Thursday, May 6, 2010

પહેલા અફઝલ હવે કસાબ... પણ તેથી શું ?


સંસદ પર હુમલો થયો ત્યારે આખો દેશ દેશદાઝ મા સળગી રહ્યો હતો. ઘણા લોકો પાકિસ્તાનનો કોળીયો કરી નાખવાની વાતો કરવા મંડ્યા હતા. આ લખનાર પણ તેમાનો એક હતો. છેવટે અફઝલ ગુરૂ પકડાયો તેના ઉપર કેસ ચાલ્યો અને છેવટે તેને ફાંસીની સજા થઈ. લોકો એ અને ખાસ કરીને તે હુમલામા શહીદ થયેલા જવાનો ના ઘરનાઓ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો. પણ પછી ? આજ સુધી તેને ફાંસી નથી મળી. આપણે તેમા પણ આપણા જ વખાણ કરતા થાકતા ના હતા. ભારત તેની સંસદ પર હુમલા કરનાર ને પણ બચવાનો પુરો મોકો આપે છે તે આખા વિશ્વને બતાવા માગે છે. સાલ્લુ ભલાઇ ની પણ કાઈ હદ હોય કે નહી ?
મુંબઈના V.T. (જો કે હવે CST) સ્ટેશન પર એક છોક્કડા જેવો દેખાતો ત્રાસવાદી પોતાની બેગમા બોમ્બ અને હાથમા રાયફલ લઈ લોકોને યમલોક પહોચાડતો જતો હતો તે દ્રશ્ય લગભગ બધાએ TV ઉપર જોયુ હશે. તેના(કે આપણા ?) કમનસીબે તે જીવતો પકડાય ગયો(મુર્ખો, મરી ગયો હોત તો દેશના કરોડો રૂપિયા બચેત). તેની ગોળિઓથી કેટલા મર્યા કે શહિદ થયા તે તો આંકડાની માયાજાળ છે તેમા ના પડતા અને તે પછીનો આખ્ખો કાર્યક્રમ કેમ ભજવાણો તે પણ ના માંડતા આજે તેને ફાસીની સજા થઈ તેના ઉપર આવું. ૧૦ જણા (કોઈ કહે છે ૫૦ હતા) ભારતમા ઘુસી સેકડો લોકોને કમોતે મારી નાખે પછી તેમાથી એક જીવતો પકડાય અને તેને ફાસીની સજા આપી આપણે ફટાકડા ફોડી તેની ઉજવણી કર્યે ત્યારે સાલ્લુ હસવું આવે છે. આ તો પેલા જેવું થયુ ભર બજારમા કોઈ થપ્પડ મારી જાય પછી તેની ખીજ વચ્ચે આવતા કોઈ નાના છોકરા ઉપર કાઢ્યે. કસાબ ને માન્યુ કે ફાસી થઈ પણ જાય તેથી શું ?

મુંબઈમા થયેલો હુંમલો આપણી બેવકુફી હતી... ઘણી બધી બાબતોમા આપણે અક્કલનું પ્રદર્શન કર્યું. હોમ મીનિસ્ટર થી લઈ ને પોલીસ ફોર્સે પોતાની ફજેતી કરાવડાવી. અણઘટ આયોજન અને અપુરતા સાધનો થી થવી જોયે તેના કરતા સેકડો ગણી વધુ જાન હાની વેઠી. છતા ઠેર ના ઠેર છીએ. જેટલી શક્તિ, સમય અને નાંણાનો ઉપયોગ કસાબને ફાસીને માચડે ચડાવવામા કર્યો તેટલો ઉપયોગ પોલીસ ફોર્સને ટ્રેઇન કરવામા અને આધુનિકી કરણ કરવામા લગાવ્યા હોત તો બીજા વખતે કોઈ કસાબ આવી રીતે આવે ત્યારે આટલી જાન હાની વેઠવી ના પડે... પણ આવી બુદ્ધી સુજે કોને. અહી તો લાશો ને પણ કોઈ ફાયદા વગર કફન ના ઓઢાડે..

અને હા અફઝલ ગુરૂનિ જેમ કસાબ પણ ભારત સરકાર નો મહેમાન બની ને રહેશે, ક્યાં સુધી ? જ્યાં સુધી કોઈ ફરી પાછુ પ્લેનનું હાઇજેકીંગ ના કરે ત્યાં સુધી. ભારતમા દરેક ગુનેગારને પુરતી તક આપવામા આવે છે.

-: સિલી પોઇન્ટ :-

કસાબને ફાંસીની સજા મળી ત્યારે કેટલીક પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, જ્યારે કસાબ ફટાકટા ફોડતો હતો ત્યારે તે બધા ક્યાં હતા ? વિચારવા જેવી વાત છે નહી.

2 comments:

  1. મારા મતે તો, એને મારવાની સજાથી આપણે એનું અધૂરું કામ જ પૂરું કરીએ છે, મરવા માટે જ તો એ આવ્યો'તો. હમણાં જ એક મિત્ર સાથે ચર્ચા કરતો તો એમાં અમે વાત કરતા'તા કે આના કરતા એને રોજનું ટોર્ચર આપવું જોઈએ. One day, one torture, અને ટોર્ચરનાં આઈડિયા તેની ગોળીથી જે લોકો માર્યા એના ઘરવાળા પસંદ કરે.

    "મારે કસાબને સજા આપવાની હોય તો" એવો બોર્ડમાં નિબંધનો વિષય રાખવો જોઈએ અને એમાંથી પણ Tortureનાં સારા આઈડિયા મળી શકે છે.

    ReplyDelete
  2. afzal ke kasab ne fansi api devathi terrorism khatam nahi thay are aa loko to fakt chitthi na chakar chhe...nimit matra chhe baki aa badhu karnar to badha baijjat chhuti pan gaya ..:(

    ne ha fansi na thay eni pehlano je safar hoy chhe ne mrutyu ni rah jovano e bahuj kathin hoy chhe etle vadhu saru ej ke eni fansi ni tarikho padti jay ne e pan vichari shake ne anubhave k maut avava karta maut avavava ni rah jovi bahu kathin chhe..

    ReplyDelete