Saturday, May 8, 2010

100, સતક, સદી, "સો પોસ્ટ" બ્લોગ ઉપર...લગભગ દોઢ વર્ષ પહેલા જ્યારે આ બ્લોગનું સર્જન કર્યુ ત્યારે અહી સુધી આવી શકીશ તેની કલ્પના ના હતી. ઓર્કુટ પર હું કોઈ કોમ્યુનિટી ઉપર કે પછી કોઈ જોડે સ્ક્રેપ થી પોસ્ટ કરૂ અને તે મને ખરેખર ગમે તો તેને ક્યાં સાચવવું તે એક પ્રશ્ન હતો. તેથી જ બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો. શરૂની પોસ્ટ કોમ્યુનિટી અને સ્ક્રેપની સીધી જ કોપી-પેસ્ટ હતી. પણ મીત્રોનું અભુતપુર્વ પ્રોત્સાહન મળ્યુ તેમ તેમ લખતો ગયો.

લખવા માટે કોઈ નિતી નિયમો રાખ્યા નથી.. બસ કોઈ ની પણ પર્શનલ કોમેન્ટ નહી કરવાની અને જે લખવું ગમે તે જ લખવાનું. અમુક લેખોની ક્વોલીટી ખરેખર નબળી હતી પન તેને ડીલીટ ના કરતા તેને પણ સાચવી રાખ્યા છે. હા, બ્લોગ ઉપર ફિગર ૮૫-૯૦ નો જ બતાવે છે કારણ કે અમુક પોસ્ટ પબ્લીસ ના કરવી યોગ્ય લાગી. અમુક પોસ્ટમા (લગભગ દરેક પોસ્ટમાં) અપા્ર જોડણી ભુલો છે. છતા જેમ જેમ સમય વિતે છે તેમ તેમ સુધરવાનો પ્રયત્ન કરૂ છું. તે માટે અધીરભાઈ અને રવિન નો આભાર માનું છુ કે જે વારે વારે મને અકોર કરતા રહે છે.

બ્લોગ લખવાનું શરૂ કર્યુ પછી કેટલાય ઉતાર ચડાવ જોયા.. તેમા કેટલાક સુખદ પ્રસંગ આવ્યા તો કેટલોક સમય ખુબ કઠીન વિત્યો. ગુજરાતી બ્લોગર ગૃપ દ્રારા મારા બ્લોગને "બ્લોગ ઓફ ડે" જાહેર થયો ત્યારે માની ના શકાય તેવી ખુસી થઈ. ગયુ વર્ષ ૨૦૦૯ મા ઘણુ સર્જન થયુ. ગયા ડીસે. ૦૯ મા જ નક્કી કર્યુ હતું કે આવતા માર્ચ સુધીમા ૧૦૦ પોસ્ટ સુધી પહોચી જવું પણ તે ડેડલાઈન ના સચવાણી. સમય ના હતો તેવું નથી પણ ક્વોલીટી વાળૂ લખાણ જ ના લખાતું હતું. જેમ તેમ ગમે તેવી પોસ્ટો કરી ટારગેટ પુરો નથી જ કરવો તેવો મક્કમ નિર્ણય હતો. છતા કદાચ તેમા બાંધછોડ થઈ હશે જ.

૧૦૦ પોસ્ટ એ કાઈ મંજીલ નથી, ખાલી એક આકડો છે. અને આજે પણ પહેલી પોસ્ટનું મહત્વ આજની ૧૦૦મી પોસ્ટ કરતા વધુ મહત્વ છે. કારણ કે તે ના લખાય હોત તો આ પોસ્ટનું સર્જન શક્ય જ ના હતું. તે ઉપરાંત અહી આવી મારા લખાણને વાંચતા અને તેને વિષે કોમેન્ટ દેતા કેટલાય જાણ્યા અજાણ્યા સ્વજનો નું મહત્વ આ ૧૦૦મી પોસ્ટ કરતા વધુ છે જ. હું કદાચ પોસ્ટ લખવામા અનિયમીત હોયશ પણ આ સ્વજનો નિયમીત પણે મારા સર્જનને પોતાના સ્નેહથી સિંચે છે. તેનો આજીવન ઋણી રહીશ.

આવનાર દીવસો મા પણ અનિયમીત રીતે નિયમીત બ્લોગ અપડેટ કરતો રહીશ. હા એક પ્રોમીસ જરૂર આપીશ કે શક્ય હશે ત્યાં સુધી ક્વોલીટી પોસ્ટ માટે કોઈ બાંધછોડ નહી કરૂ. છતા મનુષ્ય છું ક્યારેક લાલચમા આવી નબળૂ લખાય જાય તો ચલાવી લેજો. અને હા અમુક મીત્રો સાથે મળી બ્લોગ ઉપરની સારી સારી પોસ્ટો અને બીજા મીત્રોનું શ્રેષ્ઠ સર્જનની એક ફીઝીકલ અને ઈ-બુક બન્ને બહાર પાડવી છે. થોડુક ફિક્શન ઉપર હાથ અજમાવવો છે. એક વાર્તા લખી છે બીજી નો પ્લોટ તૈયાર છે, એક નવલકથા પણ લખવી છે, પણ આ બધુ ટોટલી પ્રાથમીક સ્તર પર છે. મારા માટે નવો અનુભવ હશે એટલે તેની ક્વોલીટી વિષે શંકા છે એટલે જ અહી પોસ્ટ નથી કરતો. છ્તા હિંમત થશે ત્યારે અચુક પોસ્ટ કરીશ.

અંતમા બધા જ સ્વજનો નો ખુબ ખુબ આભાર અને ભવિષ્યમા પણ આ જ રીયે સ્નેહનું સિંચન મળી રહેશે તેવી આશા સહ જાગ્રત ના વંદન...


-: સિલી પોઇન્ટ :-
આવતી કાલે "મધર્સ ડે" છે, ત્યારે વિશ્વની તમામ માતાઓને મારા હ્યદય થી વંદન... કારણ કે આ ૧૦૦ ની પાછળ વધુ એક "૦" લગાડવા તે અતિ જરૂરી છે, બાકી મારી અનિયમીતતા આવતા ૧૦૦ વર્ષમા પણ મને ત્યાં સુધી નહી પહોચવા દે. :D

6 comments:

 1. Congratulations for your 100th Post. આમ ને આમ પ્રગતિ કરતા રહો અને તમારી ૧૦,૦૦,૦૦,૦૦૦મી(બસ, આનાથી વધારે સહન નહિ થાય ;) ) પોસ્ટ પર પણ અમે કોમેન્ટ લખી શકીએ એવી શુભકામનાઓ.

  ReplyDelete
 2. શતક માટે અભિનંદન ! આગળ ના બ્લોગ જગત ના પ્રવાસ માટે શુભકામનાઓ !

  -સૂર્ય
  http://suryamorya.wordpress.com/

  ReplyDelete
 3. આભાર....
  ને હા ઉપરોક્ત પોસ્ટમા એક વાત લખવાની રહી ગઈ.. જ્યારે કોઈ પોસ્ટ માટે કોઈ પણ કોમેન્ટ ના આવે ત્યારે સહજ રીતે થાય છે કે કાઈક ભુલ થઈ ગઈ છે. હા માનવ સહજ સ્વભાવ છે કાઈક કર્મ કર્યો હોય એટલે તરત જ ફળ ની આશા જાગી જાય છે. હોમવર્ક કર્યા પછી જેમ વેરી ગુડ ની આશા જાગે છે તેમ પોસ્ટ લખ્યા પછી કોમેન્ટની આશા જાગે છે.

  અંતમા ખુબ ખુબ આભાર.

  ReplyDelete
 4. હાં, તો પછી હવે બીજી century મારવા માટે પ્રયત્નશીલ થઈ જાઓ...blog of the year પણ તમને જ આપવાનો વિચાર છે.

  :)

  ReplyDelete
 5. જગ્રતભાઈ
  આપનો બ્લોગ વાંચવો શરુ કર્યો ત્યારે તમારા થી ખુબ જ અપરિચિત હતી, પણ જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ એક નવા જાગૃત એવા જાગૃતભાઈ ની સાથે ઓળખાણ થઇ.. અને એક એક બ્લોગ પોસ્ટ વડે એ ઓળખાણ , મૈત્રી માં પરિણમી.. તમરુ સંવેદનશીલ , લાગણી ભર્યું લેખન કદાચ તમારા દિલ નો અરીસો છે !
  તમરી પોસ્ટ ની ખરેખર ઇન્તેઝારી રહે છે !

  ReplyDelete