Saturday, December 20, 2008

"હેટ્સ ઓફ".


આજે એક રીલેટીવની બિમારીને લિધે અહી અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ફક્ત હુ જ નહી મારી સાથે મે જે પુર્વધારણા અને પુર્વગ્રહ બાંધેલા હતા તે પણ સિવિલ પહોચ્યા. ગંદા ગંધાતા રૂમો, કચરાના થર જામેલા કંપાઉન્ડ, જ્યા ત્યા પડેલા દર્દીઓ અને તેના સ્વજનો, પડુ-પડુ થતી છતો અને ચારે બાજુ અવ્યવસ્થા. આ મારી પુર્વધારણા હતી અને સિવિલમા પી.એમ. સિવાય જવાય જ નહી તે મારો પુર્વગ્રહ. ત્યાં પહોચતા જ પુર્વધારણા અને પુર્વગ્રહ થોડા અંશે સાચો પણ લાગ્યો, જ્યા ત્યા પડેલો કચરો, બદબુ મારતુ પરીસર, આમ તેમ પડેલા દર્દી અને તેના સ્વજનો, પડુ-પડુ થતી ઇમારત.
અચાનક એવી ઘટના બની કે મારો દ્રષ્ટીકોણ જ બદલાઈ ગયો. જેને જોવા ગયો હતો તેને એટેક આવ્યો અને પછીની ૩-૪ કલાકમા મારૂ આખુ માનશ પરિવર્તન થઈ ગયું. ૩થી૪ મીનીટમા ડૉક્ટરોની આખી ટીમ આવી ગઈ અને એક નર્સ પોતે ઓક્સિજનનો બાટલો (સિલીન્ડર) ટ્રોલી ન હોવાથી ઉપાડીને લાવી. બધા જ ડૉક્ટરો મોબાઈલ વડે એક બીજાની જોડે સંપર્કમા રહ્યા. ત્યા કોરા લેટરપેડ ન હતા દવા લખવા માટે અને લેબોરેટરી માટે છાપાના કાગળનૉ ઉપયોગ થતો હતો. ધીરે-ધીરે મારો દ્રષ્ટીકોણ બદલાયો આખી સિવિલ તો જોઈ ના શક્યો પરંતુ જેટલુ ફર્યો તે બધામા આવુ જ જોવા મળ્યું અને દિલમા થયુ ખરેખર આ લોકોની કાર્યદક્ષતાને સલામ છે. આટલા લિમીટેડ રિસોર્સીઝથી ૧૦૦% આઉટપુટ આપવુ એ નાની સુની વાત નથી અને આપણ તેને વગોવીયે છીયે. કોઈ દિવસ વિચાર નહી આવ્યો હોય કે આ લોકો કેવી રીતે કામ કરે છે. મે તો કોઈ દિવસ વિચાર કર્યો જ નહતો. પ્રાઈવેટ હોસ્પિટલો આટલા રૂપિયા લેવા છતા ૧૦૦% સંતોષ આપી સકતા નથી ત્યારે આ લોકોને આ રીતે કામ કરતા જોઈ એક જ વાક્ય સુજ્યું "હેટ્સ ઓફ".
તમે શું માનો છો ?

7 comments:

  1. સાચી વાત છે તમારી

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. હુ પણ એ સિવિલમાં જ ભણુ છુ.ખુબ આનંદ થયો તમારી લાગણી જાણીને...

    ReplyDelete
  4. ખુબખુબ આભાર આપ સૌનો.

    ReplyDelete
  5. આમ તો, આપણો દેશ તેની સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. અહીં તેની થોડી અસર જોવા મળે છે. કેવી રીતે? આપણી સંસ્કૃતિમાં દયાભાવનાસહિષ્ણુતાલાગણીપ્રેમપરોપકારને વિશેષ મહત્ત્વ અપાય છે.
    સિવિલના ડોક્ટરનર્સસ્ટાફ પણ આવા માનવિય બંધનોથી બંધાયેલા હોય ને! કોઈ દરદીને જોઈને તેઓ કામે વળગી જાય એ સારી વાત છે. તેમની કાર્યદક્ષતા સેલ્યૂટેબલ છે. દર વખતે સમસ્યા લોકોની દાનતની નથી હોતી. સિવિલ કે કોઈપણ સરકારી વિભાગ પહેલાતો સારા ઇન્ફ્રાસ્ટ્રકચરની અછતથી પિડાય છે. સારા લોકોને કામ કરવા માટે દર વખતે સારંુ વાતાવરણ નથી મળતંુ. ગેરફાયદો એ થાય કે લાંબા ગાળે તેઓ કામથી દૂર ભાગતા જાય અને લગભગ સડેલી સિસ્ટમનો ભોગ બનતા જાય. અલબત્ત તેમણે આવું ન કરવું જોઈએ એ આદર્શ સ્થિતિ છે, પણ દર વખતે તે જાળવી શકાતી નથી. આખરે તો બધા માણસ જ ને! મારા મતે સરકારી સિસ્ટમ ખરાબ હોવાનું આ પણ એક કારણ છે. કામ કરવા વાળા માણસોને પુરતી સુવિધ અપાવવી જ જોઈએ. એ ન મળે તો એ નાસીપાસ થાય એ સ્વાભાવિક છે.

    ReplyDelete
  6. બધી જ સરકારી સિસ્ટમ ને સુધારવી હોય તો એક જ રસ્તો છે, જેટલા પણ જનપ્રતિનિધી છે તેણે ફરજીયાત આ સિસ્ટમનો ઉપયોગ કરવો. પછી તે શૈક્ષણીક સંસ્થા હોય કે દવાખાનુ. પરિવહન હોય કે રાસનની દુકાન. પછી જોવ મજા.

    ReplyDelete
  7. its really amazing...but jagratbhai aa civil kharekhar best chhe..me tya 2varas sudhi satat dar bija divashe dhakka khadha chhe pan ene mane mahamuli vastu pachhi api chhe mari etle i must have to salute that doctors ..

    ReplyDelete