ક્યારેક આપણામા રહેલી શક્યતાઓ પર આપણી મર્યાદા હાવી થઈ જતી હોય છે. જેમ તેંડુલકરમા દરેક ઇંનિગમા સેન્ચુરી કરવાની શક્યતા રહેલી છે પણ ઓફ સાઈડ થી બહાર નિકળતા બોલને સળી કરવાની મર્યાદા જ્યારે તેની શક્યતાઓ થી પ્રબળ હોય ત્યારે તે શુન્યમા આઉટ થઈ જાય છે. અહી મારી જાત ને કોઈ સાથે સરખાવાની કોશીસ નથી કરતો. પણ તેડુલકરની સિદ્ધીની કોઈ ગલીમા રમતા અને દરેક વખતે શક્યતાઓ પર મર્યાદાની વિજય હેઠળ દબાતા ખેલાડીને ઇર્ષા થવી સ્વાભાવિક છે.
મારી સ્થિતી પણ પેલા ખેલાડી જેવી જ છે. હું લખી શકુ છુ, બોલી શકુ છુ, મોટામા મોટો બીઝનેશ એકલા હાથે સંભાળી શકુ છું પણ મારી મર્યાદાઓ, "લાગણીશિલતા, મક્ક્મતાનો અભાવ, આળસ, નિર્ણય શક્તિનો અભાવ" મને આગળ વધતા રોકે છે. વધુ પડતી ઇમાનદારીને પણ આ લીસ્ટમા મુકી શકાય. આજે મે ઘણૂ બધુ મેળવ્યું છે અને તેથી વધુ ઘણૂ બધુ વેડફ્યું છે ત્યારે કોઈ સારા લેખક, કોલમીસ્ટ કે બિઝનેશમેન ને નિર્ણય લેતા, બોલતા કે લખતા જોવ છું ત્યારે અંદર અંદર થી એક સળવળાટ થાય છે. આવુ તો હું પણ બોલી શકુ છુ, લખી શકુ છુ કે નિર્ણયો લઈ શકુ છુ,પણ...
મને ખ્યાલ છે કે દરેક મંઝીલ મળવાની એક યોગ્ય તારીખ હોય છે. ગીતાસાર નાનપણમા વાંચતા, સાંભળતા, "સમયથી પહેલા અને ભાગ્ય થી વધુ કોઈ ને કાઇ મળ્યુ નથી, કર્મ કર ફળની આશા ના રાખ". પણ ફળની આશા વગર કામ કર્વું શક્ય છે ? પગાર જ ના મળતો હોત તો કોઈ જોબ પર જાત ? લેખકને તેના લખાણ બદલ નામ અને દામ ના મળવાના હોય તો તે શું લખવા નો ? બિઝનેશમેન પ્રોફિટ ના થાય તેવો ધંધો શું કામ કરે ? હું પણ ફળની આશા સાથે જ કર્મ કરૂ છું. ભલે ફળ મળવું ના મળવું ઇશ્વર આધીન છે.
ઓર્કુટ પર આવ્યા પછી ઘણૂ મેળવ્યું છે. ઘણા ના સંપર્કમા આવ્યો છું. તેમાથી અમુક તો મહારથી કહી શકાય તેવી વ્યક્તિઓ છે. અમદાવાદમા પૈસાની કિમંત જાણી છે. લોકો કેટલુ કમાય છે અને કેટલુ વાપરે છે તે જાણ્યું. ત્યારથી ઇર્ષા થવા લાગી. હું ઇશ્વર નથી કે મને ઇર્ષા ના થાય... અને હા હું એટલો ખરબ પણ નથી કે લોકો ના સુખે દુ:ખી થાવ. ઇશ્વર સદાય તેમને ખુશ રાખે અને આજે છે તેના કરતા ૧૦૦ ગણી સમૃદ્ધી આપે.
yes.. ફળની આશા વગર કર્મ કરવુ એ આજે બહુ શક્ય નથી.. તેથી આજે લોકોએ શક્ય હોય તો ફળની આશા રાખવી પણ ફળની શરત ના રાખવી... :)
ReplyDeletehappy to reading.... keep writting...
શક્યતાઓ પર મર્યાદાઓ હાવી થૈ જતી જ હોય છે.પણ આપણે કાયમ આપણી શક્યતાઓ વિશે જ વિચારવું જોઇએ. જો આપણે સતત આપણી મર્યાદાઓનો જ વિચાર કરતા રહિશું તો ક્યાંક એવું ના બને કે શક્યાતાઓ વિશે વિચારવાનો સમય જ ના મળે!!!!
ReplyDeleteઆજે ફ્ળની આશા વગર કામ કરવું એ ખરેખર કઠીન છે.પણ ઘણી વાર ’ફળ’ નું ના મળવું એ એના મળવા કરતાં ઘણૂં વધારે મહત્વનું હોય છે.
ક્યાંક વાંચ્યું હતું- ભલે છેલ્લા ઘા થી પથ્થર તૂટતો હોય,પણ એના પહેલાના બઘા ઘા કંઇ નિષ્ફળ નથી જતા.
જેમ ઘસાયેલો હિરો અમૂલ્ય બની જાય છે તેમ સંઘર્ષ જ માનવીને ઘડે છે.જેમ જેમ તમે કસોટીઓની એરણ પર ઘસાતા જશો તેમ તેમ વઘારે ને વઘારે અણમોલ બનતા જશો.
હજુ તો ઘણું લખવાની ઇચ્છા છે પણ મારી મર્યાદાઓની મને ખબર છે માટે ફિર કભી મિલેંગે, બ્રેક કે બાદ!!!!!!!
આપની ઑનેસ્ટી ને સલામ...
ReplyDeleteTAMARI PRAMANIKTANE KHUB KHUB SALAM CHEE HA SACHU KAHYU VAGAR ASHAYE MAHENAT KARVI NAKAMU CHHE
ReplyDeleteSACHU SAMLAM CHHE TAMNE
ReplyDelete