Saturday, October 18, 2014

નિયત, નિષ્ઠા, નિતિમત્તા

       જન્માષ્ટમી ઉપર પરિવાર સાથે પોરબંદર મેળામા જવાનું થયું, આમ તો બધુ સામાન્ય હતુ પણ એક વાત જો કે આંખને ખુંચી . લગભગ બધી જ રાઇડ્સ જેવી કે કોલંબસ, બ્રેક ડાન્સ, ટોરાટોરા, રોકેટ, ડ્રેગન વગેરે ની ટિકીટનો દર સમાન ૧૦ રૂ. હતો. ગયા વર્ષે આ દર અલગ અલગ એટલે કે અમુકના ૧૦ તો અમુકના ૨૦ રૂ. એમ હતો. બીજુ બધી જ રાઇડ્સ લગભગ એક-બે રાઉન્ડ લગાવી લોકો ને ઉતારી દેતા હતા. અમુકમા તો હજી સ્પિડ પકડી ના પકડી ત્યાં તો ઉતરવાનો સમય થઈ જતો હતો . કારણ બહાર નિકડતી વખતે સામે લાગેલા બોર્ડ પર નજર પડી ત્યારે જાણવા મળ્યુ . “નગરપાલીકા મેળા આયોજન સમિતી દ્રારા બધી જ રાઇડ્સ નું રૂ. ૧૦ નું ભાવ બાંધણુ કરે છે.”
       વર્ષોથી અમદાવાદ રેલ્વે-બસ સ્ટેશન પર ઉતરવાનું થાય છે. જ્યા જવુ હોય ત્યાં મીટર થી નહી ફિક્સ ભાડા થી આવવાની કેટલાય રિક્ષાવાળા જીદ્દ કરતા હોય છે. અજાણ્યા ને તો મીટર ઉપર જવાનો ડર જ લાગે ક્યાંક ફેરવી ફેરવી ને લઈ જાય તો ? મુંબઈ દાદર સ્ટેશન પરથી પ્રિ-પેઇડ ટેક્સી કરેલી, ટ્રાફીક જામના બદલામા એક્ટ્રા રૂપિયા માંગવા મા આવેલા નહિતર ટ્રેઇન ચુકાવી દેવાની રિતસર ધમકી મળેલી.
       બાળકોને લઈ ને કેટલીય વખત દવાખાને લાઈનમા બેસેલો છુ. લગભગ દરેક વખતે નવા કેસ ૭૦ રૂપિયા હોય અને ઇમર્જન્સી કેસના ૧૦૦ હોય તો કેટલાય નમુના ૩૦ વધુ ખર્ચી વહેલો વારો લેવાની લાલચ રોકી નથી શકતા . પછી ભલે ને બીજાના બાળકો રડતા હોય.
       ૧૯૯૦ ના દશકામા પેકેટમા બટેટાની વેફર્સ બજારમા મળતી થઈ. બે વિદેશી બ્રાન્ડ સાથે બે મુખ્ય દેશી બ્રાન્ડ આવતી. આજે જોવા મળે છે તેવી વેરાયટી અને વિવિધતા તો ના હતી અને આવા હારડા પણ ના હતા. દેશી બ્રાન્ડની એક વેફર્સ કંપની ની પોલીથીનની થેલી મીણબત્તીથી પેક કરેલી અને ૫ રૂપિયા મા પેટ ભરાય એટલી તેલ થી લથબથ વેફર્સ મળતી. અત્યારની જેમ રમ્કડાની જગ્યાએ ઘણી વખત માચીસની કાંડી કે પછી બટેટાની છાલ પણ નિકળે જેવા જેના નસિબ. પણ આજે, મંદિરમા મળતા પ્રસાદ  કરતા પણ ઓછી સંખ્યા (વજન કેમ કહેવુ ?) મા વેફર્સ આ પેકેટ મા મળે છે. આવુ તો કેટલુય ૫ રૂપિયામા મળે છે.
       મીત્ર ખીમજીભાઈની કોસ્મેટીકની દુકાને અઠવાડીયે ૨-૩ દિવસ બેસવાનુ થાય. હાલ લગભગ બધી જ આયટમ્સ મા સ્કિમ ચાલે છે. ડીયો સાથે સાબુ, શેમ્પુ સાથે કંડીશનર કે ફ્રેસવોસ, ટુથ પેઇસ્ટ સાથે બ્રસ, વોસિંગ પાવડર સાથે બકેટ આવી તો કેટલીય ફ્રિ ની સ્કિમ ચાલે છે. બધી સ્કિમ મા એક વાત કોમન હોય છે ૧૦૦ થી ૧૫૦ ની વસ્તુ સાથે ૩૦ થી ૮૦ ની માર્કેટમા ના ચાલતી વસ્તુ ધાબડી દેવામા આવે છે. સાબુ વાળા તો કમાલ કરે છે, ત્રણ ઉપર એક ફ્રિ ની સ્કિમ મા પહેલા જે સાબુ ૧૦૦ ગ્રામનો આવતો હોય તેને તે જ ભાવ સાથે ૭૦ ગ્રામ નો કરી નાખે. સિધો હિસાબ પહેલા જે રૂપિયા મા મા ૩૦૦ ગ્રામ સાબુ મળતો તે હવે તેટલા જ રૂપિયામા (ફ્રિ સાબુ સાથે) ૪ X ૭૦ = ૨૮૦ ગ્રામ જ મળે.
       આ બધા જ દાખલા વ્યક્તિ-ઉત્પાદક-સેવા આપનાર ની નિષ્ઠા, નિયત અને નિતિમત્તા ના અભાવના છે. બધા જ એવા છે એવુ નથી પણ જે છે તેનુ પ્રમાણ અને તેનો પ્રભાવ સમાજ ઉપર ખુબ વધુ છે. આ તબક્કે એક પ્રશ્ન થાય આ બધાની જરૂરિયાતો કેટલી ? શું આવુ કર્યા વગર જીવન શક્ય જ નથી ? આપણે પણ જીવનમા ક્યાંક-ક્યારેક આવુ કર્યુ હશે ત્યારે આજે જાત ને સવાલ પુછ્યે શું આ બધુ આટલુ જરૂરી હતુ ? અરિસામા જાત ને જોતિ વખતે વિખેરાયેલા વાળ વચ્ચેની સફેદી નજરે ચડતી હોય તો આવા આત્મા પર લાગેલા દાગ કેમ નથી દેખાતા ?
       અમુક ફરજો સરકારની હોય, અમુક ફરજો સમાજની હોય અને અમુક ફરજો વ્યક્તિની હોય. સરકાર અને સમાજને ભાંડતા પહેલા શું આપણે ૧૦૦ % ખાતરી થી કહી શક્યે છીએ કે આપણી વ્યક્તિગત ફરજ આપણે નિભાવીત છે ? જવાબ સાચી નિયત-નિષ્ઠા અને નિતિમત્તા થી શોધીશુ તો કેટલીય સમસ્યાઓનો નું કારણ અને કારક આપણે ખુદ હોયશુ.

-: સિલી પોઇન્ટ :-
 U.P. લોકસભા ચુટણી ના પરિણામ પછી મુલાયમસિંહ તેના પુર્વજો ઉપર ગુસ્સે થયા હશે . તેમણે થોડી વધુ મહેનત કરી હોત તો PM નહી તો વિપક્ષના નેતા નું પદ તો પોતાને મળત. :D
      

Thursday, September 11, 2014

સર્જનની સંતુષ્ટી થી વિસર્જનની વેદના

એક એવરેજ વ્યક્તિ કે જે કાઈક વાંચે છે, વિચારે છે તેને વ્યક્ત કરવુ જ રહ્યુ. સ્કુલ-કોલેજ મા યોજાતી નિબંધ સ્પર્ધા હોય કે ડીબેટ, રિસેસમા મીત્રો સાથે થતી વાતો હોય કે પાન ગલ્લે થતી ચર્ચા, ડાયરીની પાના હોય કે પછી બંધ દુકાનનો ઓટલો માધ્યમો બદલાતા રહેશે પણ હેતુ એક જ, બીજા કરતા વિશેષ  જે કાઈક વધુ જાણીયે છીએ તેને વ્યક્ત કરવું.
પાછલા દશકાના મધ્યાર્થ સુધી ઉપરોક્ત માધ્યમો માથી જ કોઈક એકની પસંદગી ફરજીયાત હતી. “ચેટીંગ” કે જેને હું અને નિઝામ ચિટીંગ વધુ કહેતા એક ઉભરતુ માધ્યમ હતુ પણ તેમા ખબર ના પડતી કે આપણી વાતને સામેની વ્યક્તિ ખરેખર કેટલી સિરિયસલી લે છે. પણ “ઓર્કુટ” ના આગમન સાથે ઉપરોક્ત બધા જ માધ્યમો એક જ જગ્યાએ મળી રહ્યાનો અહેસાશ થયો.
મારૂ ઓર્કુટીંગ એવા સમયે શરૂ થયુ જ્યારે ઓર્કુટ છાપે ચડ્યુ હતુ. જો તમને યોગ્ય ઉપયોગ કરવાનો વિવેક ના હોય તો દવા પણ નુકશાન કરતી હોય છે આવી સાવ સામાન્ય બાબત ભારતીય લોકો ને સમજાતી નથી. કોઈ પ્લેટફોમનો દુરઉપયોગ થાય તેમા પ્લેટફોર્મ કરતા ઉપયોગ કરતાની સામાજીક પરિસ્થિતી વધુ જવાબદાર હોય છે. ડરતા ડરતા ખોટા નામે ID બનાવી. જ્યારે વાસ્તવિકતા ખબર પડી ત્યારે સાચી ઓળખાણ આપવાની હિંમત આવી અને શરૂ થઈ એક સર્જનાત્મક સફર.
ભૈરવીની પ્રોફાઈલ મા “જય વસાવડા” ફ્રેન્ડ તરીકે હતા. રિકેવેસ્ટ મોકલી, સ્ક્રેપબુક ના ખાખાખોળા કર્યા , સાવ સાચુ કહુ તો ભોઠો પળ્યો . આવડી મોટી મિસાઈલ અત્યાર સુધી નજરે કેમ ના ચડી ? અત્યારે સાવ સહજતા થી તે દિવસને યાદ કરી કહી શકુ કે મને ખરેખર ત્યારે મારી શૈલીની કોક કોપી કરતુ હોય તેવુ લાગ્યુ. વૈચારીક સામ્યતા જોતા તેની પ્રોફાઇલમા હતી એવી કેટલીક કોમ્યુનિટીમા હું જોડાયો. અને શરૂવાત થઈ મારા ઓનલાઇન ગુજરાતી લેખનની સફરની.
ગુજરાતી મેગેઝીન, છાપા અને કોલમ કોમ્યુનિટી ઉપરથી ઓનલાઇન ગુજરાતી ટાઇપિંગ પેઇડ મળ્યુ . થેન્ક્સ રજનીભાઈ . મારો પરિચય “હું કોણ છુ….” ના ઘણા લોકો એ વખાણ કર્યા અને તે કોમ્યુનિટી નો એક એક્ટિવ મેમ્બર બન્યો. વિવિધ ચર્ચા (દોરાઓ) મા સક્રિય ભાગ લીધો અમુક લોકો ના માન ભંગ થયા તેને લીધે તેના મનમા આજ દિવસ સુધી મારા પ્રત્યે પુર્વગ્રહ છે . નામ લખવાનું કોઈ ઓચિત્ય ના હોય તેને ટાળુ છુ પણ એક વાત ખરેખર દિલથી કહુ તો જે તે સમયે વિરોધ ફક્ત જે તે વિચારો નો જ કર્યો હતો. તે બાબતે આજે પણ મારા મનમા કાઈ નથી. રજનીભાઈ, લલીતભાઈ, નિર્લેપભાઈ, કમલેશભાઈ, જીગર, સપના, દિલીપસર, પ્રેમભાઈ, ગિરિશસર, નેહલભાઈ, ઉર્વિનભાઈ, હર્ષ, ભુમિકાબેન, મિનલદી, અને રમતીયાડ લજ્જા અને દિપુ આ કોમ્યુનિટી ની કમાણી છે . ક્રિકેટ મેદાન મા કોઈ નવશિખ્યો રમતો હોય અને સચીન આવી ને ટીપ્સ આપી જાય તેવો અનુભવ મારા વિચારોને જયભાઈ જેવી વ્યક્તિ વખાણે ત્યારે થતી.
ગુજરાતી હાસ્ય લેખન (GHL) એ મને વિસ્તરવાનો મોકો મળ્યો. આ કોમ્યુનિટીએ અને ખાસ કરીને ઝાકળભાઈ, L.V.A (હવે V.L.V.A.), નિખીલભાઈ, સપનભાઈ અને તેજસભાઈ જે સ્પેસ આપી તેને કારણે જ અહી પહોચ્યો છુ. હિમતાભાઈ, અરવિંદભાઈ, રવિન, નિરવભાઈ, કુંજલબેન, નિશિત, ક્રિષ્ના, અનિરુદ્ધ, દિપ્તિબેન, અવનીબેન, કાન્તિભાઈ, નેહા, એકતા, જીતભાઈ,  શ્લોકા, રુષાંગ, પ્રતિક, વિશાલ, નિતિનભાઈ, સાકેતભાઈ, મેહુલભાઈ, જાહ્નવીબેન, યશેસ, જેક્ષ, ભુષણ, યોજોભાઈ, હાર્દિક, રુષિભાઈ, જીગ્નેશ, હિતેષભાઈ, અધીરભાઈ, બીલવાભાઈ, સાક્ષર, હેમન્ત, અનુજ, આસ્તિક વગેરે ને હું આજે યાદ કરી શક્યો અને તેને હજી હું યાદ છુ તે સંબંધની પાયાની મજબુતાય છે.
ગરવી ગુજરાત (GG) એ મને હોમપિચ પુરી પાડી. સ્નેહાદીદી, ખ્યાતિબેન, નમનભાઈ, બીનલબેન, આનંદ અને GHL ના મોટાભાગના મીત્રો સાથે વૈચારિક કસરત કરી તે કેમ ભુલાય. સુખ દુ:ખની વહેચણી હોય કે વિશેષ પરિચય પ્રશ્નોત્તરી આ કોમ્યુનિટીએ મને વર્તમાન ઓળખ આપી.
ઓર્કુટનો આ સંઘ માઇગ્રેટ થઈ ફેસબુક પર આવ્યો. બીજા કેટલાય લોકો આ સંઘમા ભળ્યા પણ જેમ પાકિસ્તાની શિખ, સિંધી, તિબેટીયન અને કાશ્મીરી પંડીત એક જગ્યાએ વર્ષોથી સેટલ થયા પછી પણ પોતાને માઇગ્રેટર સમજે છે તે જ રીતે હમણા સુધી હું પણ આવુ જ સમજતો . કારણ બહુ સિમ્પલ છે ત્યાંથી નિકળવુ ના હતુ પણ તેના સિવાય છુટકો પણ ન હતો. અંદર અંદર એક આશ હતી કે ફરી પાછો તે મેળાવડો જામશે. કોશિસ પણ કરી પણ હવે તે બધુ વ્યર્થ છે.
આ મહિના ના અંતમા ઓર્કુટ હંમેશ માટે બંધ થાય છે. તે સાથે અંત આવશે કેટલીય પ્રોફાઇલ અને કોમ્યુનિટીઓ નો, જે તે કોમ્યુનિટીમા ચર્ચાયેલી કેટલીય ચર્ચાઓ નો, પ્રોફાઇલ પિક્ચર્સ અને ટેસ્ટીમોનિયલનો અને સ્ક્રેપનો. વ્યક્તિગત રીતે જોવ તો મારા સર્જનનો એક બહુ મોટો ભાગ જુદાજુદા દોરાઓમા ચર્ચા રુપે સર્જાયેલો, તેને સાચવવો કે સંગ્રહીત-સંકલીત કરવો અશક્ય છે. કારણ એટલુ જ કે ચર્ચા સામુહિક થયેલી હોય એટલે મારા એકલાના શબ્દોનું એકલુ કોઈ જ મહત્વ ના રહે અને આવી આખી ચર્ચાઓ ઓર્કુટ સિવાય બીજે ક્યાય વ્યવસ્થિત સચવાય નહી. એટલે ઓર્કુટની સાથે તેનો પણ અંત નિશ્ચિત છે.
જે કાઈ સર્જન કર્યુ તેનો પુરો સંતોષ છે અને આજે જ્યારે તે બધુ જ વિસર્જન ને આરે છે ત્યારે અસહ્ય વેદના . પણ… મારા મીત્રો સ્વજનો કે જે આ સર્જન યાત્રા, વિચાર મંથન ના નવનિત-અમૃત સ્વરૂપે પ્રાપ્ત થયા છે તે કદાચ મારી હયાતી સુધી સાથે રહેશે . અને મારી હયાતી સુધી રહેશે મારી JK અને જાગુભાઈ તરીકેની ઓળખાણ. કદાચ તે પછી પણ.


સિલી પોઇન્ટ
વ્યક્તિ-વસ્તુની સાર્થકતા તેની હાજરી નહી ગેર-હાજરીની નોંધ લેવાય તેમા છે. આપણે જ્યારે પણ મળીશુ, એક બીજને યાદ કરીશું ત્યારે ત્યારે કદાચ પહેલા ઓર્કુટની યાદી થાશે. એ રીતે કદાચ આવતા ૨૫-૫૦ વર્ષ સુધી તો ઓર્કુટ ની નોંધ લેવાતી રહેશે

Friday, August 15, 2014

બસ એમ જ...

સ્વતંત્રતાની ૬૮મી વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભકામના આ એક અફલાતુન ગીત સાથે...સિલી પોઇન્ટ
દરેક કલાકારની સાથે તેનુ નામ અને તેનો દેશ (ભારત કે પાકીસ્તાન) લખેલો છે. શું આ ના લખેલુ હોત તો આપણે તારવી શકત કે જે તે કલાકાર ક્યા દેશ નો છે ?

Thursday, July 17, 2014

બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૨)
ભાગ-૧ માટે અહી ક્લિક કરો 

સમુહ માધ્યમોમાં આવતા સમાચારો વાંચી-સાંભળી-જોય ને લગભગ દરેક વ્યક્તિ નક્કી કરી નાખે છે કે બાળકો બગડી રહ્યા છે. સગીર-બાળ અપરાધનો દર સમય જતા કુદકે ને ભુસકે વધી રહ્યો છે. આ બાળ અપરાધી સાથે કામમા લેવાતી કાયદાકીય જોગવાઈઓ ને નવેસરથી ઘડવાની પણ એક માંગ ઉઠી છે . ઉમરનો લાભ લઈ યોગ્ય સજા માથી છુટી જતા બાળ અપરાધીઓ સાથે પણ સામાન્ય અપરાધી ની જેમ અને તેના જેટલી નહી તો સાવ ઓછી પણ નહી તેવી સજા થાવી જોઇએ તેવી ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે.

        આ તો અપરાધ થયા પછી ની બધી બાબત છે. કદાચ સજામા થનાર વધારા સાથે બાળ અપરાધમા થોડા-જાજા અંશે અંકુશ શક્ય બનશે પણ મારો મુદ્દો પાયાનો છે. આ સમસ્યાના મુ્ળ સુધી જઈ તેના કારણોનું જ મારણ કરવામાં આવે તો શક્ય છે કે ઘણા આશાસ્પદ ભવિષ્ય રોળાતા બચાવી શકાશે. સમસ્યા બાળ ઉછેરની છે, એક ચોક્કસ ઉમરે આવતા શારિરીક અને માનશિક ફેરફાર વખતે જે યોગ્ય માર્ગદર્શન મળવુ જોઇએ તે માર્ગદર્શનની છે. સમસ્યા બે પેઢી વચ્ચેના સંવાદ ના અભાવની છે .

        કુદરતના નિયમ મુજબ માનવ શરિરમા અને મગજમા એક ઉમરે એક સાથે કેટલા બધા ફેરફારો થતા હોય છે. બાલ્યાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેનો એ સમય ગાળો આપણે ત્યાં કિશોરાવસ્થા જેને અંગ્રેજીમા ટીનએઇજ કહે છે તે સમયમા એકાએક આવતા પરિવર્તન ને સંભાળવુ લગભગ અશક્ય છે. ચંચળતા, ચપળતા, ઉત્સુક્તા, ઉત્કંઠા સાથે નવી ઉગતી પાંખો સાથે આસમાન સર કરવાની તમન્ના ભળે ત્યારે સ્થિતી જેટ સ્પિડે આવતા વિમાન જેવી હોય છે. તે જ સમયે થતા શારિરીક ફેરફારો જીવનના રન-વે ને લપસણુ કરી દે છે . આ સ્થિતીમા કોઈ સ્લિપ ના થાય તો જ નવાઈ.

        અહી જરૂર હોય છે અનુભવી પાઇલોટની કે જે આ સ્પિડ અને રન-વેની ભિનાંશ સાથે યોગ્ય તાલ-મેલ મેળવી પ્લેન ને પરફેક્ટલી લેન્ડ કરાવે. વર્તમાન સમસ્યાનું મુળ અહી છે. આજના સમયમા લગભગ એવરેજ માતા-પિતા જીંદગીની ગતિ સાથે એટલા વ્યસ્ત છે કે તેનો ઘણો ખરો સમય આર્થિક-સામાજીક જરૂરિયાતો ને પુર્તી કરવામા જ જતો રહે છે. શાળા-કોલેજ નું આખુ માળખુ પરિક્ષાલક્ષી બની ગયુ છે કે તેમા આવા સામાજીક અને સવેદનશીલ વિષયો ને કોઈ સ્થાન જ નથી. સરકારી શિક્ષકો પત્રકો અને શિક્ષણ સિવાયના કાર્યોમા વ્યસ્ત હોય છે તો પ્રાઇવેટ શિકક્ષો ને સ્કુલ સિવાયના સમયમા ક્લાસીસ ના ગ્રાહકો સંતોષવા ના હોય છે. મોટાભાગના સામાજીક કાર્યકરો અને કહેવાતા NGO પોતાની TRP વધારવામા વ્યસ્ત છે. ગણ્યાગાઠ્યા લોકો લખે-બોલે છે પણ ફુલ ટાઇમ માતૃભાવે-પિતૃભાવે બાળકોની સંભાળ લઈ શકે તેવી એકાદી વ્યક્તિની ખોટ ચિકણા રનવે પર લેન્ડીંગ વખતે પ્લેન ને ઓટો પાઇલોટ મોડ પર રાખવા જેવી અને જેટલી ગંભિર છે.

        સામે પક્ષે માતા-પિતાનો પણ એવો હઠાગ્રહ હોય છે કે પોતાના સુપુત્ર-સુપુત્રી ને કોઈ કાઈ પણ કહી ને જાવુ ના જોઇએ. આવા સમયે તેનુ લેવાતુ “ઉપરણુ” આગમા પેટ્રોલનું કામ કરે છે. છોકરાવની ભુલ ચિંધવી તેતો બદનક્ષી કર્યા જેવો ગંભિર ગુનો ગણી લેવામા આવે છે. આ પરિસ્થિતી સમાજ ને રેઢીયાર સાંઢ પુરા પાડવા માટે પુરતી છે. હવે કા તો પ્લેનનું ક્રેસ લેન્ડીંગ થાશે કા પ્લેન રન-વેથી આગળ નિકળી જાશે.

        આ “કાગારોળ” બાળકો ખોટુ બોલે છે, ચોરી કરે છે, સ્કુલના સમયે ફિલ્મ જોવા જાય છે, વગેરે માટેની નથી નથી અને નથી જ. આ બધુ તો સાવ સામાન્ય જ છે પણ સાહેબ આ કહેવાતી “કાગારોળ” તો આ પ્રજાને કોઈ રોકનાર નથી તેની છે. આ લખાનર પોતે સ્વિકારે છે કે પોતે પણ આ જ જેટ સ્પિડે અને આવા જ ચિકણા રન-વે પર લેન્ડ કર્યા હતા ત્યારે સાવ પાઇલોટ વગરના તો ના જ હતા. સ્કુલમા શિક્ષકો અને ઘરે પપ્પા, ભાઈઓ-બહેનો જેવા કેટલાય મહાવતો ના અંકુશતળે કિશોરાવસ્થા પસાર કરેલી . કેટલીય વખત લપસ્યા હતા પણ ગતિ અને રન-વેની ભિનાસ વચ્ચે યોગ્ય તાલમેલ મેળવી અમોને સેફલી લેન્ડીંગ કરાવનારા લોકોને લીધે જ આપણે અહી છીએ.

    વર્તમાન સમયના બાળકો પાસે આવુ સૌભાગ્ય છે ? આ એક બીજો યક્ષ પ્રશ્ન છે .

સમાપ્ત

સિલી પોઇન્ટ

        પ્લેનને યોગ્ય મંઝીલે પહોચાડવા ખાલી પાઇલોટ અને કો-પાઇલોટ જ નહી પણ એઇર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ ની પણ જરૂર હોય છે જેની અત્રે નોંધ લવ છું. :D

બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૧)

“સોશિયલ મીડીયા” સાંપ્રત સમયમાં વિચારો વ્યક્ત કરવાનું એક મુખ્ય માધ્યમ તરીકે ઉભર્યું છે. હવે વિચારોને દાબી તેનુ બંધીયારીકરણ કરવાને બદલે લોકો FB જેવા માધ્યમ દ્રારા તેને મુક્ત પણે વહાવી મુકે છે. પહાડી વિસ્તાર મા વરસાદ પછી ફુટી નિકળતા અસંખ્ય ઝરણાઓ ની જેમ તેનો કોઈ ચોક્કસ ફ્લો નથી હોતો, કે નથી તેની કોઈ ચોક્કસ દિશા. બહુ જુજ વિચારોના ઝરણાઓ એકત્રીત થઈ કોઈ ચોક્કસ નદીનું રૂપ ધારણ કરતા હોય છે. આ એક દુ:ખદ બાબત છે.

        હમણા હમણા એક વિચાર વહેતો થયો છે. “બાળકો” બગડી રહ્યા છે .!? ઉપરોક્ત વાક્યમા પુર્ણવિરામ, આશ્ચર્યચિન્હ અને પ્રશ્નાર્થચિન્હ ત્રણેય મુક્યા છે કારણ કે આ બાબતમા સોશિયલ નેટ ના ઉપયોગ કરતા લોકો મુખ્ય ત્રણ ભાગમા વહેચાય ગયા છે. ૧. કે જે સ્ટેટમેન્ટ આપે છે અને જાહેર જ કરી દે છે કે બાળકો બગડી ગયા છે તેના માટે પુર્ણવિરામ, ૨. કે જેને આશ્ચર્ય થાય છે કે હેં બાળકો બગડી ગયા છે, તેને માટે આશ્ચર્યચિન્હ અને ૩. કે જેને પ્રશ્ન થાય છે કે શું બાળકો બગડી ગયા છે , તેને માટે પ્રશ્નાર્થચિન્હ.

તો પહેલા તો ૧ નંબર થી જ સરુવાત કરૂ, એક મોટો વર્ગ કે જેમા શૈક્ષણીક કાર્યો સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે, પોતાના અવલોક ઉપરથી એવા નિસકર્સ પર આવ્યા છે કે વર્તમાન શાળા-કોલેજમા જતા બાળકો બગડી ગયા છે. એટલુ જ નહી તેને બગાડવામા ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે. આ તેમનુ મંતવ્ય નહી જજમેન્ટ છે. આ માટે ના કેટલાય પુરાવાઓ તેમની પાસે છે અને કેટલીય દલીલો પણ છે. લગભગ દર બીજો સામાન્ય વ્યક્તિ તેની દલીલો સાથે સહમત થાય છે અને પોતે આ બાબતે કાઇ જ કરી શકવા બાબતે અસમર્થ છે તેમ પણ કહે છે.

હવે નંબર ૨, આ વર્ગ બૌદ્ધીક કક્ષાના એવા લોકોનો છે કે જે પોતાના જીવનમા કાઇક પ્રાપ્ત કરી બેઠા છે અને જેનુ બાળપણ સમાન્ય રહ્યુ છે  છતા તેઓ સામાન્ય થી થોડા ઉચ્ચ વિચારો ધરાવતા લોકો છે. તેમના મતે આ બાબત “કાગારોળ” છે. તેઓ પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે અત્યારે જે કાઇ બાળકો કરે છે તે નેચરલ છે અને અમે પણ કરતા. બાળકો જે કરે છે તેને તે બગડી ગયા છે તેમ ના કહેવાય જુઓ આ બધુ અમે કરેલુ છે છતા અમે અત્યારે કેટલા ઉચ્ચ સ્થાને છીએ. આ બધુ જ કુદરતના નિયમ ને આધીન છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી.

નંબર ૩ ઉપરોક્ત બન્ને સમુહ ના વિચારો જાણી “કાનફુસ” છે કે શું બાળકો બગડી ગયા છે ? આ વર્ગમા આ લખનાર જેવા કેટલાય લોકો પણ આવે છે કે જેનુ પિતૃત્વ-માતૃત્વ કા તો હજી બાલ્યકાળમા છે યા તો કિશોર અવસ્થામા . તેમના માટે તો આ એક યક્ષ પ્રશ્ન છે . અને તેને પ્રશ્ન કરતા તાર્કિક જવાબમા વધુ રસ છે કારણ કે આ પ્રશ્ન તેના બાળકોની સાથે પોતાના પણ ભવિષ્ય સાથે સંકળાયેલો છે.

પ્રસ્તાવના જરૂર કરતા ખુબ વધુ લાંબી થઈ ગઈ પણ વિષય ખુબ સંવેદનશીલ છે એટલે પાયો થોડો વધુ મજબુત કર્યો છે. આપણા માથી લગભગ બધા ક્યારેક કે અવારનવાર સ્કુલે જતા બાળકોને, રસ્તા ઉપર મસ્તિ તોફાન, ઝગડતા ગાળા-ગાળી કરતા, સ્કુલના સમયે રખડતા ફિલ્મ જોવા જતા જોયા જ હશે. અરે આપણા માથી મોટાભાગના એ આ બધુ જ બાલ્યકાળમા કર્યુ હશે. કેટલાય ના કરવા યોગ્ય કાર્યો અને સામાજીક રીતે તેમજ કાયદાકીય રીતે ગુનો હોય તેવા કાર્યો પણ કર્યા હશે. જોશમા હોશ કેટલીય વખત ખોયા ના ઉદાહરણ આ લખનાર પણ ગણાવી શકે છે. પણ… મુદ્દો તે નથી . મુદ્દો છે શું આ બધા ને “બાળક બગડી ગયો છે “ તેમ કહી શકાય ?

મારા મતે આ બધા બગડવા ના શરૂવાતી લક્ષણો છે. મેલેરીયા નથી તો પણ મચ્છર નું આગમન તો જરૂર છે. જો મચ્છર છે તો ભવિષ્યમા મેલેરીયાની સંભાવના પણ છે. અને મચ્છર છે એટલે મેલેરીયા જ છે એમ પણ નથી. આ બધી જ સમસ્યાનું મુ્ળ બાળવિકાસ મા રહેલુ છે. આજે સમાજમા મોટા ભાગે ત્રણ પ્રકારના ઉછરી રહેલા બાળકો જોવા મળે છે. સંસ્કારોના નામે મેનર્સના ભારતળે દબાતા કહેવાતા અંગ્રેજી બ્રીલીયન્ટો કે જે મમ્મી પાસે પાણી માગતા પહેલા એક્સક્યુઝ મી થી શરૂ કરી, પ્લીઝ સાથે કહેશે અને થેક્સ કહી માઈ પ્લેઝર સાંભળી પાણીનો ઘુટડો ગળે ઉતારશે. તેને જમવા ભુખ અને રૂચી મુજબ નહી ડાયટીશ્યન ના ચાર્ટ મુજબ મળે છે અને તેનુ શિડ્યુલ કોર્પરેટ ઓફીસ જેવુ અને જેટલુ જ ફિક્સ છે. તેનુ ભવિષ્ય સ્ટેમસેલ જેટલુ જ સેફ છે. જરૂર પડશે કે નહી અને જો જરૂર પડશે તો કામ આવશે કે નહી તે નક્કી ના હોવા છતા તેણે તેના બાળપણાના ભોગે વર્તમાનમા આ બધુ કર્યે જ છુટકો .

બીજો પ્રકાર સમાજના ખુબજ નિચલા વર્ગ માથી આવતા બાળકોનો છે . જેનુ વર્તમાન જ નથી તો ભવિષ્ય કેવું ? કદાચ તે મમ્મી પાસે પાણી માગશે ને તો પાણી ને બદલે તે ગાળ મેળવશે. અસામાજીક પ્રવૃતિ શિખવાડતી આખી યુનિવર્સીટી તેની આસ પાસ રહેલી છે. કદાચ કાઈક સારૂ શિખી જાય તો તે બગડી ગયો છે તેવુ તેના આસપાસના તેની ઉમરના છોકરાઓ કહેતા હશે.

ત્રીજો અને આ વાતમા કેન્દ્રસ્થાને છે તે બાળકોનો પ્રકાર એટલે કે મધ્યમ વર્ગીય પરિવારના બાળકો .એવો પરિવાર કે જેની જરૂરિયાત ની પરિસિમા આવક નક્કી કરતી હોય છે. જેના માટે બાળકોનું વર્તમાન તેના ભવિષ્ય જેટલુ જ અગત્યનું છે. એક મોટો વર્ગ કે પોતે પુરા ના કરી શકેલા સપનાઓ પોતાના બાળક માટે જુએ છે અને તે પુરા કરવા પોતાના બાળકનો ઉપયોગ કરે છે. તેના બાળકો કાયમ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને માતા-પિતાની અપેક્ષા વચ્ચે પિંગ-પોંગ થયા કરે છે. આ લખનાર પણ આ જ સમુદાયનો હિસ્સો છે.

વિષય એટલો મહત્વનો અને ઉંડો છે કે તેને બે ભાગ મા વહેચ્યે જ છુટકો…

વધુ આવતા અંકે :-

-: સિલી પોઇન્ટ :-

“પપ્પા મારૂ રિઝલ્ટ આવ્યુ છે”
“ઓકે, મને વોટ્સઅપ પર મોકલી દે નિરાંતે જોય ને તમે રિપ્લાય કરૂ છુ”
- શક્ય છે કે નજીક ના ભવિષ્યમા પિતા-પુત્ર/પુત્રી વચ્ચે આવો જ કાઈક વાર્તાલાપ થાય તો નક્કી નહી.

Wednesday, June 18, 2014

વિશેષ પરિચય પ્રશ્નોત્તરી : એન્કાઉન્ટર બાય અનિરૂદ્ધ

નોંધ :- આ પોસ્ટ જાત ને મહાન બાતાવવા માટે નથી જ મુકી. મને જે કોઈ ઓળખે છે તે જાને જ છે કે આજ સુધી મે આવો કોઈ પ્રયાસ ક્યારેય નથી કર્યો. મીત્રો વ્યક્તિના વિકાસમા વ્યક્તિની સાથે તેની આજુબાજુનું વાતાવરણનો પ્રભાવ વિશેષ હોય છે. બસ એ જ વાત સાબીત કરવા અ પોસ્ટ મુકી છે. મારા વિકાસ મા મારા મીત્રો-સ્નેહીજનો-ઓનલાઇન/ઓફલાઈન સ્વજનો નો ફાળો અમુલ્ય છે. બીજુ લગભગ ૨૦૦૦-૩૦૦૦ કોમેન્ટનો આ દોરો જે તે સમયે સુપર હિટ રહેલો.. બધી કોમેન્ટ, બધા જ પ્રશ્નો અને જવાબો સમાવવા અશક્ય છે એટલે બહુ થોડા સવાલ-જવાબ લીધા છે. કોઈ ટોપિકમા માત્ર કોમેન્ટ વાચવા (પ્રેક્ષક બની) લોકો ઓનલાઇન થયા હોય તે બનાવ તે સમયની અદ્દભુત ઘટના હતી એટલે અમારા બન્ને (હું અને અનિરુદ્ધ) કરતા આ ટોપિકના હિટ જવા પાછળ નો વિશેષ શ્રેય કોમ્યુનિટી મેમ્બર્સ ને જાય છે તેમજ દોરો બનાવનાર ક્રિષ્ના, ઓનર સ્નેહાદીદી અને એવરગ્રીન મોડરેટર બીગ બી અરવિંદભાઈ ને કેમ ભુલાય. આ બધુ કોઈ પણ પુર્વ-તૈયારી વગર એમજ અમસ્તુ જ લખાય ગયુ તેને પણ એક ચમત્કાર કહી શકાય. તો પ્રસ્તુત છે ઓર્કુટ પરથી સુવર્ણ સમયની યાદો સાથે “વિશેષ પરિચય પ્રશ્નોત્તરી” ના કેટલાક અંશ 


અનિરૂદ્ધ :
જાગુભાઈ આજે તમે સચકા સામના વાળી જગ્યા પર છો....  તમારા માટે એક સવાલ મારા તરફથી..... કોઇ એવી પરિસ્થિતિ આવે કે જેમા તમારે કોઇ ફેસલો સંભળાવવાનો છે...પણ બન્ને પક્ષ તમારા તમારા જીવનમા એટલા અગત્યના છે કે તમે કોઇને ખોઇ શકો તેમ નથિ....આવી પરિસ્થિતિમા તમારૂ વલણ કેવુ રહેશે.......

જાગ્રત :
        પહેલા ચોખવટ કરો કે પ્રશ્ન એક કરોડ નો છે કે એક લાખ નો.. એટલે હું જવાબ તે રીતે આપુ.

અનિરૂદ્ધ :
        સંબંધમા લાખો કે કરોડોની ગણતરી ના કરવાની હોઇ...... અમુલ્ય સવાલનો જવાબ પણ અમુલ્ય આપવાનો હોઇ ને યાર........

જાગ્રત :
        જો સંબંધની કિંમત આકવી શક્ય નથી તો હું નાહક જવાબ આપી એવી મુડીને હાથમાથી જતી નહી કરું ભલે તે માટે મારે જીવનની રમતમા હારી જવું પડે.

અનિરૂદ્ધ :
દલીલ નહિ મે જવાબ માગ્યો છે.......

જાગ્રત :
        મે દલીલ નથી કરી જવાબ આપ્યો છે. અને કદાચ મારે જવાબ આપવો પડે તેમ હોય તો હુ બન્ને માથી એવી વ્યક્તિનો પક્ષ લઈશ કે જેને મારી વધુ જરૂર છે. પછી તે વ્યક્તિ સાચી હોય કે ખોટી .

અનિરૂદ્ધ :
        તો પછી તમે સ્વાર્થી બની રહ્યા છો એવુ નથી લાગતુ......?  સત્યને સાથ નહિ આપો......?

જાગ્રત :
        હા, તમે કહી શકો તેમ કે હું સ્વાર્થી છુ. કેમ કે સત્ય કરતા જે તે વ્યક્તિ પ્રત્યેની મારી નિષ્ઠા મારા માટે વધુ અગત્યની છે. કદાચ મારૂ સત્ય તે છે જે લોકોની નજરમા અસત્ય હોય શકે.

અનિરૂદ્ધ :
        સરસ જવાબ..... તમને જે વ્યકતિ પ્રત્યે આટલી નિષ્ઠા છે તે વ્યક્તિ કદાચ ભવિષ્યમા તમારી સાથે વિસ્વાસઘાત કરે તો તમને તમે લીધેલા ફેસલા ઉપર અફસોસ થશે કે પછી સમય અને સંજોગ અનુસાર કોઇ નવુ પગલુ લેવુ વધારે ઉચિત માનશો........?????

જાગ્રત :
        હું તે વાત ભવિષ્યકાળ ઉપર છોડી દેવામા માનુ છું. તે ભવિષ્યમા મારી સાથે વિશ્વાષઘાત કરશે તેમ વિચારી હું તેની અત્યારે વિશ્વાષઘાત ના કરુ.

વધુ આવતા અંકે


- : સિલી પોઇન્ટ :-
ભણતર, વાંચન અને ચિંતન એ જ કામ ના જે ખરા સમયે તમને ઉપયોગી થાય.. બાકી ૫૦૦૦ બુક ની લાઇબ્રેરી ઘરમા હોય પણ મુશ્કેલીના સમયે મગજ પાણીમા બેસી જાય તેનો કોઈ અર્થ નથી.
 

 

Saturday, February 15, 2014

“પ્રેમ” – ઝંખના ના જંજાવાત થી અસ્વિકાર ના આંસુ સુધી.

કુછ તબીયત હી મિલી થી ઐસી; ચેઇન સે જીને કી સુરત ના હુઈ,
જીસ કો ચાહા ઉસકો અપના ના શકે; જો મિલા ઉસસે મહોબ્બત ના હુઈ.
-         નિદા ફઝલી
નિદા ફઝલી ની ગઝલની આ પંક્તિઓ પ્રેમ અને માનવ સ્વભાવ ને બખુબી બયાન કરે છે. દરેક સામાન્ય વ્યક્તિ માટે પ્રેમ એટલે ફીલ્મમા બતાવવા મા આવતો પેલો બીબઢાળ પ્રેમ કે જેમા હિરો હિરોઈન ને જુએ અને પહેલી જ નજર મા પસંદ કરી લે. કા તો થોડા ચક્કર લગાવી હિરો-હિરોઈન નું સેટીંગ થઈ જાય. આવુ ફિલ્મમા થાવુ સ્વાભાવિક જ છે કારણ કે ફિલ્મમા અઢી-ત્રણ કલાક મા બધુ જ સમેટી લેવાનું હોય છે. બહુ રિયાલીસ્ટ ફિલ્મ હોય તો અંત સુધી બન્ને ને લબડાવી મળતા કા તો સાથે જ અથવા તો કોઈ એકલા ને અનંતની વાટ પગડતા બતાવવામાં આવે છે.
   
    વાસ્તવમા પ્રેમ એ કાઈ ઇનસ્ટંટ બે મિનિટ નુડલ્સ નથી તેનો નિર્ણય તરત આવી જાય કે નથી એનર્જી ડ્રિન્કનું કેઇન કે પિધાની સાથે વ્યક્તિ હવામા ઉડવા મંડે. પ્રેમ એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે તેનો છેડો આવતા વર્ષો કે દશકાઓ પણ લાગે છે. પ્રેમ ને સતત પોસવું પડે અને તેને પાંગરતુ જોવાનો પણ લહાવો છે. પણ આટલી ધીરજ છે કોના મા ?

    મોટા ભાગના અહી જ ભરમાય જાય છે. ઝંખનાની તિવ્રતા જ એટલી હોય છે કે પામવાના પ્રત્યેક પ્રયત્ને જંજાવાતો ઉત્પન્ન થાય છે. પ્રેમ પામવા ના પ્રયત્નો પહેલા ઇચ્છા પછી મહેચ્છા, જીદ્દ અને છેલ્લે જુનુન મા પરિવર્તીત થાય છે. પ્રેમ એ અસ્વિકારના રિસ્ક સાથે નું લાગણીઓનું એવુ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેના ઓફર ડોક્યુમેન્ટ ક્યાય અવેલેબલ નથી અને છ્તા રિસ્ક લીધા વગર સ્વિકારનું રિટર્ન મળતુ નથી. અસ્વિકાર પછી પણ પેશન રાખી રિવોર્ડની રાહ જોવી પડે છે. અને અંતે હ્યદયના એકાદ ખુણે નપાંગરી શકેલ પ્રેમની ભિનાસ આજીવન સંઘરી રાખવી પડે છે.

    સંભાવનાના સિદ્ધાંત મુજબ સ્વિકાર –અસ્વિકારની શક્યતા એક જેમ એક ની છે. પણ વાસ્તવિક રીતે આ રેશિયો ખુબ ઉંચો છે. મુખ્ય કારણ પાત્રતાના પ્રમાણે ઉચી અપેક્ષા. તો પાત્રતા વાળી વ્યક્તિમા ક્યારેક પવિત્રતા અને પારદર્શક્તા ખુટતી હોય છે. કેટલાય અરમાનો અને આશાઓના પાયા પર ખડા થયેલ આલીસાન સ્વપ્ન મહેલો પવિત્રતા અને પારદર્શક્તાની મજબુતી ના અભાવે કળડ…ભુસ થતા હોય છે. અને પછી થાય છે દોષારોપરણનો એક લાંબો દોર ચાલુ. પુર્ણ સજ્જતા વગર ના સંબંધો ની મંઝીલો મોટાભાગે અહી આવી જતી હોય છે.

    અને છેલ્લે જેની સાથે ચાહત હોય તેને પામી નથી શકતા અને જે મળે તેને ચાહી નથી શકતા . ઝંખના ના જંજાવાત થી જે પ્રેમ નો આગાઝ થયો હોય તેનો અંજામ અસ્વિકાર ના આંસુના સંમન્દર મા ડુબી ને થતો હોય છે.


સિલી પોઇન્ટ


 
ફિલ્મ રાંઝણા મા મુરારી એક ડાયલોગ બોલે છે, “અકસર ગલ્લી-મહોલ્લે કે લડકે કા પ્યાર ડોક્ટર ઓર ઇન્જીન્યર લે જાતે હૈ.” – ભાઈ લઈ જ જાય ને પેલા છોકરાવ પોતાના પ્રેમ ને જોવા માથી નવરા પડે અને કાઈક બને તો પ્રેમ ને પામે ને.