Sunday, August 1, 2010

खो रहे है, तारे जमीन पर..!


નવા વર્ષથી યથાર્થની સ્કુલની જવાબદારી મારે માથે પડી. તેને મુકવા જવાના કપરાં કામથી શરૂ કરી, તેને પછો લેવા જવાનો અને હોમવર્ક કરાવવાની પણ મારી જવાબદારી. કરૂણતા તો તે છે કે મે મારી લાઇફમાં ક્યારેય સરખી રીતે હોમવર્ક કર્યું નથી. સ્કુલમાં બે ઓફ્શન .હોમવર્ક કરવું કે .માર ખાવો તેમા સદાય હું બીજા નંબરનો ઓફ્શન પસંદ કરતો. સર હોમવર્ક જોવા માગે ત્યારે નોટની જગ્યાએ સીધો હાથ આગળ કરી દેતો.

આમ તો માંગરોલ નાનુ એવું ટાઉન કહી શકાય. ભણાવવાનું અહી ગાંડપણની હદ સુધી માતા-પિતાન મનમાં ઘુસી ગયું છે. બાળક પાછળ ના રહી જાય તે માટે અમુક વાલી(સુગ્રીવ) તેને -. વર્ષે KG માં બેસાડી દે. યથાર્થની સ્કુલમાં(પેલા નાના બાળકોને તો તે જેઈલ લાગે) તો ખુબ નાના ટેણીયાઓ આવીજ રીતે ત્રાસ ભોગવતા જોવ મળે છે. યથાર્થ તેના ક્લાસમાં સૌથી મોટો છે તેનાથી પણ નાના ધો. માં છે. હવે મુદ્દાની વાત અહી એક તો કોઈ મારી જેમ ભણેલ નહી અને છોકરાને મુકે ઇંગ્લીશ મીડીયમમાં. ABCD માં લોચા હોય ત્યાંરે સુગ્રીવ સોરી વાલીઓની ગાડી Jr. માં અટકી જાય. હોમ વર્ક કરાવી ના શકે એટલે હોમવર્ક કરાવવા મુકે ટ્યુશનમાં. - વર્ષનું બાળક સવારે વાગે સ્કુલે જાય બપોરે ..૪૫ આવી જમ્યો જમ્યો ત્યાં તો ટ્યુશનનો સમય થઈ જાય. - વાગે આવે ત્યારે રમવાજેવો ક્યાંથી રહે ?

થાર્થ લેફ્ટી છે. પહેલેથી તેને અમુક વસ્તુઓની મીરર ઇમેજ તેના મગજમાં અંકીત થતી. તે S ને 2 ની જેમ તો 2 ને S ની જેમ લખતો. તે ઉપરાંત તેને 3,5,7,9,B,J,M,W,Z માં પણ આવી તકલીફ પડતી. ડાબી બાજુથી શરૂ થતા કેરેક્ટરને તે જમણી અને જમણી બાજુથી શરૂ થતા કેરેક્ટરને તે ડાબી બાજુથી શરૂ કરતો. તેની મમ્મી તેના પર ગુસ્સો કરતી પણ મે એવો નિયમ બનાવ્યો કે તેણે તે તેનું આખુ હોમવર્ક કરી ના લે ત્યં સુધી ગુસ્સો કરવાનો નહી. હોમવર્ક થઈ ગય પછી જેટલી ભુલ હોય તે સુધારવાંમાં મદદ કરવાની. લક્કીલી અમદાવાદમાં તેને સ્કુલ પણ સારી મળી હતી. પણ અહી આવ્યા પછી તો રોજ મારે તેની મેમને કહેવું પડે છે.

વચ્ચે થોડો સમય ગરમી ખુબ વધુ હતી ત્યારે યથાર્થને વહેલો લેવા જતો. અમ તો ..૩૦ નો સમય પણ .૦૦ વાગ્ય આજુબાજુ લઈ આવતો. Play House નો સમય ૧૨.૩૦ નો. પણ અમુક નાના બાળકો હજી બેઠા હોય. લેવા ના આવ્યા હોય એટલે રમતા હોય કા રડતા હોય. એક બાળકની મમ્મી લેવા આવી ત્યારે તેની ટીચરે મોડા આવ્યા એટલે ખાલી સુચન આપી કે તેનો છુટવાનો સમય ૧૨.૩૦ નો છે. પેલી તો ગુસ્સાથી ભડકો થઈ "હા હા ખબર છે, પણ અમારે પણ કાઈ કામ કાજ હોય કે નહી. ફી તો પુરી લ્યો છો તો કમસે કમ વાગ્યા સુધી તો છોકરાવને સાચવો જેથી અમારે ઘરે કામ થઈ જાય." હું તો નિર્દોસ ભાવે જોતો રહ્યો. બિચારા છોકરાની દયા આવી.

શનિવારે PTM હોય (PTM=પેરેન્ટસ ટીચર મીટીંગ), અવનવ કેરેક્ટર ત્યારે જોવા મળે. એક શનિવારે ટીચરે એક છોકરાના "બાપા"ને કહ્યું કે તમારો છોકરો ઇંગ્લીશ મીડીયમમાં ભણી નહી શકે તેને ગુજરાતીમાં મુકી દ્યો. "તેને મારો બાથરૂમમાં પુરો પણ તેને ભણાવવો તો ઇંગ્લીશ મીડીયમમાં , મારા બાપા મરતા વખતે વચન લઈ ને ગયા છે. તમે નહી ભણાવો તો હું બીજી સ્કુલમાં ભણાવીશ બાકી મારા બાપાનો જીવ વગતે નહી જવા દવ." મને કહેવાનું મન થયું મરેલા બાપાના જીવ માટે જીવતે જીવ છોકરાનું જીવન કા નર્ક જેવું કરે ?

ભલે હું ભણેલો નથી એટલો પણ એટલું તો જરૂર ગણ્યો છું કે ધરાર કોઈને કાઈ શિખવાડી નથી શકાતું. જુવારના સાઠીકા માથી સેરડીનો રસ ના નિકળે. દરેકની પોતાની એક આગવી ઓળખ છે અને તે યુનિક છે તેની કોઈની સાથે સરખામણી ના થઈ શકે.



સિલી પોઇન્ટ

ગયા અઠવાડીયે મારી જુની સ્કુલે ગયો ત્યારે મારા સરના બોલેલા શબ્દો, "સરકાર ઓપનબુક સિસ્ટમ લાવવા જઈ રહી છે તે બહુ સારૂ પગલુ છે, આપ પણ આપણે ત્યાં તો અનઓફીશીયલ ઓપન બુક એક્સામ તો લેવાઈ છે."

No comments:

Post a Comment