મારાથી બે-ત્રણ વર્ષ મોટા એવા નાનુભાઈ કેટલાય વર્ષ બાજુના મીલમા ૮ કલાકના ૮૦ રૂપિયા લેખે કામ કર્યું. મગફળીમા થોડીક સમજ આવી અને મોટા કુટુંબનો સાથ અને બહુ અપેક્ષા બગર મગફળીના ધંધામા ઝંપલાવ્યું. હું ત્યારે રેગ્યુલર ઓફીસમા બેસતો થયો હતો. તે સેમ્પલ લઈ ને આવે અને હું બધુ ચેક કરી ભાઈને કહુ એટલે ભાઇ બધી સુચના આપે કે કેટલા આ મગફળી લેવાય અને તમને કેટલો નફો મળશે. મગફળી આવે ત્યારે તેનું સેમ્પલ કરી તેના નફાના અને ખેડુતને દેવાના પૈસા અલગ કરી આપીએ. ધીમે-ધીમે તો નાનુભાઈ કારખાના સ્ટાફ મેમ્બર જેવા થઈ ગયા હતા. ભાઈ તેમનું બહુ રાખે ક્યારેક નુકશાની જતી હોય તો પૈસા પુરા કરી દે. સામે નાનુભાઈ પણ નાના-મોટા કામ કરી આપે. ધીમે-ધીમે ધંધો વધતો ગયો. નફા માથી તેણે પહેલા કેરીયર રિક્ષા અને પછી ટ્રેક્ટર વસાવ્યું.
જલદી પૈસાવાળા થવાની લાહ્યમા નાનુભાઇ નીતી ચુક્યા એટલે અમે તેનો માલ લેવાનો બંધ કર્યો. સિતારો સાતમે આકાશે હતો ત્યારે તો ગામમા નાનુભાઈનું નામ ગાજતુ. એક સાથે કેટલાય ધંધા કરતા અને એક વર્ષ તો તેમણે મગફળીના કારખાનામા ભાગ પણ રાખેલો. પણ ખોટી નિતીનો પૈસો લાંબો સમય ના રહે તેમ ધીમે-ધીમે વળતા પાણી આવ્યા. હું અમદાવાદ રહેવા ગયો ત્યારે તેમની પરિસ્થિતી બહુ ખરાબ હતી. ખાવાના ફાફા હતા અને કોઈ ઉધાર આપવા તૈયાર ના હતું.
અત્યારે.... હજી કાલે જ નાનુભાઈ પોતાની નવી સ્કોડા અને કોર્પીયો બતાવા આવ્યા હતા. હાથમા ચાર-ચાર મોંઘા મોબાઈલ ગળામા ઝાડી-ઝાડી ચેઇનો અને હાથમા લક્કી. સફેદ કપડા અને આગળ-પાછળ ફરનારા વટ પડતો હતો. આ બધુ થયુ કેમ ? તે ક્યાંકથી હાથ ચાલાકી સિખી લાવ્યા અને લોકો સામે નોટોનો વરસાદ કરવા મંડ્યા તેમા તો તેના ફોલોવરનો રાફડો ફાટ્યો. કોઈ ---દેવ બની ગયા. અને હા તેના ફોલોવર કોઈ નાનાએવા મણસો નથી. ગામના સૌથી પ્રતિષ્ઠીત અને નામાંકિત લોકો જેમા ડોક્ટરો,વકીલો,ઉદ્યોગપતિઓ વગેરે સામેલ છે. છેલ્લા મહીના દીવસથી જોવ છુ લોકો કામધંધો મુકી તેની પાછળ છે. એક ડોક્ટરે તો પોતાની પ્રેક્ટિસ મુકી દીધી.
આ જોયને થયુ કે ધાર્મીક અંધશ્રદ્ધા ફક્ત નબળા વર્ગ્નો જ ઇજારો નથી વેલ-એજ્યુકેટેટ લોકો પણ તેમા વહી જાય છે.
-: સિલી પોઇન્ટ :-
" ક્યારેક બીજાનો અકસ્માત જોવામા આપણો પણ અકસ્માત થઈ જાય છે" - મતલબ કે બીજાની ભુલોમા ધ્યાન આપવા કરતા આપણા કામમા ધ્યાન રખવું વધુ હિતાવર છે.
હું ઘણો નાનો હતો ત્યારે મારા કાકાને એકવાર કોઈ પૈસાનો વરસાદ થાય એવા પ્રયોગ વિષે વાત કરતા સાંભળેલા.કંઈક જૂનો અને અમુક પ્રકારના સિમ્બોલવાળો ચલણી સિક્કો ને ઘૂવડ ને કાચબો ને એવું કંઈક ભેગું કરીને એક જાણકાર માણસ પૈસાનો વરસાદ ખરેખર કરે છે એવું એમણે કહેલું.અમારા ઘરમાં બધાં પહેલેથી આધુનિક વિચારસરણીવાળાં,એટલે સાવ આવી વાત તો માને જ કેમ?પણ,કાકાની પરિસ્થિતિ એ વખતે ખરાબ,એટલે કોઈના મોઢે સાંભળેલી આવી વાતમાં આવી ગયેલા.અમને કહીને ગયેલાં કે ઘરમાં એવો કોઈ સિક્કો મળે તો અચૂક કહેજો.એમની આ વાત કર્યા પછી હું અઠવાડીયા સુધી પૈસાના વરસાદનું ચિત્ર મનમાં રચતો.
ReplyDeleteઆ વાત કરીને તમે મારી એ કલ્પનાઓને તાજી કરી દીધી જાગ્રતભાઈ...અફ કોર્સ,હું આવી કોઈ વાતમાં હવે નથી માનતો,પણ નાનપણમાં સાંભળેલું ત્યારે જબરી થ્રીલીંગ અનુભૂતિ થયેલી.કાકાએ આખી વાત એટલી ગંભીરતાથી કરેલી કે કોઈ પણ બે ઘડી માનવા તૈયાર થઈ જાય...
પૈસાનો વરસાદ તો વરસ્યો ને જ યાર..... કોના ઘરમાં એ અલગ વાત છે!
ReplyDeleteજાગ્રતભાઇ, ચાલો આપણે આશ્રમ ચાલુ કરીએ.
ReplyDelete