Tuesday, February 3, 2009

૧૯૯૪ "મેઘાણી"


૧૯૯૪ માં હું ૧૩ વર્ષનો હતો અને હાઇસ્કુલમાં તે મારુ પહેલુ વર્ષ હતું. છાપા અને મેગેઝીન સિવાયનું મોટા પાયના વાંચનનું પણ તે પહેલું વર્ષ હતું. મારી શાળા વિવેકાનંદ વિનય મંદિરમાં ગુજરાતીની શિક્ષક શ્રી વિ.ડી.વઘાસીયા સહેબ ફક્ત ધો. ૯ અને ૧૦ નું ગુજરાતી લેતા પણ એક દિવસ અમારો ફ્રી પિરીયડ હતો અને તેઓ મેઘાણીનું પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર લઇને અમને એક વાર્તા સંભળાવી. તેમની શૈલી કોઇ ચારણથી કમ ના હતી અને મારા જેવાને બીજી વાર્તા વાંચવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક હતું. મે ઘરે જઈને પપ્પાને આ બાબત વિષે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે આપણા ઘરે મેઘાણીના સોરઠી બહારવટીયા ના ૪ ભાગ અને સૌરાષ્ટ્રની રસધારના ૫ ભાગ છે. તેમણે જ્યારે મેઘાણી સતાબ્દી મહોત્સવ હતો ત્યારે લિધેલા.તે આખુ વર્ષે મે બન્ને પુસ્તકના કુલ ૯ ભાગ વાંચવામાં કાઢ્યા. ત્યારે મારામાં એટલી વિચાર શક્તિ નોતી છતા આજે તે વિચારી શકુ કે મેઘાણીએ તે સમયમાં ટાંચા સાધનોથી આટલી માહિતી કેવી રિતે એકત્રિત કરી હશે ? "જોગીદાસ ખુમાણ" કે "લાખાવાળૉ". બધા વિષે બને ત્યાં સુધી સત્યની નજીક જાવાનૉ પ્રયત્ન જ અભિનંદનને પાત્ર છે. હા, થોડી ભુલો જરુર હશે પણ તેને બાજુએ મુકીને પણ સેલ્યુટ કરવાનું મન થાય.

No comments:

Post a Comment