Wednesday, April 28, 2010

"મુર્ખતા" - મીત્રોની નજરે.. મારી નજરે...



"સાલા ડફર, મુર્ખ, "............", "..........", તુ તો કોઈ માણસ છે, અમદાવાદની સેટલ્ડ લાઇફ છોડી પાછો માંગરોલ જાય છે ? તારું મગજ ચસ્કી ગયુ છે. તારૂ તો ઠીક છે પણ કમસે-કમ તારા છોકરાનું તો વિચાર, આવી મુર્ખતા કેમ કરે છે ?" આ શબ્દો મારા દરેક મીત્રોના અમદાવાદ છોડ્યુ ત્યારે હતા.

"જાગ્રત તું તો સાવ મુર્ખ છે, વિદ્યાનગરની લાઇફ અને સ્ટડી છોડી માંગરોલ ભણવા જાય છે ? તને ખબર છે તું તારી લાઈફ સાથે ચિટીંગ કરે છે ? તું ખાલી સેકન્ડ ક્લાસથી પણ B.Com થઈ જાઇશ તો પણ તને માસ્ટમા એડમીશન મળી જાશે. અને ત્યાં તારૂ ફ્યુચર શું છે ?" છેલ્લે જ્યારે B.Com અધુરૂ મુકી માંગરોલ આવતો હતો ત્યારે ત્યાં ના બધા જ મીત્રો બળાપો કાઢતા હતા.

"જાગ્રત તું હોશીયાર છે થોડુક ધ્યાન આ્પીશ તો પણ T.Y. મા પાસ થઈ જાઇશ, છતા તું કેમ ધ્યાન નથી આપતો ? બીઝનેસ તો એક વર્ષ પછી પણ થાશે જ ને ? એકાઉન્ટ અને સ્ટેટ. મા તારી માસ્ટરી છે. ખાલી છેલ્લા ત્રણ મહીના તો સિરીયસલી ભણ. " T.Y. મા ટ્યુશનના સર રિતસરના રિક્વેસ્ટ કરતા હતા છતા ...

"યાર આખો દીવસ ગધેડાની જેમ કામ જ કરે છે થોડુક તારા સામે તો જો. કેટલા દીવસ થી તું મળતો નથી ક્યાં વસે છે આજ કાલ ? મુર્ખ આટલું કામ કરીશ તો ગાંડો થઈ જાઇશ." વચ્ચે એકલા હાથે જ્યારે આખો બીઝનેસ સંભાળવાનો આવ્યો ત્યારે મીત્રો ગુસ્સે થતા થતા કહેતા.

"જાગ્રત તું તો સાવ મુર્ખ છે, સેટલ ધંધો મુકી અમદાવાદ જાય છે ? અને તે પણ એનીમેશનનો કોર્ષ કરવા ? યાર તારો આવડો મોટો ફેમીલી બીઝનેસ છે અને તું ત્યા એનીમેશન શીખી નોકરી શોધવા જાઇશ ? કેવી મુર્ખ જેવી વાતો કરે છે ? " માંગરોલ મુકવાની વાત કરી ત્યારે બધા મીત્રોનો એક જ મત હતો.

પરિણામ શું આવ્યું ? વિદ્યાનગર મુકી માંગરોલ આવ્યો... પછી ભણવા ઉપર પુર્ણ વિરામ મુકાય ગયું. કારણ શું હતું આવું કરવાનું ? પપ્પા બીમાર હતા. ફેક્ટરીમા તેનું સ્થાન લેવા માટે મારે આવવું જરૂરી હતું.

T.Y. મા કામ પરાકાષ્ટાયે હતું એટલે ઇચ્છવા છતા ધ્યાન ના આપી શક્યો અંતે ફેઈલ થયો.

બન્ને ભાઈઓ અમદાવાદ બીઝનેશ સેટલ કરવામા હતા ત્યારે ત્રણ વ્યક્તિનું કામ એકલાએ કરવું પડે તેમ હતું. મંદીને લીધે કોસ્ટ કટીંગમા માણસો ઓછા કર્યા.. ૧૮ થી ૨૧ કલાક કામ કર્યું થાક્યા વગર. પણ બન્ને ભાઈઓ અમદાવાદ મુકી પાછા આવ્યા અને ફરી મે તેમને માટે ચેર ખાલી કરી આપી.

પોતાની નિષ્ફળતા પચાવી ના શકતા નાની-નાની વાતો મા ઉગ્ર ટશલ થતી. પપ્પાને તકલીફ ના થાય એટલે માંગરોલ મુકવાનો નિર્ણય લીધો. અમદાવાદમા સ્ટ્રગલ કરી માંડ સેટ થયો ત્યાં..

ફરી પપ્પા મુશ્કેલીમા આવ્યા.. ફરી અમદાવાદ મુકી પાછો માંગરોલ આવ્યો.

મારા દરેક નિર્ણયો મુર્ખતા ભર્યા હશે... પણ સોરી દોસ્તો પપ્પા માટે આવી મુર્ખતા વારંવાર કરવા તૈયાર છું. જો આમ કરવામા પપ્પા તેમના પ્રત્યેની મારી સાચી નિષ્ઠા જોઇ શકે તો પણ... . ના જુએ તો પણ...

-: સિલી પોઇન્ટ :-

"નિષ્ઠા" ની કિંમત - ચુકવવા જાવ તો અમુલ્ય છે, વસુલવા જાવ તો કાઇ નથી.
- જાગ્રત.

9 comments:

  1. nice to read this bro.. nd proud of u...
    pan aajna samay ma aapna virtues-skills no use kari ne bija benifits leva vala unlimited chhe.. :)

    ReplyDelete
  2. જાગ્રત ભાઈ.. હું પણ તમારા જેવી ઈમોશનલ ફૂલ[મુર્ખ] જ છું!

    ReplyDelete
  3. હમ્મ્મ ... કોમ્પેરીશન ના કરાય પણ મેલબૉર્ન છોડ્યુ ત્યારે મારા બધા મિત્રોએ મને આમજ કંઇક કીધુ હતુ ...

    Good going JagratBhai ... :)

    ReplyDelete
  4. you could be right @ your point..
    whatever sorry .....

    ReplyDelete
  5. તમારા વિશે જાણીને ખુબ ગમ્યું. ખાસ તો તમારી નિખાલસતા ગજબ છે. આવી પારદર્શકતા બ્લોગ જગતમાં, અરે આ જગતમાં રાખવી તે જ હિંમત માંગી લે તેમ છે. બાકી અહિં લોકો પોતાના વિશે ઓછું અને બીજાના વિશે બધું જાણવામાં જ પડ્યા હોય છે.
    હવે મને તો એટલી ખબર છે કે પપ્પાને ખ્યાલ આવશે કે નહિ, તે ખબર નહિ! દુનિયા તો નહિ જ સમજી શકે. પણ હા,આપણી અંદર બેઠેલ ઇશ્વર હંમેશા આપણા કર્મ અને તેના હેતુ જોતો રહેલો છે અને તે પણ સાક્ષીભાવે, તે ચોક્ક્સ સમજી શકશે અને તમારી નિષ્ઠાની કિંમત ૧૦૧% ચુકવશે જ. આ બાબતમાં કોઇ શક નથી. :)

    ReplyDelete
  6. tane lage 6e ke tara frendz khota 6e?
    su ame taru khaab i6ie e 6ie?
    pn ame sachu reason janava magata hata
    pn kadach amari aa feelings rakhvi tane gami nathi
    ame i6ata hatha ke t ame jata pehla kahe
    pn e pn nahi
    ane ame tari muskeli ma sath apava magta hata
    pn te chance na apyo

    ReplyDelete
  7. m sorry if u dnt lyk our cmnt. may b u r rite but v just want u live best lyf.

    ReplyDelete
  8. always i'm saying that you are the best one...
    i'm feeling lucky to having a person like you..
    good d0st keep it up..

    always d0 your best for other without thingking of future kmk aaj badhi vastuo agad jata ghani kaam ave 6...
    ane saara loko saaathe hamesha saaruj thatu hoy 6..

    Barabar ne bhaibandh....?

    ReplyDelete