Monday, February 23, 2009

જય હો..જય હો...ખરેખર ?

આજે સ્લમડોગ મિલોનીયર(સ્લમડોગ કરોડપતિ)એ ઓસ્કરમાં ધુમ મચાવી. એ.આર.રહેમાન અને ગુલઝાર સહીત ૮ ઓસ્કર એવોર્ડ મેળવ્યા. નાના બાળકથી મોટા સુધી અને આમ નાગરીકથી રાજનેતા સુધી બધા જ જય હો..જય હો.. કરવા મંડ્યા. સારુ છે રહી રહી ને પણ ભારતીય સિનેમા ્જગતને તેના યોગ્ય સ્થાન મળ્યું. ફિલ્મ કેવી છે,સારી છે કે ખરાબ ? શું ખરેખર ભારતીય છે કે નહી ? વગેરે બાબત પર અહી હું ચર્ચા નથિ કરવા માગતો કારણ કે આ બધી બાબતો બહું ચર્ચાય ગઈ છે અને હજી વધું ચર્ચા સે. પરંતુ પડતા પાછળની એ હકીકત કે જે બહું ઓછી જગ્યાએ ચર્ચાણી છે તે ને અહી મુકવા માગૂ છું.
આપણે સ્લમડોગની વાત કરતા પહેલા ભુતકાળમાં જાયે. ્ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ એવા છે જે ભારતીયને મળ્યા છે અને ્ઘણા એવા છે જે મળવા જોયતા હતા. ્ઘણા એવો્ર્ડ એવા ભારતીયને મળ્યા છે કે જે મુળ ભારતીય છે પણ અત્યારે વિદેશી છે. ઘણી એવી સિ્દ્ધી છે જે મૂળ ભારતીયો ને મળી છે. દરેક વખતે આપણો ઉત્સાહ ચરમ સિમા પર હોય છે. તે સિ્દ્ધિ પછી ભારતીયની હોય કે NRIની. પરંતુ NRIની સિ્દ્ધિ વખતે ઉત્સાહમાં એક વાત ભુલી જાયે છીએ કે આ સિદ્ધિ ઉછીની છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલ્યમસ ભલે મુળ ભારતીય હોય પણ એણે સિદ્ધિ એક અમેરિકન તરીકે મેળવી છે જે એક કળવું સત્ય છે અને આ વાત દરેક વખતે નજરઅંદાઝ કરવામાં આવે છે અને તે વખતે એક પિડા અંદરથી ઝંખવા નથી દેતી. આજે પણ તે જ સ્થિતી છે.
અંગ્રેજો ગયા એને ૬ દાયકા જેટલો સમય થય ગયો પણ તેણે છોડેલી માનશિકતા હજી આપણી ઉપરથી જતી નથી. જે વાત વિદેશમાં જઈ સાબીત થય પાછી આવે તે જ સાચી અને સારી ? આપણે આપણી બુદ્ધીને ક્યારેય તકલીફ દેવાની જ નહી ? શું રહેમાને આજ પહેલા ક્યારેય સારૂ સંગીત આપ્યું જ નથી ? શું ગુલઝાર સાહેબના ગીતમાં પહેલા ્મીઠાસ હતી જ નય ? જે હોય તે આ બધી પિંજણમાં કોણ પડે પણ ક્યાં સુધી આપણે આવી ઉછીની પ્રસિદ્ધીથી હરખાતા રહેશું ? કદાચ આ પ્રિસ્થિતીના મુળમાં જાયે તો ઘણુ ખરૂ ખબર પડે. વર્ષોથી આપણું બુદ્ધિ ધન વિદેશ જાતું રહ્યું છે. હા થોડા સમયથી તેમાં ફેરફાર આવ્યો છે ખરો પણ પરિસ્થિતી જોયે તેવી સુધરી નથી. તેના ઘણા કારણોમાં નું એક છે યોગ્ય પ્રતિભાની યોગ્ય કદરના થાવી. રહેમાનની જ વાત કરીયે તો જે કહેવાતા ્સમીક્ષકો તેના સંગીતમાં કાય ભલી વાર નથી તેમ કહેતા તે આજે બે મોઢે વખાણ કરે છે. ક્યા ્કારણે કલ્પના ચાવલા અને સુનિતા વિલ્યમસ ને ભારત છોડવું પડ્યું ? જે વ્યક્તિ પાછળ સરકાર ૨૦-૨૨ કે ૨૫ વર્ષ ખર્ચ કરે અને જ્યારે તેની દેશને જરૂર હોય અને તે વ્યક્તિ પણ ઇચ્છતી હોય કે દેશ માટે કાઇક કરે ત્યારે જ તેણે દેશ છોડવો પડે. આવું વર્ષોથી થાતું આવ્યું છે અને હજી પણ થાય છે. શા માટે ?
કદાચ આ માટે આપણી માનસિકતા જવાબદાર છે. આપણને જ્યાં સુધી વિદેશ માંથી સ્વિકાર્યતાની ્મોહર ના લાગે ત્યાં સુધી સ્વિકારવાનો સંકોચ થાય છે. આ ફક્ત વ્યક્તિ માટે જ નથી લાગું પડતું ઘણી બધી વસ્તું માટે પણ લાગું પડે છે. દા.ત. દેશી ભાષામાં જેને કુવારપાઠુ કહે છે તે "એલોઇવેરા" માટે વર્ષોથી ગામડામાં કહેવાતું કે દાજ્યા અને બીજી તકલીફ માટે તે અકસિર છે(હું ગામડામાં રહેતો એટલે મને ખ્યાલ છે શહેરની મને ખબર નથી). પણ આજની આધુનીક પેઢી તે માનવા તૈયાર નોતી પણ જેવી બહારથી વાત આવી કે આના આટલા આટલા ફાયદા છે કે તરત પબ્લીક ગાંડી થય. શા કારણે.
આપણી આવી માનશિકતાના કારણો તપાસવા રહ્યા. જ્યા સુધી આપણે આ વસ્તુનો ઇલાજ નહી કરીયે ત્યાં સુધી આપણે ઉછીની ખુશી પર જ ખુશ થાતુ રહેવું પડેશે.

3 comments:

  1. bhai tamari vaat ek dum sachi chee...

    badhaa e potani mansikta change(mind sichology) karya ni ek dum jarror chee...

    biju OSCAR vise kahu to bhai jay ho & slumdog karta pan sara geet gulzare lakhyaa che & A.r.rheman eenaa karta pan saru sangeet biji filmo ma appyaa chee..

    ReplyDelete
  2. જાગ્રતભાઇ આ તમે જે લખ્યુ છે તે અત્યારની વરવી વાસ્તવિકતા છે. જ્યાં સુધી આપણો સમાજ કે દેશ યોગ્ય પ્રતિભાની કદર કરવામાં સંકુચિત વલણ દાખવશે ત્યાં સુધી આપણા દેશના બુદ્ધિધનનો ઉપયોગ આપણે નહિ કરી શકીએ. આના માટે જવાબદાર આપણે પોતે જ છીએ અને મારે અહીયા બીજી એક વાત કરવી ઘટે કે આપણે અહીંયા પશ્ચિમી સંસ્કૃતિનુ આંધળુ અનુકરણ થઈ રહ્યુ છે અને ત્યાની પ્રજા સમજીને આપણુ અનુકરણ કરતી થઈ છે અને આપણી પ્રતિભાઓની હવે તે લોકો કદર કરે છે.

    ReplyDelete
  3. જાગ્રત બે મુદ્દે હું તારી સાથે સંમત છું.
    એક ગુલઝાર અને રહેમાનએ અગાઉ ’જય હો..’ને ટપી જાય એવું સુંદર કામ કર્યુ જ છે. જગજીતસિંગજી મારા અત્યંત પ્રિય ગાયક હોવા છતાં હું રહેમાન બાબતે તેમણે કરેલાં નિવેદન સાથે સંમત થતો નથી. રહેમાનએ તેનાં સંગીતથી અને જગજીતસિંગે તેની ગાયકીથી મારા અકસ્માત બાદના એકાંત સમયનો ખાલીપો કૈંક અજબની શક્તિથી ઉજમાળી દીધો છે.

    અને વિદેશીઓની સ્વીકૃતિ બાદ જ - જય હો... જય હો.. - કરવાની માનસિકતાને આપણે સુધારવાની તાતી જરૂર છે.


    કમલેશ પટેલ

    ReplyDelete