Thursday, June 17, 2010

વ્યાજનું ચક્રવ્યુહ - અહી અર્જુન કોઈ નથી.


વારે-વારે આપણે સમાચારો સાંભળતા આવતા હોઇયે છીએ.. "વ્યાજના ખપ્પરમાં પરિવાર હોમાયો -પરિવારનો સામુહીક આપઘાત". "પઠાણી ઉઘરાણીથી ત્રાસી વેપારીનો આપઘાત". "સેર-સટ્ટામાં નુકશાની જતા લેણદારોના દબાવથી યુવાને આપઘાત કર્યો." મોટાભાગે આમા બધુ સામાન્ય હોય છે. પણ એક વાત અજાણી હોય છે અને તે છે વ્યાજનું ગણીત. ગનીત એવું છે કે જાણે "બાદબાકી" અને "ભાંગાકાર"ની બગડેલ સ્વિચ વાળુ કેલ્ક્યુલેટર. અહી બધી વસ્તુના ગુણાકાર અને સરવાળા થાય છે. મોતના પણ.. ચાલો વિગતવાર સમજીયે.

આપણે નાના હતા ત્યારે સાદા વ્યાજના દાખલા આવતા. રૂપિયા ,૦૦૦ નું ૧૦ % લેખે વર્ષનું સાદુ વ્યાજ કેટલું ? આવો પ્રશ્ન પુછાય એટલે તરત સુત્ર મુકીયે I = P R N / 100. બરોબર, અહી I એટલે સાદુવ્યાજ P એટલે મુદ્દલ R એટલે વ્યાજનો દર N એટલે મુદ્દત એવું થાય. જે ગણતરી મુજબ જવાબ ,૦૦૦ આવે. પછી બીજો પ્રકાર ચક્રવૃદ્ધી વ્યાજનો છે. તેમા વ્યાજનું પણ વ્યાજ ગણાય. જો વાર્ષીક ગણતરી મુજબ ઉપરના ઉદા. નું બે વર્ષનું ચક્રવૂદ્ધી વ્યાજ ગનવાનું હોય તો જવાબ ,૦૫૦ આવે. પણ આપને જે વ્યાજની ગણતરી કરવાની છે તેનો હિસાબ જુદ્દો છે. ચાલો તેન અમુક પ્રકાર સમજીયે..


પહેલો પ્રકાર છે દસિયાનો, રોજીંદા વ્યવહારમાં પૈસાનું ચલણ સાવ ઘટી ગયું છે એમ કહો કે નિકળી ગયું છે તો પણ ચાલે. તેમા તમે કહેશો. દસીયુ શું છે ? દસીયું એટલે % નો દશમો ભાગ, તેજ રીતે પંદર પૈસા, વિસીયું વગેરે તેના નામ પ્રમાણે % ના ૧૫ અને ૨૦ મો ભાગ છે. પણ વ્યાજનો દર દૈનિક દોરણે ગણતરીમાં લેવાય. તમારે ક્યારેક સાવ ટુંકી મુદ્દત માટે નાણા જોયતા હોય ત્યારે પદ્ધતિ કામે લાગે. સિદ્ધો હિસાબ રૂપિયા ,૦૦,૦૦૦/- બે દિવસ માટે લેવ જાવ એટલે ધિરનાર પાસે થી જો દસિયે લેવા જાવ તો રૂપિયા ૨૦૦ કાપિ ને આપે અને તમારે બે દિવસ પછી રૂપિયા ,૦૦,૦૦/- પુરા આપી દેવાના તે રીતે જો ૧૫ પૈસા હોય તો ૩૦૦ અને ૨૦ પૈસા હોય તો ૪૦૦ કપાય. તમને થશે તો બહુ સસ્તુ કહેવાય. પણ તેનો વાર્ષીક વ્યાજ દરમા પરિવર્તીત કરો થો ખબર પડે.. રોજનું દશીયુ એટલે વાર્ષીક ૩૬. % અને રોજનું ૧૫ પૈસા અને વિસ પૈસા એટલે અનુક્રમે ૫૪.૭૫ અને ૭૩ % વ્યાજ. રૂપિયા ૧૦,૦૦૦ વાળુ ઉપરનું સુત્ર મુકો તો અનુક્રમે બે વર્ષનું સાદુ વ્યાજ ,૩૦૦ (દસીયા લેખે) ૧૦,૯૫૦ (૧૫ પૈસા લેખે) અને ૧૪,૬૦૦ (૨૦ પૈસા લેખે) થાય. ચક્રવૃદ્ધી વ્યાજનો આકડો તેથી પણ વધુ એટલે કે અનુક્રમે ,૬૩૨.૨૫ પૈસા(૧૦ પૈસા લેખે), ૧૩,૯૪૭.૫૬ પૈસા(૧૫ પૈસા લેખે) અને ૨૭,૨૨૯ (૨૦ પૈસા લેખે). ક્યાં ,૦૫૦ અને ક્યાં ૨૭,૨૨૭... આઈ બાત સમજ મે. બે વર્ષમા ચાર ગણા અને મોટે ભાગે વ્યાજની એન્ટ્રી મહીને પડતી હોય છે (અમુક તો રોજે રોજેના વ્યાજની એન્ટ્રી પાડત હોય છે) એટલે ઉદા. કરતા વાસ્તવિક વ્યજ ક્યાંય વધુ ચુકવાય છે. આમ એકાદ લાખના આઠ-દશ લાખ થતા વાર નથી લાગતી.




બીજો અને સૌથી જાણીતો પ્રકાર છે ટકાનો.. માસીક ટકાના ધોરણે વ્યાજ વસુલાય છે.. જેમ કે %, %, એટલે વાર્ષીક ૧૨ થી ૨૪ ટકા વ્યાજ. મોટા ભાગે મોટી રકમ અને લાંબા ગાળાના ધીરાણો રીતે થાય છે. મોટાભાગે થી ટકામાં વ્યવહારો થતા હોય છે. બહુ ગરજ હોય તો કોઈ - ટકા પન ઉઘરાવી લે. હવે અહી % નો વધારો એટલે વાર્ષીક ૧૨ % વધી જાય છે. ઉપરનું ઉદા. આપણે આમા પણ જોઇએ. અહી ગણતરી માસીક ચક્રવૃધી વ્યાજમાં થતી હોય છે. ધારો કે ૧૦,૦૦૦/- ની ગણતરી કર્યે તો % એક વર્ષનું માસીક ગણતરી પ્રમાણે ૧૨૭૦/- થાય જ્યારે દૈનિક ગણતરી પ્રમાને ૧૨૮૦/- થાય.. તેમજ % મુજબ ૨૪૯૦/-(માસીક) તથા ૨૭૨૦/- (દૈનિક), % મુજબ ૪૨૬૦/- (માસીક) તથા ૪૩૩૦/- (દૈનિક), % મુજબ ૬૦૧૦/- (માસીક) તથા ૬૧૬૦/- (દૈનિક) અને % મુજબ ૭૯૬૦ (માસીક) તથા ૮૨૨૦/- (દૈનિક) મુજબ વસુલે. હવે કોઈ ૧૦-૨૦ હજાર થી તો "બિઝનેશ" કરતો હોય ધારોકે ,૦૦,૦૦૦/- રૂપિયા % લેખે વ્યાજે લઈને બેઠો હોય તો મહીને ,૦૦૦ તો વ્યાજના આપવા પડે.


મોટાભાગે વ્યાજે પૈસા ધીરનાર વ્યાજે લેનારની ગરજનો લાભ લેતા હોય છે. અવાસ્તવિક વ્યાજ, સહી કરેલા કોરા ચેક, મીલ્કતને ગીરો વગેરે જેવી સેફ્ટી સામે વ્યાજે આપતા હોય ત્યારે વ્યાજે લેનારને બચવાનો કોઈ રસ્તો નથી રહેતો. ક્યારેક વ્યાજ ચુકવવા માટે બીજા પાસે થી વ્યાજે પૈસા લેવા પડે અને છેવટે જીવ દઈ કરજ માંથી છુટવાનો વખત આવે છે. થોડીક ધીરજ અને શાંતિથી કામ લેવામાં આવે તથા યોગ્ય અને ખનદાન વ્યક્તિ પાસેથી પૈસા લેવામા આવે ત્યારે બહુ વાંધો નથી આવતો પન અહી તો રાતો રાત કરોડપતિ થવાની હોડ લાગી હોય ત્યારે છેવટે ઝેરની શીશી કે પછી નાયલોનની દોરી કે રેલ્વે ટ્રેક ઉપર ગાડી આવીને ઉભી રહે છે. અહી અર્જુન બહુ ઓછા છે આમ કહો તો કોઈ નથી.. એવું ચક્ર્વ્યુહ છે કે જેના બધા કોઢા ભેદવા લગભગ અશક્ય છે. બેન્કની આકરી શરતો પુરી ના કરી શકાતી હોય ત્યારે બહુ સામાન્ય વ્યક્તિ કરે પણ શું ? ભલે ને પછી બેન્કોના વહીવટ કરતા અબજો રૂપિયા જમીને ઓડકાર પણ ના ખાતા હોય. ઇશ્વર સૌને સદ બુદ્ધી આપે બીજુ શું...


-: સિલી પોઇન્ટ :-

જ્યારે જેટલી શક્તિની જરૂયાત હોય ત્યારે તેટલી શક્તિ વાપરવી પડે છે.. હાથીને વેક્યુમ ક્લિનરથી ખેચી શકાતો નથી અને બ્લોવર થી ફુગ્ગા ફુલાવી શકાતા નથી. - જાગ્રત.