Wednesday, December 10, 2008

ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ.

ઈચ્છાશક્તિનો સદંત્તર અભાવ. બધી જ સમ્યાનું મુળ આ એક વાક્યમાં કહી શકાય. તે પછી રાજકર્તા હોય, બુધ્ધીજીવિઓ હોય કે પછી સામાન્ય નાગરીક હોય બધા માટે લાગુ પડે છે. રાજકર્તા ને સુધરવું નથી અને આપણે એને સુધારતા નથી અને પાછળથી કહેશું આ દેશ કોઈ દિવસ સુધરસે નહી. આપણી પાસે બધાજ હથીયારો છે પરંતુ તેનો ઉપયોગ કોને કરવો છે ? કેટલા લોકો રેગ્યુલર વોટ આપે છે ? કેટલા લોકોએ માહીતિના અધીકારનો ઉપયોગ કરિ પોતાના વિસ્તારમા થતા કામની વિગત માગી છે ? શુ આ બધી આમ જનતાની ફરજ નથી ? સંસદ ઉપર હુમલો થયો ત્યારે આવિ જ પરિસ્થિતી હતી, શું થયું ? એનો આરોપી જેલમાં મજા કરે છે અને આપણે આપણા રૂમમાં. બોમ્બ બ્લાસ્ટ અને આવા આતંકવાદી હમલાથી જેના સ્વજન મરે છે એના સિવાય કોઇ ને કાઈ ફરક નથી પડતો અને મરનારના સ્વજન પણ થોડા ટાઈમમા પોતાની નોર્મલ જિંદગી જીવવા મંડે છે જેમ રાજકોટ બગોદરા હાઈવે પર અક્સમાત સામાન્ય છે એમ આ આતંકવાદ પણ આપણા માટે સામાન્ય છે.=૧=

No comments:

Post a Comment