Tuesday, February 3, 2009

૧૯૯૫ "ધુમકેતુ"


ધુમકેતુને વાંચવા માટે પણ તે જ કારણ હતું. તેમની વાર્તા પોસ્ટ ઓફીસ અમને ભણવામાં આવતી, તે દિવાય એક ભિખુ નામના ગરીબ બાળકની વાર્તા પણ ભણવામાં આવતી જેની કથા વસ્તુ મને યાદ છે નામ યાદ નથી. આ બન્ને વાર્તા મને ઍટલી ગમી ગઇ હતી કે ધુમકેતુની બીજી વાર્તા વાંચ્યેજ છુટકો હતો. અહિ પણ મને મારા પપ્પા મદદે આવ્યા,તેની પાસે તણખા મંડળનો સેટ હતો. તે ઉપરાંત તેમની થોડીક નવલકથા પણ ખરી. મે જીંદગીની પહેલી નવલકથા ધુમકેતુની વાંચેલી.


ઉપરોક્ત બે બનાવ પછી એક વણલખ્યો નિયમ બની ગયો કે દર વર્ષે મોટા ભાગે એક લેખકનું સાહિત્ય મોટા પ્રમાણમાં વાંચવું. આ બાબતે થોડુ વિસ્તારથી જણાવું તો મેં એક વાચક તરીકેની મર્યાદા શરૂથી જ બાંધી લિધી હતી. અમુક સાહિત્યમાં મને ટપ્પો ના પડે તેને મે ધરાર ક્યારેય વાંચવાનો પ્રયત્ન નથી કર્યો. દા.ત. નવલકથા. નવલકથા સાહિત્યનો સૌથી વધુ વંચાતો વિભાગ છે પણ મને તે જચ્યો નથી. તેમા મારી મર્યાદા છે. પહેલી મર્યાદા એ કે હું વિષયને અધુરો મુકી શકતો નથી. ભદ્રંભદ્ર અને પૃથ્વિવલ્લભ મે એક બેઠકે વાંચેલી છે તે જ રીતે છેલ્લે વાંચેલી બક્ષીની સમકાલ કામધંધો મુકીને વાંચી હતી. રસ ભંગ થાય તેવા વાંચનથી મોટે ભાગે દુર રહુ છું તે બાબતે વાર્તા અને નિંબધ મને અનુકુળ લાગે છે.


એક લેખકના મોટા પ્રમાણની બુકો એક વર્ષમાં વાંચવા માટેનું બિજુ કારણ મારુ અજ્ઞાનતા છેં. હું જે રીતે મોટો થયો છુ ત્યાં ફક્ત હુ અને માત્ર હું જ હતો માટે મને માર્ગદર્શન આપવા વાળૂ કોઇ ના હતુ અથવા તો મે કોઇ પાસે માગ્યું નાહતું. માટે નવા લેખકને વાંચવાનું જોખમ કરવા કરતા વાંચેલા લેખકને જ બહોળા પ્રમાણમાં વાંચવા શું ખોટા, તેમ ગણીને હું એક જ લેખકને આખું વર્ષ વાંચતો.


ત્રિજુ અને સૌથી મોટુ કારણ એ કે મારે ત્યાં ઘરે લાઇબ્રેરી હતી પણ તે સિમિત હતી બાકીનું વાંચન માટે મારે બુકો ખરિદવી પડતી અને તે પણ રાજકોટ કે અમદાવાદ આવવાનું થાય ત્યારે. વર્ષમાં એકાદ-બે વાર માંડ નિકળવાનું થાય ત્યારે આખા વર્ષનું વાંચન જોડે જ ખરીદી લેવું પડતું અને ક્યારે પુરતુ ના પળે તો તેને જ પાછું વાંચી ને ચલાવી પડતું.


ઉપરોક્ત કારણને હિસાબે મને કોઇ નુકશાન નથી બલકે ફાયદૉ છે. જેમ કે, એક જ લેખકનું એકધારું સાહિત્ય વાંચો તો તેને સમજવામાં બહુ સહેલાય રહે છે. તમે તે લેખક જોડે લીંક બાંધી હોય તે જળવાય રહે અને તેના લેખનમાં આવતા રુઢિપ્રયોગો,કહેવતો,અઘરા શબ્દો,દૃષ્ટાંતો વગેરે સમજવામાં બહુ મુશ્કેલ પડતી નથી. તમે જે તે લેખકના વિચારોની વધુ નજીક પહોચી શકો છો અને જો ઇચ્છો તો તેને અમલમાં પણ મુકવા માટેની દ્રઢતા વધે છે. તે ઉપરાંત નવા લેખકની શૈલીને ગળે ઉતારવી મારા જેવા શિખાવ વાચક માટે ક્યારેક મુશ્કેલ હોય છે તે ભય અહી રહેતો નથી. ટુકમાં મારી મર્યાદાને લિધે જે નિયમ બન્યો તેને લિધે મને ઘણો ફાયદો થયો.

1 comment: