Friday, October 9, 2009

કડકડતી નોટો.... બધાની ચાહત.

કાલે ૮-૧૦ ના રોજ ઓફીસે સવારના વહેલુ જવાનું હતુ. ઓફીસ ખાલી ખમ્મ હતી. હું એકલો માખીઓ મારતો હતો. બપોરે જમીને સાવ નવરો બેઠો હતો. ત્યાં મારા સરના પપ્પા આવીને બોલ્યા, "અલ્યા અહી નવરો બેઠો છે તો જાને RBI મા ૫ અને ૧૦ ની નવી નોટો મળે છે લઈ આવ." આમ પણ કાઈ કામ હતું નહી અને તે બહાને RBI પણ જોવાય જાશે, તેમ વિચારી હું અને મારી ઓફીસના એક ભાઈ ગયા. ત્યાં પહોચી ને જોયું તો એ લાં......બી લાઈન. આમ પણ કાઈ કામ ના હતું એટલે અમે તો ઉભી ગયા લાઈનમા. લાગવગીયા ઘુસ મારવાની કોશીસ કરે અને કોઈ પટ્ટાવાળા કે સિક્યોરીટી વાળાને પટાવાની કોશીસ કરે. કોણ જાણે કેમ કોઈ ને લાઇનમા ઉભવાનો કંટાળો આવતો હશે ? કે પછી લાઈન તોડવાનો એક છુપો આનંદ મળતો હશે ? ભગવાન જાણે. ડંડા ખાધા પછી જ સરખી લાઈન કરવી તે જાણે જન્મજાત આદત હોય છે. આપણા ભારતીયો ના DNA મા કદાચ સારી વ્યવસ્થાને અવ્યવસ્થામા બદલી નાખવાના જીન્સ આઝાદી પહેલાથી વારસાગત મજબુત થતા આવ્યા લાગે છે ?

મહા મુસિબતે અંદર ગયા... ત્યાં વળી બીજી લાઈન હતી. તે લાઈનમા ટોકન લેવાનું હતું. મને ૧૮ નંબરનું અને બીજા ભાઈને ૧૭ નંબરનું ટોકન મળ્યું. અંદર ગયા તો પાછી ત્રીજી લાઈન હતી. અભિમન્યુ ચક્રવ્યુમા નહી મુંજાણો હોય તેટલો હું અંદર જઈને મુંજાણો. ક્યા બારી નંબર ૧૮ તે શોધવા મા જ ૧૦ મીનિટ નિકળી ગઈ. હું ૧૮ અને પેલા ભાઈ ૧૭ નંબરની બારી ની લાઇનમા ઉભા. ત્યાં કોઈ એ ધડાકો કર્યો કે ખાલી ૩,૦૦૦ ની જ નવી નોટ આપે છે અને તે પણ ૧૦ અને ૨૦ ની જ. આ તો જુનાગઢની બસમા ધક્કામુક્કી કરી ને બેઠા અને પછી ખબર પડી કે આ સીટીબસ ખાલી ઇસ્કોન સુધી જ જાય છે તેવું થયું. પેલો ભાઈ મને કહે શું કરીશું હાલો પાછા. મે કહ્યુ ના અહી સુધી આવ્યા છીએ તો નવી નોટ લઈ ને જ જાયે. કાઈ લીધા વગર જાશુ તો પાછા સાભળવાનો વારો આવશે.

અમારે ૮,૦૦૦ ની નવી નોટ લેવાની હતી. મે તેને કહ્યુ તમે ૩,૦૦૦ ની ૧૦ ની લઈ લેજો. મારી આગળ વાળાને ૧૦૦૦ ની જ લેવાની હતી એટલે ૧૦૦૦ તેને આપ્યા. મે ૨૦૦૦ ની ૧૦ની અને ૨૦૦૦ની ૨૦ વાળી નવી નોટ લીધી. મારો તો તરત નંબર આવી ગયો એટલે પેલા ભાઈની રાહ જોતો હું બહાર ઉભો. ત્યાં નવી નોટો લઈને દિગ્વિજય થઈ ને નિકળતા લોકોની મોઢાની ચમક જોવા જેવી હતી. તેમાય અમુક લોકો તેમના સંબંધી ને કહેતા કે મારી ઓળખાણને લીધે જ તમને નવી નોટો મળી બાકી અહી ૧૦-૧૦ ધક્કા ખાવ તો પણ નવી નોટ જોવા ના મળે. એક ભાઈ તો પરચુરણ ઉપાડવા એક હમાલ લઈને આવ્યા હતા. જીવનમા પહેલી વાર કોઈ ને પૈસાનો ભાર લાગતો હોય તેવું જોયું હતું. પેલા હમાલના ચહેરા પર તે પીડા હું જોઈ શકતો હતો. એક ભાઈ કોઈ અંદર નોટ લેવા ગયા હશે તેને મોબાઈલ પર સુચના આપત હતા. કેવી રીતે અને ક્યા-ક્યા કેવી વાત કરવી તે દર બે મીનિટે સમજાવતા હતા. મને થયુ કે આ ભાઈએ વધુ ચલાવ્યુ તો હમણા પેલો બહાર આવી આને કહેશે કે જાવ તમે જ લઈ આવો.

આ દરમ્યાન અમુક લોકો પોતાનો વ્યવસાય કરવા મા વ્યસ્ત હતા. રિક્ષામા ક્યાક થી સ્ત્રીઓ અને પુરૂષો લાવી તેને લાઈનમા ઉભા રાખી ભાડેથી નવી નોટો લેવડાવાતી હતી. આ ધંધાની તો મને ખબર જ નહી. તે તો પાછળ થી ખબર પડી જ્યારે ૫ ની નવી નોટ ના મળી અને પેલા ભાઈએ ત્યાં બહાર ઉભેલા એક વ્યક્તિને ભાવ પુછ્યો અને પેલાએ પેકેટના ૫૦ રૂપિયા કહ્યા ત્યારે. સાલુ આ તો કરવા જેવો ધંધો. સિધા જ ૧૦ % માર્જીન. ઓફીસે આવ્યા તો નસીબમા સાંભળવાનું તો હતું જ. ૫ ની કેમ નવી નોટ ના લાવ્યા ? અત્યાર સુધી શું કર્યુ ? બહાર મળતી હતી અંદર શા માટે ગયા ? વગેરે વગેરે રાબેતા મુજબ. પછી હોશે હોશે તેજુરીમા પૈસા મુકી બધા કામે વળગ્યા.

નિરાતે હું બેઠો હતો ત્યારે એક જ વિચાર આવ્યો. આને ઘેલછા કહેવાય કે ગાંડપણ કે પછી આત્મસંતોસ. બીજા પાસે છે અને મારી પાસે નથી કે મારી પાસે બીજા કરતા પહેલા કોઈ ચીજ આવી ગઈ તેવા અહમ નો સંતોષ કે ભંગ થી ઉત્પન થતી એક વૃતિ ? શું કહેશું આને.

4 comments:

  1. aam pan amdavad ma navi note nu loko ne vadhare ghelu chhe....... bija shaher karata....

    ReplyDelete
  2. તમારે ૮૦૦૦ ની નવી નોટો લેવાની હતી કે ૫૦૦૦ ની???

    ........(આ વખતે તમે ભૂલ કરી છે હિસાબ માં,, અરવિંદ ભાઈ ની જેમ મારી વાંચવા માં સહેજે ય ભૂલ નથી)............

    ReplyDelete
  3. ભાઈ તમે વાંચવાની ભુલ નથી કરી પણ ગણીત તમારૂ કાચુ છે... અમે બે જણા બે લાઈનમા ઉભા હતા, મે તે ભાઈને ૩૦૦૦ આપ્યા, મારી પાસે ૫૦૦૦ બચ્યા, તેમાથી ૧૦૦૦ આગળવાળાને આપ્યા અને મારી પાસે બચ્યા ૪૦૦૦ તેની ૨૦ વાળી ૧૦૦ નોટ એટલે ૨૦૦૦ + ૧૦ વાળી ૨૦૦ નોટ એટલે ૨૦૦૦ ની નવી નોટ મે લીધી.
    ટોટલે ૪૦૦૦ + ૧૦૦૦ આગળવાળાએ + ૩૦૦૦ મારી સાથે આવેલ અને ૧૭ નંબરી બારી ઉપર ઉભા રહેલ ભાઈના = ૮,૦૦૦. હવે બેઠો હિસાબ મગજમાં.

    ReplyDelete
  4. JO 3000 NI J NAVI NOT AAPATA HATA TO PACHHI TAMNE 4000 NI KEVI RITE AAPI???

    ReplyDelete