Tuesday, December 8, 2009

લાગણીઓમા વહી જવું કે ડુબી જવુ ?

છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતીઓ(હાથે કરીને ઉભી કરેલી) એવી આવીને ઉભી રહે છે કે વારંવાર લાગણીઓનો વિચાર થઈને જ રહે છે. પેલા દેવ-ડીની જેમ છેલ્લા કેટલાક સમયથી ઇમોશનલ અત્યાચાર સહન કરૂ છુ. આમ તો હું પહેલાથી જ થોડો લાગણીશીલ અને તેનો મીત્રોએ અને આજુબાજુના લોકોએ ભરપુર ફાયદો ઉઠાવ્યો છે અને હજી ઉઠાવે છે. ક્યારેક તો બુદ્ધી કહે કે પેલો તને મુર્ખ બનાવે છે તો પણ દીલના માને અને લાગણીમા વહી જવાય. જોબ કરતો ત્યારે બોસ ફાયદો લેતા એમ કહીને કે તું જોબ કરવા આવ્યો ત્યારે તને કક્કો પણ આવડતો ના હતો અમે તને શિખવાડ્યું એટલે તારાથી તો જોબ છોડાય જ નહી. ૮ મહીના કાળી-ધોળી અને લાલ મજુરી કરાવ્યા પછી પણ જ્યારે દીવાળી ઉપર એમ કહીને કે તને તો એક વર્ષ નથી થયુ એટલે બોનસ ના મળે ત્યારે મગજ ફરવો વ્યાજબી હતો. છતા લાગણીઓને કંટ્રોલ કરી છેલ્લો મહીનો પ્રેમથી કામ કરી છુટો થઈ ગયો.

કદાચ આવો કંટ્રોલ બે-ત્રણ વર્ષ પહેલા ના રહ્યો હોત. કારણ કે ઉગ્ર લાગણીઓને કાબુમા રાખતા છેલ્લા બે વર્ષથી જ શિખ્યો છુ. પહેલા તો કોઈની દરકાર રાખ્યા વિના જે સાચુ હોય તે ગમે તે સામે હોય તેને મોઢે મોઢ કહી દેતો. મારા સ્વભાવથી ઘણૂ સહન કર્યું છે. પણ ત્યારે મે શિખી લીધુ છે .

લાગણીઓ એ એક જાતની શક્તિ છે તેને પોઝીટીવ વર્કમા ડાઇવર્ટ કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે. હવે જ્યારે પણ મનમા કોઇ લાગણીઓ જન્મે છે ત્યારે તેને હું થોડો સમય હોલ્ડ કરીને રાખુ છુ. જેથી મને યોગ્ય નિર્ણય લેવાનો સમય મળી રહે . આ શિખ્યો તેનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે હું લોકોને પહેલા જેટલો કડવો લાગતો હવે એટલો જ મીઠો લાગવા મંડ્યો. બીજુ મનમા જે લાગણીઓ જન્મે તેને પ્રોપર રીતે એનાલીશીસ કરવાનો સમય મળી રહે છે. દા.ત. કોઇએ મારા હીતનું નુકશાન કર્યુ છે અને મારા મનમા તિરસ્કારની ભાવના જાગે તો એટ ધેટ ટાઈમ તે વ્યક્ત કરવાને બદલે હવે હું થોડો સમય હોલ્ડ કરૂ છુ. આમ કરવાથી મને તેના આવા કૃત્ય કરવા ના પ્રોપર કારણો વિષે વિચાર કરવાનો સમય મળી રહે છે.

આ તો મારી થીયરી છે, મારા મતે ઉગ્ર લાગણી ત્વરીત વ્યક્ત કરવાથી ડુબાડે છે, જ્યારે સ્નેહની લાગણીઓમા વહી જવાનું હોય છે.

-: સિલી પોઇન્ટ :-

"ભવ્ય'ભુતકાળ' એ 'વર્તમાન'માં ફક્ત આશ્વાસન છે, 'ભવિષ્ય'ની ગેરેંટી નહી."

1 comment:

  1. ઘણી વાર લાગણીમાં વહી જઈએ છીએ ત્યારે તો ડૂબી ગયા જેવી અનુભૂતિ થાય છે .. લાગણીમાં દરેક રીતે કંટ્રોલ કરવો જરૂરી છે પરંતુ ક્યારેક લાગણીનો અતિરેક આવી જાય છે તો ક્યારેક...બંને રીતે સમતોલ રહેવું જરૂરી છે.. એ જ નથી થતું માનવી થી .. કોઈ વધારે લાગણીશીલ હોય તો કોઈ પ્રેક્ટીકલ હોય .. ! પરંતુ જો આ બંને તત્વોની સમતુલા જળવાય તો માનવી જીવનમાં સફળ બની શકે પરતું અફસોસ કે બધું શબ્દોમાં આસાનીથી કહેવાય છે જીવનમાં ઉતારવું કઠીન છે ..
    chetna shah - www.samnvay.net

    ReplyDelete