ભારતીય કુટુંબ વ્યવસ્થાની વાત આવે ત્યારે તરત જ નજર સામે એક હર્યા-ભર્યા અને હુંફથી ભરેલા કુંટુંબનું દ્રષ્ય નજર સામે તરી આવે છે. દાદા-દાદી, કાકા-કાકી, પપ્પા-મમ્મી, ભાઈઓ-ભાભીઓ અને છોકરાઓનો કિલ્લોલ. તરત "બા,બહુ ઓર બેબી" નજર સામે આવી જાય. સાથે મળીને તહેવાર ઉજવવા, દીવાળીની રાતો વધુ રોસન અને હોળીના રંગો વધુ રંગીન બની જાય. જન્મદીવસની ઉજવણી હોય કે લગ્નનીતીથી ધમાલ જ અનોખી હોય છે. તેમા પણ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે એક બીજાનો હાથ થામી બધા જ આગળ વધી જાય. મુશ્કેલીઓ એ જખ મારી ને નમતું જોખવૂં પડે. ઘરમા દરેક વસ્તુ પ્રમાણમા થોડી આવે પણ બધા જ "ભાગ" પડી ને ખાય અને જલ્સા કરે. ઓછુ હોય તો મોટા જતુ કરે અને વધુ હોય તો નાના ને વધુ મળે તે તો જાણે સંયુક્ત કુંટુંબનો વણ લખ્યો નિયમ. છોકરાવ ક્યારે મોટા થઈ જાય અને સ્નેહ આપવાના સંસ્કારો ક્યારે રોપાય જાય તે તો માતા-પિતાને પણ ખબર ના હોય. "આયા" અને "બેબીસીટર" નામના શબ્દો જ સંયુક્ત કુંટુંબની ડીક્ષનરીમા હોતા નથી. હકો અને ફરજો નું એવું શિક્ષણ મળે જાણે "સોશિયલ સાયન્સ" ની નાની પાઠશાળા જોય લ્યો.
પણ આજે ? શિક્ષીત અને સમજુ વર્ગ પોતાની "ફ્રિડમ" અને "પર્શનલ લાઇફ" ના નામે "નેનો ફેમીલી" ના "ક્રેઝ" મા પોતાની અલગ દુનિયા વિકસાવવા નિકળી પડ્યા છે. હા હું માનુ છુ કે આ નવા "કોન્સેપ્ટ"ના ઘણા સારા તથા સબળ પાસાઓ છે. નાનુ કુંટુંબ હોય તો ખર્ચ-લાભ મોટો રહે છે. બાળકો(અહી બાળક સમજવું) પર "પર્સનલી" ધ્યાન આપી શકાય છે. તેના "ફ્યુચર" વિષે ચિંતા ઓછી કરવી પડે અને તેના "ફ્યુચર પ્લાનીંગ" માટે કોઈ "પ્રોફેશનલ" નું "ગાઇડન્સ" મેળવવું સહેલુ થઈ પડે છે. "કોમ્પીટીશન" એટલી વધી ગઈ છે કે આપણા "ચાઇલ્ડ"ને તેમા ટકાવી રાખવા વધુ મહેનત કરાવવી (અને આપણે પણ કરવી) પડે છે અને ત્યારે એક થી વધુ "ચાઇલ્ડ" હોય તો થોડી તકલીફ પડે છે.
બધુ જ સાચું પણ આજે જ્યારે કેટલાક મા-બાપને છોકરાઓને ઘરે ચલક-ચાણાલું કરતા જોઇએ છીએ ત્યારે વિચાર છે કે "ફ્યુચર" મા "નેનો ફેમીલી" વાળા માતા-પિતાની શું દશા થશે ? તેમજ થોડીક મુંજવણ કે "એક્ઝામ"મા થોડાક ટકા ઓછા આવે ત્યાં ટેન્શન અને ડીપ્રેશનમા આવી જતો "ભાવી નાગરીક" ભવિષ્યમા પોતાની મુંજવણ કોને કહેશે ? ભાગ પાડવું એટલે શું તે તો અત્યારે પણ સમજાવવું પડે છે, ભવિષ્યમા તો ભાઈ-બહેનની વ્યાખ્યા આપવી પડશે ? આજે મોટા ભાઇ કે બહેન જે સાહજીક "કાઉન્સલોંગ" કરી સમસ્યાનું નિરાકર લાવી દેતા હોય છે ત્યારે ભવિષ્યમાં શું નાની નાની વાતો માટે "પ્રોફેશનલો" પાસે દોડવું પડશે ? રડવું હોય ત્યારે આજે ઘણા ખંભા મળી રહે છે ત્યારે શું "ફ્યુચર"મા રડવા માટે પણ "એક્ષપર્ટ" ની મદદ લેવી પડશે ? કે પછી એકલુ જ રડતા શિખવું પડશે ? વિચારવા જેવી વાત છે નહી ?
-: સિલી પોઇન્ટ :-
આજે રવિવાર છે તેની સાબીતી શું ? કારણ કે ગઈકાલે શનિવાર હતો અને આવતી
કાલે સોમવાર છે માટે આજે રવિવાર છે. તે જ રીતે આજે આપણે જે કાઈ છીએ તે ભુતકાળનું
પરિણામ અને આવતીકાલની સંભાવના ઉપર આધાર રાખે છે. -જાગ્રત.
હા યાર સાચી વાત.. નાઈસ પોસ્ટ .. ચાલો ઘણા દિવસે આવ્યા પણ "હાટુ" વાળી નાંખ્યુ..
ReplyDeleteસરસ .......
ReplyDeletevery well said about current situation
ReplyDeleteSachi vat che , ghani vakhat jindgi ma radva mate "khabha" ni khot sale che....
ReplyDeleteYantra vat jivan ma..."pran" ne dhundh ta rahi javay che...
My family is a small family me and my two children..my daughter loved "ba bahu aur baby" so much we watched regularly normaly my kids don't watch much of Hindi programs.
I enjoyed your article..thanks.
ભાઇ એક્દમ સાચી વાત કહી તમે, આજ ની આ આધુનીક કહેવાતી વ્યકતીઓ આધુનીકતા ની દોડમાં માંણસ ની લાગણીઓ ના નાજુક અને સુક્ષ્મ દોરા ને મહત્વ આપવાનું ભુલી જાય છે. . . .
ReplyDeleteસંયુક્ત કુટૂંબમાં ઊછરેલા લોકો " કોન્ફીડન્સ " અને " વ્યાવહારીકતા " નું કોમ્બીનેશન હોય છે. આવનારા અને હાલના કૄર સમાજમાં જરૂરી જબરાઈ સંયુક્ત કુટૂંબ જ આપી શકે !
ReplyDelete