Monday, November 24, 2008

મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે

મારા શબ્દોથી થયેલ ઉહાપા વિષે
મને મારા શબ્દો પર કોઇ ખેદ નથી કારણ કે જે વાસ્તવિકતા મે જોયેલી છે એ જણાવી છે, જ્યારે કોઇ સમસ્યા વિષે ચર્ચા કરતા હોઇએ ત્યારે જરૂરી નથી કે બધાના વિચારો શરખા જ હોય.કોઇ પણ સમસ્યાના ઉકેલ માટે થોડા કઠોર અને કડવા સત્યો સમક્ષ નજર નાખવી જરૂરી છે. હું જે સંર્દભમાં મારી વાત રજુ કરવા માગતો હતો તેમા પણ અપવાદ હોય શકે છે. આજે જ્યારે આપણે દરેક બાબતોમાં વ્યાવસાયીકતા તપાસતા હોઇએ ત્યારે "શિક્ષણ" જેવા પાયાની બાબત કે જેનો આધાર દેશના ભાવિ સાથે છે તેની ગંભિર તૃટીઓ સાથે બાંધછોડ કેમ કરી શકીએ ? મારા કેવાનો આશય એવો નથી કે આ ફિલ્ડમાં સારૂ કાઇજ નથી પરંતુ જે કાંઇ છે તેમાં તેમાં વ્યાવસાયીક અભિગમનો અભાવ છે. આ ફિલ્ડના વિકાસના અભાવના ઘણા કારણો છે, ભ્રષ્ટાચાર, લાગવગશાહી, યોગ્ય માપદંડનો અભાવ, યોગ્ય વળતર ન મળવું અને સૌથી મોટુ કારણ સમાજની ઉદાશીનતા. આજે આપણે હોશિયાર બાળકને નાનપણથી ડૉક્ટર કે ઈન્જીનિયેર બનવાના સપનાઓ બતાવ્યે છીએ, ક્યા કારણે નાના બાળકને એમ નથી કહેવામા આવતું કે "તું મોટો થઇને એક સારો શિક્ષક બનજે" જો કારણના મુળમા જશો તો બધી વાત સમજાય જશે.આજે આપણામાથી મોટા ભાગની વ્યક્તી કે જે શક્ષમ છે તે ઉંચુ ડોનેશન આપી ખાનગી સ્કુલમા પોતના બાળકને મોકલશે શા માટે સરકારિ શાળાની બહાર ફોર્મ માટે લાઈન નથી લાગતી ? (આ વાક્ય પ્રથમીક શિક્ષણ માટે છે) હું એમ નથી કહેતો કે બધી જ શાળાઓ ખરાબ છે પરંતુ જે શાળાઓ સારી છે એ લઘુમતિમા છે. હું પોતે કરકારી હાઇસ્કુલમા ભણેલ છુ, અને એ શાળામા કે જ્યાં "ગુજરાત રત્ન" "વિઘ્ધાવાચસપતિ" શ્રી કે.કા.શાસ્ત્રી ભાણેલા અને શિક્ષક હતા. આજે એ શાળા પાસે તેઓ શ્રી ના નામ સિવાય કાઈ નથી.મિત્રો કોઇ પણ વાતની ચર્ચા કરતા હોઇઍ ત્યારે અપવાદોને ધ્યાનમા ન લેતા બહુમતિને નજર સામે રાખિ ચર્ચા કરવિ જોઇએ. હુ આ શબ્દો લખી રહ્યો છુ ત્યારે જણાવું કે, મારા પપ્પા કોલેજમાં પ્રોફેસર રહી ચુક્યા છે, મારા ફઈબા ૨૮ વર્ષ પ્રાથમિક ટીચર હતા અને અત્યારે રિટાયર છે, મારા બે કઝીન પ્રોફેસર છે અને જ્યારે એક કઝીન હાઇસ્કુલ ટીચર છે. છતા હિંમત કરિ આ શબ્દો લખ્યા છે. જો કોમ્યુ. ને હજુ પણ લાગતું હોય કે મારી વાત સાવ ખોટી છે અને આ "એક આવેશમા આવી બુધ્ધિહીન કૃત્ય છે" તો હુ પોતે જ મારા આ શબ્દોને નાશ કરવા તૈયાર છુ અને હવૅ પછી આવુ લખતા પહેલા સો વાર વિચારીશ. બાકી મારા મતે જ્યારે કોઈ સડેલા ભાગને દુર કરવો હોય ત્યારે થોડીતો પિડા શહન કરવી જ રહી.

1 comment:

  1. Jagratbhai dont think so..aaje tamari aa post vanchi nd etle aaje reply karu chhun. Dont think wat others are thinking. If u're right dan go posting. Dont worry ok??

    ReplyDelete