Thursday, April 29, 2010

વાંચે ગુજરાત

વાંચે ગુજરાત અંતર્ગત મે પણ અમુક પુસ્તકો વાંચવાનો તથા વસાવવાનો નિર્ણય કર્યો છે. જો લીસ્ટ હું મુળ કિમંતે ખરીદવા જાવ તો મારી ચડ્ડી થઈ જાય [:D]. પણ મીત્ર કાન્તિભાઈ વાછાણીએ મને તેનો ખુબ જ સરસ રસ્તો બતાવ્યો. "સહજાનંદ રૂલર ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન -ભુજ પુસ્તક મીત્ર યોજના અન્વયે ૬૫ % સુધી વળતર આપે છે. તેની વિગત શ્રી કાન્તીભાઈ ના શબ્દોમા લીસ્ટના અંતે આપી છે.

આ રહ્યું મારૂ લીસ્ટ... અમુક વાંચેલી છે પણ વસાવવી છે.

-: નવભારત સાહિત્ય મંદિર :-

૧.શ્રીમદ ભાગવત અને આધુનીક મેનેજમેન્ટ - બી.એન.દસ્તુર
મુળ કિમંત - ૨૦૦/- વળતર-૧૩૦/- વેચાણ કિં.- ૭૦/-

૨.ચંદ્રકાન્ત બક્ષીના ૩૫ લેખો - બક્ષી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૩.લડે તેનું ઘર વસે -તારક મહેતા
મુળ કિમંત - ૧૦૫/- વળતર- ૬૦/- વેચાણ કિં.- ૪૫/-

૪.સુખને એક અવસર તો આપો -હરિભાઇ કોઠારી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૫.અગ્નીની પાંખો -ડો.એ.પી.જે. અબ્દુલ કલામ.
મુળ કિમંત - ૭૫/- વળતર- ૪૫/- વેચાણ કિં.- ૩૦/-

૬.લવ અને મૃત્યુ -બક્ષી
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૭. સંસ્કારનું શ્રીફળ -હરીભાઈ કોઠારી
મુળ કિમંત - ૭૦/- વળતર- ૪૫/- વેચાણ કિં.- ૨૫/-

૮. સ્ત્રી વિષે -બક્ષી
મુળ કિમંત - ૧૭૫/- વળતર- ૧૧૦/- વેચાણ કિં.- ૬૫/-

૯. જસ્ટ એક મીનિટ -રાજુ અંધારીયા
મુળ કિમંત - ૧૨૫/- વળતર- ૮૦/- વેચાણ કિં.- ૪૫/-

-: પ્રવિણ પ્રકાશન :-

૧૦. ચાણક્યના વ્યવહાર સુત્ર -ચાણક્ય
મુળ કિમંત - ૧૦/- વળતર- ૫/- વેચાણ કિં.- ૫/-

૧૧. આઠો જામ ખુમારી -ઘાયલ
મુળ કિમંત - ૫૦૦/- વળતર- ૩૨૦/- વેચાણ કિં.- ૧૮૦/-

-: ગુર્જર ગ્રંથરત્ન :-

૧૨. પૃથ્વી વલ્લભ -ક.મા.મુનશી
મુળ કિમંત - ૯૦/- વળતર- ૫૫/- વેચાણ કિં.- ૩૫/-

૧૩. મેઘાણીની નવલીકા -મેઘાણી
મુળ કિમંત - ૧૮૫/- વળતર- ૧૨૦/- વેચાણ કિં.- ૬૫/-

૧૪. ભદ્રંભદ્રં -રમણભાઈ નિલકંઠ
મુળ કિમંત - ૧૦૦/- વળતર- ૬૫/- વેચાણ કિં.- ૩૫/-

૧૫. દિકરી વહાલનો દરિયો -વિનોદ પંડ્યા
મુળ કિમંત - ૨૨૫/- વળતર- ૮૫/- વેચાણ કિં.- ૧૪૦/-

૧૬. ધુમકેતુંના વાર્તા રત્નો -ધુમકેતુ
મુળ કિમંત - ૯૦/- વળતર- ૫૦/- વેચાણ કિં.- ૪૦/-

૧૭. તણખા ભાગ ૧ થી ૪ -ધુમકેતૂ
મુળ કિમંત - ૩૪૦/- વળતર- ૨૨૦/- વેચાણ કિં.- ૧૨૦/-

-: શબ્દલોક :-

૧૮. પંચતંત્રની વાતો ૧ થી ૩ -
મુળ કિમંત - ૧૫૦/- વળતર- ૯૦/- વેચાણ કિં.- ૬૦/-

૧૯. સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ થી ૫ - મેઘાણી
મુળ કિમંત - ૧૫૦/- વળતર- ૯૦/- વેચાણ કિં.- ૬૦/-

-: ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લી. :-

૨૦. પતંગીયાની આનંદયાત્રા - ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૫૦/- વળતર- ૧૬૦/- વેચાણ કિં.- ૯૦/-

૨૧. મરો ત્યાં સુધી જીવો -ગુણવંત શાહ
મુળ કિમંત - ૮૦/- વળતર- ૫૦/- વેચાણ કિં.- ૩૦/-

૨૨. કૃષ્ણનુ જીવન સંગીત -ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૭૫/- વળતર- ૧૭૫/- વેચાણ કિં.- ૧૦૦/-

૨૩. અસ્તિત્વનો ઉત્સવ - ગુણવંત શાહ
મુળ કિમંત - ૨૭૫/- વળતર- ૧૭૫/- વેચાણ કિં.- ૧૦૦/-

-: આર.આર.શેઠ :-

૨૪. ચાણક્યનિતી
મુળ કિમંત - ૭૫/- વળતર- NA વેચાણ કિં.- NA

-: લોકમિલાપ ટ્રસ્ટ :-

૨૫. અડધીસદી ની વાંચનયાત્રા - મહેન્દ્ર મેઘાણી
મુળ કિમંત - ૨૬૦-૩૦૦/- અંદાજીત વળતર- ૧૫૦/- અંદાજીત વેચાણ કિં.- ૧૫૦/- અંદાજીત

-: શ્રી કાન્તિભાઈ ના શબ્દો :-

પુસ્તકતીર્થની મુલાકાત અવશ્ય લેજો.

તમે જ્યારે પણ કચ્છ જાવ ત્યારે ત્યાં આવેલા પુસ્તકતીર્થની મુલાકાત અવશ્ય લેજો.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ - ભુજ , (જી.એમ.ડી.સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ -મિરઝાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન ૦૨૮૩૨-૨૫૦૦૦૩)ની ઓફિસમાં તમને વિનોદભાઈ કેવરિયા જરુર મળશે, કેન્યામાં રહેતાં કચ્છી લેઉવા પટેલ કેશુભાઈ ભુડિયા ને સન ૨૦૦૦માં આવુ ટ્રસ્ટ શરુ કરવાની પ્રેરણા સ્વામી સચ્ચિદાનંદજી તરફથી મળી. ટ્રસ્ટની ગ્રામવિકાસ, આરોગ્ય અને શિક્ષણલક્ષી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં એક પ્રવૃતિ છે. પુસ્તક મિત્ર સહાય યોજના...

વધારે માહિતી આપ ફોન પર મેળવી શકો છો. ફોન ૦૨૮૩૨-૨૫૦૦૦૩, ૯૮૨૫૨ ૨૭૫૦૯

ગુજરાતનાં પ્રતિષ્ઠિત પ્રકાશકો એ પ્રકાશીત કરેલ સેંકડો પુસ્તકો ૫૦ થી ૬૫% ડિસ્કાઉન્ટે વાચક વર્ગ સુધી પહોચતા કરે છે. જેમાં લોકમિલાપ ટ્રસ્ટ, રજનીશ, અઢીયા, ડો. સુરાણી, સ્વામી સચ્ચિદાનંદના તમામ પુસ્તક, નવજીવન પ્રકાશન મંદિર, આર. આર. શેઠ, નવભારત સાહિત્ય મંદિર, સાધના ફાઉન્ડેશન, ગ્રંથલોક, ગુર્જર ગ્રંથરત્ન, પ્રવિણ પ્રકાશન, ઈમેજ પ્રકાશન, અરુણોદય પ્રકાશન, આદર્શ પ્રકાશન, નવનીત પ્રકાશન પ્રકાશકોનં ઉતમ પુસ્તકો શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનાં ગ્રંથ મેળાની મુડી છે.

-: સિલી પોઇન્ટ :-
કોઈ લેખકને વાંચવા તે અલગ વસ્તુ છે વાંચી તેને વિચારી અને પચાવવા કરતા, હું મોટે ભાગે લેખકના શબ્દો પચાવવાની કોશિસ કરૂ છુ જેથી વૈચારીક અપચો ના થાય. [:D] -જાગ્રત.

Wednesday, April 28, 2010

"મુર્ખતા" - મીત્રોની નજરે.. મારી નજરે...



"સાલા ડફર, મુર્ખ, "............", "..........", તુ તો કોઈ માણસ છે, અમદાવાદની સેટલ્ડ લાઇફ છોડી પાછો માંગરોલ જાય છે ? તારું મગજ ચસ્કી ગયુ છે. તારૂ તો ઠીક છે પણ કમસે-કમ તારા છોકરાનું તો વિચાર, આવી મુર્ખતા કેમ કરે છે ?" આ શબ્દો મારા દરેક મીત્રોના અમદાવાદ છોડ્યુ ત્યારે હતા.

"જાગ્રત તું તો સાવ મુર્ખ છે, વિદ્યાનગરની લાઇફ અને સ્ટડી છોડી માંગરોલ ભણવા જાય છે ? તને ખબર છે તું તારી લાઈફ સાથે ચિટીંગ કરે છે ? તું ખાલી સેકન્ડ ક્લાસથી પણ B.Com થઈ જાઇશ તો પણ તને માસ્ટમા એડમીશન મળી જાશે. અને ત્યાં તારૂ ફ્યુચર શું છે ?" છેલ્લે જ્યારે B.Com અધુરૂ મુકી માંગરોલ આવતો હતો ત્યારે ત્યાં ના બધા જ મીત્રો બળાપો કાઢતા હતા.

"જાગ્રત તું હોશીયાર છે થોડુક ધ્યાન આ્પીશ તો પણ T.Y. મા પાસ થઈ જાઇશ, છતા તું કેમ ધ્યાન નથી આપતો ? બીઝનેસ તો એક વર્ષ પછી પણ થાશે જ ને ? એકાઉન્ટ અને સ્ટેટ. મા તારી માસ્ટરી છે. ખાલી છેલ્લા ત્રણ મહીના તો સિરીયસલી ભણ. " T.Y. મા ટ્યુશનના સર રિતસરના રિક્વેસ્ટ કરતા હતા છતા ...

"યાર આખો દીવસ ગધેડાની જેમ કામ જ કરે છે થોડુક તારા સામે તો જો. કેટલા દીવસ થી તું મળતો નથી ક્યાં વસે છે આજ કાલ ? મુર્ખ આટલું કામ કરીશ તો ગાંડો થઈ જાઇશ." વચ્ચે એકલા હાથે જ્યારે આખો બીઝનેસ સંભાળવાનો આવ્યો ત્યારે મીત્રો ગુસ્સે થતા થતા કહેતા.

"જાગ્રત તું તો સાવ મુર્ખ છે, સેટલ ધંધો મુકી અમદાવાદ જાય છે ? અને તે પણ એનીમેશનનો કોર્ષ કરવા ? યાર તારો આવડો મોટો ફેમીલી બીઝનેસ છે અને તું ત્યા એનીમેશન શીખી નોકરી શોધવા જાઇશ ? કેવી મુર્ખ જેવી વાતો કરે છે ? " માંગરોલ મુકવાની વાત કરી ત્યારે બધા મીત્રોનો એક જ મત હતો.

પરિણામ શું આવ્યું ? વિદ્યાનગર મુકી માંગરોલ આવ્યો... પછી ભણવા ઉપર પુર્ણ વિરામ મુકાય ગયું. કારણ શું હતું આવું કરવાનું ? પપ્પા બીમાર હતા. ફેક્ટરીમા તેનું સ્થાન લેવા માટે મારે આવવું જરૂરી હતું.

T.Y. મા કામ પરાકાષ્ટાયે હતું એટલે ઇચ્છવા છતા ધ્યાન ના આપી શક્યો અંતે ફેઈલ થયો.

બન્ને ભાઈઓ અમદાવાદ બીઝનેશ સેટલ કરવામા હતા ત્યારે ત્રણ વ્યક્તિનું કામ એકલાએ કરવું પડે તેમ હતું. મંદીને લીધે કોસ્ટ કટીંગમા માણસો ઓછા કર્યા.. ૧૮ થી ૨૧ કલાક કામ કર્યું થાક્યા વગર. પણ બન્ને ભાઈઓ અમદાવાદ મુકી પાછા આવ્યા અને ફરી મે તેમને માટે ચેર ખાલી કરી આપી.

પોતાની નિષ્ફળતા પચાવી ના શકતા નાની-નાની વાતો મા ઉગ્ર ટશલ થતી. પપ્પાને તકલીફ ના થાય એટલે માંગરોલ મુકવાનો નિર્ણય લીધો. અમદાવાદમા સ્ટ્રગલ કરી માંડ સેટ થયો ત્યાં..

ફરી પપ્પા મુશ્કેલીમા આવ્યા.. ફરી અમદાવાદ મુકી પાછો માંગરોલ આવ્યો.

મારા દરેક નિર્ણયો મુર્ખતા ભર્યા હશે... પણ સોરી દોસ્તો પપ્પા માટે આવી મુર્ખતા વારંવાર કરવા તૈયાર છું. જો આમ કરવામા પપ્પા તેમના પ્રત્યેની મારી સાચી નિષ્ઠા જોઇ શકે તો પણ... . ના જુએ તો પણ...

-: સિલી પોઇન્ટ :-

"નિષ્ઠા" ની કિંમત - ચુકવવા જાવ તો અમુલ્ય છે, વસુલવા જાવ તો કાઇ નથી.
- જાગ્રત.

Monday, April 5, 2010

સંયુક્ત કુટુંબ થી "નેનો ફેમીલી" - આંસુ સારવા ખભ્ભા શોધવા જવું પડશે ?



ભારતીય કુટુંબ વ્યવસ્થાની વાત આવે ત્યારે તરત જ નજર સામે એક હર્યા-ભર્યા અને હુંફથી ભરેલા કુંટુંબનું દ્રષ્ય નજર સામે તરી આવે છે. દાદા-દાદી, કાકા-કાકી, પપ્પા-મમ્મી, ભાઈઓ-ભાભીઓ અને છોકરાઓનો કિલ્લોલ. તરત "બા,બહુ ઓર બેબી" નજર સામે આવી જાય. સાથે મળીને તહેવાર ઉજવવા, દીવાળીની રાતો વધુ રોસન અને હોળીના રંગો વધુ રંગીન બની જાય. જન્મદીવસની ઉજવણી હોય કે લગ્નનીતીથી ધમાલ જ અનોખી હોય છે. તેમા પણ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે એક બીજાનો હાથ થામી બધા જ આગળ વધી જાય. મુશ્કેલીઓ એ જખ મારી ને નમતું જોખવૂં પડે. ઘરમા દરેક વસ્તુ પ્રમાણમા થોડી આવે પણ બધા જ "ભાગ" પડી ને ખાય અને જલ્સા કરે. ઓછુ હોય તો મોટા જતુ કરે અને વધુ હોય તો નાના ને વધુ મળે તે તો જાણે સંયુક્ત કુંટુંબનો વણ લખ્યો નિયમ. છોકરાવ ક્યારે મોટા થઈ જાય અને સ્નેહ આપવાના સંસ્કારો ક્યારે રોપાય જાય તે તો માતા-પિતાને પણ ખબર ના હોય. "આયા" અને "બેબીસીટર" નામના શબ્દો જ સંયુક્ત કુંટુંબની ડીક્ષનરીમા હોતા નથી. હકો અને ફરજો નું એવું શિક્ષણ મળે જાણે "સોશિયલ સાયન્સ" ની નાની પાઠશાળા જોય લ્યો.

પણ આજે ? શિક્ષીત અને સમજુ વર્ગ પોતાની "ફ્રિડમ" અને "પર્શનલ લાઇફ" ના નામે "નેનો ફેમીલી" ના "ક્રેઝ" મા પોતાની અલગ દુનિયા વિકસાવવા નિકળી પડ્યા છે. હા હું માનુ છુ કે આ નવા "કોન્સેપ્ટ"ના ઘણા સારા તથા સબળ પાસાઓ છે. નાનુ કુંટુંબ હોય તો ખર્ચ-લાભ મોટો રહે છે. બાળકો(અહી બાળક સમજવું) પર "પર્સનલી" ધ્યાન આપી શકાય છે. તેના "ફ્યુચર" વિષે ચિંતા ઓછી કરવી પડે અને તેના "ફ્યુચર પ્લાનીંગ" માટે કોઈ "પ્રોફેશનલ" નું "ગાઇડન્સ" મેળવવું સહેલુ થઈ પડે છે. "કોમ્પીટીશન" એટલી વધી ગઈ છે કે આપણા "ચાઇલ્ડ"ને તેમા ટકાવી રાખવા વધુ મહેનત કરાવવી (અને આપણે પણ કરવી) પડે છે અને ત્યારે એક થી વધુ "ચાઇલ્ડ" હોય તો થોડી તકલીફ પડે છે.

બધુ જ સાચું પણ આજે જ્યારે કેટલાક મા-બાપને છોકરાઓને ઘરે ચલક-ચાણાલું કરતા જોઇએ છીએ ત્યારે વિચાર છે કે "ફ્યુચર" મા "નેનો ફેમીલી" વાળા માતા-પિતાની શું દશા થશે ? તેમજ થોડીક મુંજવણ કે "એક્ઝામ"મા થોડાક ટકા ઓછા આવે ત્યાં ટેન્શન અને ડીપ્રેશનમા આવી જતો "ભાવી નાગરીક" ભવિષ્યમા પોતાની મુંજવણ કોને કહેશે ? ભાગ પાડવું એટલે શું તે તો અત્યારે પણ સમજાવવું પડે છે, ભવિષ્યમા તો ભાઈ-બહેનની વ્યાખ્યા આપવી પડશે ? આજે મોટા ભાઇ કે બહેન જે સાહજીક "કાઉન્સલોંગ" કરી સમસ્યાનું નિરાકર લાવી દેતા હોય છે ત્યારે ભવિષ્યમાં શું નાની નાની વાતો માટે "પ્રોફેશનલો" પાસે દોડવું પડશે ? રડવું હોય ત્યારે આજે ઘણા ખંભા મળી રહે છે ત્યારે શું "ફ્યુચર"મા રડવા માટે પણ "એક્ષપર્ટ" ની મદદ લેવી પડશે ? કે પછી એકલુ જ રડતા શિખવું પડશે ? વિચારવા જેવી વાત છે નહી ?






-: સિલી પોઇન્ટ :-

આજે રવિવાર છે તેની સાબીતી શું ? કારણ કે ગઈકાલે શનિવાર હતો અને આવતી
કાલે સોમવાર છે માટે આજે રવિવાર છે. તે જ રીતે આજે આપણે જે કાઈ છીએ તે ભુતકાળનું
પરિણામ અને આવતીકાલની સંભાવના ઉપર આધાર રાખે છે. -જાગ્રત.