ઉપરોક્ત દ્રશ્ય મોટા ભાગના હોસ્ટેલના રૂમનું હોય છે (બોયઝ, ગર્લ્સ હોસ્ટેલની ખબર નથી :P). હું જ્યારે વિ.વિ.નગર માં રહેતો (રહેતો કારણ કે ભણતો લખી ના શકુ) ત્યારે અમારા રૂમની પણ આવી જ દશા હતી. તેની યાદો ઘણી બધી છે તો આજે કેટલાક યુનિક શબ્દો અને હોસ્ટેલની વિષેસતાઓ અહી પ્રદર્શીત કરૂ છું.
=> યુનિક શબ્દો :-
"ક્લબ" :- એવી જગ્યા કે જ્યાં બધા જમવા જાય (નહી કે રમવા), ટુકમા કહૂ તો મેસ "ભોજ્નાલય". ત્યાં પણ મંથલી અને છુટક કુપન થી તમે ખુબ જ (હા અમુક લોકો ને તો ઘરથી પણ વધુ) સ્વાદીષ્ટ જમવાનું મળે.
"માસી" :- મોટ ભાગે આ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાય છે જે મકાન માલીક(ણ) હોય અથવા તો ઘરે કેટલાક PG ને જમાડતા હોય. પહેલી વાર કોઈ એમ સાંભળે કે હું તો માસી ને ત્યાં જમવા જાવ છુ તો એમ જ સમજે કે તેની મમ્મીની બહેન આ જ ગામ મા રહેતી હશે.
"કાકા" :- સેમ ટુ સેમ ઉપર મુજબ, મકાન માલીક કે પછી મેસના કર્તાહર્તા કે જે મોટી ઉમરના હોય.
"ભાભી" :- મકાન માલીક(ણ) જો થોડા યંગ હોય તો માસી કહેવામા જોખમ. એટલે આ શબ્દ પ્રયોગ ત્યારે ઉપયોગી થાય છે.
"દીદી" :- હોસ્ટેલમા(ગર્લ્સ) સિનિયર માટે માન વાચક શબ્દ, પછી ભલે ને માન ના હોય. :P
"હિટલર" :- મોટા ભાગે દરેક હોસ્ટેલના રેક્ટર માટે વપરાતો ગુસ્સા વાચક શબ્દ.
"ફુંકણી-અગરબત્તી-હવા મશીન વગેરે" :- સિગરેટ માટે નો કોટ વર્ડ.
"હરીયાળી" :- યાર આ શબ્દ તો બદ્ધે જ કોમન હોય છે.
"જીન્સ" :- એવું વસ્ત્ર કે જે F.Y.B.Com મા ખરીદેલુ હોય અને M.Com Part II સુધી ચાલે પણ દર વર્ષે લંબાઈ થોડી થોડી ટુકી થાય અને તે લંબાઈ અનુસાર નામ બદલે, જેમ કે F.Y. મા પગની પાની થી ૪-૬ ઇંચ લાંબું પેન્ટ તરીકે ઓળખાય તે જ બીજા વર્ષ પાની થી ૪-૬ ઇંચ ટુકુ થઈ કેપ્રી બને છે, ત્રીજા વર્ષે લંબાઈમા બીજા ૪-૬ ઇંચ ટુકુ થઈ જમૈકન બની જાય છે, M.Com આવતા આવતા બીજા ૪-૬ ઇંચ ટુકુ થઈ બર્મુડા નામ ધારણ કરી લે છે અને છેલ્લે તે કમર થી ૪-૬ ઇંચની લંબાઈ ધરાવતી "ટુંકી ચડ્ડી" બની નિવૃતી લે છે.. ત્યાં સુધી મા તો તે ક્યાં રંગનું હતું તે તેના માલીકને પણ ખબર નથી હોતી અને આનાથી વધુ ટુંકાણ શક્ય નથી કારણ કે ત્યાં હવે ખિસ્સુ નડી જાય છે.
હવે જોઇએ ધ્યાન રાખવા જેવી બાબતો :-
૧. કોઈ પણ વ્યક્તિના રૂમમા એન્ટર થતા પહેલા ધ્યાન રાખવું ક્યાક પગમા ટુવાલ, બનીયાન કે પછી નાઇટ ડ્રેસ ના આવી જાય અને તમે ગબડી ના જાવ તે ઉપરાંત કપડા સુકવવાની દોરી, ટેબલ, ખુરશી વગેરે જીવન ઉપયોગી વસ્તુ નજીકનું જીવન દુ:ખમય બનાવી ના દે તેનું પણ ધ્યાન રખવું.
૨. બીજુ ધ્યાન એ રાખવાનું કે જે તે વ્યક્તિના બુટ-મોજા(વિષેસતહ મોજા-સોક્સ) બહાર પાર્ક કરેલા છે કે નહી, બાકી ક્યાંક અંદર ઘુસો અને સાત-આઠ દીવસ થી બિચારા મોજાને પાણીનો સ્પર્સ ના થયો હોય અને તેના વિયોગમા પોતાનો વિરોધ પ્રદર્શીત કરવા જે "ગંધ" છોડે તેને લીધે તમે કોઈક વિચીત્ર હવામાનમા પ્રવેશ થયાનો અહેસાસ થાશે. ખાસ કરી ને ચોમાસા અને શિયાળામા..
૩. પલંગ ઉપર બેસતા પહેલા ધ્યાન રાખવું કે ત્યાં કાતર, નેઈલ કટર કે સોય (દોરોના રીલમા ભરાવેલ) નથી પડી ને, બાકી.... "ઓય મમ્મી" અને પછી ચોક્કસ જગ્યાએ... પછી અઠવાડીયા સુધી બેસવા લાયક નહી રહો .:D
૪. ત્યાં રૂમે ચા નો આગ્રહ થાય તો પહેલા તપાસ કરી લેવી કે ત્યાં આજુબાજુ "પ્રાઇમસ (સ્ટવ), ચા-ખાંડ ના ડબ્બા" વગેરે દેખાતા નથી ને . જો હોય તો વિનમ્ર ભાવે ના પાડી દેવી કારણ કે... યાર બધા ને ખબર છે કે બેકાર ચા પીવા કરતા ના પીવી સારી.
૫. જો નાસ્તા નો આગ્રહ થાય તો પહેલા પુછી લેવું કે તે છેલ્લે ક્યારે ઘરે ગયો હતો અને હવે ક્યારે જવાનો છે.. હોય શકે કે તે પડત નાસ્તો ખુટાડવા તમને વિષેસ આગ્રહ કરતો હોય.
૬. જો નાસ્તામા તિખો ચેવડો, ભાખરવડી, સિંગ-ભુજીયા વગેરે જેવી તિખી વસ્તુ હોય અને સાથે ગળ્યા સક્કરપારા, ગોળ પાપડી, મઠડી વગેરે જેવી ગળી વસ્તુ ના હોય તો પ્લીઝ પહેલા ચેક કરી લેવું કે પાણી બોટલ ભરેલી છે કે નહી(મોટા ભાગે નહી જ હોય).
૭. સામેની વ્યક્તિ બહાર હોટલમા જમવાનો આગ્રહ કરે તો પહેલા પર્સમા ચેક કરી લેવું પુરતા પૈસા છે કે નહી, કારણ કે મોટા ભાગે બીલ ચુકવવાનો વારો તમારો જ આવશે.
૮. જો રાત્રી રોકાવાના હોવ તો પહેલા રૂમમા જગ્યા ચેક કરી લેવી.. ક્યાંક ત્રણ બેડ ભેગા કરી ચાર ને સુવાનું થાય તો કોર્નર પર સુવું, આપાતકાલીન પરિસ્થિતીમાં નિકળવામા સહેલુ રહે.
૯. સવારે નિત્યક્રમ કરતા પહેલા પાણીની તપાસ કરી લેવી... શક્ય છે કે કોઈ એ રાત્રે નળ ચાલુ રાખી દીધો હોય અને સવારે પાણી ના પણ આવતું હોય. મોટા ભાગે તો પાણીની બોટલ સાથે લઈ જવી હિતાવર છે.
૧૦. તમારા મેલા કપડા ધોવામાં નાખતા બચો, કારણ કે હોસ્ટેલમા "સફેદ કપડા રંગીન અને રંગીન કપડા પચ-રંગી" થવા કોમન વાત છે.
૧૧. વિદાય લેતી વખતે જો તમારા ગામના જ કેટલાય લોકો હોય તો છાના-માના નિકળી જાવ, બાકી બે-ત્રણ થેલા ભરીને મેલા કપડાના પાર્સલ સાથે આવશે... અને જો કોઈ ના હોય અને લોકો તમને સ્ટેશન સુધી મુકવા આવવાનો આગ્રહ કરે તો નમ્ર ભાવે ના પાડી દો, શક્ય છે કે "એકજ સટલ" ૭-૮ જણા તમને વિદાય દેવા આવે.
આ તો થઈ સામાન્ય બાબતો આ સિવાયની પણ કેટકેટલી બાબતો ધ્યાનમા રાખવી જરૂરી છે. આ બધી જ બાબતો જાત અનુભવે શિખેલી છે.
-: સિલી પોઇન્ટ :-
કોઈ ને પણ ખોટા સાબીત કરવાથી કાઈ વળતું નથી, તેના કરતા સારૂ છે કે તેને અહેસાસ કરાવો કે તે ખોટો છે.
મારી હોસ્ટેલની યાદો તાજા કરાવી દીધી... હું પણ વિદ્યાનગર "રહેતો" તો... :)
ReplyDeleteસેમ ટુ સેમ..... એટલીસ્ટ મારા રૂમ પર તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું....
ReplyDeleteJust ROFL. :D
ReplyDeleteha ha ha ha.. awesome...
ReplyDeleteI've never been @ V.V.Ngr , but this reminds me of my hostel life @ ahmedabad..
હા હા હા...
ReplyDeleteખુબ જ મઝા આવી!
હોસ્ટેલ ની યાદ આવી ગઈ...
હોસ્ટેલ અને પી.જી [પેઈંગ ગેસ્ટ ] ના એ દિવસો જીંદગી ના સૌથી સારા દિવસો રહ્યા!
હું પણ વિદ્યાનગર "વાસી" - "તાજી" !
HEY, JAGRATBHAI, U ALSO LIVED AT V.V. NAGAR,
ReplyDeleteIN WHICH YEAR???
ME AT 1996......
I M @ V.V.Nagar 1s time in 1996 for 3 month & 1998 to 1999 2 year..
ReplyDeleteચાલો જાગ્રતભાઈ , પાછા એક- બે દિવસ માટે વિદ્યા નગર જઈએ,
ReplyDeleteહું પણ ૧૯૯૬ ની BATCH નો જ નમુનો છું,
એ વર્ષ કદાચ સંવેદનાઓનું વર્ષ હશે ??
નથી બદલાયા તમે કે નથી બદલાયો હું !!
wa re... hostel ni life mote bhage ek sarkhi j hoi che.... tame kadach chaa ni kitli and paan no gallo add karta bhuli gaya haso..!!
ReplyDeleteamara vakhte to chaa ni lari ne paan na galla par fukni na paisa no pan roll kari leva ma aavto, pachi mahino puro thay tyare, rasta badli nakhata !
મસ્ત મસ્ત!
ReplyDeleteમજ્જા પડી!