હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Tuesday, November 9, 2010
૨૦મી થી ૨૧મી સદી -યંત્રો થી યંત્રો સુધીની.
Sunday, November 7, 2010
ચાલો તપાસીયે "વ્યક્તિત્વના સરવૈયા" આ દિવાળીએ.

આ જ પ્રક્રીયાના ભાગ રૂપે વર્ષોથી બે કામ થતા આવ્યા છે. ૧.સરવૈયા કાઢવા તથા ૨.બાકી આગળ ખેચવી. સરવૈયા એટલે કે ગયેલ વર્ષમાં કરેલ વેપારમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. મુડી ક્યાં રોકાયેલી છે અને કોને આપવાનાં છે. ટુંકમાં પેઢીની કુલ હાલત કેવી છે તેનો ચિતાર આપતું દસ્તાવેજ. જ્યારે બાકી આગળ ખેચવી એટલે કે વર્ષ દરમ્યાન જે તે વ્યક્તિ સાથે કરેલ વહેવાર દરમાન્ય છેલ્લે સરવાળા બાદબાકી કર્યા પછી નિકળતી કે દેવાની થતી રકમ. ટુંકમાં આપણે આપ્યું હોય તેના કરતા ઓછી ચુંકવણી થાય તો બાકી ખાતે તેની પાસેથી લેણા નોંધાશે જ્યારે આપણે લીધા કરતા ઓછી ચુકવણી કર્યે તો બાકી ખાતે આપણા દેણા નોંધાશે. થોડા બોર થઈ ગયા ને. ધો.૧૧ કોમર્સના ક્લાસમાં હું પણ બોર થઈ ગયેલો. પણ વેપારનું આ સામાન્ય બેઝીક છે એટલે સમજ્યે જ છુટકો. પણ તમને થશે આને અને વ્યક્તિત્વને શું લેવા દેવા.
ચાલો તો હવે મુદ્દા પર આવું.
હવે વેપાર શબ્દની જગ્યાએ વ્યવહાર શબ્દ મુકીને અને મુડી શબ્દની જગ્યાએ લાગણી શબ્દ મુકીને જોવ જોઇએ. બધુ જ સમજાય જશે. ટુંકમાં પેઢીની સદ્ધરતા તેના મુડી રોકાણમાં છે, જેમ કે મુડી રોકાણી અને ફસાણી બન્ને શબ્દનો અર્થ અલગ થાય તે જ રીતે સ્નેહ,લાગણી, પ્રેમ, મીત્રતા તે વ્યક્તિત્વની મુડી છે યોગ્ય પાત્રમાં રોક્યે તો રોકાણ કર્યું કહેવાય સમય આવ્યે અને જરૂરીયાતના સમયે પાછા મળવાની આશ ખરી બાકી... જેમ વેપારમાં ધર્માદાની એક લીમીટ હોય છે તેમ વ્યવહારમાં પણ. એટલે વ્યક્તિત્વના સરવૈયા તપાસતી વખેતે જોય જવું કે પેઢી ફળચામાં તો જતી નથી ને ?
મોટા પપ્પા કહેતા કે ઘણા લાંબા સમયથી ચડત બાકી હોય અને તે આવવાની કોઈ જ આશા ના હોય તેને દીવાળી સમયે માંડી વાળવી આગળ ના ખેચવી. તે જ રીતે વહેવારમાં લાંબા સમયના મતભેદની બાકી ભુલી જઈ નવા વર્ષે નવી શુભ શરૂવાત કરવી પણ મોટા પપ્પાના પાછળના શબ્દો યાદ રાખી ને.. ભવિષ્યમાં તેની સાથે વેપાર (અહી વ્યવહાર) કરતા પહેલા સાત વખત વિચારવું.
તો ચાલો તપાસીયે વ્યક્તિત્વના સરવૈયા કેટલા નવા સંબંધો બાંધ્યા અને તે કેવા છે. જુના કેટલા સંબંધો ગુમાવ્યા અને તેના કારણો શું હતા ? સ્નેહનું મુડી રોકારણ યોગ્યતો છે ને ? આપણે સ્વાર્થી નથી બનવું પણ એટલું મુર્ખ પણ નથી બનવું કે લોકો આપણને ચેરીટેબલ આયટમ સમજી મનફાવે ત્યારે યુઝ કરી જાય. બી પોઝીટીવ, બી પ્રેક્ટીકલ. નવા વર્ષની તે જ શુભકામના સહ.
-: સીલી પોઇન્ટ :-
નવું તારીખ્યું હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરો છો ? મોટા ભાગના મારી જેમ આવતે વર્ષે દીવાળી કઈ તારીખે છે તે ચેક કરશે... :P
Sunday, October 31, 2010
સાચો નિર્ણય, ખોટો નિર્ણય, યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય.

Tuesday, October 26, 2010
"સંબધો" -અહી ત્રાજવા લઈ તોળવા ના બેસો.
ઘણા સમયથી સમય,લાઈફ અને શબ્દો વેડફતો આવ્યો છું. ગયા અઠવાડીયે જ થયુ લાવને કાઇક ક્રિયેટીવ લખુ પણ એજ સમસ્યાઓના સમાધાનમાં સમય ક્યાં જતો રહે છે તે ખબર જ નથી પડતી. આજે મે અનુભવલી વાસ્તવિકતા વર્ણવું છું. કદાચ ઘણા લોકો મારી સાથે સહમત નહી હોય પણ હું પુર્ણ પણે મારી આ થીયરી પર ભરોસો રાખુ છુ અને તેમા સફળ પણ થયો છું.Tuesday, September 21, 2010
"ખીસ્સા કાતરૂથી સાવધાન"
Thursday, September 16, 2010
જાહેરાતની દુનિયા, દુનિયામાં જાહેરાત.


Wednesday, September 15, 2010
પકોડી, પુચકા, ગોલગપ્પે અર્થાત પાણીપુરી.
કાલે બપોરે જ મમ્મીએ કહ્યુ સાંજે જમવામાં પાણી પુરી છે ચાલશે ને ત્યારે એક સેકન્ડની પણ રાહ જોયા વગર મે હા પાડી દીધી. ૩-૪ મહીનાથી મને શું ભાવે છે તે નહી નિતા શું ખાય શકે છે તેના આધારે મેનુ તૈયાર થતુ હતુ અને તે લીસ્ટમા પાણીપુરીને સ્થાન ના હોય લાંબા બ્રેક બાદ કાલે પાણીપુરી ખાવા મળી. Tuesday, September 14, 2010
વિચારો

Wednesday, August 4, 2010
તમે વિ.વિ.નગર માં ભણ્યા છો, તો ખાધે-પિધે સુખી હશો.
અહી ખાધે પિધેનો અર્થ અર્થશાસ્ત્રની દ્રષ્ટીએ નહી સમાજશાસ્ત્રની દ્રષ્ટીએ કરવાનો છે. બાળકને હોસ્ટેલમાં મુકવાનું હોય ત્યારે દરેક માતા-પિતાને એક જ ચીતાં હેરાન કરતી હોય કે તેનું ખાવાનું શું થશે ? અહી બાળકની ઉમર ગોણ બની જતી હોય છે. લગ્ન કરવાની ઉમર હોય તેવી દીકરી માટે પણ માતા-પિતા આવી જ ચીંતા કરતા હોય છે.(જ્યારે ખરેખર તો જો તેને જમવાનું બનાવતા ના આવડતું હોય તો સાસરીયાની ચિંતા કરવી જોઈએ.) પણ એક સ્થળનું નામ પડે એટલે આ ચિંતા દુર થાય છે. વલ્લભ વિદ્યાનગર. બાળકને અહી ભણવા મોકલ્ય એટલે માતા-પિતાને ખાવા-પિવાની ચિંતા તો કરવાની જ નહી પછી બાળક ભણે નહી તો કાઈ નહી ખાધે-પિધે તો સુખી જ હોય. આવું ધારવાન અને માનવાના પણ ચોક્કસ કારણો અને ઠોસ પુરાવા છે મારી પાસે. ઉપર જે ભણવાની વાત કરી ગયો તેનો એક ’નમુનો’ હું પણ છું. ત્રણ વર્ષ જે વિ.વિ.નગરમાં કાઢ્યા તેમા હું પણ ખાલી ખાધે પિધે જ સુખી હતો. તે વાત પછી અત્યારે ખાલી ત્યાં ખાવા-પિવાની વસ્તુઓ નું પિષ્ટપિંજણ મારી નજરે કરીશું.
તો પ્રથમ સવારના નાસ્તાથી લઈએ :-
બટાકાપૌવા :-
લગભગ દરેક એવરેજ વિદ્યાનગર વાસીની સવાર ચાની લારી ઉપર હાથમાં બટાકાપૌવાની ડીસ લઈને ઉભા-ઉભા ગપટા મારવાથી થતી હોય છે. ઘરના બટાકાપૌવા અને લારીના બટાકાપૌવામાં ઘણુ અંતર છે. ઘરના સીધા-સાધા પૌવામાં બહુ બહુ તો કોથમીર અને દાડમ નો પગપેસારો હોય જ્યારે અહી તો પૌવા ઉપર ડાઇટીંગ કરી ને પાતળા બની ગયેલા ગાઠીયા જેવી સેવ રીતસરનો અડ્ડો કમાવૂ બેસી હોય. ગાઠીયા રસીકને જો ખોટૂ લાગ્યુ હોય તો બીજી ભાષામાં તેને ઓવરવેઇટ સેવ પણ કહી શકો. ટુકમાં નહી સેવ નહી ગાઠીયા આ બન્નેની વચ્ચે સમવિષ્ટ થતો કોઈ પદાર્થ હોય. મારા જેવો એસીડીટીનો દર્દી આ સેવ વધુ પ્રમાણમાં ખાય જાય કે પછી તેને મીક્ષ કરવામાં લોચો મારે તો બીજા દીવસે સવારના નાસ્તો કરવા જેવો ના રહે. ખાસ તો ચોમાસાની સિઝનમાં કે જ્યારે મરચા પણ આ સેવની સાથે કોમ્પિટીશનમાં ઉતરે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. છતા પણ અહી બનતા અને ખવાતા બટાકાપૌવા યુનિક છે તે તો સ્વિકારવું જ પડે.
આમ તો બન-બટરને સવારન નાસ્તાની કેટેગરીમાં ના મુકી શકાય. જો કે તેને કોઈ પણ એક કેટેગરીમાં ન મુકવું જોઈએ કારણ કે બન-બટર એ ભુખ્યાનો બેલી જેવો સદાકાળ મળતો એવો નાસ્તો છે. વહેલી-સવાર થી મોડી રાત સુધી આ એક જ ચીજ એવી છે જે તમે માંગો ત્યારે મળે. બન પાછા બે જાત ના મળે સ્વિટ અને મોળા. પણ ખાવાની બન્ને મજા આવે. બનનું ક્ષેત્રફળ જોતા કાચોપોચો પહેલા ખચકાય કે આવડું મોટૂ બન ખુટશે ખરૂ પણ ખાવાનું શરૂ કરે ત્યારે ખબર પડે કે આ તો તે પોતાની પ્રસીદ્ધીથી ફુલાઈને અવડું મોટૂ લાગે છે બાકી આવ તો બે-ત્રન આરામથી આરોગી શકાશે. પાછુ સસ્તુ પણ ખરૂ, મને યાદ છે ત્યા સુધી ૧.૫-૨ રૂપિયામાં મે બન બટર ખાધેલ છે.આમ તો નાસ્તો ત્યારે ઘણો મળતો પણ મુખ્ય આ જ વસ્તુઓ પ્રચલીત હતી. આ બધા સાથે ફાર્મસી કોલેજમાં ભણતા કેટલા બધા છોકરા વચ્ચે ભનતી એક માત્ર છોકરી જેવી પેસ્ટ્રી એવરગ્રીન હતી. કારણ કે તેનો કોઈ વિકલ્પ ના હતો.
મીત્રો હવે પચીની પોસ્ટમાં બપોરનું જમવાનું,સાંજનો નાસ્તો અને રાત્રીના જમવાનું પિષ્ટપિંજણ કરીશું.
સિલી પોઇન્ટ
હોસ્પિટલમાં તાજા જન્મેલ બાળકે સિસ્ટરને પુછ્યું, "નાસ્તામાં શું છે ?" સિસ્ટરે કહ્યું, "બટાકાપૌવા અને પફ". "હે ભગવાન ! પાછો હું વિધ્યાનગરમાં જ જન્મયો." બાળક નિસાસા નાખતા બોલ્યો. - વિ.વિ.નગરમાં સાથે ભણતા એક મીત્રનો SMS.