Friday, November 21, 2008

નિષ્ફળતા શું છે ?

અમદાવાદ થી રાજકો બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે પહોચવાનું છે, કેમ પહોચીં શું ? પ્રથમ તો ક્યા સાધનથી જવુ તે નક્કી કરી શું. પ્રાઇવેટ વાહનથી જવુ કે પબ્લીક ટ્રાન્સ્પોટનો ઉપયોગ કરીશું. કેટલા સમયની મુસાફરી છે તેમાં એકાદ કલાક જેટલો વધારાનો સમય ઉમેરી નિકળીશું. વાહન જો પ્રાઇવેટ હશે તો ઇંધણના અને પબ્લીક હશે તો ટીકીટના નાંણા જોઇશે. વાહન જે હોય તે પરંતુ તે યોગ્ય જગ્યાએ લઈ જાય છે કે નહી તે નક્કી કરી લઈશું. અંતે વાહન બધીજ રીતે યોગ્ય હોય અને અક્સમાત ન નળે તો નિયત સમયે મંઝીલે પહોચી જઇશું.ફક્ત ૩-૪ કલાકની મુસાફરી માંટે આટ-આટલાં પ્રયત્નો કરવા પડતા હોયતો જીવનમાં સફળતા મેળવવા માટે કેટલા પ્રયત્નોની જરૂર પડે ? નિષ્ફળતા એ અપેક્ષા ના પ્રમાણમાં ઓછા પ્રયત્નોનું પરીણામ છે.આપ શું માનો છો ?

2 comments:

  1. નિષ્ફળતા .... સફળતા
    બહુ મોટા શબ્દો છે, તમે તમારુ જીવન શાંતી થી જીવી જાવ સાથે કુટુંબ અને મિત્રો નો પ્રેમ હોય એટલે જીવન સફળ . બધા વડાપ્ર્ધાન કે પ્રેસિડ્ન્ટ બની શકે નહી.
    દરેક નુ સફળ જીવન વિશે નુ ગણિત અલગ અલગ હોય છે

    ReplyDelete
  2. It depends on person what he thinks about success and failure, perception varies from person to person.

    ReplyDelete