છેલ્લા બે વર્ષથી એક મુંજવણ સામે જજુમતો હતો. યથાર્થ ૩ વર્ષનો થયો એટલે બીજુ બાળક કરવું કે નહી તે એક મોટો પ્રશ્ન હતો. છેલ્લા ૫-૬ વર્ષથી ચક્રવાતમાં ફસાયેલી Life અને જંજાવાતો સામે ડગમગટો હું પોતે પહેલા તો સ્થીર થવાના પ્રયાસમાં પડ્યો. મોટાભાગના મને એક જ સલાહ આપતા, "પહેલે ખોડે દીકરો આવ્યો એટલે હવે તો બીજની કાઈ જરૂર જ નથી ને " મનમાં હું એક જ પ્રશ્ન પુછતો "જો દીકરી આવી હોત તો આ લોકો આવી સલાહ દેત ?" . પણ તે લોકો પણ કાઈ ખોટા તો ના જ હતા. માંડ-માંડ છેડા ભેગા થતા હોય ત્યાં ઓછી જંજાળ હોય તે જ સારૂ. ભણાવવાનો ખર્ચ અને લાઈફસ્ટાઈલ નું ભારણ અમદાવાદ રહી અનુભવી લીધુ હતું. યથાર્થની જરૂરીયાતો જ માંડ-માંડ પુરી થતી હતી ત્યારે બીજાનો વિચાર જ કેમ કરવો ? પણ મનમાં એક અધુરપ અનુભવાતી હતી.
પપ્પા-મમ્મીની પણ ઇચ્છા હતી કે યથાર્થને હુંફ દેવા વાળૂ કોઈ હોય. અને મારી એજ મુંજવળ અને આક્રોશ મે મારી એક પોસ્ટ "નેનો ફેમીલી" વાળા મા લખી છે. પણ આજે.. મારૂ ફેમીલી પુર્ણ થયું. હું ગર્વથી કહી શકુ છુ કે હું એક દીકરીનો પિતા છું. હે ઇશ્વર તારો ખુબ ખુબ આભાર કે તે મને આવું સદભાગ્ય આપ્યું.
સિલી પોઇન્ટ
પુર્ણ પરિવારની કલ્પના એટલે "અમે બે-અમારા બે" અને આ બે માં પણ એક દીકરો એક દીકરી. આજે મારો પરિવાર પુર્ણ થયો.
ખૂબ ખૂબ વધાઈ !
ReplyDelete