Sunday, August 1, 2010

મીત્રતાનો નવો રંગ

વર્ષ ૨૦૦૮ નું હતું

અને વરસાદની મોસમ હતી.

પણ હું એકદમ સુશ્ક અને કોરો હતો.

કારણ માત્ર એક એકલતા.

આજે વર્ષ ૨૦૧૦ અને

તે વરસાદની મોસમ છે.

મીત્રોના સ્નેહનું ઘોડપુર વહે છે ઉરમાં.


હમણા થોડા દીવસ પહેલા મારે ત્યાં દીકરી અવતરી. SMS અને ફોન પર વધાઈનો વરસાદ થયો. ત્યારે કોલેજ સમયની એક મીત્ર(?) કે જેની સાથે ત્યારે મારે સૌથી વધુ ઝગડા થતા તેની સાથે વાત માથી વાત નીકળી. તેની એક લાઈન મને મન માં વસી ગઈ. "જાગ્રત ઓર્કુટ ના હોત તો આપણે ક્યારેય Friend બની શક્યા હોત." કદાચ એટલે આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે મને પણ વિચાર આવ્યો કે ઓર્કુટ ના હોત તો ? મારા ઘણ મીત્રો કહે છે તેમ હું પણ માની લવ છુ કે મળવાનું તો હતુ પણ તો ઓર્કુટ એક માધ્યમ બની ગયું બાકી સંબધોને આગળ વધારવા તે તો તમારા હાથ માં હોય છે. પણ ૧૦૫ મીત્રો (મારી પ્રોફાઈલમાં) તેમાથી ૨૫ ઘરના સભ્યો અને જુન મીત્રો કાઢી નાખો તો ૮૦ વધે તેમાથી ૬૫ ના ફોન નંબર મારા મોબાઈલમાં હોય અને દરેક સાથે નિયમીત વાત થતી, માંગરોલ આવ્યા પહેલા અમદાવાદમાં રહેતા મીત્રો ને નિયમીત મળાતું હોય વાર-તહેવાર જોડે ઉજવાતા હોય, અરવિંદભાઈ,ખ્યાતીબેન,રીષીભાઈ અને રવિન પરદેશમાં બેઠા-બેઠા મારા ખુશીના પ્રસંગો પર હર્ષ અને હું દુ:ખી હોવ ત્યારે ચિંતા કરતા હોય તેવું બને ખરૂ ? ફક્ત ખાલી સંયોગ તો નથી . નામ લખવા બેસીસ તો પોસ્ટ ખુબ લાં.............બી થઈ જાશે. આજે ખાલી એટલુ લખવું છે તો મીત્રતાનો નવો રંગ છે... મેઘધનુષ્યના રંગો થી પણ રંગીન એવો મારો વર્ચુય નહી વાસ્તવિક પરિવાર, જેમાં કોઈ કાકા છે તો કોઈ મોટાભાઈ, કોઈ દીદી છે તો કોઈ નાની લાડકીબેન, કોઈ મીત્ર છે તો કોઈ નાનો ભાઈ. કદાચ સંબધો બાંધવ નથી પડતા આપણે તેનાથી અટુત બંધાઈ જતા હોઈએ છીએ. આજનો દીવસ તેવા અટુત સંબધો ને નામ.


સીલી પોઇન્ટ

ઓર્કુટ પર આવ્યો તે પહેલા ખાલી જાગ્રત હતો જ્યારે અત્યારે, JK, Jભાઈ, જાગુભાઈ, જાગ્રતભાઈ, નિશાચર વગેરે છું. Thanks 2 My Friends.

No comments:

Post a Comment