Friday, July 31, 2009

જોબ શોધવી અઘરી છે, ટકાવી સહેલી.

તમને થશે આ શું છે ? પણ આ મારો છેલ્લા ૮-૧૦ મહીનાનો અનુભવ કહે છે. આજે યોગ્ય(પોતપોતાના માપદંડ હોય છે.) જોબ શોધવી બહું મુશ્કેલ છે. બધાની એક અપેક્ષા હોય છે કે એવી જોબ મળી જાય કે જ્યાં ઓછુ કામ કરવું પડે અને પગાર વધુ મળે. ફ્રેસર હોય તો એવી જોબ શોધે કે મને ત્યાંથી વધુ ને વધુ અનુભવ મળે પછી ભલે ને પગાર ઓછો મળે. અનુભવી હોય તો તે પોતાના કામને મહ્ત્વ મળતુ હોય તેવી જોબ પસંદ કરશે. આજે આપણા માપદંડ મુજબ જોબ મળવી બહું અઘરી છે.

મારી જ વાત કરૂ તો જ્યારે એડીટીંગનો કોર્ષ પુરો કર્યો ત્યારે જ મંદી ચરમસિમા પર હતી. ઝી ટી.વી. ગુજરાતી બંધ થવામા હતું. ઇ. ટી.વી. માથી ઘણા એડીટરને પોતાની જોબ છોડવી પડે તેમ હતી. ટુકમા હું સ્ટેશન પર પહોચું ત્યાં સુધીમા છેલ્લી ટ્રેન જતી રહી હતી અને હવે પછીની ટ્રેન ક્યારે મળે તે નક્કી ના હતું. પરિસ્થીતી મુજબ નિર્ણય લઈ જે મળે તે જોબ લઈ લેવામા બુદ્ધીમાની ગણી છાપામા જેના માટે જ્યાં પણ ગમે તે સેલેરીમા જોબ મેળવવાની જુંબેશ આદરી. સવારમાં છાપુ આવે કે તરત અમે બન્ને હું અને મારી વાઈફ પહેલુ કામ ક્લાસીફાઈડ જોવાનું કરતા. એકાઉન્ટ તરીકે હોય કે કેશિયર તરીકે, ફોટોશોપ તરીકે હોય કે વેબ ડીઝાઇનર તરીકે, ઈવન કોલ સેન્ટર માં પણ ઇન્ટર્વ્યુ આપવા જતો. સવાર ના નિકળૂ ત્યારથી સાંજે ઘર આવું ત્યાં સુધીમા એવરેજ રોજના ૮ થી ૧૦ ઇન્ટર્વ્યુ આપતો.

પણ ક્યાંય મેળ ના ખાતો. મારા અરેના એનીમેશનનો આખો સ્ટાફ મારી જોબ માટે મહેનત કરતો. કોઈ કહે કે "જાગ્રતભાઈ આપકા C.V. ઠીક નહી હૈ." એવી તંગીમા રૂ.૫૦૦ આપી વ્યવસ્થિત C.V. બનાવડવ્યું. સંગીતામેડમ કહેતા, "જાગ્રતભાઈ આપ સિર્ફ એડીટીંગ કે લીયે ક્યું ટ્રાઇ કરતે હો." તો કોલસેન્ટર સુધી બધે તપાસ કરી. મારા બેચાર મીત્રો કરે "જાગ્રતભાઈ તમે વધુ પડતુ સાચુ બોલો છો, થોડુ ખોટુ બોલત શિખો." તે પણ કરીને જોયું. ક્યાંક મારી લાયકાત ઓછી પડે તો ક્યાક વધુ.

છેલ્લે જ્યારે માંગરોલ જાવાનું નક્કી જ હતું ત્યારે છેલ્લો પ્રયત્ન કરવાનું વિચાર્યું. યલો પેઈજ માથી જેટલા વિડીયો એડીટીંગ સ્ટુડીયો હતા તે બધા ફરી લેવાનું નક્કી કર્યું. પહેલા દીવસે જ ૧૨ સ્ટુડીયો ફરી વળ્યો પણ પરીણામ શુન્ય. બીજા દીવસે સંગીતામેડમને વાત કરી તો તરત કે "આપ ડાઇરેક્ટ મત જાઓ, મે યહા સે ફોન કરતી હું થોડા ઇમપેક્ટ પડેગા." પહેલા દીવસે જ તીર લાગી ગયું. ત્રણ માથી બે જગ્યાએ સિલેક્ટ થયો. પહેલી જગ્યાએ પગાર થોડો વધુ હતો પણ તેમનો સ્વભાવ મને જરાય ના ગમ્યો. ચાલુ જોબ ઉપર બીજી જગ્યાએ થી ઓફર આવી એટલે તરત સ્વિકારી લીધી.

"રીધમ વિડીયો" કે જ્યાં અત્યારે કામ કરૂ છું ત્યાં મને બહું ઓછા પગારે જોબ મળી. મારી લાઇફની પહેલી જોબ કે જે મે જીવનના ૨૮ મા વર્ષે, પત્નિ અને ૪ વર્ષના બાળક આવ્યા પછી શોધી. મને ત્યાં જોઇન્ટ થયા પછી ખબર પડી કે હું જે શિખ્યો છું તે ખરેખર ૧ % પણ નથી. મારે ત્યાં એડીટીંગ કરવાનું હતુ પણ મને જેટલુ આવડતુ હતું તે પુરતુ ના હતું. પહેલા ૧૫ દિવસ તો હું એડીટીંગ શિખ્યો. અચાનક એક દીવસ મારા સિનિયર બહાર ગયા હતા અને એક વ્યક્તિ ટ્રેનિંગ લેવા આવી. મને પુછ્યુ તુ આપીશ, મને જ આવડતુ ના હતુ છતા મે હિંમત કરી હા પાડી દીધી. મારી રીતે મને જેટલુ આવડતું હતુ તે મે શોખવ્યું. મને શિખવાડતા જોય અને મારા સર ખુબ ખુશ થયા. મને કાયમી નીચે ટ્રેનીંગ મા એપોઇન્ટ કર્યો.

ત્યારથી આજ સુધીમા એટલે કે પાંચ મહીનામા મે મારૂ સ્થાન જમાવી લીધુ છે. પણ મને એવું લાગે છે કે જેટલી મહેનત મે જોબ શોધવા માટે કરી તેનાથી ક્યાય ઓછી મહેનત આ જોબમાં સ્થાય થવા માટે કરી છે. કારણ તો મને પણ ખબર નથી પરંતું એક વાત ખરી કે તમે તમારા કામ પ્રત્યે પુરા ઇમાનદાર હોવ તો તમને પોતાની જોબમા સ્થાય થતા વાર લાગતી નથી.

બધા ને ખબર છે.. "ઓનેસ્ટી ઇઝ બેસ્ટ પોલીસી".

"બેન્ક" - ગઈકાલ અને આજ.

ક્યું વર્ષ હતુ તે તો મને યાદ નથી, લગભગ હું ૮ વર્ષનો હતો. ફેક્ટરી પર જ રહેવાનું હોવાથી બીઝનેસ નાનપણથી જ શિખતો આવ્યો છું. તે મારો બેન્કમાં જવાનો પહેલો અનુભવ હતો. પિપલ્સ કો.ઓ.બેન્કમાં હું અને ઓફીસના મેતાજી ગયા હતા. પપ્પાએ મેતાજીને કહ્યું હતુ કે બધુ જ નાના શેઠને કરવા દેજો તમે ખાલી તેમના જોડે જજો. પપ્પાએ બેન્કમા પણ ફોન કરીને મારા આગમનની જાણ કરી દીધી હતી. શું કરવાનુ છે તે પણ કહી રાખ્યું હતું. પિપલ્સ બેન્ક એટલે નાની બેન્ક પણ મારા માટે તો એક નવી દુનિયા. કેટલા બધા ટેબલ-ખુરશી અને કેટલા બધા રૂપિયા. માણસો આવે અને જાય એક નવો જ અનુભવ. પણ વાણીયાનો દીકરો એટલે આ બધુ જોતા પણ ગભરાયો નહી. બહું સહજતાથી મે કાઉન્ટર ઉપર ચેક આપ્યો(કાઉન્ટર ઘણુ ઉચુ હતુ એટલે કેશિયરને ખાલી મારો હાથ જ દેખાતો હતો). ટોકન લીધુ,ચેક પાસ થઈને આવ્યો અને સહજતાથી પૈસા પણ લઈ લીધા.

આજે જ્યારે હું પહેલી વાર ICICI BANK (મારા અમુક મીત્ર તેને આઈ થી આઈ થી આઈ બેન્ક કહે છે) મા ગયો ત્યારે મને ઉપર મુજબનો જ ભાવ જાગ્યો. ક્યાં ૧૯૮૭-૮૮ ની પિપલ્સ બેન્ક અને ક્યાં આજની ICICI. એક સદી જતી રહી વચ્ચે. આયોજનબદ્ધ રીતે સેવા આપવાની તેમની રીતે મને ખુબ ગમી. ટોકન લઈને લાઈનમા બેસવાનો અનુભવ મારા જેવા ઘુસમારીયા માટે એકદમ નવો જ હતો. ભલે ગમે તે હોય સ્વચ્છતા સુઘડતા અને આયોજનના ૧૦૦ માથી ૧૦૦ માર્ક આપવા જ રહ્યા.

૧૯૯૬ મા બીઝનેસમાં સક્રિય થયો ત્યારથી ૧૯૯૮ મા બીઝનેસ મુક્યુ ત્યા સુધી સતત ૧૨ વર્ષ બેન્ક રજા સિવાયના લગભગ બધા જ દીવસોમા હું બેન્કમા જતો (ક્યારેક તો બેન્ક રજા ભુલાય જાય તો તેદીવસે પણ હું જઈ આવતો). બેન્કના કોઇ રેગ્યુલર કર્મચારી કરતા પણ મારી હાજરી વધુ હોય. એક યુગને આથમતા અને નવા યુગનો ઉદય થતા જોયો છે. બેન્કને "સેવા" માથી "વ્યવસાય" કરતી પણ જોય છે. મેન્યુલ(હાથેથી) એકાઉન્ટ થી લઈને કોમ્યુટર અને કોરબેંકીંગ સુધીના ફેરફારો મારી નજર સામે થયા છે. માસીક સ્ટેટમેન્ટ માટે પટ્ટાવાળાને આખી લેજરબુક ઉપાડી સ્ટેશનરીવાળાને ત્યાં ઝેરોક્ષ કરાવતા જોયો છે અને તે જ કામ માટે કોમ્યુટરની એક ક્લિક કરતા ક્લાર્કને પણ જોયો છે અને તે જ સ્ટેટમેન્ટ ઓફિસમા બેઠા બેઠા ઇન્ટરનેટ દ્રારા હાથે પણ કાઢ્યું છે. રૂ.૫૦,૦૦૦/- માં છુટી નોટો માટે જગડો કર્યો છે. ત્યારે છુટી નોટો એટલે રૂ.૧,૨ અને ૫ ની કહેવાતી અને આજે બેન્ક માથી રૂ.૧૦૦ ની નોટો આપે તો કહેવું પડે બાંધા આપો ને. સૈધાંતિક બાબતે મારા મારી પણ કરેલી છે અને જ્યાં ભુલ હોય ત્યાં માફામાફી પણ. બેન્કના દરેક કર્મચારી જોડે એક પારિવારીક સંબંધ બંધાયેલો હતો. મેનેજર થી લઈને પ્યુન સુધી દરેક જોડે હુંફ ભરી વાતો કરવાની. આજે પણ જ્યારે માંગરોલ જાવ છું ત્યારે એક વખત બધી જ બેન્કમા આટો મારી આવુ છું.

કદાચ કોઇ મને વેવલો કહે . આને મારી નબળાય ગણો તો નબળાય અને સ્વભાવ ગણો તો સ્વભાવ જીવનના દરેક ક્ષેત્રને હું લાગણી થી જોડી દવ છું. તે પછી મારા મીત્રો કે ગુરૂજનો જેવા જીવંત વ્યક્તિ હોય કે પછી મારી લ્યુના કે બેન્ક જેવા નિર્જીવ. "ક્યા કરૂ ઐસા હી હું મૈ."


Sunday, July 26, 2009

તમે કોણ છો ?

તારીખ તો મને યાદ નથી પણ વર્ષ ૧૯૯૮ હતું. મારો કોલેજનો પહેલો જ દીવસ હતો. બધા જ નવા ચહેરા નજર સામે હલન ચલન કરતા હતા. માંગરોલના પ્રમાણમાં રૂઢીચુસ્ત અને સંકુચીત વાતાવરણ થી સિધો જ વિ.વિ.નગરના "બોલ્ડ" વાતાવરણમાં આવી ગયો હતો. જો કે વર્ષ ૧૯૯૮ હતુ એટલે હજી તો તે બદલાવની શરૂવાત હતી તેમ છતા માંગરોલ ના પ્રમાણમા તે વાતાવણ જાણે એક સદી ભવિષ્યકાળમા પહોચી ગયો હોય તેવું લાગતુ હતું. માંગરોલમાં કોઇ છોકરી જોડે વાત કરવામા ટાટીયા ધ્રુજતા જ્યારે અહીયા છોકરા-છોકરીને બિંદાસ વાતો કરતા જોઈ મનમાં કાઈક અલગ જ ભાવ ઉત્પન થતા હતા.
બી.જે.વી.એમ. ત્યારે ગુજરાતમા એચ.એલ. અમદાવાદ પછી બીજા નંબરની શ્રેઠ કોમર્સ કોલેજ હતી. તેમા એફ.વાય.બી.કોમ. "ઇંગ્લીશ મિડયમ" માં ત્રીજો લેક્ચર લેવા પ્રો.જી.વી.મહેતા આવ્યા. વ્યવસ્થિત બાંધાના પ્રો.મહેતા પ્રોફેસર ઓછા અને મીલીટરી ઓફીસર વધુ લાગતા હતા. તેને જોયને જ ક્લાસમાં શાંતિ છવાય ગઈ. તેણે આવીને ગુજરાતીમા વાત શરૂ કરી એટલે મારા જેવા કેટલાય કે જે અંગેજી મિડીયમના ખોટા ડબ્બામા બેસી ગયેલા તેના જીવમા જીવ આવ્યો. ૧ વર્ષ તેમણે શું ભણાવ્યુ તે તો મને ત્યારે પણ યાદ નોતૂં રહ્યું પણ તેમણે પહેલા જ પિરિયડમા જે કહ્યું હતું તે મને આજે પણ યાદ છે. તેમણે કોઇ ના સંદર્ભ ટાકીને વ્યક્તિઓના પાંચ પ્રકાર છે તેમ કહ્યુ હતું. આ જ પાંચ પ્રકાર તેમના જ શબ્દોમા હું આજે અહી જણાવા જઈ રહ્યો છું. આપણે ક્યાં પ્રકારમા આવીયે છીએ તે જાતે જ નક્કી કરીશું.

૧. તે જાણતો નથી કે તે જાણતો નથી.( He does not know that he does not know) :- આવા લોકોને પોતાને ખબર નથી હોતી કે તે પોતે અજ્ઞાન છે. આવા લોકોની સમાજે દયા ખાવી જોઈએ.

૨. તે જાણે છે કે તે જાનતો નથી. (He knows that he does not know) :- આવા લોકોને ખબર છે કે હું જાણતો નથી સમાજે તેને સિખવાડવા પ્રયત્ન કર્વો જોઈએઅ.

૩. તે જાણતો નથી કે તે જાણે છે. ( He does not know that he knows) :- આવા લોકોને પોતાને ખબર નથી હોતી કે તે જાણે છે સમાજે તેને ઉઠાળવો જોઈએ.

૪. તે જાણે છે કે તે જાણે છે. ( He knows that he knows) :- આવા લોકોને ખબર છે કે તે જાણે છે સમાજે તેની પાસે શિખવા જવું જોઇએ.

૫. તે જાણતો નથી પરંતુ બતાવે છે કે તે જાણે છે. ( He does not knows but sows that he knows) :- સમાજમાં આજે આવા લોકોની બહુમતી છે.

પ્રો.મહેતા અને તેમના આ શબ્દો મને જીવનમા ખુબ ઉપયોગી થયા છે. આ પોસ્ટ તેમને સાભાર.

Saturday, July 25, 2009

આજે ૨૬ જુલાઈ કારગીલ વિજય દિવસ. કેટલાને યાદ હતો ?








આપણે બધા ભારતીય છીએ અને તેનો આપણા બધા ને ગર્વ છે. જ્યારે પણ કોઇ અઘટીત ઘટના બને છે દેશમાં ત્યારે આપણા માથી મોટા ભાગના નું લોહી ઉકળી ઉઠે છે. પછી તે તે ત્રાસવાદી હુમલો હોય કે પછી કોઇ મોટી દુર્ઘટના. પાકીસ્તાન નાની અમથી ગાળ આપે કે તરત આપણે બાયોં ચડવી લઈએ છીએ અને મરવા મારવાની વાતો કરી નાખીયે છીએ. હા ભાઈ કરો ને વાતો વાતો કરવામા કોઇ ના બાપ ના કેટલા ટકા. આપણે તો વાતો કરવી છે ને બોર્ડર પર લડવા ક્યાં જાવુ છે ?

પરંતુ આપણા માથી કેટલાને ભુતકાળમા થયેલા યુદ્ધ અને તેમા શહીદ થયેલા લોકો યાદ છે ? ચાલો શહીદો ના યાદ હોય તે સમજી શકાય પણ યુદ્ધ શરૂ થયા અને પુરૂ થયાની તારીખ તો યાદ હશે ને ? ચાલો તે પણ જવા દો આપણે ક્યા દેશ સાથે કઈ સાલમા યુદ્ધ કર્યુ તે જણાવો ને ? આજે ૨૬ જુલાઈ "કારગીલ વિજય દિવસ" છે. ઇમાનદારીથી કહેજો આપણા માથી કેટલાને આ દીવસ યાદ હતો ? જો આપણે ફક્ત ૧૦ વર્ષ પહેલા આપણા શહિદોએ રેડેલ લોહીને ભુલી જતા હોઈએ તો પછી આપણે ક્યાં મોઢે નવા યુદ્ધની વાતો કર્યે છીએ ?

મુંબઈ પર હુમલો થયો ત્યારે આપણે બહુ ઠેકડા મારેલા હવે તો પાકીસ્તાનને પાઠ ભણાવવો જોઇએ. સાચી વાત છે પરંતુ પહેલા આપણે આપણા જવાનોના લોહીની કીંમતનો પાઠ ભણી લઈએ પછી બીજી વાત. કદાચ "અહીંસક ભારત"(?)માં "ગાંધી" સિવાય બીજા કોઇ ને યાદ કરવાની આજ સુધી પરંપરા નથી.

ઇશ્વર આપણને સદબુદ્ધી આપે.


Thursday, July 23, 2009

"સચ કા સામના" કેટલું સાચુ કેટલુ ખોટુ.

ગયા અઠવાડીયાથી "સ્ટાર પ્લસ" પર સચ કા સામના નામનો રીયાલીટી(?) શો શરૂ થયો. વર્ષોથી આપણી પરંપરા ચાલી આવી છે તેમ આ શો પણ વિદેશી શોની બેઠી નકલ છે. છેલ્લા કેટલાક વખતથી તેની જાહેરાત આવતી હતી એટલે તેનો પહેલો હપ્તો જોવાની બહુ ઉત્સુક્તા હતી. અમે બન્ને અને યથાર્થ આ શો જોવા બેઠા હતા ત્યાં તો પહેલા બ્રેક સુધીમા તો ટીવી બંધ કરી સુવા જવાનો નિર્ણય લઈ લેવો પડ્યો. તેમા પણ કાલે તો "બીદાઇ" અને "યે રિસ્તા ક્યા કહેલાતા હૈ" ચાલતી હતી ત્યારે બ્રેકમા તેની એડ આવતી હતી તે જોયને તો એક વાર તો થયુ કે આ શું ? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા "મુજે ઇસ જંગલ સે બચાઓ" ની પણ એડ આવતી હતી. ૨-૩ મીનીટ ટુઉઉઉઉઉઉઉઉઉઉઉ જ આવ્યુ. પહેલો શબ્દ સાંભળીને પાછળનું આખુ વાક્ય ખબર પડી જ જાય. આવો જ એક પોગ્રામ "દાદાગીરી" નામનો આવે છે. તેમા પણ ૩૦ મીનીટમા ૫ થી ૭ મીનીટ ટુઉઉઉઉઉઉઉઉ આવે છે. શું આ બધુ ખરેખર રીયલ હોય છે ? મને નથી ખબર. પણ એક વાત છે હું આવા શો નો વિરોધ નથી કરતો કારણ કે મારા ટાટા સ્કાયમા રીમોટ છે અને તે રીમોટ ચાલે છે એટલે હું બીજો કોઈ પણ પોગ્રામ જોય શકુ છું. જે દીવસે એક સાથે બધી જ ચેનલ પર આવા જ પોગ્રામ આવતા હશે ત્યારે ટીવી પર ઓફ બટન પણ છે અને તેનો ઉપયોગ કરીશ. પણ આજે થઈ રહેલા ઉહાપાને લીધે વિચાર કરવા મજબૂર કર્યો છે અને તે વિચારે લખવા અને મારા લખાણે તમને સહન કરવા.

મોટા ભાગ ના રિયાલીટી શો મા સેલીબ્રીટી(?)* (*એવી વ્યક્તિ કે સમાંતર પ્રવાહથી જોજનો દુર જતી રહી હોય છે અને તેને કોઇ યાદ કરતું ના હોય. ઉદા. શિલ્પા શેટ્ટી, વિનોદ કાંબલી ) ને બોલાવામા આવે છે. તેની આગળ રૂપિયાનું ગાજર લટકાવી એક રમત(ખરેખર રમત) રમાડવામા(કે રમત કરવામાં) આવે છે. કદાચ તે બધુ સાચુ જ હશે તેમ માની લઈએ(ચાલો ફરી બાળક બની જાઇએ.) તો પણ આવા શો આપણને કેટલા ઉપયોગી છે ? બહુ ઉપયોગી છે. જેમ કે તેમા આવતા મહાનુભાવો ક્યારેક તો કોઇ ના રોલ મોડેલ હશે ને ? લોકોની લાગણીઓ ના કેવા ભુક્કા બોલતા હશે નહી. અને આવુ જ ચાલશે તો એક ફાયદો તે થાશે કે લોકો હવે પછી કોઇને લાડ લડાવતા પહેલા ૧૦૦ વાર વિચાર કરશે. કાલે ક્યાંક એવું ના બને કે કોઈ સિરિયલની એક સુશિલ અને આદર્શ સ્ત્રી આવા શો મા ઉઘાડી પડી જાય. અને જેને તમે એક લાડકો દીકરો અને માતા પિતાની સેવા કરતો પુત્ર તરીકે જોયો હોય અને મનમા ને મનમા તમારા પોતાના પુત્ર પાસે એવી જ અપેક્ષા રાખી હોય તે વાસ્તવિક જીવનમા મા-બાપ ને રઝળાવતો હોય. અત્યારે તો સમજી વિચારીને ચાલવા જેવું છે ભાઈ(કે બેન).

ઘણા મને કહે છે કે આવા કાર્યક્રમનો ખોટો વિરોધ થાય છે. શું એક કાર્યક્રમથી કાઈ સંસ્કૃતિ નાશ પામે ? ના પામે પણ આવા કાર્યક્રમની વણજાર લાગે ત્યારે ? કોઇ પણ રિયાલીટી શો એટલે કે વાસ્તવિકતા દર્શાવતો શો અવાસ્તવિક ચિજ બતાવે ત્યારે ? આપણા સમાજમા શુ ગાળો બોલવી તે જ વાસ્તવિકતા બચી છે ? જીવડા ખાવા તે જ વાસ્તવિકતા બચી છે ? વ્યભિચારને જાહેરમા સ્વિકાર કરવો તે જ મર્દાય છે ? આજે રિયાલીટી એક મધ્યમ વર્ગનું જીવન છે. તેની તા.૨૫ થી ૫ સુધીની આર્થીક, માનશીક અને કૌટુંબીંક સ્થીતી છે. સામાન્ય વર્ગના બાળકનું એક સારી સ્કુલમા એડમીશન મેળવવાની વ્યથા રિયાલીટી છે. ઉસ્માનપુરા ચાર રસ્તાથી ગુરૂકુળ સુધીના રસ્તે સાંજના ૭ પછી સ્કુટી પર નિકળવુ તે રિયાલીટી છે. સવારે ૭ થી ૧૦ કોલેજ, ૧૦ થી ૮ જોબ, ૮ થી૧૨ વિવિધ ક્લાસ તે એક મધ્યમ વર્ગના છોકરાની રિયાલીટી છે. સવારે ઉઠી આખા ઘરની રસોય કરી સ્કુલમા ભણાવવા જાવુ, બપોરે આવી પડતર બધુ કામ પતાવી બાળકને હોમવર્ક કરાવવું, સાંજે બે-ચાર ટ્યુશન કરાવવા, રાતનું જમવાનું બનાવવુ અને સુતા પહેલા બધા જ કામ પતાવવા તે એક મધ્યમવર્ગની ગૄહીણીની રિયાલીટી છે. બાકી એ.સી. લોકેશનમા અવાસ્તવિક મર્દાય બતાવી સહેલી છે.

સલામ છે ભારતીય મધ્યમ વર્ગને કે જે આખી જીંદગી રીયાલીટી સાથે જજુમતા હોય છે અને ઇનામમા એક સંતુષ્ટ જીવન જીવતા હોય છે. કાશ આપણા રાજનેતાની નજરે આ રીયાલીટી શો આવે. ક્યારે આવશે તે દિવસ ?

Wednesday, July 22, 2009

શું ગુજરાતી પ્રજા "નમાલી" થઈ ગઈ છે ?

"પોલીસ, રાજકારણીઓ, શૈક્ષણીક માફિઆઓ, મ્યુ. કોર્પોરેશન અને અધિકારીઓ દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર અને અનીતીઓને મુંગા મોઢે સહન કરતી ગુજરાતની પ્રજા શુ દિશાહીન, શક્તિહીન, અને નીર્વીર્ય થઇ ગઇ છે? ગોધરાકાંડમાં સાઇઠ જણા મરવાથી રોડ ઉપર ઉતરી આવેલી પ્રજા લઠ્ઠાકાંડમા દોઢસો જણના મોતનો આતંક મુન્ગે મોઢે જોઇ રહી છે. રોજ સડક પર અપુરતા ટ્રાફિક બન્દોબસ્ત, દબાણો, ખોદકામ, અને અનંત સમય સુધી ચાલતા બાન્ધકામથી કોઇ મરે છે તો કોઇ ના હાડકા ભાંગે છે. અને આપણે બાયલાની જેમ સહન કરી રહયા છીએ..."

ઉપરોક્ત શબ્દો મારા મીત્ર અને સ્નેહી દેવાંશુભાઈના છે. ખરેખર વેધક પ્રશ્નો પુછ્યા છે તેમણે. તેમનો ગુસ્સો વ્યાજબી છે અને હું તેનાથી સહમત છું પરંતુ વિચાર કરતા અમુક બાબતો મારા ધ્યાનમા આવી તે અહી મુકુ છું.
આજે એક સામાન્ય વ્યક્તિનું જીવન કેવું હોય છે. એક ગૃહીણી સવારે વહેલી ઉઠે છે ત્યારથી રાત્રે ઉંઘે છે ત્યા સુધી સતસ પોતાના કામમા જ હોય છે, એક સામાન્ય વ્યક્તિ સવારે થી રાત સુધી પોતાના પડકારો સામે જજુમતો હોય છે. આપણા માથી કેટલાય આ "સામાન્ય" ની કેટેગરીમા આવતા હોવાથી આ વાત સમજી શકીયે છીએ. હા એક વાત જુદી છે કે આપણી પાસે આપણો ગુસ્સો કાઢવાનું એક માધ્ય છે એટલે આપણે આપણો ગુસ્સો રજુ કરી શકીયે છીએ જ્યારે મોટાભાગના પાસે માધ્યમનો અભાવ હોવાથી તે પોતાની વાત રજુ કરી નથી શકતા.

બીજી બાજુ એક વર્ગ એવો પણ છે કે જેનો આખો દીવસ પોતાના બે છેડા ભેગા કરવામા જ જાય છે એટલે કા તો તે આ બધુ જોતો નથી અથવા તો આવી વાતો પર વિચાર કરવાનો તેની પાસે વખત નથી. તે સાંજે શાક-રોટલી ક્યાંથી લાવવા તેની ફીકર કરે કે રસ્તામા ના ખાડાની ? એક પેડલરીક્ષા ચલાવનાર સૌથી વધુ આ ખાડાઓ થી પરેશાન હોય છે પણ તેને સાંજના ખાવાની પણ પરેશાની છે અને આ ખાડાઓ કરતા સાંજના ખાવાની પરેશાની તેના માટે મોટી છે એટલે તે ખાડાઓ ને ગાળો દેતો દેતો આગળ નિકળી જાય છે.

ત્રીજો વર્ગ એવો છે કે જે ભોગવામાથી ઉચો આવે તો તેને આ બધી સમસ્યા દેખાય ને ? જેને કોઇ દિવસ કાઈ તકલીફ જ નથી ભોગવવી તે આવા બધા વિચારો કરીને દુખી શા માટે થાય ? તેને તો આવા વિચારો આવતા હશે કે નહી તે પણ એક પ્રશ્ન છે. અને જ્યારે આવું કાઈ ક અનુભવશે ત્યારે સિસ્ટમથી માંડીને આખા દેશને ગાળો દેશે અને છેલ્લે કહેશે કે આના કરતા તો અંગ્રેજો હોત તો સારૂ હોત. અથવા તો અમેરીકા અને ઇંગલેન્ડ કે પછી સ્વિઝરલેન્ડ જોડે સરખામણી કરવા મંડશે. ત્યાં કેવા લોકો અને અહી આપણે કેટલા ખરાબ. છેલ્લે બીજા દિવસે પાછુ બધુ ભુલાય જાશે.

હવે વાત કરીયે આપણા જેવા સામાન્ય વ્યક્તિઓની કે જે રોજ કેટલીય વાર આવુ બધુ અનુભવે છે, તેના પર વિચારે છે અને કાઈ ના કરી સકવાને લીધે ગુસ્સે પણ થાય છે. દેવાંશુભાઈની જેમ મને પણ બહુ ગુસ્સે આવે છે. ખરેખર આવુ હોવું જ ના જોઇએ. પણ આ માટે જવાબદાર કોણ ? સરકાર કે જે આ બધી વ્યવસ્થા ગોઠવે છે, પોલીસ અને ન્યાયતંત્ર કે જેને માથે આ વ્યવસ્થા ને બનાવી રાખવાની જવાબદારી છે, કે પછી આપણે કે જેના માટે આ વ્યવસ્થા થયેલી છે અને આપણે આ વ્યવસ્થાતંત્રનો એક ભાગ છીએ. મારા મતે તો બધાય.

શા માટે ?

પહેલો વારો સરકારનો એટલે રાજકીય જવાબદાર વ્યક્તિઓનો, તેમા બધા જ જનપ્રતીનિધી, સરકારીતંત્ર તથા શાસનના અધીકારીઓ આવી જાય છે. રાજકાર વિષે તો વિષેસ નહી કહુ કારણ કે બધા બધુ જ જાણે છે. આજે સૌથી "હોટ" પારિવારીક ધંધો હોય તો રાજકારણ છે. બાપા સંસદસભ્ય, મા ધારાસભ્ય, દીકરી જીલ્લા પંચાયતમા, મોટો દીકરો તાલુકા પંચાયતમા અને નાનો દીકરો સરપંચ. ફેમીલી સેટલ થઈ ગયું. હવે જો દીકરીના લગન થાય તો જમાઈને કોઇ બોર્ડ-નિગમનો ડાઇરેક્ટર બનાવી દેવાનો અને ઘરમા વહું આવે તો તેને સહકારી સંસ્થામા ફીટ કરી દેવાની. સારૂ છે કે આ લોકો પણ ફેમીલી પ્લાનીંગમા સમજે છે બાકી ધારાસભા
બે-પાંચ કુંટુંબથી જ ભરાઈ જાત.

પોલીસ અને ન્યાયતંત્ર... પહેલા તો તે પ્રશ્ન થાય છે કે આપણી ન્યાય પ્રણાલી એટલી સક્ષમ છે કે કોઇ ગુનેગાર સજા પામી શકે ? થોડા સમય પહેલા મારા સામે રહે છે તેના પુત્રને કોઇ "ડોમીસાઇન" (આવો જ કાઈ ક ઉચ્ચાર કરતા હતા તે) સર્ટી મેળવવાનું હતું. તેના માટે મારે પોલીસ ચોકી પર જવાનુ થયું. ત્યાં આવા સર્ટી મેળવવા વાળાની લાઈન હતી એટલે મને થયુ આ તો બહું અગત્યનું સર્ટી હશે. પાછળથી ખબર પડી કે જે તે વ્યક્તિ જે તે જગ્યાએ જ રહે છે તેના માટે આવુ કરવાનું હોય છે. જે હોય પણ તે પોલીસવાળા પર ખરેખર મને દયા આવી. તે વ્યક્તિ એક સર્ટી માટે ૫-૬ ફુલસ્કેપના કાગળ આગળ પાછળ હાથે લખતો હતો. અને આવી તો રોજની ૫૦-૬૦ અરજીઓ આવતી હતી. શું આ તેનું કામ છે ?
ન્યાયતંત્ર તો બીચારૂ પોતાના જ કામના બોજા તળે દબાયેલુ છે કે તેણે બીજુ કાઈ કરવાનો મોકો જ ક્યાં મળે છે અને કાઈ નવું કરે તો પેલા પાડાઓ કાઇ કરવા દેતા નથી બધી જ શરમ બાજુએ મુકી વોટ માટે અને પોતાના સ્વાર્થ માટે તેની પણ ઉપરવટ જાય છે. મને તો ન્યાયતંત્રની દયા આવે છે.

આપણા માથી કેટલાએ કોઇ જાહેર સ્થળે અસંસ્કારી હરકતો થતી જોય છે ? લગભગ બધાએ ક્યાયને ક્યાય આવુ જોયું હશે. આપણે શું કર્યું. કોઇ તે સ્થળ છોડીને જતુ રહ્યું અથવા મોઢુ ફેરવી લીધુ કા મજા લીધી. કોણે રોકવાનો પ્રયત્ન કર્યો ? આજ સુધીમાં રોજ રસ્તા પર અવર જવર કરતી વખતે તમને કે તમારા વાહન ને કેટલી વાર કોઇએ રોંગ સાઈડ પર આવીને સ્કુટર કે ગાડી ઠોકી છે ? મારે તો આવો કીસ્સો રોજ બને છે. તમે જે-ને ઓળખતા હોવ તેવા કેટલા લોકો દારૂ પિવે છે ? ડુપ્લીકેટ રાશનકાર્ડ કે પછી ઇન્કમટેક્ષ-સિલ્સટેક્ષ રિટર્ન ભરવા માટે આપણા માથી કેટલાએ લાંચ આપી છે ? ગટર ભરાઈ ગઈ હોય અને કોર્પોરેશન માથી કોઇ ના આવતુ હોય ત્યારે આપણા માથી કેટલાયે વહીવટ કરી "ઝડપી કામ " પતાવ્યુ છે ? કેટલા જણા ટ્રાફીક પોલીસ વગરના સિગ્નલ ઉપર લાલ લાઈટ હોય ત્યારે ઉભા રહી જાય છે ? હું નિખાલસ રીતે કહું તો આ બધા જ કાયદા મે તો તોડ્યા છે એટલે જ તો હું કોઇ ને સલાહ ના આપી શકુ કે તમે તેમ ના કરતા.

સોરી દેવાંશુભાઈ, જો મે કાઈ ખોટુ અને વધુ પડતુ લખ્યુ હોય તો.. તમારી વાત ૧૦૦૦ % સાચી છે પણ જે કામ હું કરૂ છુ અને વારંવાર કરૂ છુ તે કરવા માટે હું કોઈ બીજાને દોષી કેમ કહું ? અથવા તો હું સ્વિકારૂ છુ કે હા હું નમાલો છું અને બધુ મુંગા મોઢે સહન કરૂ છું.

"લ્યુના" મારા જીવનનો અભિન્ન અંગ.


હમણા થોડ સમય પહેલા જ "ગુરૂકુળ રોડ" પર એક પરિવારને લ્યુના પર જતા જોયા. તરત જ મને મારા જુના દિવસો યાદ આવી ગયા. કદાચ મારા ઘરમા એક વણ લખ્યો નિયમ હતો કે દરેક વ્યક્તિએ પહેલા લ્યુના પર સવારી કરવાની પછી જ બાઈક કે બીજુ કાઈ લેવા મળે. તે સિવાય પપ્પા છેલ્લા ૨૦ વર્ષથી લ્યુના જ ચલાવતા હતા. યથાર્થને લ્યુના પર બેસવું ના ફાવે તેમ માનીને તેણે ગયા વર્ષે જ બેટરીવાળી સ્કુટી લીધી.

અમે માંગરોલ રહેવા આવ્યા ત્યારથી જ ગામથી દુર ફેક્ટરી પર રહેવાનું હતું. પપ્પા પાસે લ્યુના હતુ એટલે સવારે અને રાત્રે બજારે જાય ત્યારે ક્યારે ક જવા મળે તો હું ખુશ ખુશ થઈ જતો. નાનો હતો ત્યારે આગળ ઉભો રહેતો અને થોડોક મોટો થયો પછી પાછળ બેસતો. મારા માટે લ્યુના એક શાહી સવારી હતી કારણ કે અઠવાડીયે માંડ એકાદ વાર તેમા બેસવાનો વારો આવતો. મારી નાની બેન અને મારે ક્યારેક હરીફાય પણ થાતી. પપ્પા એક ને જ લઈ જાય એટલે રીતસરના અમે બન્ને જગડતા.

હું ધો.૧૦ મા આવ્યો એટલે ઘરની પરંપરા મુજબ ફક્ત ટ્યુશનમા જવા પુરતી મને લ્યુનાની સવારી કરવાનો મોકો મળ્યો. ત્યારે અમારા આખા ટ્યુશન ક્લાસમા આવી ફેસેલીટી ભોગનાર હું એકલો જ હતો. સવારે સાયકલ પર સ્કુલે જવાનુ અને સાંજે લ્યુના પર ટ્યુશનમાં. દીવાળીના વેકેશન પછી સ્કુલે પણ લ્યુના લઈ જવાનો મોકો મળ્યો. ત્યારે આખી સ્કુલમા હું એક એવો વ્યક્તિ હતો કે આવું કોઇ વાહન લઈને આવતો. દીવાળી પછી પપ્પાએ નવું લ્યુના લીધુ અને મને તેનું જુનુ લ્યુના મળ્યું. ધો.૧૧મા પાછો સાયકલ પર આવી ગયો. ફક્ત ટ્યુશન પુરતું જ લ્યુના વાપરવા મળે. સ્કુલ નજીક હતી એટલે આ પરંપરા છેક કોલેજ સુધી રહી.

કોલેજમા હું વિ.વિ.નગર આવ્યો ત્યારે મોટોભાઈ પણ ત્યાં જ હતો. ઘરની પરંપરા મુજબ તેને પણ બરોડા કોલેજમા લ્યુના લીધુ હતું. તે લ્યુનાની હાલત દયનીય હતી. અમે બન્ને ભાઈઓ તેના પર બેસીને નિકળ્યે તો કોઇ જડપી ચાલતી વ્યક્તિ આરામથી અમને ઓવરટેઇક કરી જાય. બસ અમે કોઇ વાહન પર જઈ રહ્યા છીએ એટલો જ સંતોષ. અવાજ પણ વ્યવસ્થિત કરે, ક્યારેક હું એકલો જતો હોવ અને આગળ ભાઈનો કોઈ ફ્રેન્ડ જતો હોય તો પાછળ વળીને મને કહે "તું સમીરનો ભાઈને ". તે લ્યુના આટલી હદે ફેમસ હતી. ભાઈ બહુ મને કહે કે તારી કોલેજ થોડી દુર છે તું આ લ્યુના તારી પાસે રાખ ત્યારે હું પ્રેમથી ના પાડી દેતો. મને ચાલવાની મજા આવે છે તેવો જવાબ આપી દેતો કારણ કે તેના આગ્રહમા મને તે લ્યુનાથી છુટવાની ભાવના દેખાતી. કદાચ હું ખોટો પણ હોવ ત્યારે પણ જે હોય તે તે લ્યુનાએ અમને બન્ને ભાઈને બહુ ફેમસ કરી દિધા હતા. ક્યારેક તે લ્યુના લઈ ગૃપની હોસ્ટેલે જાવ તો બધા મારાથી દુર ભાગતા કારણ કે બધા ડરતા કે હું ક્યાક તેને લ્યુના સવારીનો આગ્રહ કરીશ તો.

માંગરોલ આવ્યો ત્યારે મારુ લ્યુના જેમનું તેમ હતું. કોલેજમા પણ લ્યુના લઈ જતો. પણ એક વર્ષમા આખો માહોલ બદલાય ગયો હતો. એક વખત આખી સ્કુલમા હું એકલો વાહનવાળો હતો અને અહી હું એકલો લ્યુનાવીર હતો. હીરોહોન્ડા અને કાઇક બીજી બાઇકના થપ્પા લાગતા પાર્કીંગમાં. હું સ્કુલમા હતો ત્યારે પણ મને લ્યુના પર ગર્વ હતો અને કોલેજમા પણ મને લ્યુના પર ગર્વ હતો. અમે ત્રણ-ત્રણ જણા મારી લ્યુના પર જતા ત્યારે લોકોને નવાય લાગતી. મારી લ્યુના અને હું બહું ફેમસ હતા. કોઇ પુછે કે જાગ્રત કોણ તો જવાબમા લોકો કહેતા પેલો પ્યુનાવાળો. હું મારી લ્યુનાથી ઓળખાતો. અમે મીત્રો કેટલીયવાર ત્રીપલ સવારીમા "કામનાથ" દર્શન કરવા ગયા હોયશું.

માર મેરેજ થયા પછી હું અને મારી વાઈફ જોડે તેમા ફરતા. લગ્ન પછીના પહેલા શ્રાવણ મહીનાના બધા જ સોમવારે અમે બન્ને લ્યુના પર "કામનાથ" ગયેલા છીએ. છેલ્લે ડીસેમ્બર-૨૦૦૩ મા પપ્પાના આગ્રહથી મારે બાઇક લેવી પડી અને મારો અન લ્યુનાનો ૬ વર્ષના સાથનો અંત આવ્યો. તે ૬ વર્ષની ખટ્ટી-મીઠી યાદો હંમેશા હ્યદયની નજીક રહેશે. આજે પણ રસ્તા ઉપર લ્યુના જોવ છુ કે તરત જ મને મારા તે દીવસો યાદ આવી જાય છે.

કદાચ આ મારુ ગાંડપણ હશે પરંતુ, "ક્યા કરૂ ઐસા હી હું મૈં".

Thursday, July 16, 2009

બ્લોગ પર ૫૦મી પોસ્ટ.

મારા બ્લોગ પરની આ ૫૦મી પોસ્ટ કરતા એક અનોખી ઉર્મી દિલમા ઉઠે છે. કદાચ મને કલ્પના ના હતી કે હું અહી પહોચીશ. હા,એક વાત નક્કી હતી હતી કે લખવામા પુરી ઇમાનદારી રાખવી છે અને જેવો છુ તેવો જ લોકો સામે જાવુ છે. કોઇ પણ વ્યક્તિ અહી મારા શબ્દોને વાંચે અને જ્યારે મને રૂબરૂ મળે ત્યારે તેને કોઈ જ ફરક લાગવો જોઇએ નહી. બીજુ મારો બ્લોગ મારો જ રહેવો જોઇએ હું જે અનુભવુ છુ જે વિચારું છુ અને જે માનુ છુ તે જ અહી લખવાનું જે હું કરવા ધારતો નથી તેની બીજા કોઇને સલાહ આપવાની નહી. બીજુ મારી પસંદગી-નાપસંદગી બીજા પર ક્યારેય થોપવી નહી. આટલા નિયમોને ધ્યાનમા રાખી આ સફર શરૂ કરેલી.

પહેલા તો બ્લોગનું નામ "મારીસંવેદના" કેમ રાખ્યુ તે કહું. મે બહુ પહેલાથી જ નક્કી કર્યું હતૂ કે જ્યારે હું મારી આત્મકથા લખીશ (સોરી છ્પાવીશ. કારણ કે પહેલા ત્રણ વાર લખી ચુક્યો છું.) ત્યારે તેનું નામ હું "મારીસંવેદના" રાખીશ. જ્યારે બ્લોગ બનાવાનો વિચાર આવ્યો ત્યારે તરત જ તે નામ આપી દીધું. બીજુ આ બ્લોગ મે એક ડાયરીની જેમ લખવા માટે જ બનાવ્યો હતો એટલે આ મારી ઇ-આત્મકથા જ લખાવાની હતી. પરંતુ આગળ ત્રણ વાર થયુ તે રીતે તે વિચાર અમલ કરતા પહેલા જ પડતો મુક્યો. કારણ કે આત્મકથામા વ્યક્તિ પોતાની સાથે તેના નજીકના બધાનો પણ સમાવેશ કવો પડે અને હું મને પોતાને એટલો પરિપક્વ નથી માનતો કે તટસ્થ રીતે સંબંધોનું મુલ્યાકન કરી શકું. જે સંબંધમા મુલ્યાકનની જરૂર ના હતી તે બધા જ પ્રસંગો મે અહી કટકે કટકે મુક્યા જ છે. શરૂમા તો મને જે વિચારો આવતા તે જ મુકતો હતો. રોજ બરોજની ઘટનાઓ અને તેને લગતી મારી સંવેદના અહી મુકી મારૂ મન હલકુ કરી લેતો. બધા જ ને હોય તેમ મને પણ હતૂ જ કે લોકો મારા બ્લોગ પર આવે મારા લખાણની વાહ-વાહ કરે અને થયુ પણ ખરા.
ઘણા લોકોના બ્લોગ પર તેના ઓર્કુટના મીત્રો જ આવતા હોય છે જ્યારે મારા કીસ્સામા ઉલટુ થયુ મને બ્લોગના લીધે ઘણા ઓર્કુટ મીત્રો મળ્યા. મે અમુક નિયામો પહેલા જ બનાવી રાખ્યા હતા તેમા એક તો બ્લોગ પર ક્યારેય મારા વિચારો થોપવા નહી. બીજુ મારા અંગત સ્વાર્થ માટે બ્લોગનો ક્યારેય ઉપયોગ કરવો નહી. આ બન્ને નીયમો મે સખત રીતે પાળ્યા છે અને પાળતો રહીશ. ઘણી વાર એવુ પણ થયુ છે કે મારા વિચારો ઘણાને માન્યના પણ હોય તો ક્યારેય કોઇ ને તે સ્વિકારમા મજબુર નથી કર્યા. મને પણ વાહ વાહ થાય છે તે ગમે છે તો સામે મારી મર્યાદાઓ કોઇ બતાવે છે ત્યારે પણ આનંદ થાય છે. મારી સૌથી મોટી મર્યાદા મારી જોડણી કાચી છે તે છે. હું ઘણી મહેનત કરુ છે છતા તે નથી સુધરતી. એક સમસ્યા ટાઇપ કરતી વખતે ભળતા અક્ષરો લખાય જાવાની પણ નડે છે. તેમ છતા તમે લોકોએ મને ચલાવી લીધો તે માટે આપ સૌનો આભાર.

આ સફરમા ઘણા ઉતાર-ચડાવ આવ્યા. શરૂના ત્રણ મહીનામા બહૂ ઓછા લોકો અહી આવતા ત્યારે થોડી નિરાશા થતી . ગણ્યા ગાઠ્યા લોકો જ આવતા પણ એક સંતોષ હતો કે જે કોઈ પણ આવતા તેઓ મને આગળ વધવાની પ્રેરણા આપતા જતા હતા. જોકે મે ક્યારેય એવી અપેક્ષા તો કરી જ ન હતી કે મારા બ્લોગ પર ભિડ જામે કારણ કે મને મારી મર્યાદા ખબર હતી પરંતુ મનમા થતૂ કે મારો બ્લોગ કાઇક અલગ જ બને. અચાનક ૬ એપ્રીલ ૨૦૦૯ ના દિવસે કમલેશભાઈનો મેસેજ આવ્યો કે તારો બ્લોગ ગુજરાતી બ્લોગ ગૃપમા તા. ૪-૬-૦૯ નારોજ બ્લોગ ઓફ ધ ડે જાહેર થયો છે.

એક સાથે ઘણુ બધુ મળી ગયુ હોય તેવો અનુભવ થયો. મે જ્યારે બ્લોગ ઓફ ધ ડે ની યાદી વાંચી ત્યારે થયુ કે આપણૂ નામ આ બધાની હરોળમા મુકાયુ તે જ બહુ છે. જ્યારે જ્યારે તમે બધાએ મારા વખાણ કર્યા છે ત્યારે ત્યારે મારી જવાબદારી વધતી ગઈ છે. પહેલી પોસ્ટથી લઈ ને આ ૫૦મી પોસ્ટ સુધીમા મારી જવાબદારી ૫૦ ગણી વધી છે. અને આગળ પણ વધતી જાશે. વચ્ચે સમય ના અભાવે બ્લોગ અપડેટ નથી કરી શક્યો તેમજ અમુક વિષયો અધુરા જ મુક્યા છે તેને પુરા પણ કરવા છે. એક તટસ્થ ભાવે જે લેખન શરૂ કર્યુ હતુ તેમા આપ બધાના સ્નેહની જવાબદારી અને તે જવાબદારીને વળગી રહેવાની નિષ્ઠા ભળી છે. ઇશ્વર પાસે આ જ નિષ્ઠા પુર્વક લેખન કાર્ય થતુ રહે તેવી પ્રાર્થના. ઘણૂ લખવું છે પણ હવે નહી લખાય મારાથી.

આપ સૌના સ્નેહનો આભારી.
જાગ્રત.

Monday, July 13, 2009

"નસીબ" શું ખરેખર તેનું કાઈ મહત્વ છે જીવનમા ?

હમણા હમણા ભુમીકાબેનનો બ્લોગ જોયો. ખુબ સરસ બ્લોગ છે. મારા જેવી જ શૈલી છે એટલે વધુ ગમ્યો. તેમના બ્લોગ પર તેમણે પોતાના નસીબ વિષે પોતાના વિચારો લખ્યા છે. મારા થી પચી કેમ રહેવાય. આગળના અધુરા લેખો પુરા કરવાની વાત બાજુ પર મુકી આ નવો વિચાર મુકુ છું.
પહેલા તો તેમણે પોતાના જીવનમા બનેલી ઘટનાઓ મારા સંદર્ભમા જણાવું. હું પણ ભણવામા હોશિયાર હતો. ધો.૭ સુધી તો એક થી ચારમા જ મારો નંબર આવતો. ધો.૮ પછી પણ એક થી દશમા તો મારો નંબર હોય જ. ગણીત અને વિજ્ઞાનમાં તો ક્લાસમા સૌથી વધુ માર્ક મને જ મળતા. સાયન્સમા જાવુ જ હતુ તે નક્કી હતું. ૧૦ મા ૫૭ % આવ્યા પણ ગણીત વિજ્ઞાનમા ૮૦ % ઉપર હતા. વિ.વિ.નગર એડમીશન લેવુ હતુ પણ જે સ્કુલમા એડમીશન લેવાનુ હતુ તેના માટે ગણીત-વિજ્ઞાનમા ૮૫ % જોઈતા હતા. એડમીશન ત્યાં ના મળ્યુ એટલે બીજી સ્કુલમા લીધુ. ના ફાવ્યુ તે સ્કુલમા એટલે પાછો માંગરોલ ગયો અને ત્યા કોમર્સ વિષય રાખવા પડ્યા. પાછો આવ્યો એટલે હતાશા તો હતી એટલે થોડા સમય થોડો ગુસ્સો પણ હતો.
ધો.૧૨ની પ્રીલીમ પછી જ્યારે મોટા ભાઈએ રિઝલ્ટ જોયુ તો બધા જ વિષયના ટોટલ માર્ક પણ ૫૦ ઉપર થતા ના હતા. મને બહુ વઢીયા ક્લીક લાગી ગઈ. ૪૫ દિવસ ખુબજ મહેનત કરી. પરિક્ષા આવી, બધા જ પેપર ખુબ સારા ગયા હતા. બહુ વધુ ટકાની તો આશા ના હતી પણ ૬૫ થી ૭૦ % વચ્ચે આવશે તેટલોતો આત્મવિશ્વાષ હતો. રિઝલ્ટ આવ્યુ ફક્ત ૫૬ % મારી મહેનત અને જે રીતે મારા પેપર ગયા હતા તેનાથી ક્યાય ઓછા. બી.બી.એ. કરવુ હતુ પણ તે તો હવે બહુ દુર રહી ગયું. બી.કોમ. ઇગ્લીશ મીડીયમમા એડમીશન લીધુ. પાછો વિ.વિ.નગર ગયો. એક વર્ષ ખુબ જલસ્સા કર્યા કારણ કે રિઝલ્ટ ખબર જ હતી કે હું કોઇ કાળે પાસ નથી થાવાનો.
તે વર્ષ નાપાસ થયો અને પાછો આવ્યો માંગરોલ. હવે તો ફેક્ટરીમા કામ કર્યે છુટકો ના હતો. તેમ છતા કોલેજ કાળ બહુ માજાથી વિતાવ્યો. લાસ્ટ યર બી.કોમ. મા પાછી ધુન ચડી કે ભાઈની જેમ M.B.A. કરવું છે. બહુ મહેનત કરી, પેપર પણ સારા ગયા હતા. આ વખતે પણ જોકે બહું મોટી તો આશા રાખી જ ના હતી. એટલુ હતુ કે સેકન્ડ ક્લાસ આવી જ જાશે. રિઝલ્ટ આવ્યુ બધા જ વિષયમા ફેઇલ. ઇવન કોમ્યુટરમા પણ ફેઇલ. ફોક્સ પ્રો. મા મે નાના નાના સોફ્ટવેર બનાવેલા છે તેમા હું ફેઇલ થાવ તે તો હું માની જ કેમ શકું. એકાઉન્ટનો વાર્ષીક હિસાબનો દાખલો આખા સેન્ટરમા મારો એક નો જ સાચો હતો. તે દાખલાના જ ૨૫ ગુણ હતા અને મને માર્ક આવ્યા ૧૭. તેનાથી પણ વધુ આશ્ચર્ય તો એ વાતનુ કે મારી બાજુ વાળાએ બધા પેપ્ર કોરે કારા છોડ્યા હતા અને તેને ૫૦ % આવ્યા. એકદમ અપસેટ હતો એટલે પપ્પાએ મને ફરવા મોકલી દીધો. આછો આવ્યો ત્યારે તો માર લગ્નની વાતો ચાલતી હતી. પપ્પાની ઇચ્છા સામે કોઇ દિવસ કાઈ બોલ્યો નથી એટલે ત્યારે પણ બોલવાનો કોઇ પ્રશ્ન જ ના હતો. મારા બધા ફ્રેન્ડસ હજી ભણતા હતા ત્યારે હું પરણીને સંસારમા ગુચવાયેલો હતો.
બીઝનેશ પણ સારો ચાલતો હતો ત્યાં અચાનક બન્ને મોટા ભાઈઓ એ અમદાવાદ સેટ થાવાનો નિર્ણય લીધો. અચાનક આખી ફેક્ટરીની જવાબદારી મારે માથે આવી પડી. બધુ જ છોડી તનતોડ મહેનત કરી ફેક્ટરી બચાવી. બે વર્ષ પછી બન્ને ભાઇઓ પાછા આવ્યા ત્યારે તેમની જગ્યા તેમને સોપી હું અમદાવાદ આવ્યો. કાઇક અલગ અને એવુ કે જેમા મારી ઇમાનદારીના ભોગે મારે કમાવુ ના પડે. એનિમેશનનો કોર્ષ જોઇન્ટ કર્યો. છ મહીનામા તો ઇન્સ્ટીટ્યુડ બંધ થઈ ગયું. કોર્ષ અધુરો રહ્યો તે તો ઠીક પૈસા પણ ગયા અને સમય ગયો તે નફામાં. સૌથી અગત્યોનો સમય હતો ૨૭ વર્ષની ઉંમરે પત્નિ અને ૩ વર્ષના બાળક ઘરે હોય અને મારુ કાઈ ઠેકાણું ના હોય ત્યારે પૈસા કરતા પણ સમય અગત્યનો હતો.
એડીટીંગ શિખ્યો કારણ કે તેની ફી ઓછી હતી ઉપરાંત સમય ઓછો આપવો પડે તેમ હતો. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમા મારે લગભગ અમદાવાદ છોડવુ જ પડે તેમ હતું. જોબનો કાઈ મેળ ના હતો અને ઘર ચલાવુ પણ મુશ્કેલ હતું. ત્યાં જ કોલસેન્ટરમા જોબ મળી. બીજા દિવસે સવારે ૯.૩૦ વાગ્યે જોઇન થાવાનું હતું. સાવારે ૯.૧૫ ફોન આવ્યો તમારે આવવાની જરૂર નથી તમને રિજેક્ટ કરવામા આવે છે. પહાડ માથે પડ્યુ હોય તેવું દુખ થયું. સામે ભવિષ્ય ધુંધળૂ દેખાવા લાગ્યું. ત્યા અચાનક એક એડીટીંગની જોબ મળી. ૩૫૦૦ સેલેરી અને ઓવર ટાઈમ ફરજીયાત. હા પાડી દીધી. બીજો કોઈ રસ્તો જ ના હતો. બે દીવસમા તો થાકી ગયો. કામથી નહી બોસના સ્વભાવથી. સામે એક જોબ મળતી હતી પણ સેલેરી ૨૫૦૦ આપતા હતા. મગજ કાઈક કહે અને દીલ કાઇક. છેવટે પેલી જોબ છોડીને ૨૫૦૦ વાળી જોબમા લાગ્યો. એક જ વાતનું આશ્વાસન લઈ શકુ તેમ હતો કે નવી જોબ મારા એડવાન્સ કોર્ષના બેઇઝ પર મળી હતી.
છેલ્લા ચાર મહીના ત્રણ પ્રમોશન અને ઘરે એપલ સિસ્ટમ લાવ્યો છું. ઉત્તર ભારતમા ટ્રેનિંગ આપવા ગયો હતો. ઓફીસમા હું આજે એક સ્થાન ભોગવું છું. મારો ખર્ચ હું પોતે કાઢુ છું. કદાચ ત્યારે વિચારુ કે નસીબે મને સાથ આપ્યો હોત તો હું ક્યારનો સેટલ થઈ ગયો હોત. આરામથી જીવન પસાર કરતો હોત. મોજ-મજા કરતો હોત અને પત્નિ અને બાળકને સારી સગવડ આપી શક્યો હોત. પરંતુ આ બધી શક્યતાઓ વચ્ચે અત્યારે હું જે છુ તેવો હોત ખરા ? હું પણ છેલ્લા કેટલાક વર્ષોથી જે ભોગવું છુ તેનો દોષ નસીબને આપતો રહ્યો છું . પરંતુ આજે પાછળ વળી ને જ્યારે જોવ છુ ત્યારે એક જ વિચાર આવે છે. મે જે ઇચ્છયુ તેના માટે ના મારા પ્રયત્ન પુરતા હતા ?
કદાચ ના અને હા બન્ને. આપણે જીવનમા જે ઇચ્છયે છીએ અને મળી જાય છે તેના માટે આપણે આપણા પુરૂષાર્થ આપણી મહેનતને શ્રેય આપીયે છીએ અને જ્યારે તે મળતુ નથી ત્યારે બધો જ દોષ નસીબનો ? મારા ખ્યાલ પ્રમાણે હું જે અત્યારે છું એ વધુ અગત્યનું છે નહી કે જે હું બની નથી શક્યો તે. હું અત્યારે એવી કલ્પના કરૂ કે મને સાયન્સમા એડમીશન મળી ગયો હોત અને હું કોઇ સારી પોસ્ટ પર જોબ કરતો હોત તો તેની સાથે તે પણ શક્ય છે કે મને યથાર્થ જેવો પુત્ર કદાચ મળ્યો હોત કે નહી. મારી સ્ટ્રગલને લીધે મારા સ્વભાવમા જે સમજદારી, બધી જ પરિસ્થિતીમા રહેવાની આવડત વિકસી હોત કે કેમ.
હું જ્યારે ભુતકાળની એવી વસ્તુની કલ્પના કરૂ છુ કે જે ને હું પ્રાપ્ત નથી કરી શક્ય ત્યારે મારે અત્યારે મારી પાસે જે છે તેને પણ ભુલવી જોઇએ. આપણા માથી કેટલા આવું કરી ને વિચારે છે ? આ એક યક્ષ પ્રશ્ન છે.

Friday, July 10, 2009

"સંબંધ" -સોનાની થાળી અને ડિસ્પોઝેબલ ડીસ.-૨

ખ્યાતીબેન, તમે કહ્યું એટલે હું હાજર થયો. હમણા હમણા બહુ કામ રહે છે છતા અહી આવ્યા વગર તો રહેવાતુ જ નથી. આજે તો થયુ ચાલ ને બઘુ જ કામ પડતુ મુકીને અહી આવી જ જાવ.
પ્રથમ તો આભાર આપ સૌનો કે જે મને સહન કરે છે. હા, એક વત સાચી કે હું કોઇ ના માટે નથી લખતો ફક્ત મારા માટે જ લખુ છું એટલે અહી લખીને કોઈ ના પર ઉપકાર નથી જ કરતો. આજે જ્યારે સંબંધનુ મહત્વ ઘટતું જ જાય છે ત્યારે નેટ પર આટલો સ્નેહ મળવો તે કાઈ ચમત્કારથી કમ નથી. બધા જ "પ્રક્ટિકલ" થતા જાય છે આજે ત્યારે તેઓ ભુલી જાય છે કે ક્યારેક તરસ લાગે ત્યારે કુવો ખોદવા જાવું ના પડે. કારણ કે ક્યારેક ઘરમા બહુ બધા મહેમાન આવ્યા હોય, તહેવાર હોય, ઘરકામ કરવા વાળા બધા રજા ઉપર હોય ત્યારે વિચાર આવે કે ડિસ્પોઝેબલ વાસણો લાવીને તેમા બધા મહેમાનોને જમાડી દઈયે એટલે કોઇ જંજટ જ નહી. વાત તો સાચી છે.. પરંતુ આવે જ વખતે માર્કેટ બંધ હોય તો ?
કા તો તમારે ઇમર્જન્સી માટે ઘરમા આવા વાસણ રાખવા પડે. તેતો પાછુ તે જ થયુ ને. નહીતર તમારા ખાસ અતિ વિશ્વાષુ એવા સ્ટીલના વાસણો કાઢવા પડે. સંબંધ નથી ડિસ્પોઝેબલ વાસણો કે નથી સોનાની થાળી તે તો છે આપણા વિશ્વાષુ એવા સ્ટીલના વાસણો. કારણ કે જો સોનાની થાળી હોય તો પાચી એને સાચવાની રામાયણ. રોજ બરોજ તો ઉપયોગ ના થાય. નિભાવામા પાછા આટા આવી જાય. ચોરાયના જાય તે પણ જોવાનુ ને. જ્યારે સ્ટીલની થાળી નિભાવવી સહેલી છે. સંભાળ પણ ઓછી માગે અને જીવનભર સાથ પણ નિભાવે. હા જીવનમા અમુક અંશે સોનાની થાળી અને ડિસ્પોઝેબલ ડીસ જેવા સંબંધ પણ અનિવાર્ય છે. પરંતુ ફક્ત તેના ઉપર જ આધાર રાખવો પોસાય ખરા ?
શું આપણે રોજ સોનાની થાળી અથવા તો ડિસ્પોઝેબલ ડીસમા જમી શકીશું ? તે શક્ય જ નથી અને પ્રેક્ટિકલ પણ નથી . હું હમેશા મધ્યમ માર્ગી રહ્યો છું. મારી જ વાત કરૂ તો મિત્રો બબતે હું બહુ ખુશ નશિબ રહ્યો છુ. આગળ જણાવ્યા મુજબ મારે અમુક મિત્રો જોડે તો ૨૫-૨૬ જુની મિત્રતા છે. મિત્રો તે પછી બાળપણના હોય, માધ્યમિકના હોય કે પચી કોલેજના હોય નધા જોડે નિભાવી છે. આજે પણ તેની સાથે જીવંત સપર્ક છે. મારી ફોનબુક મીત્રોના નંબરથી અને તેના સ્નેહથી ઉભરાય ગઈ છે. શું આ બધા જોડે રોજ વાત કરવી શક્ય છે ? તેના થી આગળ વધીને જ્યારથી આ આભાસી સમાજમા આવ્યો ત્યારથી એક થી એક ચડીયાતા મિત્રો મળ્યા છે. (જેની પણ મે વાત આગળ કરી છે) શું આ બધાને રોજ સ્ક્રેપ કરવા શક્ય છે ?
ના તે રીતે સંબંધ નિભાવા શક્ય જ નથી અને યોગ્ય પણ નથી. ઘરના સસોડામા દરેક વાસણનું એક અલગ મહત્વ છે, શું જે કામ ચમચાનું છે તે કામ તપેલી કરી શકશે ? ના કરી શકે. અને રોજ બધા જ વાસણનો ઉપયોગ પણ શક્ય નથી. તે જ રીતે સંબંધનું છે. તેને યોગ્ય સિમામાં નિભાવાથી તેનું આયુઅષ્ય લાંબુ રહે છે. હું કોઇ વ્યક્તિને રોજ ફોન કરૂ એટલે તે એક દિવસતો મારાથી કંટાળશે જ ને. મારે સંબંધ મારૂ મહત્વ જળવાય રહે અને સામા પક્ષનું પણ મહત્વ જળવાય રહે તે રીતે નિભાવાના છે. મારી ફોન બુકમા જેટલા નંબર છે તેને મે અમુક કેટગેરીમા વહેચી નાખ્યા છે.
૧. વર્ષમા બે વાર ફોન કરવાનો, એક તેના જન્મદિવસના દિવસે અને એક બેસત વર્ષના દિવસે. આ બન્ને દિવસે જેતે વ્યક્તિ મારા ફોનની રહ જોતો જ હોય. નિરાંતે ઘણી લાં......બી વાતો કરવાની. બાકી આખુ વર્ષ કાઈ પણ કામ ના હોય ત્યારે તેને ફોન નહી જ કરવાનો.
૨. મહીને બે મહીને એક વાર ફોન કરવાનો. આવી વ્યક્તિને મહીને-બે મહીને એક વાર ફોન કરી ખબર અંતર પુછી લેવાના. વચ્ચેના સમયમા જરૂરીયાત વગર ફોન નહી કરવાનો. મારા ઘણા ખરા કોલેજના મિત્રો આ કેટેગરીમા આવે છે.
૩.દર રવિવારે SMS કરવાનો અને ૧૫ દિવસે અચુક એક વાર ફોન કરવાનો. મારા બહુ ખાસ અને અંગત મિત્રો, એહી થી મળેલા અમુક મિત્રો અને મારો મોટો ભાઈ પણ આ કેટેગરીમા આવે છે. હા હું મારા મોટા ભાઈને પણ પંદર દિવસે જ ફોન કરૂ છુ.
૪. દિવસમા એક-બે વાર SMS કરવાના અને એકાતરે વાત કરવાની. બહુ ખાસ અને અંગત મીત્રો (જો કે તેની સંખ્યા પણ બહુ મોટી છે.) તેને રોજ એક SMS, ફોન કે સ્ક્રેપ કરી જ દવ છું.
આ તો થયુ મારૂ સંબંધ નું આયોજન. લગભગ બધા જ આ રીતે જ સંબંધ નિભાવતા હોય છે. મારા મતે કેટેગરી પાડવી નથી પડી જ જાય છે.
સંબંધને સાચવવા એ આપણી જવાબદારી છે, કેવી રીતે તે વ્યક્તિએ પોતે જ નક્કિ કરવાનુ હોય છે.

Friday, July 3, 2009

મારા જીવનના ઘડવૈયા-૨

પહેલા તો સોરી ઘણા લાંબા સમયછી આજે બ્લોગ અપડેટ કરવાનો સમય મળે છે. કેટલા બધા વિષયો અધુરા પડેલા છે. બધા એક સાથે તો પુરા કરવા શક્ય નથી પણ પહેલા અધુરા વિષયો પુરા કરિશ પછી કાઈ નવુ લખીશ.

આગળ તમે મારા પ્રાથમિક શિક્ષણ વિષે જાણી ગયા હવે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાતો અહી લખીશ. પ્રાથમિક પુરૂ થયુ એટલે લગભગ બાળપણ પણ સમાપ્ત થયું. બીજી બાજુ પાછા નાના થયા હોય તેવી પણ લાગણી અનુભવી.. કેમ કે પ્રાથમિકમા અમે ધો. મા એટલે સૌથી સિનિયર અને અહી અમે ધો. મા એટલે સૌથી નાના. ત્યા બધા ઓળખે અને અહી બધુ નવું. અજય માથી વિવેકાન્દ વિનય મંદિરમા આવવાથી થોડો સમય એકલુ એકલુ લાગ્યું. મારા બધા જુના મિત્રો અલગ અલગ ક્લાસમા વહેચાઈ ગયા. પણ માહોલમા કોઇ ફરક ના હતો. ત્યા જેવુ વાતાવરણ અહી પણ હતુ એટલે બહુ વાંધો ના આવ્યો.

શરૂઆત ધો. '' ના મારા ક્લાસટીચર શ્રી વી.પી.પટેલ થી કરૂ. નાનુ કદ અને બહુ જડપી ચાલ તેમની. તેની સાથે ચાલવા માટે દોડવું પડે. પાછા ચરોતરી ભાષા બોલે એટલે બે વાર તેમને પુછવુ પડે કે શું કહ્યુ ? તેમ છતા એક વાત સારી કે કોઇ દિવસ ગુસ્સે ના થાય એટલે માર પડવાનો તો સવાલ નથી. અંગ્રેજી વિષય લે અને એટલે મને જરાય ના ગમે મારા તોફાન તેના પિરિયડમા સોળે કળા ખીલે. ઘણી વાર મને કહે "શાહભાઈ આપણે વહેપારી કહેવાયે આપણને આવા તોફાન ના પાલવે". છતા કુદરતી મને તેને જોય ને તોફાન સુજે. ધો. મા દિવાળી પછી પપ્પાએ તેને ત્યાં મારૂ ટ્યુશન નક્કી કર્યુ . મારી હાલત તો સ્કુલેથી છુટ્યો ત્યા તેના ઘરે ફસાયા જેવી થઈ. એક તો અંગ્રેજી જેવો કંટાળા જનક વિષય અને પાછા વી.પી જેવા સર..

ધો. મા પણ તેને ત્યાં ટ્યુશન રાખવુ પડેલુ પણ વખત નિરાંત તે હતી કે અમે છોકરાઓની બેંચ અલગ રાખેલી રાત્રે .૩૦ થી .૩૦. તે સમયે થી .૩૦ વચ્ચે અમારે ત્યાં લાઈટ જાતી. જેવી લાઈટ જાય કે તરત અમે વી.પી. ની મસ્તિ શરૂ કરી દેતા. થોડક દિવસ પછી તે .૪૫ થાય એટલે દિવો મગાવી લે. તો પણ અમે જેવી લાઈટ જાય એટલે દિવો ઠાળી દેતા. બહુ મજા કરેલી છે તેને ત્યાં. પણ આજ સુધી કુદરતી વી.પી.સર માટે કુદરતી જે માન હોવુ જોઇએ તે આવ્યુ નહી. ક્યા કારણે તે આગળ કહીશ.

વિજય સર... સંસ્કૃત ભણાવતા. એકદમ શાંત સ્વભાવ કોઇને પણ કોઇ દિવસ કાઈ પણ ના કહે અને તે માટે તેના પિરિયડમા કોઇ તોફાન પણ ના કરે. અમે કહીયે તે રિતે અમને ભણાવે. તેની ભણાવાની રિતને લીધે મારો સંસ્કૃતમા રસ જાગ્યો અને હું ભુષણ સુધી ની પરિક્ષા આપી શક્યો. મને વકૃત્વમા આગળ લાવનાર વિજયસર. બહુ મજાના વ્યક્તિ આજે પણ મળે એટલે એટલા પ્રેમથી વાતો કરે. થેન્કસ સર .. આજે હું બીંદાસ વાતો કરી શકુ છુ તેના માટે.

ડઢાણીયાસર.. વ્યક્તિ મને આખી જીંદગી એક નાલાયક વ્યક્તિ ગણ્યો છે. હા તેની નજરમા હોઈશ તેવો. તેનો મને ઘણો ફાયદો પણ થયો . તે જે વિષયમા મારે વિષે ટીકા કરે વિષયમા હું જનુન પુર્વક મંડી પડુ. જેમ કે વકૃત્વ.. મારી કળા વિષેની તેમની ટીપ્પણી મને આટલો આગળ લાવવા માટે નિમિત છે. જનરલ નોલેજ, અર્થશાસ્ત્ર વગેરે અનેક ઉદાહરણ છે. તેમના હાથનો માર પણ એટલો ખાધો છે. કદાચ તેમની ટીકા મારા પ્રત્યેનો પ્રમ હશે.

પથુસર.. એક અલગારી વ્યક્તિત્વ. શારિરીક શિક્ષણ લે આમારૂ સાથે જીવનમા તેનુ મહત્વ પણ સમજાવે . સૌથી અગત્યનું શિસ્તનું મહત્વ તેમની પાસેથી શિખવા મળેલું. અમને મારવા માટે ગજ રાખતા. એક ગજમા તો ગમે તેવો ખેરખા વાંકો વળી જાય. એક વ્યક્તિ એવા છે જે મને એક આદર્શ વિદ્યાર્થી તરીકે જોતા. માર બહુ વખાણ કરતા અને ક્યારે હું તોફાન કરતા પકડાવ તો મને પ્રેમથી સમજાવતા. કદાચ તેના ગજનો પ્રતાપ હતો. ઘણા લાંબા સમયથી તેનો કોઇ સંપર્ક નથી .

મારડીયાસર.. મને ગણિત અને વિજ્ઞાન પહેલેથી ગમે. આ વિષયોમા મને પહેલેથી જ ૯૦ ઉપર માર્ક આવે એટલે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની નજરમા હું હોશિયાર વિદ્યાર્થી. મારડીયાસર પણ મને હોશિયાર જ ગણે. મારા રસનો વિષય તે શિખવે એટલે બધા જ તોફાન તેના પિરિયડમા સ્વિચઓફ થઈ જાય. ભણાવે પણ એટલુ સારૂ કે ભણવાની મજા આવે. ધો.૮ માં તેને ત્યા મારૂ ટ્યુશન પણ રખાવેલુ. બહુ મજા આવતી તેને ત્યા ભણવાની.

સોનાગરાસર.. આ પણ ગણિત અને વિજ્ઞાન જ લેતા. મારા ઘરની એકદમ નજીક રહે. મારા બધા તોફાન તેઓ જુએ છતા ક્યારેય ઘરે ના કહે. ભણાવતા પણ એટલા રસથી અમારી જેવડા થઈને ભણાવે એટલે મજા આવે. મારો સ્વભાવ પહેલાથી ઉગ્ર મને ઘણી વાર કહેતા સ્વભાવ પર કાબુ રાખતા શિખ. જો મે તેમની સલાહ બહુ પહેલા માની લીધી હોત તો ... ધો.૧૦ મે તેમને ત્યાં ગણીતનુ ટ્યુશન રખાવેલુ. મજા પડતી ભણવાની. હું સાયન્સમા આગળના વધી શક્યો તેનો તેમને આજે પણ અફસોસ છે. સોરી સર..

ગણપતસર... અમારા પ્રીન્સિપાલ, મારા પપ્પા અને તે બન્ને કોલેજમા જોડે ભણતા એટલે બન્ને ખાસ મિત્ર. મારો મરો થતો તોફન કર્યા વગર ચાલે નહી અને જ્યારે જ્યારે તોફાન કરૂ એટલે તેમની પાસે હાજર થવાનું થતું. જાણીતા હવાલદાર બે ડંડા વધુ મારે લગભગ તે વાત રોજ મારા પર વિતતી. મારી જોડે જે તોફાનમા સામેલ હોય તેના કરતા મને સાજા હંમેશ વધુ મળતી. રોજ મને કહે "આજ તો તારા બાપુજીને કહી જ દવ કે તુ કેટલો તોફાની છે." પણ કોઇ દિવસ તેણે કહ્યુ નથી. એક પુત્રની જેમ મને સ્નેહ મળ્યો છે તેમનો. શિસ્ત અને સંસ્કાર બન્નેના ખુબ આગ્રહી અને અમારામા આ બન્ને હોવા જ જોઈએ તેનું ખાસ ધ્યાન રાખે. આજે શિક્ષણમા ભલે થોડો કાચો હોવ પણ આ બાબતે હું ઘણો સમૃદ્ધ છું. થેન્ક્સ ટુ ગણપત સર.. આજે પણ જ્યારે મળે છે ત્યારે એક પિતા પુત્રના ખંભા પર હાથ મુકીને જે રીતે વાત કર તે રીતે મારી સાથે વાત કરે છે.

અતુલસર.. શક્તિનગરમા એકલા રહેતા. હું રોજ સ્કુલેથી છુટીને ત્યા રમવા જતો. તેઓ પણ અમારી સાથે રમતા. ગણીત શિખવતા અમને એટલે તો ગમતા પણ મારા પર કાઈક વધુ જ સ્નેહ. તમે તેમ પણ કહી શકો કે મારા તરફ ક્યારેક પક્ષપાત પણ કરે. ધો.૧૦ નું રિઝલ્ટ આવવાનું હતુ ત્યારે મારી તૈયારી જોઇ ને ઘરના બધાને હતુ કે આ તો નાપાસ જ થાવાનો છે. રિઝલ્ટ લેવા ગયા ત્યા સુધી મને કહેવાતુ કે નાપાસ થવાથી કાઈ દુનિયા લુટાઇ નથી જવાની. જ્યારે રિઝલ્ટ લેવ ગયા ત્યારે તે માર્કશિટ આપવ બેઠા હતા. મારા ભાઈએ તેને પુછ્યુ કે આ પાસ થયો કે તે નાપાસ તે કહો. ત્યારે તેણે અતિ વિશ્વાસમા કહ્યુ કે જો જાગ્રત નાપાસ થાય તો સ્કુલમા કોઇ પાસ ના થાય. હું શક્તિનગરમા ટાઇમ વેસ્ટ કરતો તે તેમને ના ગમતુ એટલે અમને ટ્યુશન માટે પપ્પાને વાત કરી ને ધરાર ભણાવતા. મારી જ નોટમા દાખલા ગણે એટલે મારે તે ગણવા ન પડે. છેલ્લે ઘણા વખત પહેલા મળેલો. આજે પણ ખુબ ઇચ્છા છે મળવાની.

વી.ડી.સર.. આદર્શ શિક્ષકની વ્યાખ્યામા બંધબેસતા, ક્યારેય કોઇ પર ગુસ્સે ના થતા અને એટલા રસથી ભણાવે કે બસ ભણતા જ રહો તમે. ક્યારે બે પિરિયડ જોડે લે તો પણ ખબર ના પડે. ગુજરાતીમા મને રસ લેતો કરનાર અને સાહિત્ય વાંચતો કરનાર વી.ડી.વઘાસીયા સર જ. આજે તમે બધા મને જે સહન કરો છે તેની પાછળ તેમનો બહુ મોટો ફાળૉ. અમે રખડીયે નહી એટલે ટ્યુશનમા બેસાડતા ફક્ત ૫૦ રૂપિયા પ્રતિ મહિનામા અમને તે અને અતુલ સર અંગ્રેજી અને ગણીત શિખવતા. મારી પ્રત્યે અનહદ સ્નેહ. એકદમ ધીરે બૉલે પણ ભાષા એટલી ચોખ્ખી કે સાંભળવાની મજા આવે. તેમના વિષે તો ઘણુ લખવાનું છે પણ હાથ ના પાડે છે કારણ કે હવે નથી લખાતુ ...

મિત્રો, ઘણુ લખ્યુ અને ઘણુ બાકી છે. હવે પછી ક્યારેક કારણ કેા લખેલુ કોઇ કે વાંચવાનુ પણ છે .