Wednesday, December 3, 2008


આજની કળશ હાથમાં આવી, બધાજ પાના આતંકવાદ પર ભરી ભરી ને લખાયુ હતું. બધું જ વાચવુ શક્ય ન હતુ અને જરુરી પણ ન હતું કારણ બધા ને ખબર છે. ઈઝરાઈલ ની જે વાત ધૈવતભાઈએ કરી તે પછી માથુ ખંજવાડતા વિચાર આવ્યો કે શું આવું ભારતમાં શક્ય છે ? આ પ્રશ્નની પાછળ બીજા ઘણા પ્રશ્નો ઉભા થયા, ૧.શું આપણી વર્તમાન પરિસ્થિતી માટે આપણે પોતે જવાબદાર નથી ? ૨.આપણા વર્તમાન રાજકર્તા આ પરિસ્થિતીને પહોચી વળવા શક્ષમ છે ?આપણા શાસ્ત્રોમા કહેવાયું છે કે દુર્જનની સક્રિયતા કરતા સજ્જનની નિષ્ક્રિયતા વધુ ખતરનાખ છે, અત્યારે આ આપણી નિષ્ક્રિયતા નું પરિણામ છે અને હજી ન જાગ્યા તો હજી ખરાબ પરિણામ માટેની તૈયારી રાખવી પડશે. જે દેશમાં નાગરીકની ઇચ્છાશક્તિ જ્યાં સુધી જાગ્રત ન થાય ત્યાં સુધી રાજકિય ઇચ્છાશક્તિની અપેક્ષા રાખવી નકામી છે.આપ શું ક્યો છે ?

No comments:

Post a Comment