Thursday, May 20, 2010

જો જો હો ક્યાંક આ ગાડી ની બ્રેક ફેઈલ ના થઈ જાય.. !

"પપ્પા મારે નમ્ય જેવી સાયકલ લેવી છે.. લઈ દેશો ?", ઓફીસે હજી ઘરે આવ્યો જ હતો ત્યા એટમ બોમ્બ ફુટ્યો. અમદાવાદ સ્થાય થવા માટે જે મથામણ ચાલતી હતી તેમા યથાર્થની ડીમાન્ડનો ભોગ લેવાતો હતો. સોસાયટી મારી આર્થીક કક્ષા કરતા ખુબ ઉંચી હતી પણ ભાડુ ભરવું તે પોસાય તેમ ના હતું. છેલ્લા બે-ચાર મહીના થી કેટ-કેટલી ડીમાન્ડો ને નિગલેટ કરતો હોય આ વખતે યથાર્થ માને તેમ ના હતો. "મે કહ્યુ આપણે કાલે તપાસ કરી લઈશું". "ના તપાસ નહી લેવાની છે ", તરત જીદ્દી અવાજે યથાર્થ બોલ્યો. "ઓ.કે. લઈ આવીશું", મે પ્રતિઉત્તર આપ્યો. "કેવી રીતે લેશો, ૨૦૦૦-૨૫૦૦ ની આવશે અને એટલા રૂપિયા ક્યાંથી લાવશો ?" તેની મમ્મી એ યોગ્ય જ પ્રશ્ન કર્યો. "નહી લઈ દયે તો તે લઘુતાગ્રંથી અનુભવશે અને તે વધુ ખરાબ થશે", મે ઉત્તર આપ્યો.

બીજા દીવસે અમે સાયકલ જોવા નિકળ્યા, પણ દરેક જગ્યાએ ભાવ સાંભળી ઠંડુ પાણી રેડાય જતું. એરીયા જ એવો કે ૨૫૦૦-૩૦૦૦ નીચે કોઈ સાયકલ જ ના મળે. "નમ્ય ના પપ્પા ને જ પુછી લ્યો ને ક્યાંથી અને કેટલાની લીધી," યથાર્થની મમ્મી એ યોગ્ય માર્ગદર્શન આપ્યું. "સીટીમા જતા રહો, પાંચકુવા પાસે સાયકલ બજાર છે, સારી અને સસ્તી મળી જશે. આ ૧૫ નંબરની છે અને ૧૬૦૦ મા આવી છે." નમ્યના દાદાએ માર્ગદર્શન આપ્યું. હિંમત કરી પહેલી વાર સહ-પરિવાઅ સ્કુટી ઉપર સવાર થઈ સીટી મા ઘુસ્યો. શું લેવાનું છે અને કેટલામા લેવાનું છે એટલે વધુ સમય ના લાગ્યો અને થોડી જ વારમા ખરીદી કરી ઘરે આવી ગયો.

"પપ્પા નમ્ય જેવું સ્કુટર લેવું છે", બીજા જ અઠવાડીયે ઓફીસેથી પરત આવતા મારા માથે અણુબોમ્બ પડ્યો. "બેટા લાસ્ટ વિક તો આપણે સાયકલ લીધી છે". મે જવાબ આપ્યો તો તે "ના પપ્પા લેવું છે મારે" તેમ કહી જીદ્દે ચડી ગયો. "ના આ મહિને તો કોઈ પણ હિસાબે નહી લઈ શકાય, આવતે મહીને જોયશું", મે મક્કમ સ્વરે જણાવી દીધુ. "પપ્પા આવતે મહીને લઈ આપશો ને ?" તેણે સામો પ્રશ્ન કર્યો. "હા જોયશું" મે ટાળવા પ્રયત્ન કર્યો. "પ્રોમીસ ને ?" યથાર્થ પાક્કુ કર્યા વગર છોડે તેમ ના હતો. "હા, પ્રોમીસ". મે કહ્યું.

તે પછી તે ૧૫-૨૦ દીવસ સ્કુટર વિષે કાઇ ના બોલ્યો, અને મે મારુ પ્રોમીસ પાળ્યું પણ ખરા. અમદાવાદ રહેતા હતા ત્યારે અમારૂ આવું જ ચાલતું. કેટલીય જરૂરીયાતો મે તેની પુરી કરી છે અને કેટલીક ટાળી પણ છે. તેને પણ ખબર હતી કે પપ્પા પ્રોમીસ કરે તો અપાવે જ છે અને ના પાડે તો નહી જ અપાવે. પણ....

એકાએક મારે અમદાવાદ છોડવાનું થયું. માંગરોલ આવ્યો એટલે અહી ડીમાન્ડ કરનાર તે એકલો હતો અને પુરી કરનાર ઘણા. બધી જ ડીમાન્ડ પુરી થતી હોય તો પછી ડીમાન્ડ કરવામા તે પાછળ ક્યાંથી રહે ? કેટ-કેટલા રમકડા અને જરૂરિયાતની અને કેટલીય બીન-જરૂરી વસ્તુઓથી ઘર ઉભરાવા મંડ્યુ. હું ના પાડુ તો પાછલે બારણેથી દાદા પાસેથી મળી જતું. એક દીવસ, "પપ્પા મારે રીમોટ કંટ્રોલ હેલીકોપ્ટર લેવું છે." યથાર્થએ ફરમાન જારી કર્યું... આખુ ઘર ચોંકી ઉઠ્યું. પપ્પા લઈ જ દેવાના મુડ માં હતા પણ જ્યારે ખબર પડી કે ૮૦૦ રૂપિયા નાખી જ દેવા હોય તો લેવું ત્યારે થોડા ઠંડા પડ્યા. પણ યથાર્થ સમજી ગયો હતો કે જીદ્દ કરીશ એટલે બધુ જ મળી જાશે. મને મનો-મન લાલ લાઈટ થઈ, હવે બસ. આનાથી વધુ મને પોસાય તેમ નથી. "પપ્પા માન્યુ કે આ બધુ યથાર્થનું જ છે પણ આ રીતે તેની બધી જીદ્દ પુરી કરી આપણે તેનું ભવિષ્ય બગાડ્યે છીએ." મે દલીલ કરી અને તે પપ્પાને યોગ્ય પણ લાગી. "ચાલ યથાર્થ આપડે તપાસ કરી લાવ્યે", મે તેને કહ્યું. કેટલાય દીવસ તપાસ કરાવી અંતે મે તેને સાચી હકીકત જણાવી, "બેટા તને તે ઉડાતા ના ફાવે.. દીવાલમા અથડાય તો તે ટુટી જાય થોડોક મોટો થા એટલે પછી હું લઈ દઈશ." મારા આ જવાબ માટે તે પહેલેથી જ તૈયાર હોય તેમ તેનો ટ્રેડમાર્ક પ્રશ્ન "પ્રોમીસ ને, પાક્કુ ને" તેણે પુછ્યો. તે દીવસ થી તેણે આજ સુધી મને હેલિકોપ્ટર માટે કહ્યું નથી.

હમણા વેકેશન છે એટલે ઘણા પરિચીત વ્યક્તિઓના બાળકો મળે છે. રહેણી કરણી ચાલ, બોલવાની રીત વગેરે માર્કીંગ કરૂ છું. હમણા જ એક પરિચીતના ૧૧-૧૨ વર્ષના છોકરાના હાથમા ૧,૦૦૦-૧,૦૦૦ ની નોટો જોય ચોંકી ઉઠ્યો. તે જ રીતે નાના છોકરાઓ ને તોછડાય ભર્યા સ્વરે બોલતા સાંભળુ છુ ત્યારે શરીરમા કંપારી છુટે છે.. અને મનમા થાય છે ક્યાંક આ ગાડીની બ્રેક ફેઈલ ના થઈ જાય... જો જો હો !!!


-: સિલી પોઇન્ટ :-


ભારતીય હોકી અને અન્ય ફેડરેશનને જરૂર છે એક દાલમીયા કે લલીત મોદીની.. કોમનવેલ્થ ગેમ્સ નજીક આવે છે ત્યારે વિચાર કરવા જેવી બાબત છે. *


* "ચક દે ઇન્ડીયા" જોતા જોતા આવેલો વિચાઅ.

2 comments:

  1. એકદમ સાચી વાત છે. છોકરાઓને wait and value - આ બંને અમુલ્ય પાઠ શિખવીશું તો તેમને જીંદગીનો અમુલ્ય આનંદનો ખજાનો મળશે. જેનાથી તેઓ આખી જીંદગીની ઘણી સમસ્યાઓ હલ કરી શકશે.

    ReplyDelete
  2. like your silly point most.....

    ReplyDelete