Tuesday, August 3, 2010

એક મીત્રને મીત્રતા દીવસે અંજલી...

"બાડા કાલના પેપરની તૈયારી કેવીક છે ?", ચીરપરીચીત પહાડી અવાજ સંભાળાયો. "કાલે ક્યું પેપર છે ?"મે સામે પ્રશ્ન કર્યો. "એલા જાગૃતિયા તને ખબર નથી ? મામા તો તું મને શું મદદ કરવાનો હતો ? તો કાલે નામાનું પેપર છે અને તેમા મારે થોડા લોચા છે એટલે તને કહ્યું તું તો મારાથી પણ બે નિકળ્યો ? વચે અડધો ડઝન ગાળ સાથે તેણે વાક્ય પુરૂ કર્યું. "એલા નામું એક તો મને આવડે છે, પણ તું કેવી રીતે મારા માથી લખીસ તું તો મારા થી બેન્ચ પાછળ બેઠો છે ?" મે તેને જવાબ આપ્યો.. "એલો મારો પ્રોબલેમ છે ને.. સુપએઅવાઝરને કેમ બટલીમા ઉતારવો તે મને આવડે છે." એટલા આત્મવિસ્શ્વાષથી તેણે જવાબ આપ્યો.


બીજા દીવસ પેપર શરૂ થયુ તે પછી ૩૦-૪૦ મીનિટ કાઈના થયું.. જેવા સુપરવાઈઝર બહાર ગયા કે તરત તે પછળથી ઉઠીને મારી બાજુની એટલે કે વચ્ચેની હરોળમા ખાલી બેન્ચ પર આવી ચડ્યો. "લાવ લખાવ હવે.." "પણ એલા સ્કોડ આવશે તો ?" મે ડરતા કહ્યું. "એને બાટલીમાં હું ઉતારી દઈશ." હજી તેણે શબ્દો કાઢ્યા હતા અને તેની મીનિટ પછી ખરેખર સ્કોડ આવી. ભાઈ એકલો વચ્ચેની બેન્ચ પર બેઠો હતો એટલે પેલા તેને લીધો, "કેમ અહી બેઠો છે ? તારી જગ્ય ક્યાં છે ?" એવા પ્રશ્નો પુછાયે કે તરત મને મનમાં ફાળ પડ્યો. "સાહેબ પાછળ છેલ્લી બેન્ચે, પણ ત્યાં હું વાતો કરતો હતો એટલે સુપરવાઈઝરે અહી બેસાડ્યો" તેન જવાબથી હું તો ચોકી ગયો.. પેલા કાઈ પણ બોલ્યા વગર જતા રહ્યા. "જોયુ બાડા આપણી કમાલ" મારી સામે જોયને તે બોલ્યો. "એલા તો ગય હવે સુપરવાઇઝરને શું કહીશ" મે સામે પુછ્યું "એને પણ બટલીમાં ઉતારી દઈશ". ત્યાં સુપરવાઇઝર આવ્યા, "એલા તું આય શું કરે છે ?" ક્લાસમાં પ્રવેશતા તેને પુછ્યું. "પાછળ વાતો કરતો હતો એટલે સ્કોડવાળા સાહેબે અહી બેસાડ્યો. તમે કેતા હોય તો ત્યાં જતો રહું ?" ખોટુ બોલવાના તેના કોન્ફીડન્સ ઉપર હું ફિદા થઈ ગયો. બહાર નિકળી પાચળથી આવી જોરદાર ધુંબો મારી મને કહે "જોયું બંદા ગમે તેને બાટલીમાં ઉતારી દે." પછી તો બધા પેપરમાં તે મારી બાજુંઆં બેઠો.


આમ તો તે નજીકના માધવપુરથી આવતો.. બધાય માધુપુરીયા મીત્રોમા સૌથી વધુ મને તેની સાથે ભળતું અને તેને કદાચ માંગરોલીયામાં મારી સાથે. કોલેજમા છેલ્લા વર્ષમા બધા મલ્યા એટલે તેની સાથે ફક્ત એક વર્ષ રહેવાયું પણ એક વર્ષમાં મીત્રતા જન્મોજન્મની હોય તેવું લાગ્યું. પરિક્ષા પતિ પછી જાણે બધા પોતાના લક્ષ્યો સિદ્ધ કરવાંઆં પડી ગયા. બીજેજ વર્ષે માધવપુરના મેળે તે ભટકી ગયો. આજે તો તને ના જવા દવ તેવો કેટલોય આગ્રહ કર્યો પણ હું ના રોકાય શક્યો. - વર્ષ પહેલા ખબર મળ્યા કે તે તો બરોડા છે.. અને માર્કેટીંગનો કિંગ થઈ ગયો. મોબાઈલ નંબર મળ્યા એટલે તેને ફોન કર્યો, "એલા લોકોને બાટલીમાં ઉતારવાનો ધંધે ચડ્યોને.." હા જાગૃતિયા એના સિવાય બીજુ આવડે છે શું આપણ ને" ખાસ્સી વાતો કરી પછી વારે તહેવારે વાતો થતિ રહી. પ્રબોધ પાસે પણ કેટલીય વાતો સાંભળી. જોકે છેલ્લા વર્ષથી મળ્યા ના હતા તેનું દુ: હતું. તેમા પણ છેલ્લા વર્ષથી હું મારી સમસ્યાઓમાં પડી ગયો એટલે એકાદ-બે વખત વાત થઈ. પણ કાલે....


સવારમાં છાપામાં તેનો ફોટો જોયો, શ્રધ્ધાંજલી રૂપે છપાયેલો તે ફોટો અને નીચે નામ "જીગ્નેશ ઠકરાર" એટલે કે અમારો JT અમારી વચ્ચે ના હતો. માત્ર ૨૮ વર્ષની ઉમરે તેણે વિદાય લીધી. કદાચ આખી જીંદગી લોકોને બટલીમાં ઉતારનાર મોતને બટલીમાં ના ઉતારી શક્યો. આજે તેનો નંબર મોબાઈલમાં સેવ કરેલો છે પણ સામે છેડે "બોલ બાડા, જાગૃતિયા" એવા પહડી સ્વરે બોલનાર નથી. તેનો અવાજ સદાય માટે મારી અંદર સેવ કરેલો રહેશે. હે ઇશ્વર આમ તો હું કોઈ દોસ્તને ક્યારેય છુટવા નથી દેતો એટલે શું આવું કરવાનું

? પ્રભુ તેની આત્માને ચિર શાંતિ અર્પે....


(JTના ફોટા માટે મીત્ર ચિરાગ પાઠકનો ખુબ ખુબ આભાર.. તે છેલ્લા સમય સુધી તેની સાથે હતો. અમે તો એક મીત્ર ગુમાવ્યો છે પણ તેણે પરિવારનો એક સભ્ય...)

આ પોસ્ટ બે મહીના પહેલા લખેલી હતી... પણ તેને પબલીસ કરવા હું ફ્રેન્ડશીપ ડેની રાહ જોતો હતો.


-: સિલી પોઇન્ટ :-

"ખોટુ પણ એટલા આત્મવિશ્વાષથી બોલો કે સામેની વ્યક્તિ એક વાર તો સાચુ માની જાય." મીત્ર JT ના શબ્દો અને એટલે તેના મૃત્યુના સમાચાર પર ભરોસો નથી થતો..કાસ પણ એક....

No comments:

Post a Comment