“પપ્પા તમને ખબર છે હું જ્યારે નાનો હતો ત્યારે મારી આખ્ખી સ્કુલ મારાથી જલતી હતી, તમે મારી કેટલી કેર લેતા. અને મમ્મી તુ મારી નાની નાની બાબતોનું કેટલુ ધ્યાન રાખતી નહી ? મને એલર્જી છે તે જાણ્યા પછી તારી પ્રીય એવી ગળી વસ્તુ ઘરમા જ લાવવાની બંધ કરી દીધી હતી.
સ્કુલમા પેરેન્ટ્સ મીટીંગમા કે પછી બીજા કોઈ પોગ્રામ વખતે તમે બન્ને જોડે આવતા ત્યારે મારા સ્કુલના ટિચરોના મોઢે કેટલુ સ્વિટ કપલ છે બોલાતા કેટલીય વખત સાંભળેલુ છે. સતત પાંચ વર્ષ તો તમે બન્ને આઇડીયલ પેરેન્ટ્સનો એવોર્ડ પણ જીતેલો.
પપ્પા તમે બિઝનેશમાં કેટલા સફળ થયા છો. તમારી કેટલીક બિઝનેશ પાર્ટીમા હું તમારી સાથે આવતો ત્યારે બધાની મોઢે તમારી વાહ વાહ સાંભળી હું ગર્વ અનુભવતો. ક્યારેક તો હું બોલી પણ જતો “માય ફાધર ઇઝ અ વર્લ્ડસ બેસ્ટ ફાધર”.
અને મમ્મી તમે તો આટલા અજ્યુકેટેટ હોવા છતા અને મેરેજ પછી પપ્પાની ઓફીસે વ્યવસ્થિત સેટ થયા હોવા છતા મારા જન્મ પછી તમારુ સંપુર્ણ ધ્યાન મારા ગ્રોથમા રહે તે માટે બધુ જ છોડી દિધુ ? મારા સ્ટડી, હેલ્થ અને ગ્રોથ માટે તમે તમારી કેરીયરનો પણ વિચારનો કર્યો. “પાર્થ કેવો લક્કી છે કે તેને આવી મમ્મી મળી બાકી અત્યારે તો કેરીયર માટે નાના છોકરાઓને બેબીસિટરને અથવાતો આયાના ભરોસે છોડી મમ્મીઓ ઓફીસે જતા પણ ખચકાતી નથી” આવુ તો ઘણી વાર મે આપણા ફેમીલી ફ્રેન્ડ્સ પાસે સાંભળ્યું છે.
પપ્પા તમને યાદ છે હું જ્યારે ટેન્થમા હતો અને મારો એન્યુલ પોગ્રામ હતો…. પ્લેમા મે ભાગ લીધો હતો. મારા પ્લેના દિવસે જ તમારે એક ઇમ્પોર્ટન્ટ મીટીંગ એટેન્ડ કરવા દીલ્હી જવાનું હતુ. મે તો ખાલી એટલુ જ કહ્યુ હતુ કે ધીસ ઇઝ માય ફસ્ટ એટેમ્પટ અને જો મારા પપ્પા-મમ્મી ત્યાં જોડે હશે તો મને હિંમત રહેશે. તમે મારી માટે મીટીંગ કેન્સલ કરી મારો પ્લે જોવા મમ્મી સાથે આવ્યા હતા. સ્ટેજ પર આવતા જ મે તમને બન્નેને બાજુ-બાજુમા બેસેલા જોયા આઈ કાન્ટ બિલીવ ઇટ. અતિ ઉત્સાહમા સ્ક્રીપની બહારના ડાયલોગ બોલી નાખ્યા અને પ્લે હીટ ગયો. ધેટ ડે આઈ ફીલ શો મચ હેપ્પી.
હું આજ સુધી મારી જાતને લક્કીએસ્ટ પર્શન ઓફ વર્લ્ડ સમજતો આવ્યો છુ કારણ કે તમે બન્ને એ મારી કેટલી કેર લીધી છે. હું એક નાની પણ ભુલ કાઢી શકુ તેમ નથી. તમે બન્ને સોસાયટીમા એક આઇડીયલ મમ્મી-પપ્પાની સાથે સાથે એક આઇડીય કપલ પણ છો. લોકો તમારુ એકઝાંપલ આપે છે અને તમે બન્ને જ ડાયવોર્સની વાત કરો છો ? આઇ કાન્ટ બીલીવ ધીસ ?
નોંધ- ઉપરોક્ત સ્ક્રીપ્ટમે મારા એક મીત્ર માટે લખી હતી. જે અહી મુકુ છું.
-: સિલી પોઇન્ટ :-
જો તમે બધાને ખુશ રાખવામા સફળ થયા હશો તો નક્કિ તમે લાઇફમા ડગલેને પગલે તમારી
જાત સાથે સમાધાન કર્યુ હોવું જોઇએ.
* મોબાઈલ પર આવેલો એક SMS અને જાત અનુભવ બન્ને.
Good Read.......
ReplyDeleteWell Written......