Monday, October 26, 2009

આજે કારતક સુદ આઠમ- ગોપાષ્ટમી.


કાલે મિત્રો સાથે બાઈક ઉપર ઝાંઝરી(દહેગામ થી ૩૦-૩૫ કિમી) બાઈક ઉપર ફરવા ગયો હતો. એક જ દિવસમા ૧૭૦-૮૦ કી.મી. બાઈક ચલાવવાનો આ પહેલો જ અનુભવ હતો. ઉપરાંત નાવાનો અને ૩-૪ કી.મી. નદીના પથરાળ રસ્તામા ચાલવાનો ખુબ જ થાક હતો એટલે સવારે ૧૦ વાગે હજી ઉઠીને બ્રસ મોઢામા લીધુ જ હતું ત્યાં મોબાઈલ રણક્યો. સામેથી મમ્મીનો અવાજ હતો, હેપ્પિ બર્થ ડે ટુ યુ. એક મિનિટ તો હું ચોંકી જ ગયો. મિત્ર પ્રબોધનો બર્થ ડે છે અને તેને રાત્રે વિસ કરી લિધુ પણ મારા જન્મદિવસને તો હજી વાર છે. મમ્મી હતા એટલે સામે પુછી પણ લીધુ, મારો જન્મદિવસ ? મને કે હા આજે ગોપાષ્ટમી છે એટલે તારો તિથી પ્રમાણે જન્મદિવસ છે.

આજે પણ મારા ઘરમા તારીખ કરતા તિથીનું મહત્વ વધુ છે. મારો સમય એવો છે કે હું વાર-તારીખ ભુલી જાવ છુ ત્યારે તિથી યાદ રહેવાનો પ્રશ્ન જ નથી. છતા એક વાત ખરી કે મને આપણી વિક્રમ સંવત પર પુર્ણ પંચાગ હોવાથી ગર્વ છે. કદાચ સુર્ય-ચંદ્રની ગતિનો સુમેળ કરી ચાલતુ બીજુ કોઈ પંચાગ મે જોયુ નથી. તેમ છતા
વિશ્વ જ્યાં ચાલે ત્યાં ચાલવું જ રહ્યું.

એક વાત ખરી કે જ્યારે બીજાના બર્થ ડે યાદ રહે અને તમારા બર્થ ડે ભુલી જાવ ત્યારે સમજવું કે કા તો તમે બહુ બીઝી થઈ ગયા છો અથવા તો તમે તમારો વિચાર નથી કરતા. મારી બાબતમા બીજી શક્યતા વધુ પ્રબળ છે. બીજા માટે જગ્યા કરવામા ક્યાંક તમારે ઉભા રહેવું ના પડે તે જો-જો, અત્યારે કદાચ હું તે જ સ્થિતીમા છું. દાન, માફી અને સલાહ હંમેશા પ્રળબની જ શોભે. વિચારવા જેવું છે નહી ?

3 comments:

  1. ઝાંઝરી ૩૦-૩૫ કિ.મી. દૂર હોય તો એકજ દિવસમાં ૧૭૦-૮૦ કિ.મી. કેવી રીતે થઇ જાય? લાગે છેકે ગણત્રીમાં ભૂલ છે. સરસ પ્રવાસ વર્ણન.

    ReplyDelete
  2. અરવિંદભાઇ,
    ઝાંઝરી દહેગામ થી ૩૦-૩૫ કિ.મી. થાય છે. અહી થી નરોડા ૨૦ કિ.મી., નરોડા થી દહેગામ ૨૦ કી.મી. અને ત્યાંથી ઝાંઝરી ૩૦-૩૫ કિ.મી. થાય છે. વચ્ચે ઉત્કંઠેશ્વર અને કેદારેશ્વર મહાદેવ ના એક્ટ્રા ૧૫-૨૦ કિ.મી. જોડતા ટોટલ વન સાઈડ ૭૫-૮૦ કિ.મી. એટલે ટોટલ ૧૭૦-૧૮૦ કિ.મી. પ્રવાસ થયો.

    ReplyDelete