"આ તોફાન કોણે કર્યું ?", આટલી જ બુમ પડતા ચડ્ડી ભીની થઈ જતી. સટાક કરતા એક ગાલ ઉપર પડે અને પછી ૧૦-૧૫ મીનિટની જોરદાર શિખામણ. એક વાર કહી દે કે આમ નથી કરવાનુ એટલે પત્યું, પછી દુનિયા ઉંધી-ચત્તિ થઈ જાય પણ તેમા કોઇ ફેરફાર ના થાય. હું ખરેખર પપ્પાથી ખુબ ડરતો હતો. ક્યારેય પણ સાચી ખોટી વાત કરવાની પણ હિંમત ના હતી.
આજ થી ૫ વર્ષ પહેલા જ્યારે મને ખબર પડી કે હું પપ્પા બનવાનો છું ત્યારે અલગ જ ફિલીંગ થઈ. ઘરમા સૌથી નાનો અને એટલે જ નાના તરીકે જ મોટો થયો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ હું ખરેખર મોટો થતો ગયો. અને એક દીવસ હું પણ પપ્પા બન્યો.
અત્યાર સુધી હું એક પુત્ર તરીકે પપ્પાને મુલવતો હતો. પણ પિતૃત્વની અનુભુતી થઈ પછી ખબર પડી કે જેને હું કઠોર સમજતો હતો તેની અંદર કેટલો વ્હાલ હતો. આજ સુધી એક કઠોર અને શિસ્ત પાલનમા બહુ સખ્ત એવા પપ્પાને જોતો હતો હવે તેની તે ચેષ્ઠામા મારા પ્રત્યેનો પ્રેમ દેખાવા લાગ્યો. પિતા તરીકેની ફરજને નિભાવવા તેણે પોતાના દીલ પર પથ્થર મુકવો પડ્યો હશે તેની અનુભુતી મને એક પિતા થયા પછી જ થઈ.
તાવ આવ્યો હોય અને મને ધરારથી દવા પિવડાવતા ત્યારે અનાયાશે જે અણગમો થતો ત્યારે પપ્પાને શું થતુ હશે તે નો ખ્યાલ મારા પુત્રને તાવ આવ્યો ત્યારે થયો. કદાચ આપણે જેટલા ગુણગાન માતૃત્વના ગાયા છે તેટલા પિતૃત્વના ગવાયા નથી. આ લાગણી અને અહેસાશ એક પિતા બન્યા પછી જ થાય છે. આજે ફક્ત એટલુ જ કહેવું છે
I LOVE U PAPA
-: સિલી પોઇન્ટ :-
સંબંધોને ફક્ત આપણી આંખે જ જોવાની ભુલ ના કરવી, ક્યારેક બીજાની નજરે પણ જોય લેવું, શક્ય છે કે આપણે જે જોયે છીએ તેનો દ્રષ્ટીકોણ ખોટો હોય.
હ્રદય સ્પર્શી!!!!!
ReplyDeleteહજુ સુધી હુ પપ્પા નથી બન્યો, પણ પપ્પા બનવાના વિચારો જો મને રોમાંચિત કરી દેતા હોય તો જ્યારે સાચેમાં જ હું પપ્પા બનીશ,મારા હાથમાં મારો લાડકો/લાડકી હશે ત્યારે મારા મનમાં કેટલો આનંદ હશે?
પપ્પાના કઠોર હ્રદયને આપણે સમજી શકતા નથી.I Love My papa.
હા યાર તમે લખ્યું એ સાથે સહમત કે "તેનો દ્રષ્ટીકોણ ખોટો હોય" ... બાય ધ વે હું તો અલગ વાત કરૂ છું એટલે "દ્ર્ષ્ટીકોણ"ની.. હા હા હા.. અને હા આ COPYSCAPE વાળા સોફ્ટવેરથી કંઇ ફરક ન પડે યાર, જુવો ને મારા જેવો અણઘડમાણસ પણ ઉપરનું વાક્ય કૉપિ કરી શક્યો ને?
ReplyDelete