Saturday, February 13, 2010

Love અને પ્રેમ... પ્રેમ વિષે થોડુ વધુ...


ઘણા દિવસે પોસ્ટ કરવાનો સમય મળ્યો. અને તે એવા સમયે કે જ્યારે વેલણખાઇંગ ડે સામે આવી ને ઉભો રહ્યો છે. જોકે સમયની તો અત્યારે પણ મારા મારી છે એટલે મે "ગરવી ગુજરાત" કોમ્યુનિટી પર કરેલી મારી અમુક પોસ્ટને જ એડીટ કરી મુકુ છું. http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=50780400tid=5257229365637471405na=4&nst=51nid=50780400-5257229365637471405-5431379088215563437

દરેક સંબધ માવજત માગે છે.. પછી તે ગમે તે સંબધ કેમ ના હોય. પ્રેમ પણ માવજત માગે છે તેની જુદી -જુદી અવસ્થા ઉપર જુદી-જુદી માત્રામા માવજત માગે છે. જેમ કે આકર્ષણ વખતે સૌથી વધુ માવજત જોયતી હોય છે, તેનાથી ઓછી લાગણી વખતે, તેનાથી ઓછી સ્નેહ વખતે અને સૌથી ઓછી પ્રેમ વખતે. પ્રેમ તૈયાર ફલ નથી તે તો નાનો છોડ છે જે ને સંભાળ પુર્વક અને ધીરજ રાખી ઉછેરવો પડે.

દરેક સંબધમા થાય છે તેમ પ્રેમભંગ ના અનેક કારણો હોય છે. ભંગ થતા પિડા પણ થાય છે પણ આ પિડાની માત્રા સ્ત્રી-પુરૂષ અને બન્ને કઈ અવસ્થામા છે તે પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે પુરૂષ કરતા સ્ત્રીને પિડા વધુ હોય થતી હોય છે જે સ્વાભાવિક છે પણ ક્યારેક બે માથી એક વ્યક્તિ આકર્ષણના સ્ટેજ પર હોય અને બીજી સ્નેહ કે પ્રેમ ના તો આકર્ષણના સ્ટેજ વાળા કરતા સ્નેહ કે પ્રેમના સ્ટેજ વાળા વ્યક્તિને પિડા વધુ થતિ હોય છે.

બધી જ વાતો સાચી પણ બધામા થાય છે તેમ આમા પણ ગીવ એન્ડ ટેક નો જ વ્યવહાર હોય છે . (તેને જ વ્યવહાર કહેવાય બાકી સેવા.) અને આવું ના હોય ત્યારે એક દિવસે એક પાત્રને અચુક થાય છે સામેની વ્યક્તિ મારો ફાયદો લે છે. માટે જ કહુ છુ... ભલે પ્રેમ ત્યાગમા હોય, આપવામા હોય, સમર્પણમા હોય, મળવામા હોય પરંતુ બધી જ લાગણી બન્ને પક્ષે હોય તો જ તેનું આયુષ્ય લાંબુ ટકે.

બીજુ પ્રેમ ગાજરનો હલવો નથી (મોઢામા પાણી આવ્યા ને) પણ દિલ્હીની ચાટ છે (જો વધુ પાણી આવ્યા.) જેમા કેટલા બધા સ્વાદનું મિશ્રણ છે અને પરિપક્વતાથી તે બધા જ સ્વાદનો આનંદ લેવો જોઇએ.

પ્રેમને સમજવા માટે બે કાલ્પનીક પાત્ર “અજય” અને “આશા” ને જુદી-જુદી પરિસ્થીતિમા મુકીને જોઇએ. આ પરિસ્થિતી પરિસ્થિતી પ્રેમની તિવ્રતા અને તબક્કો આપણી સામે પ્રેકાશીત કરશે.
૧. અજય અને આશા માધ્યમીકથી સાથે જ ભણતા હતા. માધ્યમીકના પહેલા દિવસથી જ અજયને આશા પસંદ છે. તેની સામે નિરખીને જોવું, તેની વાતો કન દઈને સાંભળવી તે શું કહે છે કોની સાથે બોલે છે, ક્યાં જાય છે, તે જાણવું, સ્કુલેથી છુટ્યા પછી તેની પાછળ તેના ઘર સુધી જવું ભલે ને તેનુ ઘર તેની વિરૂદ્ધ દિશામા હોય તેનો રોજનો નિયમ થઈ ગયો હતો. કદાચ તેની આવી પ્રવૃતિની આશાને પણ ખબર હતી અને ગમતું પણ હતું. આશાને ખબર છે તે અજયને પણ ખબર છે પણ તેની મનની વાત ક્યારેય તેણે શબ્દોના રૂપમાં ક્યારેય કહી નથી. માધ્યમીક અને ઉચ્ચત્તર માધ્યમીકના ૫ વર્ષ આજ રીતે વિતે છે. કોલેજ માટે આશા ગામ છોડી શહેર જતી છે. થોડા સમય અજય બેચેન રહે છે પણ પછી બધુ નોર્મલ થઈ જાય છે. આજે અજય ૪૫ વર્ષનો છે તેને બે પુત્ર છે મોટો પુત્ર ૨૩ વર્ષનો અને નાનો ૧૯ વર્ષનો. ઘણા સમય પછી તેણે આજે આશાને ફરી જોઈ છે. આશા અજય સામે સ્મિત વેરે છે. અજય મનમા હસી પોતાના કામે લાગે છે.

૨. અજય અને આશા માધ્યમીકથી જ સાથે ભણતા. માધમીકમા જ આશાને અજય પસંદ હતો. અજય જ્યારે છુપાઈ-છુપાઇને પોતાની સામે જોતો ત્યારે આશાને ખુબ ગમતું પણ પોતે બેધ્યાન હોવાનો ડોળ કરતી. સ્કુલ છુટ્યા પછી અજય તેનો પિછો કરતો કરતો ઘર સુધી આવતો ત્યારે પણ મનમાં ને મનમાં તે ખુશ થતી પણ કાઈ પણ બોલવાની બોલવાની હિંમત ના કરતી. જ્યારે ધો.૧૨ પછી કોલેજ કરવા માટે આશા શહેર ગઈ ત્યારે પણ તેનું ચિતતો અજય પાસે જ રહેલું હતું. શહેરમાં મનમા લાગવા છતા ના છુટકે તેણે ત્યાં ભણવું પડ્યું. ક્યારેક ક્યારેક તે પોતાની સખીયોને અજય વિષે પુછી પણ લેતી. કોલેજ પત્યા પછી જ્યારે તેના લગ્ન પોતાની જ કાસ્ટના એક યુવક સાથે નક્કી થવા જાય છે ત્યારે તે એક વખત અજયને યાદ કરી લે છે પણ … પછી તે પોતાના સંસારમાં તે એવી ગુંથાઈ જાય છે કે અજય ક્યારે વિષરાઈ ગયો તેને ખબર પણ ના પડી. આજે જ્યારે તેણે આટલા વર્ષ પછી અજયને જોયો ત્યારે સુકી માટીમા કોઈક ખુણે બચેલી ભિનાશ અનુભવતી હોય તેમ તે પોતાની જાતને તેની સામે તે સ્મિત વેરતા રોકી ના શકી.

૩. અજય અને આશા માધ્યમીકથી જ સાથે ભણતા. અજય આશાને પસંદ કરતો અને આશા પણ મનો મન તેને પસંદ કરતી. પણ કોલેજ મા આગળ ભણવા માટે આશાએ ગામ છોડવું પડ્યું. અજયનું ક્યાય મન ના લાગતું હતું. તેનું સુખ ચેન જાણે આશા સાથે જ શહેર જતું રહ્યું ના હોય. પેલી બાજુ આશા પણ તેવી જ લાગણી અનુભવતી હતી, પણ બન્ને માથી કોઈમાં વ્યક્ત કરવાની હિંમત ના હતી. ધીમે ધીમે આશા પોતાના ભણવામાં અને પછી પોતાના સંસારમા એવી તો ગુંથાઈ ગઈ કે તેને અજય ક્યારે ભુલાય ગયો તે ખબર જ ના પડી . આજે આટલા વર્ષે આશાએ અજયને જોયો એટલે તેને જુની વાતો યાદ આવી ગઈ. હિંમત કરી તેણે અજય પાસે જઈ વાતો કરવાની શરૂ કરી. બન્ને પોતાના ભુતકાળમા એવા તો સરી ગયા કે સમયનો ખ્યાલ જ ના રહ્યો. જતા જતા આશાએ અજયને પુછ્યુ, “ એ તો કે તારી પત્નિનું નામ શું છે અને બાળકોમા કોણ કોણ છે ?” અજયે કહ્યું, “મે લગ્ન જ નથી કર્યા.” આટલુ સાંભળી આશા કાઈ પણ બોલ્યા વગર જતી રહી.

૪. અજય અને આશા માધ્યમીકથી જ સાથે ભણતા, એક બીજાને પસંદ કરતા પણ એક બીજાને કહેવાની હિંમત ના થતી. કોલેજ માટે જ્યારે આશાએ ગામ છોડ્યું ત્યારેથી અજય બેચેન રહેતો. સ્કુલે તો જાણે તે આશા માટે જતો હવે કોલેજમા કોના માટે જવું. જેમ તેમ કરી કોલેજ ના વર્ષો પુરા કરી નાખ્યા. આશા વિષે માહીતી મેળવવાની બહુ ટ્રાઈ કરી પણ કાઇ પત્તો ના જ લાગ્યો ત્યારે તેણે નક્કિ કર્યું કે આશાએ નવું જીવન શરૂ કરી જ દીધુ હશે. અને આમેય તેણે તેને ક્યાં જણાવ્યું હતું તે તેનો વાંક કાઢી શકાય. આજે અજય ૪૫ વર્ષનો થયો છે. તે આશાને ક્યારેય ભુલી શક્યો ના હોવાથી લગ્ન જ નથી કર્યા. અચાનક જ તેની નજર સામે એક પરિચીત સ્મીત રેલાયું. ઓહ ! આ તો આશા જ છે. હિંમત કરી ને અજય આશા પાસે જાય છે. બન્ને આડી-અવળી વાતો કરે છે ત્યાં અચાનક આશા પુછે છે, “ અજય તારા લગ્નને કેટલા વર્ષ થયા ? બાળકોમાં કોણ કોણ છે ?” અજયે તરત સામે પ્રશ્ન કર્યો, “પેલા તે કહે તારૂ સાસરુ ક્યાં છે અને અચાનક અહી કેમ ?” બન્ને ઘણા સમય સુધી મૌન રહ્યા પછી સાથે જ બોલી ઉઠ્યા, “મે તો લગ્ન જ નથી કર્યા.” અને હા જતા જતા તે તો જણાવી જ દવ કે આવતી કાલે અજય અને આશાના લગ્ન છે અને તમારે પણ આવવાનું છે

ઉપરોક્ત બધી જ કથા કાલ્પનિક છે તેમાં મન પડે તેવા અને તેટલા ફેરફાર કરી શકો છો. અજયની જગ્યાએ આશા અને આશાની જગ્યાએ અજયને મુકી શકો છો તેનાથી વાર્તાના હાર્દમા કાઇ પહરક નહી પડે. હું તો બસ આ કથાઓ દ્રારા પ્રેમના(એક પક્ષીય) અલગ અલગ તબક્કા જણાવવા માગું છું.
પહેલી વાર્તા એકપક્ષીય આકર્ષણની છે.
બીજી વાર્તા એકપક્ષીય સ્નેહ કે લાગણી છે.
ત્રીજી વાર્તા એકપક્ષીય પ્રેમની છે.
ચોથી વાર્તા પ્રેમની છે.
તફાવત જાતે શોધો અને જવાબ આપો.

-: સિલી પોઈન્ટ :-
મેળવવું અઘરૂ છે, ત્યાગવું તેના કરતા પણ અઘરૂ છે પણ મેળવેલું ત્યાગવું સૌથી અઘરૂ છે.

1 comment:

  1. uperna 3 vakyomathi melvelu tyagvu shuthi aghru che, mitrato badhej sahajtathi bne che.pan takavva mate banne tarfthi respons malvo jruri che.

    ReplyDelete