Sunday, May 10, 2009

આજે Mothaer's Day છે મારા માટે Mothers' Day છે.

આજથી ૨૭-૨૮ વર્ષ પહેલા જ્યારે હજી મારો જન્મ થયો ન હતો ત્યારે મારા દાદીએ મને મારા કાકા-કાકી (હાલના મમ્મી-પપ્પા)ને શોપેલો. જોઇન્ટ ફેમીલીમા આ કાઈ અવુ નથી, આવુ તો બનતુ જ હોય છે. કદાચ હું થોડો લક્કિ કે મને નાનપણથી આજ સુધી બે-બે મમ્મીન પ્રમ મળ્યો છે. માટે આજે મારા માટે Mothar's Day નહી પણ Mothers' Day છે.

Saturday, May 2, 2009

મારી પોસ્ટ "ગરવી ગુજરાતી" કોમ્યુનીટીના 'ભોઠા પડ્યા છો' ટોપિકમાં.

આ વાત ત્યારની છે જ્યારે હું વિ.વિ.નગર હોસ્ટેલમા હતો. ત્યારે મારા દાત બહુ સારા ન હતા અને કોલેજ જીવનની તે શરૂવાત હતી એટલે આવી બધી વાતોની કેર કરતા હું હજી શિખ્યો જ હતો. દાત સાફ કરવા માટે સવારે ૩૦ મીનિટ જેટલો સમય બગાડતો. પહેલા ક્લોઝ-અપ થી દાત બ્રસ કરુ અને પછી પેપસોડન્ટ થી. ત્યારે મગજમા એવું હતું કે પેપસોડન્ટ દાત સફેદ કરે છે અને ક્લોઝ-અપ મોઢામા સુગંદ લાવે છે.

પણ રોજ-રોજ બે-બે પેસ્ટથી બ્રસ કરવાનો કંટાળો આવતો. એક દિવસ વિચાર આવ્યો કે લાવને બન્ને પેસ્ટને ભેગી કરી દવ. વિચારને તરત જ અમલમા મુક્યો. બન્ને પેસ્ટના મોઢા સામ-સામે રાખીને એક પેસ્ટ આખી બીજામા નાખી દિધી. બન્ને આઢડી હતી માટે બહુ તકલીફ ના પડી. રાત્રે આ પરાક્રમ કરી ને સુતો. કાઈ ક નવી શોધ કર્યાનો આનંદ હતો એટલે સપના પણ તેના જ આવ્યા. મોટી-મોટી કંપની વાળા મારો આઈડીયા લેવા લાઈનમા ઉભા છે અને હું માર આઈડીયા કોઇને નથી આપતો બધા મને કરગરે છે ને આવા સપનાઓ જોતા હું સવારે ઉઠીયો. પહેલુ કામ મે બ્રસ કરવાનું કર્યું. જેટલા ઉત્સાહથી મે બ્રસ હાથમા લીધુ અને પેસ્ટ કાઢવાની ટ્રાઈ કરી તેનાથી બમણા ઉત્સાહથી પેસ્ટે બહાર નીકળવાની ના પાડી. થોડી વાર મહેનત કરી પણ પેસ્ટને મારી આ અનઅધીકૃત ચેસ્ટા ગમી નહી કે પછી બીજુ કાઈ પણ તે બહાર નીકળી જ નહી.

લગભગ એકાદ કલાક મહેનત કરી પણ તે ટસની મસ ના થઈ. અંતે મારા સાહસ કે દુઃસાહસ નું પોસ્ટમોટમ કરવાનું સરૂ કર્યું. ટ્યુબને પાછળથી કાતર વડે કાપી અને અંદર જોયું તો બન્ને પેસ્ટ એક બીજામા લીન થઈ ગઈ હતી. અને કોઇક પ્રક્રીયા કરી નવો જ પદાર્થ બનાવી બેઠી હતી જે રબળ જેવો હતો. મારા સપનાઓ ઉપર ઠંડુ પાણી રેડાયું અને બ્રસ કર્યા વગર જ સ્નાન કરવું પડ્યું. બે પેસ્ટના નાણાનો તો વ્યય થયો ઉપરાંત એક મહાન વિજ્ઞાનીકનું પણ બાળ મરણ થયું.