Monday, March 30, 2009

જીવનનો એક યાદગાર દિવસ.


કદાચ જો કોઇ એવુ ગેઝેટ આવતુ હોત કે જેથી અમુક યાદગાર પ્રસંગને તમે કેદ કરીને જ્યારે ઇચ્છો ત્યારે ફરીથી માણી શકો તો કેવી માજા આવેત નહી. લોકો નિરાશામાં પણ કેટલા ખુશ ખુશ રહેત. દુઃખ નામની કોઈ ચિજ આ દુનિયામા જોવા જ ના મળત.પણ તે હાલ તો શક્ય નથી અને ભવિષ્યમાં જ્યારે પણ શોધાય ત્યાં સુધીમાં એવી કેટ-કેટલી ય યાદગાર ક્ષણૉ જતી રહે. માનવીએ કેમેરો તેના વિકલ્પે જ શોધીયો છે. ક્યારેક હજારો શબ્દોની વાત એક ફોટો કેટલી સહેલાયથી કહી દે છે. ફોટો મૌનનો મહીમા ગાય છે. પણ મારા જેવો બોલકો વ્યક્તિ કે જેને મૌન પર બોલવાનું કહે તો પણ બક-બક કર્યા કરે તેના માટે આ શક્ય નથી. હું તો મારી યાદગાર ક્ષણોને શબ્દોમા જ જીવંત રાખવામાં માનું છું. કદાચ મને મારા શબ્દો પ્રત્યે પુર્વગ્રહ છે.
જે હોય તે પણ કાલે મારા જીવનનો યાદગાર દિવસો માથી નો એક દિવસ હું જીવી ગયો. કદાચ મને યાદ નથી કે છેલ્લે હું ક્યારે આ રીતના મોજ મજાથી જીવ્યો હતો. અને તેથી જ આ દિવસ વર્તમાન સમયમા મને ચાર્જ કરવા માટે બહુ ઉપયોગી થાસે. હું,પ્રબોધ,પંકજ,કૃનાલ, યથાર્થ અને મારી વાઇફ બધા એ ભરપુર આનંદ લીધો. અચાનક ઘડાયેલા આ પોગ્રમથી આટલો આનંદ મળશે તે અમારા માથી કોઇએ કલ્પના કરી ન હતી. શુક્રવારે જ્યારે પ્રબોધનો ફોન આવ્યો કે હું રવિવારે તારે ત્યાં આવું છું અને કદાચ પંકજ પણ આવશે ત્યારે એક અલગ જ પ્રકારનો રોમાંચ શરિરમાં જણાયો. કારણ કે પ્રબોધ ને મળ્યો એને બે વર્ષ જેવું થાતુ હતું અને પંકજને તો છેલ્લા ૫ વર્ષમાં બહુ કટકે-કટકે મળ્યો હતો.
પંકજ અને હું,અમે બન્ને ૧૯૮૪માં સાથે "અજય બાલ મંદિર-માંગરોલ"માં ભણવા બેઠા. મારા ઘણા મિત્રો એવા છે કે જેની સાથે મારી મિત્રતાને ચાલુ વર્ષે "સિલ્વર જ્યુબલી" થાય છે તેમાનો એક પંકજ છે. અમે બન્ને વચ્ચે એક વર્ષ બાદ કરતા છેક બી.કોમ. સુધી સાથે જ ભણ્યા છીએ. કોલેજ કાળ પત્યા પછી અમે બધા પોત-પોતાની જીવન નૌકા કીનારે પહોચાડવાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે પણ અમે મળતા રહ્યા છીએ. પણ છેલ્લા એકાદ-બે વર્ષમાં કે જ્યારથી મે માંગરોલ મુક્યુ પછીથી તો અમે બહુ જુજ વાર અને તે પણ થોડી મિનિટો માટે જ મળ્યા હશુ. કાલે તે કસર તો જોકે પુરી ના જ થાય પણ જેટલો પણ સમય તેની સાથે પસાર કર્યો તે યાદગાર હતો.
પ્રબોધ, કદાચ મારી સૌથી નજીક. માર જીવની એને ખબર છે તેટલી બીજા કોઈને ખબર નથી, ના મિત્રોમાં કે ના મારા ઘરનામાં. અમારી મિત્રતા કેવી રિતે થઈ, ક્યારે થઈ,ક્યા કારણે થઈ તે પ્રન્ન મને હજી વિચાર કર્તો કરે છે. કારણ કે અમારી મિત્રતા થાવાનું કોઇ કારણ જ ના હતું. તે એફ.વાય.બી.કોમ. સુધી મારો જુનિયર હતો. હું એફ.વાય.માં ફેઇલ થયો તે કારણે હું તેના ક્લાસમાં ગયો. ત્યાં સુધીમાં એકાદ બે પ્રસંગો સિવાય અમે બહું ઓછા મળ્યા છીએ. એ મને સદાય એક સિનિયરની જેમ માન આપતો અને હું પણ તેને જુનિયરની જેન વર્તતો. એફ.વાય. માં પણ અમારા ગ્રહ મળે તેવા કોઇ સંજોગો ના હતા કારણ કે હું મારા શુન્યાવકાશ કાળમાં હતો. અને તેનો સ્વભાવ મને તે દરમિયાન જરાય પસંદ ના હતો. મને તેની સળી કરવાની મજા આવતી અને તે ચિડાય ઉઠતો. આટલા વિપરીત સંજોગો હોવા છ્તા અમે મિત્ર બન્યા તે એક આશ્ચર્ય નહી તો બીજુ શું છે ? એસ.વાય. પછી અમારી મિત્રતા મધ્યાહન પર છે. અમે બન્ને એ એકબીજાના સારા-ખરાબ સમયમાં એકબીજાની પડખે ઉભા રહ્યા છીએ. કદાચ અમારી મિત્રતા ઇશ્વરીય દેન છે બાકી અમારે મિત્ર બનવાનું કોઈ કારણ ક્યાં હતું .
પ્રબોધનો મિત્ર કૃનાલ, અમે બન્ને કાલે પહેલી વાર મળ્યા પણ અમને લાગ્યું નહી કે અમે પહેલી વાર મળ્યા વર્ષોથી એક બીજાને ઓળખતા હોઈએ તે રીતે રહ્યા. સવાર ના બધા ભેગા હતા નાસ્તો કરીને વાતો કરી. બપોરે જમવાનું જોડે હતું નિતાએ(મારી વાઇફ)રસોય બનાવી નાખી હતી. પણ અમે તો જાણે વાતોથી જ પેટ ભરવું હોય તે રીતે મંદી પડ્યા હતા. આજે તો યથાર્થને પણ ભુખ લાગી ન હતી. છેલ્લે ૨.૩૦ વાગે નિતાએ બહુ કહ્યું ત્યારે અમે બધા જોડે જમવા બેઠા. જમવાનું તો જાણે બહાનું હતું. એક કલાક સાથે બેસી ને મજા જ કરી. જમ્યા પછી પણ વાતો દોર ચાલુ જ હતો. બે-પાંચ વર્ષની વાતો જોડે કરવાની હતી. એમ કરતા-કરતા સાંજના ૫ ક્યારે વાગી ગયા તે ખબર જ ના પડી. કોઈને છુટા પડવું ના હતું પણ ફરી મળવા માટે છુટા પડવું પણ જરૂરી હતું.
મિત્રો,હું આત્મકથા તો પછી લખીશ પણ પહેલા આ રીત મારા યાદગાર પ્રસાંગો અહી મુકવાનો વિચાર છે. આપનો શું વિચાર છે ? અચુક જણાવશો.

Thursday, March 26, 2009

લો ફરી પાછી ચુટણી આવી.

સિરીયસ લખી લખીને કંટાળો આવે છે માટે વિચાર આવ્યો કે લાવને થોડુ કાઈક નવિન લખી જોવ. હું આમ તો સાજકી્ય સમીક્ષક નથી( આમ તો હું કોઇ સમિક્ષક ક્યાં છું [:D] ) છ્તા આ અખતરો (કે ખતરો) કરૂ છું. આમા નુકશાની વધુમાં વધુ એક-એક ્ડિસ્પ્રીન કરતા વધુ નથી. 
છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય લોકસભાની દરેક ચુટણીમાં શું બદલાતુ આવ્યું છે ? જવાબ: એક માત્ર વડાપ્રધાન બીજુ કાઈ નહી. કોણ જાણે સ્વ.વિ.પી.સિંહ ક્યા ચોઘડીયામાં વડાપ્રધાન બન્યા કે તે પછી કોઇ એકલે હાથે સરકાર બનાવીજ નથી શક્યું. દર વખતે ખીચડી સરકાર જ આવી જે છે. જો કે આને ખીચડી ના કહેતા ઉંધીયું કે પછી મિક્સ વેજીટેબલ સરકાર કહેવાય. અને જો આ વખતે સરખું આવ્યું ને તો દેશની ખરા અર્થમાં ઉંધીયું સરકાર બનશે અને ભા.જ.પ. અને કોંગ્રેસને બન્ને કદાચ વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવશે. જો તેવું બને તો કેવો સિન ભજવાય તેની કલ્પના તો કરો ? વડા પ્રધાન :- ઉત્તર ભારત માટે માયાવતી,દક્ષીણ ભારત માટે :- કરૂણાનિધી, પુર્વ ભારત માટે :- જ્યોતિ બસુ, પશ્ચીમ ભારત માટે :- શરદ પવાર (આ શરતે કોંગ્રેસથી અલગ પડે છે.) વડા પ્રધાન આંતરરા્ષ્ટ્રીય :- લાલુપ્રસાદ યાદવ. ઉપ વડા પ્રધાન :- જે-જે ક્ષેત્રીય દળોએ ટેકો આપ્યો છે તે દરેક નાપ્રમુખો એવા લોકો કે જેને પોતાના કુંટુંબમાં પણ બધા નહી ઓળખતા હોય.
આવું થાય તો સૌથી વધુ મરો CAT કે G-CET કે પછી જનરલ નોલેજ ને લગતા સવાલોના જવાબો આપતા લોકોનો થાય. એક તો આમેય અત્યારે જે તે મિનિસ્ટરના પણ યાદ રાખવા મુશ્કેલ છે ત્યાં વળી આ પ્રાદેશીક વડાપ્રધાન અને ઉપ વડાપ્રધાન નામ કેવી રીતે યાદ રાખવા. હા, એક વાતનો ફાયદો થાય. આવા મંત્રીઓ આવે ત્યારે દેશમાં નિતીવિષયક નિર્ણયો જલદી લેવાય છે કારણ કે સંપુર્ણ સત્તા ત્યારે સચિવોના હાથમાં હોય છે. હવે સમજ્યા "લાલુ કા મેજીક". અને કદાચ આવી સરકાર કે જ્યાં મંત્રી સચીવોની સલાહ પર આધારીત હોય છે ત્યાં કામ તો થાવાના જ ને.
જોયે ભગવાને આપણા નશિબમાં શું લખ્યું છે . આમ તો આ નશિબ આપણે જ બનાવવાનું છે પણ જો આપણે મત આપ્યેતો... 

શબ્દો મારા સાથી.


જીવનમાં મને સૌથી નજીકથી કોઇએ જોયો હોય તો તે મારા શબ્દોએ જોયો છે. કદાચ હું મને જાણૂ છુ તેના કરતા પણ વિષેસ મને મારા શબ્દો મને જાણે છે. મારી અસંખ્ય મર્યાદાઓ છતા મને મારા શબ્દોએ ચાહિયો છે સ્વિકાર્યો છે અને સૌથી વધુ તો મને વફાદારી પુર્વક સંભાળ્યો છે. મારા અનુકુળ-પ્રતિકુળ સમયમાં મારા પડછાયા કરતા પણ વધુ નિકડ રહીને મને ક્યારેય એકલતાનો અનુભવ થાવા નથી દીધો. આજે આ સમાજ જ્યારે મારી વિનમ્રતાને દંભથી જુએ છે ત્યારે આ શબ્દો જ મને શાંત રહેવાનું સુચન કરે છે. હું ગમે તેટલુ ઇચ્છુ પણ આ મારા શબ્દો મને કોઇની પણ ટીકા કરવા દેતા જ નથી. હું આ શબ્દોનો એટલો ઋણી છુ કે તેની કોઇ વાત અવગણી શકુ નહી. કદાચ જીવનભર હું તેની વાત અવગણી નહી શકું. ઘણા લોકોનો શબ્દો પર કાબુ હોય છે જ્યારે મારા પર શબ્દોનો સંપુર્ણ કાબુ છે.
ઘણા લોકો મને નિખાલશ કહે છે, કદાચ એ મારા શબ્દોની નિખાલષતા છે. મે હંમેશા સાચું લખવાનો પ્રમાણીક પ્રયત્ન કર્યો છે, આજથી નહી છેલ્લા ૧૫ વર્ષથી. મને જ્યારે પણ એવું લાગ્યુ છે કે મારા શબ્દો બીજાને ઉપયોગી થઈ શકે તેમ છે ત્યારે મે બધુ જ કરી છુટ્યો છું અને જ્યારે એમ લાગ્યું છે કે મા્રા શબ્દો ્બીજાને ગેર માર્ગે દોરે છે ત્યારે મા્રા આ શબ્દોને નાશ કરતા પણ એક મિનિટ પણ વિચાર નથી કર્યો. આ રીતે એક કરતા બધુ વાર મારુ સમગ્ર લેખન મે નાશ કર્યું છે કોઈ ને પણ દોષ આપ્યા વગર. આ મારો નેચર છે અને મારા શબ્દોનું પણ અવૂ જ માનવું છે. કદાચ આને જ લોકો દંભ સમજતા હશે. જો આ દંભ છે તો મને સ્વિકારતા હર્ષ થાય છે કે હું દંભી છું.
મે સારા બનવાનો દંભ કર્યો છે અને બીજાને સારા બનાવવાનો પણ અને ભવિષ્યમા પણ કરતો હરી્શ જ્યાં સુધી મારા શબ્દો મારી સાથે છે.
આ બાબતે હું પણ લોકોની સાથે છું કારણ કે આજે જ્યારે દંભનો વ્યાપ સાર્વત્રીક છે ત્યાં સાચુ બોલવું તે પણ દંભમા ખપી જાવુ સ્વાભાવિક છે. કદાચ હું આ જ કારણે આટલા સમય સુધી સમાજથી દુર જ રહ્યો છું. મને કોઇ અફસો્સ નથી તેનો કારણ કે કદાચ તે કારણે મારા શબ્દો અને હું બચી શક્યા છિએ. હું જે કાઈ છુ તે બતાવું છું અત્યારે જ્યારે ઇન્કમટેક્ષથી બચવા માટે સિંહ પણ પોતાની જાત ને બકરીમાં ખપવાતી હોય અને કેરીના નામે પપ્પેયાનું જ્યુસ બજારમાં વેચાતું હોય ત્યારે પોતે જેવા હોવું તેવું જ બતાવવું તે દંભ કહેવાય. મને દંભિ હોવાની ખુશી છે અને હું કોઇની નિંદા કે સમા્જની ચિંતા માં મારી જાતને બદલી નાખુ તેવો મુર્ખતો નથી જ ભલે દંભિ હોવ.
મે જીવનમાં બીજુ કાઈ શિખ્યું નથી, બસ એક જ વાત શિખી છે પ્રામાણિકતા અને તે હું જીંદગીભર જાળવી રાખીશ. કદાચ તેને લીધે મારે ગમે તેટલુ સહન કેમ ના કરવું પડે. ભલે લોકો મને દંભી કે મુર્ખ કહે. જે શબ્દોએ મને આટલો સાથે આપ્યો તે શબ્દોને થોડાક સ્વાર્થ માટે છેતરૂ? કદાચ નહી કારણ કે હું વાણીયો છું અને હું નુકશાનીનો શોદો ક્યારેય ના કરૂ.

Monday, March 23, 2009


songs.pk એ અતિલોક્પ્રિય સાઇટ છે(હતી)
કારણ એક જ કે અતિશય સરળ ઇન્ટર્ફેસ અને mp3 songs હિન્દી પિક્ચર માટે તદ્દન મફત ડાઉનલોડ થાય

હવે વાત કરીએ હેકીંગ ની

હેકીંગ ના ઘણા પ્રકાર હોય છે
હકીંગ નો સર્વ સામાન્ય અર્થ એટલે બીજા ના કોમ્પ્યુટર નો ડેટા ચોરવો, જાણવો કે પછી તે ડેટા સાથે ચેડા કરવા

હેકીંગ ના સોન્ગ્સ.પીકે માં ઉપયોગ:

આ સાઈટ ઉપર થી જ્યારે કોઈ પણ ગીત જ્યારે ડાઉંલોડ કરવા માં આવે ત્યારે તે ગીત ની સાથે wrap કરેલી અવસ્થા માં એક કોડ હોય છે જેને એક પ્રકારે વાયરસ કહી શકાય

આ વાયરસ તમારા કોમ્પ્યુટર મા આવી કાં તો તમારા ડેટા ને ડેમેજ કરી તમારી OS ઉડાવી શકે કે પછી તમારા કોપ્યુટર માથી અગત્ય ની માહિતી ને કોમ્પ્રેસ ફોર્મેટ મા લઈ ને તેને તેની પેરેન્ટ સાઈટ પર મોકલી આપે અને ત્યાં તનુ પ્રુથક્કરણ થઈ ને તમને એક યા બીજી રીતે કનડગત કરવા મા આવી શકે છે
ણિ વખતે આવી સાઈટ ને ખાલી સર્ફ કરવાથી પણ આવા વાઈરસ તમારા કોમ્પ્યુટર મા ઉતરી આવે છે

અને તમારુ એન્ટીવાઈરસ નુ સોફ્ટવેર પણ કાઈ નથી કરી શકતુ કારણ કે આ નવી પ્રકાર નો અને લોકલ વાઈરસ હોય છે જેનો ઈન્ટર્નેશનલ લેવલે ઉપયોગ થતો નથી જેથી તેની જાણ આવા સોફ઼્ટ્વેઅર ને નથી હોતી
આંમા થી બચવાનો એક સરળ ઉપાય એટલે આવી વેબસાઈટ નો ઉપયોગ ટાળો

અને હા તમને લાગતુ હોય કે તમારા કોમ્પ્યુટર મા પહેલે થી જ આવા વાઈરસ છે જે તમારા કોમ્પ્યુટર ને તો નુકસાન નથી કરતા પણ તેનો ડેટા કદાચ ઈન્ટર્નેટ દ્વારા ટ્રાન્સફર કરે છે તો તેને રોકવા માટે એક સાર માં સારુ ફાયરવોલ ઇન્સ્ટોલ કરી દો

સારુ ફાયર વોલ ફ઼્રી વર્ઝન : goto

http://www.zonealarm.com/security/en-us/zonealarm-pc-security-free-firewall.htm

તો .............

થોડુ ધ્યાન રાખો
અને યાદ રાખો
"સુરક્ષા પોતાને હાથ"

HAVE A SAFE AND SECURE SURFING


OTHERWISE





પછી તમારા મોં ના ભાવ આવા થઈ શકે




માહીતી બદલ નિરવભાઇ નો આભાર.

Sunday, March 22, 2009

ઓર્કુટ પરના મારા ૬ મહીનાના અનુભવો.

કદાચ આજે હું અહી ના હોત. જો મને મારી મંજીલ સહેલાયથી મળી ગઈ હોત તો. કદાચ આ પ્રશ્ન જ નિરાધાર છે, કારણ કે ઘણૂ બધુ એવું અચાનક થાતુ હોય છે કે કેમ થયું શું કામે થયું ક્યારે થયું તે બધા જ પ્રશ્નો ઉ્ત્પન થાવા સ્વાભાવિક છે અને તેના ઉત્તર મેળવવા વ્યક્તિએ ભુતકાળમાં જાવું પડે. તો ચાલો મારી ૬ મહીનાની ઓર્કુટ સફર તમે પણ માણો.
પહેલા તો હું શું કામ અહી આવ્યો તેની વાત કરૂ, અમદાવાદમાં આવ્યા પછી સાવ એકલો થઈ ગયો હતો. એકલતામાં જુના મિત્રો શોધવા હું ઓર્કુટ પર આવ્યો. જુના ઘણા મીત્રો મળ્યા મીહીર,અંકુર,વિરલ,મનીષ વગેરે. પણ જુના મિત્રોમા પણ બે મિત્રોએ ખરેખર મને અહી સુધી પહોચવામાં મદદ કરી. મીહીર અંકુર વગેરે જોબ પર હોવાથી અતી વ્યસ્ત હોય તે સ્વાભાવીક છે પણ પ્રબોધ અને ભૈરવીએ મને ખરેખર સમય આ્પ્યો વ્યસ્ત હોવા છતા. એક સમય હતો કે જ્યારે હું ખરેખર એકલો હતો ત્યારે તેણે મને મારી એકલતા દુર કરવા્મા ઘણી મદદ કરી. પ્રબોધ તો જો કે સદાય મને મદદ રૂપ થાતો જ આવ્યો છે પણ ભૈરવી ખરેખર મારી કલ્પના બહાર હતી.
બીજો ફાયદો મને ભૈરવીથી તે થયો કે તેની ફેન્ડ લીસ્ટમા જય વસાવડા પણ હતા. જય વસાવડ "હાસ્ય લેખન..." અને "ગુજરાતી છાપા અને મેગેઝીન..." કોમ્યુનિટીના સભ્ય હતા. મે પણ તે જોઇન્ટ કરી. બન્ને કોમ્યુનિટીમા મને જે આવકાર મળ્યો તે મારી કલ્પના બહારનો હતો.
"ગુજરાતી છાપા,મેગેઝીનો અને કોલમો" કોમ્યુનિટીમા મે "પરિચય પોતે પોતાનો" વિભાગમાં મારો પરિચય આપ્યો. મારી સાહજીક શૈલીમાં જ લખ્યું પણ શ્રી રજનીભાઇના આવા આવકારની મને આશા નોતી. એક કોમ્યુનિટીના નવા મેમ્બરને આવો આવકાર આપતો ઓનર મે આજ સુધી નથી જોયો. પછી તો અમારી મિત્રતા ઉમરના અંતરને ભુલી એક આત્મમિય તરીકે ની બની. આજે રજનીભાઇ ઓર્કુટ પર નથી પણ અમારી મિત્રતા ઓર્કુટની દેન ભલે હોય પણ તે ઓર્કુટ પર આધારીત ક્યા હતી. છતા રજનીભાઇ હું ખરેખર તમને ઓર્કુટ પર મિસ કરૂ છું. આજે પણ તમારૂ સ્થાન ખાલી છે તેવી નિખાલષ કબુલાત કરૂ છું. મને આ કોમ્યુનિટી માથી લજ્જા અને દિપુ ્ટીમ મેમ્બર મળ્યા તો બીજી બાજુ લલિતભાઇ,નિર્લેપભાઇ,કમલેશભાઇ, પ્રેમભાઇ,શ્લોકા, રાજુલા, ધૈવતભાઇ મેહુલભાઇ વગેરે જેવા મિત્રો મળ્યા.
"હાસ્ય લેખન પરીવાર" કોમ્યુનિટીએ મને હસતો કર્યો. ખરેખર કે જ્યારે હું હસતા ભુલી ગયો હતો. લ.વ.અ.,હિમતાભાઇ,અનુજભાઇ,રવિનભાઇ,નિરવભાઇ,રૂશાંગભાઇ અને હા પેલા દિવ્યાબેન વગેરે નામની યાદી ઘણી લાંબી છે બધા જોડે હું ફરી હસતા શિખ્યો.લ.વ.અ.ની સેન્સ ઓફ હ્યુમર ગમે તેવા મોટા ગજાના હાસ્યલેખક ને પણ ઇર્ષા કરાવે તેવી છે. અનુજભાઇ,નિરવભાઇ અને રવિનભાઇ ના હથોડા તો ઉંઘમા પણ મને હસાવે છે અને હિમતાભાઇ તો જાણે યુનિક છે જ.
ઘણા મિત્રો એવા છે કે જેની સાથે સંબધ કોમ્યુનિટી પુરતા જ સિમીતના રહેતા એક પારીવારીક સંબધ બંધાયો. તેમા લ.વ.અ. પછી બી્જા નામ આવે મેહુલભાઇ કે જે મારે ઘરે આવનાર પ્રથમ કોમ્યુનિટી મિત્ર, પછી તો કમલેશભાઇ, નિર્લેપભાઇ, સાથે તો જાણે વર્ષોથી મુલાકાત હોય તે રીતે વાતો થાતી તેમા પણ કમલેશભાઇ તો એક વડીલની જેમ મારી બાજુમાં ઉભા રહ્યા છે. લલિતભાઇ જોડે એક વાર મુલાકાત થયા પછી રેગ્યુલર SMS દ્વારા સંપર્ક થતો રહ્યો છે. હિમતાભાઇ અને હું તો જાણે વર્ષોથી એક બીજાને જાણતા હોય તે રીતે ફોન પર લાંબી-લાંબી વાતો કર્યે છીએ. નીરવભાઇ સાથે મારે રોજ મેરેથોન વાતો થાય છે અને આ યાદીમાં આજે એક નામ વધ્યું બીલવાભાઇ, બહુ જ ટુકી મુલાકાત છતા મારા આમંત્રણને માન આપી તે આજે મારા ઘરે મને મળવા આવ્યા. આવા મોત્રો બહુ ઓછાને મળે છે ખરેખર.
કદાચ મારો ઓર્કુટ પરીવાર આટાલા સુધી જ સિમીત રહ્યો હોત જો મે આ બ્લોગ ના બનાવ્યો હોત. આ બ્લોગથી મને સૌથી પહેલા દિપ્તીબેન મળ્યા. મને પ્રોત્સાહિત કરીને નવા-નવા વિષયો પર લખવા પ્રેર્યો. અને "પ્રેમ મારૂ નામ..." કે જેણે ગરવી ગુજરાતી માં લાગણી v/s બુદ્ધી નામનો ટોપિક શરૂ કર્યો. જો તેણે આ ટોપીક શરૂ ના કર્યો હોત તો મને સ્નેહાબેન,અનિરુદ્ધભાઇ,બિનલબેન,હાર્દિક ઝાલા ના મળ્યા હોત. અને છેલ્લે છેલ્લે રાધીકા નામની એક "સ્વિટ" બેન પણ મળી.
આ સિવાય જય ભટ્ટ,જયભાઇ ચાઇના વાળા, વિશાલ,મિક્યુન,બલવિંદર સર,ભાવેશ જોષી,નેહલભાઈ હાર્દિક,ઇશાન,ક્રિશાન,મનદિપ,મયુર,રિષિકેશભાઇ,વિક્કી,યો.જો.(યોગેન્દુ જોષી),સંદિપ દવે,હર્ષ મહેતા, કાન્તિભાઇનો ખુબખુબ આભાર કે જેણે મને સતત લખવા માટે પ્રો્ત્સાહન આપ્યું. ભાવિનભાઇ(ભાવિન અને તન્વિ) કે જેણે પેલી એબીસીડી વાળી ગેમ બનાવી અને મને ઘણા એવા મિત્રો આપ્યા કે જેણે મને ખરેખર હસતો કર્યો. ડો.નિધી અને અવનીબેન નો ખાસ આભાર માનું છું કે જેની સાથે ચર્ચા કરવાનો આનંદ જ કઈ ઓર હતો. ઓટલો અને ઓટલા પર આવનાર બધા જ મિત્રો નો ખાસ આભાર.
અંત માં એક વ્યક્તિ તો રહી જ ગઈ કે જે ના મળી હોત તો કદાચ તમારે આટલુ બધુ સહન ના કર્વું પડેત. શ્રી જય વસાવડ, કદાચ તેમના પ્રોત્સાહન વગર મે આટલે સુધી આવવાની હિંમત ના કરી હોત. હા અમુક બાબતો થી અમે હું અને જયભાઇ જુદા પડીયે છીએ તેમ છતા તેમનું પ્રોત્સાહન અમુલ્ય છે. આ સિવાય પણ ઘણા એવા નામો છે કે જેને હું અહી લખવાનું ભુલી ગયો હોય તો તે દરેક ને વિનંતી છે કે કોમેન્ટ માં પોતાનું નામ લખી અને મારી ટીકા કરી શકે છે.
મિત્રો નજીકના ભવિષ્યમાં હું આત્મકથા લખવાનું વિચારી રહ્યો છું તે બાબતે પણ આપની યોગ્ય સલાહની આવશ્યકતા પડશે.ત્યારે પણ આપ બધા આમ જ સાથે હશો તેવી આશા સહ.

Tuesday, March 17, 2009

"હોળી" ’એક સભ્યતાની આગવી ઓળખ’

કદાચ આ લખવા માટે હું થોડોક મોડો છું. પણ વિચારો ને ૧ વર્ષ સુધી દબાવી ના રખાય માટે લખી નાખુ છુ. કદાચ મારો આ ભ્રમ હોય કે બીજુ પણ જે લોકો વેલેન્ડાઇન ડે ની તરફેણમાં ખુલે આમ બરાડા નાખતા હોય તે જ જો હોળી કે દિવાળી સમયે પર્યાવરન કે બીજા કોઈ પણ કારણો આપી તહેવાર ના ઉજવવો જોઈએ તેવી દલીલ કરે ત્યારે આખા શરીરમાં એક કંપારી છુટી જાય છે. આ તો કેવા બૌદ્ધીકો અને કેવી તેની બુદ્ધી. શું હિન્દુ સભ્યતાને શિખવાની જરૂર છે કે તેણે પોતાના ્તહેવારો કેમ ઉજવવા ? કદાચ આ બૈદ્ધીકો ભુલી ગયા હશે કે વર્તમાન બધી જ સભ્યતાઓમાં ્હિન્દુ સભ્યતા સૌથી પ્રાચીન છે. ક્યાં કારણે આટલા વર્ષો પછી પણ આ સભ્યતા જીવંત રહી શકી છે ? આ પ્રશ્ન કોઇ બૌદ્ધીક ના મનમાં કેમ નથી આવતો ? જ્યારે કહેવાતી હિન્દુ ્સંસ્કૃતીની સમકાલીન(જો કે હું તો હિન્દુ સંસ્કૃતીને પ્રાચીનતમ માનુ છુ) એવી બીજી સંસ્કતી જેવી કે મીસરની,પરસીયન,રોમન,ગ્રીક વગેરે સંસ્કતી નામ શેષ થઈ ગય ત્યારે આ સંસ્કૃતી ક્યાં પરિબળના આધારે હજી પણ ઉભી છે ? કદાચ આવા પ્રશ્નો આ બૌ્દ્ધીકોના લેવલ બહારની વાત હશે.
હિન્દુ સંસ્કૃતી જે પરિબળ ના આધારે છેલ્લા ૫ હજાર વર્ષોથી આટ-આટલા આક્રમણો અને દમન છતા અડીખમ ઉભી છે તે પરિબળ છે "પરિવર્તનશીલતા" અંગ્રેજીમાં જેને ્ફ્લેકસી્બલીટી કહેવાય છે. હિન્દુ સંસ્કતી અને હિન્દુ લોકો સતત સમય અનુશાર બદલાતા રહ્યા છે. જુના રીતી-રિવાજોને ત્યાગી નવ અને વધુ સગવડ ભર્યા રિવાજો અપનાવતા રહ્યા છે. આજે ભલે ગમે તે કહે પણ ભુતકાળમાં માન્યતાઓ સાથે સૌથી વધૂ સમાધાન કોઇ સંસ્કતીએ કર્યું હોય તો તે હિન્દુ સંસ્કૃતી છે. ઉદાહરણ આપવાની જરૂર છે ?
વર્તમાન સમયમાં એક સુંદર સંસ્કૃતી નામશેષ થાવાના આરે ઉભી છે "પારસી સંસ્કૃતી".તેનું કારણ શું છે ? હિન્દુ લોકો જેટલુ પરિસ્થિતી સાથે સમાધાન કરી શકે છે તેટલુ કોઇ પણ સભ્યતાના લોકો નથી કરી શકતા. માટે જ આ કહેવાતા બૌદ્ધીકોને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમને તમારા આ અતી બૌદ્ધીક પ્રયાસો માથી મુક્ત રાખો. અમને જ્યારે ખરેખર થાસે કે દિવાળી કે હોળી કે નવરાત્રીથી ખરેખર નુકશા્ન થાય છે ત્યારે અમે અમારી મેળે તેનો ત્યાગ કરીશું.(જેમ રાત્રે ૧૦-૧૧ પછી ગરબા રમવાનું બંધ કરીયે છીએ,જેમ દિવાળી પર મોટા અવાજ વાળા ટેટા ઓછા ફોડીયે છીએ તે જ રીતે.) મને વિ્શ્વાસ છે કે જે રીતે આપણા પુર્વજો બદલાતા આવ્યા છે તે રીતે આપણે પણ અનુકુલન સાધીશું અને આવનાર આપણા અનુગામી પણ બદલાતા રહેશે કોઇ પણ મોટા પ્રયત્ન વગર.
હેપ્પી હોલી.

Friday, March 6, 2009

જય હો.. જય હો.. ફરીવાર.


મિત્રો, અહી ફરી કાય હું સ્મલમ ડોગની વાત નથી કરવાનો તે તો તમને ઉપરોક્ત ફોટા જોયને ખબર પડી જ ગય હશે અને સેની વાત કરવાની છુ તે પણ ખબર પડી ગય હશે. હા, હું આજે થયેલી કે ના થયેલી ્ગાંધીજીના જીવન સાથે જોડાયેલી ચિજવસ્તુની હરાજી વિષે લખવા જય રહ્યો છું. ના હું અહી તેના ઇતિહાસ વિષે કે ગાંધીજી સાથેના સંબંધ વિષે કાય લખવા નથી માગતો. હું એક કડવા સત્ય વિષે લખવા માગું છું જે આ પ્રસંગ પાછળ રહેલુ છે.
મારી જાનકારી મુજબ એક વિદેશી વ્યક્તિ પાસે ગાંધીજીની અમુક વસ્તું હતી ્જે તે હરાજી કરવા માગતો હતો. હંમેશની જેમ આપણી સરકાર મોડી જાગી અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે હરાજી રોકવા અને ગાંધીજી પ્રત્યેની તેની કહેવાતી નિષ્ઠા સાબીત કરવાની બહું ઉચી કિંમત માગી અને કાઇક સેટલમેન્ટ કર્યું ત્યાં સુધીમાં હરાજી ગોઠવાય ગઈ હતી અને મારા ખ્યાલ પ્રમાણે તે બધી વસ્તું વિજય માલ્યાએ ખરીદિ લિધી. અને પછી દર વખતની જેમ આપણી ન્યુઝ ચેનલવાળાઓ એ લવારા ચાલુ દિધા. આ બધામાં એક દેખીતી કૃત્રીમતા જણાય આવી.
મે ટી.વી. ૧૦ મીનીટથી વધુ જોયું નહી કારણ કે હું આ બધું જોય ના શક્યો. એક ન્યુઝ ચેનલ વાળાએ અમદાવાદના કોઇક કાકાઓને કેમેરા સામે પ્લાન્ટ કરી દીધા અને તે કાકાએ આગવી ગુજરાતી હીન્દી મોક્સ (બાવા હીન્દી)માં પોતાની વાત રજુ કરી પણ અજાણતા જ તે સાચું બોલી ગયા. શું ? તેઓ બોલ્યા કે ગાંધીજીની અવમુલ્ય (અમુ્લ્ય) વસ્તુ ભારતને મળવી જોયે અને તે પણ અમદાવાદ ગાંધી આશ્રમને જ. તેના આ વાક્યમાં અવમુલ્ય શબ્દ સુચક છે કારણ કે જે ભવાડો થયો તે શું ગાંધી વિચારોનું અવમુલ્યન નથી ? બીજુ એક દેશના રાષ્ટ્રપીતાની વસ્તુઓ જે તે દેશની સરકાર નિલામીથી બચાવીના શકે તે કેટલી શરમની વાત કહેવાય . કદાચ જો તમે રાષ્ટ્રપિતાની ધરોહર સાચવી ના શકો તો પછી બીજી તો અપેક્ષા જ શું રાખવાની.
સૌથી મોટી કરુણતા તો તે છે કે જે વ્યક્તિ આખી જીંદગી દારૂ નામ ના દુષણ સામે લડ્યો તેની નિશાની પાછી સ્વદેશ લાવનાર એક "બીયર કીંગ" છે. આનાથી વધુ તો કરૂણતા બીજી કઈ ? આ પ્રસંગ પરથી શૂં સમજવાનું ? એક બીયર કીંગ ની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા કે સરકારની રાષ્ટ્રપીતા પ્રત્યને અનિષ્ઠા ? કદા્ચ ૬૦ વર્ષમાં આજે પહેલી વાર ્ ગાંધીજીનો આત્મા વિચલીત થયો હશે.
જ્યાં સુધી આપણે વિચારો કરતા વસ્તુઓને મહત્વ આપીશું ત્યાં સુધી આવા પ્રસંગો બનતા રહેશે. શું આ બધી વસ્તુ ગાંધી વિચારોથી વધૂ મહત્વના છે ? શું વિજય માલ્યા ગાંધી વસ્તું ભારત લાવ્યા એટલે તેણે સમાજને બીયર પાયને જે પાપ કર્યા તે ધોવાય જાશે ? ભારત સરકાર ક્યાં સુધી આવી બાબતો પ્રત્યે ઉદાશીન રહેશે. હવે ગાંધીજી પ્રત્યેની પોતાની નિષ્ઠા સાબીત કરવાની રેસ ્ લાગશે. ઇશ્વર જાણે આ દેશનું શું થા્શે.

Sunday, March 1, 2009

ચાલો વિશ્વને આપણી ઓળખ આપીયે.

બહું થયું જય હો..જય હો.. હવે વાસ્તવિક પરિસ્થીતી પર આવી જાવું ઉચીત છે. આજના છાપામાં વાસ્તવિકતા દર્શાવેલી છે. એ બાબત પર વધુ ના લખતા વાસ્તવિકતા શું છે અને આપણને જ આપણી કેટલી કીમત છે તેના પર આવું. આજે ભારત વિશ્વના એક મહાનત્તમ રાષ્ટ્ર તરીકે ્સ્વિકાર્ય બનતું જાય છે ત્યારે એક પ્રશ્ન મનમાં ઉઠે છે કે આપણામાં તેનું આત્મગૌરવ કેટલું છે. વારે તહેવારે આપણે આપણી તૃટીઓ વિષે આખા દેશને ભાંડીયે છીએ. આપને ત્યાં તો રસ્તા વહું ખરાબ ફોરેનના તો કોઇ રસ્તા ભાઇ. આપણે ત્યાં તો બહું ગંદકી ફોરેનમા તો ધુળ પણ જોવા ના મળે. આપને ત્યાં બહું ભ્રષ્ટાચાર,પોલ્યુસન વગેરે.
ચોક્કસ આ બધી વાત સાચી છે અને તેનો સ્વિકાર કરવો જ રહ્યો પણ શું આપણે આટલા જ ઉત્સાહથી આપણી સારી બાબતો બોલીયે છીએ ? કે પછી આપણામાં કોઇ સારા ગુણ છે જ નહી ? આજે ભાઇ માર્કેટીંગનો જમાનો છે અને આ જમાનામાં હંમેશા સારી વાતો જ બતાવાની હોય નહી કે ખરાબ અને તેમા આપણે કાચા પડીયે છીએ. વિશ્વના ક્યા દેશમાં એક પણ સમસ્યા નથી. બધે જ ઘણી બધી સમસ્યા છે. આપણા માથી ઘણા બધા વિદેશ પ્રવાસ કર્યો હશે અને ઘણા વિદેશમાં સ્થાય થવા જઈ રહ્યા હશે, ્શું તમે જે તે દેશ માંથી ૧૦૦% સંતોષ મેળવ્યો ?
મારામાં કાઇક પ્રતિભા છે તો તે મારે જ વિશ્વ સામે રાખવી પડશે કોઇ મને આવી ને નહી પુછે કે ભાઇ તને શું આવડે છે તે જ રીતે આપણે આપણી સારી બાબતો વિશ્વ સામે રાખવી પડશે બાકી છેલ્લા ૬૦ વર્ષથી જે ઉપેક્ષાની પીડ ભો્ગવ્યે છીએ તે હજી પણ આગળ ભોગવવી જ પડશે. આજે આપણે તે સ્થીતીમાં છીએ કે તમે વિશ્વને પ્રશ્ન કરી શકો છો કે કેમ ભાઇ અમારી ઉપેક્ષા કરો ્છો ? જો તમને અમારી જરૂર ના હોય તો અમને પણ તમારી કાઇ જરૂર નથી એમ કહી એક ધમકી આપી શકીએ તેમ છીએ. પણ આ બધું આત્મવિશ્વાસથી કહેવા માટે પહેલા તો આત્મગૌરવ જોઇએ.
છે તે આપણી પાસે ? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે.

સત્ય ઘટના(હાસ્યલેખન પરીવારમાં મારી પો્સ્ટ)

આ પ્રસંગ ૮-૯ વર્ષ પહેલાનો છે. અમે,હું મારા મોટા ભાઇ અને બીજા ૩-૪ ફેમીલી ફ્રેન્ડ ઉ.ભારત ફરવા ગયા હતા. ઘરેથી અમે પહેલા અમદાવાદ ગયા ત્યાં ફ્રેસ થયને અમારે બસમાં ના્થદ્વારા નવાનું હતું. મારી પાસે ૨-૩ હજાર રૂ. વધુ હતા ભાઇએ તે મને અમદાવાદ મુકી દેવાનું કહ્યું પણ મને થયું સાથે હશે તો ક્યાક કામ લાગશે. અમારી ૧૫ દિવસ પછીની દિલ્હિથી અમદાવા્દની આશ્રમ એક્સપ્રેસની કન્ફોમ ટીકીટ હતી. માટે ૧૫ દિવસ સુધી જ્યાં સારૂ લાગે ત્યાં રોકાવાનું હતું. અમે બપોરે ૧૧ વાગ્યે નાથદ્વારા રવાના થયા અને ત્યાં રાત્રે પહિચી ગયા. બીજા દિવસે સવારે દર્શનમાં મારા મોટા ભાઇનું ખીસ્સુ કપાણૂં અને રૂ.૧૧ હજાર ગયા. પહેલે જ દિવસે આવું થાત બધાનો મુડ ઓફ થય ગયો. પણ પછી આગળ જાવાનું વિચારી અમે ત્યાંથી સિધા મથુરા ગયા. પહેલા અમારે જયપુર-અજમેર થઈને જાવાનું હતું. મથુરા બે દિવસ બહું મજા આવી પણ જે દિવસે રાત્રે હરીદ્વાર જવાનું હતુ તે દિવસે સાંજે અમારી હોડી યમુનાજીમાં છેક આગળ સુધી તણાય ગઈ.બીજા હોડી વાળાની મદદથી કીનારે આવ્યા. પાછા અમે નર્વસ થઈ ગયા. પણ પછી આગળ જાવું તેમ વિચારી અમે આગલ નીક્ળી ગયા. બીજા દિવસે સવારે હરિદ્વાર પહોચ્યા. ત્યાં ૪ દિવસ બહું મજા આવી. આખુ હરિદ્વાર જોયું શું પવિત્ર વાતાવરણ. અમારે એક દિવસ માટે ઋષીકેશ,મશુરી જાવાનું હતું. સવારે નિકળી ગયા. લક્ષમણ જુલા વગેરે જોય ને અમે પહોચીયા સહસ્ત્ર ધોધ. કહેવાય છે કે ત્યાં પહાડો માથી હજારો ધોધ વહે છે અને ત્યાંના પાણીમાં ગંધકનું પ્રમાણ વધુ છે માટે ત્યાં સ્નાન કરવાથી ચામડી કોમળ બને છે.
ત્યાંથી અ્મે દહેરાદુન થી મશુરી જવા નિકળ્યાં. રસ્તો એવો કે જાણે રોલર કોસ્ટરમાં ગોળ-ગોળ ફરતા ના હોય. એકદમ સાકળો અને તેમા ડ્રાઇવર ફુલ સ્પિડમાં ગાડી ચલાવતો હતો એકાદ બે વાર તો લાગ્યું કે એ ગયા. ત્યાં એક જગ્યાએ ગાડી રોકાણી અને હું જરા પગ છુટા કરવા દરવાજો ખોલીને નિચે ઉતરવા જાતો હતો ત્યાં જ ડ્રાઇવરે દરવાજો ખેચી લિધો. મને કહે "સાહબ નીચે તો દેખો",મે બારી માથી બહાર મોઢુ કાધી નીચે જોયું તો મારા હોસ કોસ ઉડી ગયા. અમારી ગાડી ખીણથી ૬ ઇંચ દુર હતી અને જેવો હું પગ નીચે મુકેતને તો સિધો ખીણમાં જ જાત. મને તો પરસેવો વળી ગયો. મશુરી ઉપર ચડ્યા એવા પાછા આવી ગયા. કારણ કે ....
રસ્તામાં વરસાદ કે મારૂ કામ. આટલો ધોધમાર વરસાદ મે મારી જીદગીમાં નથી જોયો. વળતા એક નાળૂ આવ્યુ અને બધા ત્યાં પાણી ભરાતું હોવાથી ઉભી ગયા હતા.
અમે ડ્રાઇવરને ના પાડી કે નાળામા પાણીનું જોર બહું છે આપણે દહેરાદુન જાતા રહીયે ત્યાં રાત રોકાય ને સવારે પાછા હરિદ્વાર પહોચી જાશું. પણ તે ના માન્યો અને તેણે ગાડી નાળામાં નાખી અને જેવા અમે વચ્ચે પહોચીયા કે ચેક-ડેમની દિવાલ ટુટી અને કેટલુ બધુ પાણી ફોર્સથી આવી પહોચ્યું. અમારા નસીબ સારા કે ડેમના પથ્થર ગાડી ફરતે ગોઠવાય ગયા એટલે ગાડી ત્યાંની ત્યાં રહી અમારી જોડેની મારૂતી પાણીમાં તણાય ગઈ. ધીરે-ધીરે પાણી ગાડીમા ભરાવા લાગ્યું એટલે અમે ગાડી મુકી દેવાનું વ્યાજબી ગણ્યું. બહાર નીકળ્યાં તો કમર સુધી પાણી હતું અને ફોર્સ પણ બહું હતો પણ ત્યાં એક મીલેટરીના ટ્રકે અમને બહાર કાઢ્યાં. રૂમે પહોચી અને બીજે દિવસે દિલ્હિ જતું રહેવું તેવું નક્કી કર્યું. બીજા દિવસે દિલ્હી પહોચીં અમારે જ્યાં રહેવાનું હતું તે ભાઇનો સંપર્ક ના થાતા અમારે હોટલમાં રહેવું પડ્યું. ભાડું બહુ ઉચું અને પૈસાની અછત બન્ને સમસ્યાને કારણે બે દિવસ વહેલા દિલ્હી છોડી ઘરે જતા રહેવું તેવું નક્કી કર્યું.
બે દિવસ પહેલાની ટીકીટ કઢાવી અમે નિકળી ગયાં અમદાવાદ પહોચી ત્યાં આખો દિવસ કાઢી રાત્રે પાછા મારા ઘરે જવા રવાના થયા. બીજા દિવસે ઘરે પહોચી અને છાપામાં સમાચાર વાંચ્યા આ્શ્રમ એક્સપ્રેસનો રાજસ્થાનમાં અકસ્માત અને અમે જે બોગીમાં આવવાના હતા તે S-6 માં ૮-૧૦ લોકો મૃત્યું પામ્યા હતા.
ત્યારે એકજ વિચાર આવ્યો પેલા ૧૧,૦૦૦ રૂપિયા ગયા ના હોત તો ? ઇશ્વર અમારા આખા પ્રવાસમાં સાથે જ હતો તેની એક કરતા વધું વાર સાબીતી મળી ગઈ અને ઇશ્વર પ્રત્યેની નિષ્ઠા વધૂ મજબુત થઈ.