Sunday, February 1, 2009

My Favourite Books..

૧) સ્વામી વેવેકાનંદનું જીવનચરિત્ર.
૨) ગાંધીજી ની આત્મકથા (સત્યનાપ્રયોગો)
૩) બસ, એક જ જીંદગી - ચંદ્રકાન્ત બક્ષી
૪) નમુ તો હાસ્યબ્રહ્મને - ( વિનોદ ભટ્ટ- સંકલન- રતિલાલ બોરિસાગર)
૪) શો મસ્ટા ગો ઓન- ( શાહબુદ્દીન રાઠોડ )
૫) ચેતના ની ક્ષણે-પળે-સવારે- કાંતિ ભટ્ટા
૫) વિચારોના વૃન્દાવનમાં- ગુણવંત શાહ
૫) સફળતાના તંણાવાણા- બી.એન.દસ્તુર

૧) સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર.
મેં આ બુક ૧૯૯૬ માં વાંચવાની ચલુ કરી અને ૨૦૦૩ માં પુરી કરી. તે ૩૯ વર્ષમાં જે જીવન જીવી ગયા, તેના વિષે વિચારવા માટે મારા જેવા સામાન્ય વ્યક્તિને આખુ જીવન ઓછુ પડૅ. અને કદાચ એટલે જ મને આ પુસ્તક વાંચતા ૭ વર્ષ લાગ્યા હશે.

૨) સત્યના પ્રયોગો.
આજે ગાંધીજીની પુણ્યતિથી છે ત્યારે એક રંજ રહી જાય છે કે આપણે કેટલા નિસ્ઠુર છીએ કે આ વ્યક્તિને પણ આપણે ભુલી શકીયે છીએ.(આ વાક્ય ફક્ત મારા માટે છે.) ખરેખર હું આજે ભુલી જ ગયો હતો. હું નાનો હતો ત્યારે બહુ ખોટુ બોલતો હતો. વાતવાતમાં મને ખોટુ બોલવાની આદત હતી પણ મારા મોટા ભાઇએ મને જ્યારે આ બુક આપી ( કદાચ હું ધો.૯ માં હતો અને તે પોરંબંદર કિર્તીમંદિર ગયો હતો.) ત્યારથી મે ધીમે ધીમે ખોટુ બોલવાનું છોડતો ગયો અને આજે લગભગ ખોટુ બોલતો જ નથી. બીજુ મારુ અંગત માનવું છે કે, જે સત્ય ગાંધીજીએ લખ્યું છે એવું સત્ય હું કોઇ અંગત વ્યક્તિ સામે કબુલી પણ ના શકુ. આ પુસ્તકથી મારા જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું તે હકિકત છે.

૩) બસ એક જ જીંદગી- ચંદ્રકાન્ત બક્ષી.
બક્ષીબાબુની મે વાંચેલી આ પહેલી બુક હતી. તે પહેલા ધો.૭ કે ધો.૮ માં ગુજરાતીમાં તેમની એક વાર્તા ભણવામાં આવતી "સૃતી અને સ્મૃતિ"(જોડણી ભુલ માટે ક્ષમા) જે મને હજી યાદ છે. ત્યારેથી હું તેને વાંચવા માટે ઘણો બેતાબ હતો. આ બુક ને બક્ષીની ઓલટાઇમ ગ્રેટમાં મુકાય કે ના મુકાય તે તો ખબર નથી પણ મને આ બુક પ્રત્યે થોડો પુર્વગ્રહ છે.

૪) નમુ તો હાસ્યબ્રહ્મને - ( વિનોદ ભટ્ટ- સંકલન- રતિલાલ બોરિસાગર)
વિનોદ ભટ્ટ, હાસ્ય પ્રત્યે સમર્પીત લેખકોમાં એક ગણી શકાય. નાનો હતા ત્યારે નવા વર્ગમાં આવ્યે ત્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકની અનુક્રમણીકામાં આ નામ પહેલા શોધતો અને લગભગ ક્યારેય હું આ બાબતે નિરાશ નથી થયો અને તેનું નામ છે તે જાણીને ભણવાનો ઉત્સાહ બની રહેતો. એક હાસ્ય લેખક બીજા હાસ્ય લેખકના લેખોનું સંકલન કરે ત્યારે પંદગીનું ધોરણ ઉચુ હોય તે સમજી સકાય તેવી બાબત છે અને તેટલે જ આ પુસ્તક મને ગમે છે.

૪) શો મસ્ટા ગો ઓન- ( શાહબુદ્દીન રાઠોડ )
આ બુક હું જ્યારે મારા મોટા ભાઈ જોડે હોસ્પિટલમાં હતા ત્યારે સામે એક કાકા જુની બુક વેચતા હતા ત્યાંથી લિધી હતી. એક હાસ્ય-કલાકાર તરીકે તો હું તેમને સાંભળીને મોટો થયો છું તેમ કહી શકાય. જ્યારે હું નાનો હતો ત્યારે ટી.વી. નું કલ્ચર ન હતું ત્યારે ટેપ અને રેડીયો મનોરંજનના સાધનો હતા ત્યારે વનેચંદનો વરઘોડો કે લાભુમેયરી કે પછી ભત્રીજો પ્રેમમાં પડ્યો વગેરે સાંભડીને જ મોટો થયો હતો. એક હાસ્યકારને સાંભળવા અને તેને વાંચવા તે બે ભિન્ન બાબત છે. મારા મતે બોલવા કરતા લખવામાં લાગણી વ્યક્તતાની છુટ વધુ રહેલી છે. આ જ કારણે મને તેને સાંભળવા કરતા વાંચવા વધુ ગમ્યા.
To be cont..

2 comments:

  1. પ્રિય મિત્ર

    'ફલેશબૅક'માં લખ્યું છે તે પ્રમાણે તમે એક લેખકના પુસ્તક આખા વર્ષમાં વાંચો છો,અને અગાઉ પણ મેં લખ્યું છે કે એ વિચાર મને ખૂબ જ ગમ્યો છે ...તેના વિશે,તમે જે વિચારો અને જે અનુભવો તે શક્ય હોય તો લખશો_

    કમલેશ પટેલ
    http://kcpatel.wordpress.com/

    ReplyDelete