Sunday, February 15, 2009

૧૯૯૬ "ક્રાન્તિવિરોની જીવનકથા


મારા વાંચનના વિકાસમાં મો્ટો ફાળો મારા પપ્પાનો છે. આગળ કહ્યું તેમ તેમની પાસે નાની એવી લાઇબ્રેરી હતી અને મારા વાંચનની શરૂવાત ત્યાંથી જ થય. ૧૯૯૬નું વર્ષ એ મારૂ બોર્ડનું(ધો.૧૦) વર્ષ હતું. મને પહેલાથી હો્મવર્ક અને વાંચવાનો(ભણવાનું) કંટાળો અવતો એમાં આ તો બોર્ડનું વર્ષ એટલે પત્યું.
ખીજાય-ખીજાયને ઘરના ધરાર મને વાંચવા બેસાડે અને ત્યાં રૂમમાં હું સુઇ જાતા. (મારો વાંચવા માટેનો અલગ રૂમ બનાવેલો.) એકાદ બે વાર પપ્પાએ મને સુતા પકડી પાડેલો ત્યારે મને પુછ્યું કે કેમ સુઇ જાય છે તો મે કહેલું મને દિચસે વાંચવાનો કંટાળો આવે છે અને મને ખરેખર કંટાળો જ આવતો હતો. પછીથી રાત્રે લાઇબ્રેરીમાં વાંચવાનું ચાલુ કર્યું. રાત્રે મમ્મી ૧૨ વાગ્યે ચા આપી અને પછી બધા જ સુતેલા હોય ત્યારે લાઇબ્રેરીમાંથી બુકો વાંચતો. લાઇબ્રેરીમાં હતી તે બધી તો પહેલા વાંચી નાખી હતી અને મારા બોર્ડનું વર્ષ હતું માટે નવી ્બુકો આવે તેમ ન હતી. મને ઇતિહાસમાં કંટાળો આવતો હોવા છેતા ભણવાના વાંચનથી સારૂ હોવાથી મે ક્રાન્તિવીરોની આત્મકથા વાંચવાની શરૂ કરી.
આ વાંચનની શરૂવાત મારી બોર્ડની પરિક્ષાના ત્રણ મહિના પહેલા શરૂ કરેલ.

હું રાત્રે મોડે સુધી વાંચતો, ભગતસિંહ,રાણી લક્ષ્મિબાઇ,ચંદ્ર્શેખર આઝાદ,તાત્યા તોપે,નાનાસાહેબ પેશ્વા,ખુદિરામ બોઝ, વગેરે પ્રમુખ ક્રાન્તિવિરોની જીવનકથામે વાંચી. મારા આ વંચનથી મારામાં ગંભિરતા આવી ્તથા મારા વિચારોની દિશા બદલી. અત્યાર સુધી હું ફક્ત વાંચવા ખાતર વાંચતો હતો હવે તેમા કારણ ભળ્યું. કદાચ આ બધા્ની જીવનકથા વાંચી પછી મારામાં દેશ માટે કાઇક કરવાની તમ્મન્ના જાગી. મારા ભવિષ્યનાં વાંચન અને લેખનનો પાયો અહીથી નખાણો.

અંતમાં તે પણ જણાવી દવ, મારા પપ્પાને ખબર જ ન હતી કે હું રાત્રે શું વાંચુ છુ તે તો એમ જ માનતા કે હું મોડે સુધી મારા ભણવાનું વાંચતો અને જ્યારે મને ધો.૧૦ માં ૫૬% ત્યારે મને એમ જ કહ્યું કે આટલુ વાંચવા છતા જો ૫૬% જ આવ્યા તો પછી તું સાયન્સમાં જઈ ને કરીશ શું ? એને ક્યા ખબર હતી કે મે શું વાંચ્યું.

3 comments:

  1. જાગ્રતતારી આ પારદર્શિતા આજીવન જાળવી રાખજે. એ બહુમૂલ્ય મૂડી છે, અથાક પ્રયત્ન બાદ પણ ક્યારેક હું ...છોડ એ વાત, મારામાં તારા જેટલી હિંમત નથી જ નથી !!


    કમલેશ પટેલ

    ReplyDelete
  2. Hello,
    I read your post and some other too.
    Did you ever confess to your parents about reading other than study books during the time which was specifically set for that and, parents did all they could, to help you study well?
    If you have not confessed till date then all you have read uptill now has gone to waste.
    Pl think over

    ReplyDelete
  3. સરજી,
    આપની સાથે ૧૦૦૦ % સહમત છુ. પપ્પાને મારા કારસ્તાનની ખબર છે અને મારા વાંચનના ગાંડા શોખ વિષે પણ. આજે પણ વાંચન સામગ્રી માટે હું પપ્પા ઉપર આધાર રાખુ છુ. પપ્પા ઘરે બધા જ મેગેઝીનો મંગાવે છે અને પોતે વાચી મને મોકલે છે. નવી સારી કોઈ બુક આવી હોય કે તેના વિષે તેણે કોઈ પાસે થી માહીતી મેળવી હોય તો તરત મને તે માહીતી પાસ કરે છે.

    આપની કોમેન્ટ બદલ આભાર અને હા વ્યસ્તતાને લીધે જવાબ આપવામા જે ઢીલ થઈ છે તે બદલ બદલ ક્ષમા કરશો.
    જાગ્રત.

    ReplyDelete