યાદા શરૂથી જ બાંધી લિધી હતી. અમુક સાહિત્યમાં મને ટપ્પો ના પડે તેને મે ધરાર ક્યારેય વાંચવાનો પ્રયત્ન નથી કર્યો. દા.ત. નવલકથા. નવલકથા સાહિત્યનો સૌથી વધુ વંચાતો વિભાગ છે પણ મને તે જચ્યો નથી. તેમા મારી મર્યાદા છે. પહેલી મર્યાદા એ કે હું વિષયને અધુરો મુકી શકતો નથી. ભદ્રંભદ્ર અને પૃથ્વિવલ્લભ મે એક બેઠકે વાંચેલી છે તે જ રીતે છેલ્લે વાંચેલી બક્ષીની સમકાલ કામધંધો મુકીને વાંચી હતી. રસ ભંગ થાય તેવા વાંચનથી મોટે ભાગે દુર રહુ છું તે બાબતે વાર્તા અને નિંબધ મને અનુકુળ લાગે છે.


એક લેખકના મોટા પ્રમાણની બુકો એક વર્ષમાં વાંચવા માટેનું બિજુ કારણ મારુ અજ્ઞાનતા છેં. હું જે રીતે મોટો થયો છુ ત્યાં ફક્ત હુ અને માત્ર હું જ હતો માટે મને માર્ગદર્શન આપવા વાળૂ કોઇ ના હતુ અથવા તો મે કોઇ પાસે માગ્યું નાહતું. માટે નવા લેખકને વાંચવાનું જોખમ કરવા કરતા વાંચેલા લેખકને જ બહોળા પ્રમાણમાં વાંચવા શું ખોટા, તેમ ગણીને હું એક જ લેખકને આખું વર્ષ વાંચતો.


ત્રિજુ અને સૌથી મોટુ કારણ એ કે મારે ત્યાં ઘરે લાઇબ્રેરી હતી પણ તે સિમિત હતી બાકીનું વાંચન માટે મારે બુકો ખરિદવી પડતી અને તે પણ રાજકોટ કે અમદાવાદ આવવાનું થાય ત્યારે. વર્ષમાં એકાદ-બે વાર માંડ નિકળવાનું થાય ત્યારે આખા વર્ષનું વાંચન જોડે જ ખરીદી લેવું પડતું અને ક્યારે પુરતુ ના પળે તો તેને જ પાછું વાંચી ને ચલાવી પડતું.


ઉપરોક્ત કારણને હિસાબે મને કોઇ નુકશાન નથી બલકે ફાયદૉ છે. જેમ કે, એક જ લેખકનું એકધારું સાહિત્ય વાંચો તો તેને સમજવામાં બહુ સહેલાય રહે છે. તમે તે લેખક જોડે લીંક બાંધી હોય તે જળવાય રહે અને તેના લેખનમાં આવતા રુઢિપ્રયોગો,કહેવતો,અઘરા શબ્દો,દૃષ્ટાંતો વગેરે સમજવામાં બહુ મુશ્કેલ પડતી નથી. તમે જે તે લેખકના વિચારોની વધુ નજીક પહોચી શકો છો અને જો ઇચ્છો તો તેને અમલમાં પણ મુકવા માટેની દ્રઢતા વધે છે. તે ઉપરાંત નવા લેખકની શૈલીને ગળે ઉતારવી મારા જેવા શિખાવ વાચક માટે ક્યારેક મુશ્કેલ હોય છે તે ભય અહી રહેતો નથી. ટુકમાં મારી મર્યાદાને લિધે જે નિયમ બન્યો તેને લિધે મને ઘણો ફાયદો થયો.

૧૯૯૪ "મેઘાણી"


૧૯૯૪ માં હું ૧૩ વર્ષનો હતો અને હાઇસ્કુલમાં તે મારુ પહેલુ વર્ષ હતું. છાપા અને મેગેઝીન સિવાયનું મોટા પાયના વાંચનનું પણ તે પહેલું વર્ષ હતું. મારી શાળા વિવેકાનંદ વિનય મંદિરમાં ગુજરાતીની શિક્ષક શ્રી વિ.ડી.વઘાસીયા સહેબ ફક્ત ધો. ૯ અને ૧૦ નું ગુજરાતી લેતા પણ એક દિવસ અમારો ફ્રી પિરીયડ હતો અને તેઓ મેઘાણીનું પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર લઇને અમને એક વાર્તા સંભળાવી. તેમની શૈલી કોઇ ચારણથી કમ ના હતી અને મારા જેવાને બીજી વાર્તા વાંચવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક હતું. મે ઘરે જઈને પપ્પાને આ બાબત વિષે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે આપણા ઘરે મેઘાણીના સોરઠી બહારવટીયા ના ૪ ભાગ અને સૌરાષ્ટ્રની રસધારના ૫ ભાગ છે. તેમણે જ્યારે મેઘાણી સતાબ્દી મહોત્સવ હતો ત્યારે લિધેલા.તે આખુ વર્ષે મે બન્ને પુસ્તકના કુલ ૯ ભાગ વાંચવામાં કાઢ્યા. ત્યારે મારામાં એટલી વિચાર શક્તિ નોતી છતા આજે તે વિચારી શકુ કે મેઘાણીએ તે સમયમાં ટાંચા સાધનોથી આટલી માહિતી કેવી રિતે એકત્રિત કરી હશે ? "જોગીદાસ ખુમાણ" કે "લાખાવાળૉ". બધા વિષે બને ત્યાં સુધી સત્યની નજીક જાવાનૉ પ્રયત્ન જ અભિનંદનને પાત્ર છે. હા, થોડી ભુલો જરુર હશે પણ તેને બાજુએ મુકીને પણ સેલ્યુટ કરવાનું મન થાય.

Monday, February 2, 2009

My Post at "Gujarati - હાસ્ય લેખન " Topic "મહાત્મા ગાંધી : મારી નજરે "


૧૮૦ પોસ્ટ વાંચવી શક્ય ન હતી તેમ છતા જે ચર્ચા ચર્ચાય ગઇ તેની પર નજર ફેરવતા એવું લાગ્યુ કે ભારતીય ઇતિહાસના બે ધૃવોનો સંગમ અહી થયો હોય. ગાંધીજીની મહત્તા અને મર્યાદાવિષેનું સંપુર્ણ સાહિત્ય અહી આવી ગયું લાગ્યું. એક-એક પોસ્ટમાં જે રિતે હોમવર્ક કરી ને લખવામાં આવ્યું છે તે કોમ્યું. મેમ્બરની વાંચનની ગહનતા બતાવે છે અને અપવાદ સિવાય જે મર્યાદાનું સ્તર જળવાયું છે તે પણ દાદ માગી લે તેવું છે. બાકી આવા સેન્શેટીવ ટોપીકમાં આટલે હદે મર્યાદા જાળવવી મુશ્કેલ છે. આપ સૌ ને અભિનંદન.


મને ગાંધીજી પ્રત્યે કોઈ અણગમો કે ગમો નથી. હું બહુ પ્રેક્ટિકલ માણસ છુ અને સાથે થોડો સેલ્ફિસ પણ ખરો. કોઇ પણ સાહિત્ય માંથી મારા કામની વસ્તું મળે તે મેળવીને આગળ જતું રહેવાનું તેનું પિસ્ટપીંજણ કરવાનું નહી. હા થોડો ખેલદિલ પણ ખરો, કોઇ પણ વ્યક્તિને તેની મર્યાદા સાથે તેની મહત્તા સ્વિકારી લવ. તે કોણ છે અને શું કામ આવો છે તેની પીંજણમાં હું બહુ પડુ નહી. તે પછી ગાંધીજી હોય કે પંડીત નહેરુ, સરદાર હોય કે ઝીણા, હીટલર હોય કે ચર્ચીલ, બુસ હોય કે સદ્દામ કે લાદેન વડાપ્રધાન હોય કે મારી સોસાયટીનો સ્વિપર મને કોઇ ફરક નથી પડતો. રહી વાત ગાંધીજી પાસેથી શું મેળવ્યું, હું નાનો હતો ત્યારે બહું ખોટું બોલતો પણ મે સત્યના પ્રયોગો વાંચી પછી મારા જીવનમાં બદલાવ આવ્યો તે મારે સ્વિકારવું પડે. આપણા માંથી ઘણાએ ગાંધીજી પાસેથી વ્યક્તિગત રીતે કાઇક મેળવ્યું હશે.


રહી વાત ચર્ચાના પરિણામની તો, કોઇએ કહ્યું છે ને કે "ઇતિહાસ માંથી સમાજ એટલું શિખ્યો કે તે ઇતિહાસ માંથી કાઇ શિખ્યો નથી." હું આશા રાખુ કે આ બાબત પર પણ તેવું ના બને. ઘણું ચર્ચાય ગયું છે અને ઘણું ચર્ચવાનું બાકી છે પણ જ્યાં સુધી તેનાથી વર્તમાનમાં કાઇ બદલાવ ના આવે ત્યાં સુધી તે માત્ર ચર્ચા જ છે ક્રાન્તિ નથી.(નોંધ- ઉપરોક્ત વિચાર ફક્ત મારા જ છે અને મારા માટે જ છે. કોઇએ તે પરથી અનુમાન લગાવવું નહી કે હું ગાંધીજીના પક્ષમાં છુ કે વિરોધમાં, હું ફક્ત મારા જ પક્ષમાં છું[;)].કદાચ મારી પોસ્ટ ઓફ ધ ટોપિક લાગે તો સંચાલક ગણે નાશ કરતા પહેલા મને પુછવું પણ નહિ[:)].)


આભાર.

Sunday, February 1, 2009

My Favourite Books..

૧) સ્વામી વેવેકાનંદનું જીવનચરિત્ર.
૨) ગાંધીજી ની આત્મકથા (સત્યનાપ્રયોગો)
૩) બસ, એક જ જીંદગી - ચંદ્રકાન્ત બક્ષી
૪) નમુ તો હાસ્યબ્રહ્મને - ( વિનોદ ભટ્ટ- સંકલન- રતિલાલ બોરિસાગર)
૪) શો મસ્ટા ગો ઓન- ( શાહબુદ્દીન રાઠોડ )
૫) ચેતના ની ક્ષણે-પળે-સવારે- કાંતિ ભટ્ટા
૫) વિચારોના વૃન્દાવનમાં- ગુણવંત શાહ
૫) સફળતાના તંણાવાણા- બી.એન.દસ્તુર

૧) સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર.
મેં આ બુક ૧૯૯૬ માં વાંચવાની ચલુ કરી અને ૨૦૦૩ માં પુરી કરી. તે ૩૯ વર્ષમાં જે જીવન જીવી ગયા, તેના વિષે વિચારવા માટે મારા જેવા સામાન્ય વ્યક્તિને આખુ જીવન ઓછુ પડૅ. અને કદાચ એટલે જ મને આ પુસ્તક વાંચતા ૭ વર્ષ લાગ્યા હશે.

૨) સત્યના પ્રયોગો.
આજે ગાંધીજીની પુણ્યતિથી છે ત્યારે એક રંજ રહી જાય છે કે આપણે કેટલા નિસ્ઠુર છીએ કે આ વ્યક્તિને પણ આપણે ભુલી શકીયે છીએ.(આ વાક્ય ફક્ત મારા માટે છે.) ખરેખર હું આજે ભુલી જ ગયો હતો. હું નાનો હતો ત્યારે બહુ ખોટુ બોલતો હતો. વાતવાતમાં મને ખોટુ બોલવાની આદત હતી પણ મારા મોટા ભાઇએ મને જ્યારે આ બુક આપી ( કદાચ હું ધો.૯ માં હતો અને તે પોરંબંદર કિર્તીમંદિર ગયો હતો.) ત્યારથી મે ધીમે ધીમે ખોટુ બોલવાનું છોડતો ગયો અને આજે લગભગ ખોટુ બોલતો જ નથી. બીજુ મારુ અંગત માનવું છે કે, જે સત્ય ગાંધીજીએ લખ્યું છે એવું સત્ય હું કોઇ અંગત વ્યક્તિ સામે કબુલી પણ ના શકુ. આ પુસ્તકથી મારા જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું તે હકિકત છે.

૩) બસ એક જ જીંદગી- ચંદ્રકાન્ત બક્ષી.
બક્ષીબાબુની મે વાંચેલી આ પહેલી બુક હતી. તે પહેલા ધો.૭ કે ધો.૮ માં ગુજરાતીમાં તેમની એક વાર્તા ભણવામાં આવતી "સૃતી અને સ્મૃતિ"(જોડણી ભુલ માટે ક્ષમા) જે મને હજી યાદ છે. ત્યારેથી હું તેને વાંચવા માટે ઘણો બેતાબ હતો. આ બુક ને બક્ષીની ઓલટાઇમ ગ્રેટમાં મુકાય કે ના મુકાય તે તો ખબર નથી પણ મને આ બુક પ્રત્યે થોડો પુર્વગ્રહ છે.

૪) નમુ તો હાસ્યબ્રહ્મને - ( વિનોદ ભટ્ટ- સંકલન- રતિલાલ બોરિસાગર)
વિનોદ ભટ્ટ, હાસ્ય પ્રત્યે સમર્પીત લેખકોમાં એક ગણી શકાય. નાનો હતા ત્યારે નવા વર્ગમાં આવ્યે ત્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકની અનુક્રમણીકામાં આ નામ પહેલા શોધતો અને લગભગ ક્યારેય હું આ બાબતે નિરાશ નથી થયો અને તેનું નામ છે તે જાણીને ભણવાનો ઉત્સાહ બની રહેતો. એક હાસ્ય લેખક બીજા હાસ્ય લેખકના લેખોનું સંકલન કરે ત્યારે પંદગીનું ધોરણ ઉચુ હોય તે સમજી સકાય તેવી બાબત છે અને તેટલે જ આ પુસ્તક મને ગમે છે.

૪) શો મસ્ટા ગો ઓન- ( શાહબુદ્દીન રાઠોડ )
આ બુક હું જ્યારે મારા મોટા ભાઈ જોડે હોસ્પિટલમાં હતા ત્યારે સામે એક કાકા જુની બુક વેચતા હતા ત્યાંથી લિધી હતી. એક હાસ્ય-કલાકાર તરીકે તો હું તેમને સાંભળીને મોટો થયો છું તેમ કહી શકાય. જ્યારે હું નાનો હતો ત્યારે ટી.વી. નું કલ્ચર ન હતું ત્યારે ટેપ અને રેડીયો મનોરંજનના સાધનો હતા ત્યારે વનેચંદનો વરઘોડો કે લાભુમેયરી કે પછી ભત્રીજો પ્રેમમાં પડ્યો વગેરે સાંભડીને જ મોટો થયો હતો. એક હાસ્યકારને સાંભળવા અને તેને વાંચવા તે બે ભિન્ન બાબત છે. મારા મતે બોલવા કરતા લખવામાં લાગણી વ્યક્તતાની છુટ વધુ રહેલી છે. આ જ કારણે મને તેને સાંભળવા કરતા વાંચવા વધુ ગમ્યા.
To be cont..