Sunday, December 20, 2009

કાશીનું મરણ... સુરતનું જમણ તો વિદ્યાનગર નું ભણતર.

તે ધો.૧૦ નું રિજલ્ટ આવ્યું જ હતું, છેલ્લા એક-બે અઠવાડીયાથી જે ટેન્સનનો માહોલ હતો હર્ષમા પરિવર્તીત થઈ ગયો હતો. જો કે છેલ્લા કેટલાક અઠવાડીયાથી મારા સિવાય બધા જ ચિંતામા હતા. મારા કરતા ઘરનાને મારી પર વધુ વિશ્વાષ હતો કે હું ફેઇલ જ થાઇશ. જ્યારે મને પાસ થવાના ઉજળા સંજોગો લાગતા હતા. રિજલ્ટ આવતા જ અને મેથ્સ સાઇન્સના માર્ક જોઇને ઘરનાને વિશ્વાષ થતો ના હતો કે હું આટલો હોશિયાર છુ. ટોટલ ટકાવારીમા તો કાઇ બહુ ઉકાળ્યુ ના હતુ પણ મેથ્સ-સાયન્સમા ૧૬૪ માર્ક હતા. ઘરના ની ઇચ્છા મને કોમર્સ કે આર્ટસમા મોકલવાની હતી પણ હું સાયન્સમા જવા કટિબદ્ધ હતો. કુંટુંબની પરંપરા મુજબ મારે વિદ્યાનગર ભણવા જવુ તેવુ અંતે નક્કી થયું. મારા મોટા પપ્પા પછી ૧૦ ની પરિક્ષા આપનાર દરેક સભ્ય વિદ્યાનગર ભણવા ગયો જ છે. અમારૂ એક ઘર હમણા સુધી ત્યાં હતુ અને તે ઘરમા રહી અમે બધા ભાઇ-બહેનો ભણ્યા છે.

ધો.૧૧ સાયન્સમા એડમીશન લઈ મને ઘરે નહી પણ રૂમ રાખી રહેવાનો આદેશ મળ્યો. સાયન્સ છે માટે ઘરે કાઇ નહી ભણે તેમ માની મને ઘરથી નજીક "નુતન ક્લબ" પાસે મારો રૂમ હતો. કુદરતી હું જે સ્કુલમા ભણતો તે "સત્યાવીસ પાટીદાર" સ્કુલના એક ટ્રસ્ટીનું જ તે મકાન હતૂ. સ્કુલમા પહેલા જ દીવસે અમારો સ્વાગત કાર્યક્રમ હતો. તેમા બધા સર-મેડમનો અમને પરિચય કરાવવામા આવ્યો. બધાએ અમારૂ શબ્દોથી સ્વાગત કર્યું. અંતે અમારે તેનો જવાબ આપવાનો હતો. કોઈ ઉભુ જ આ થયુ ત્યારે ટ્રસ્ટીએ અમુક ના કહેવાના શબ્દ કહેતા હું ઉભો થયો અને યોગ્ય જવાબ આપ્યો.

પણ અમુક પરિસ્થીતીને લીધે હું વધુ સમય મારૂ સાયન્સમા ભણતર આગળ વધારી ના શક્યો. માંગરોલ આવી કોમર્સમા એડમીશન લીધુ. ૧૨ કોમર્સમા પણ ઘરનાની અપેક્ષા વિરૂદ્દ હુ પહેલી જ ટ્રાયે પાસ થઈ ગયો. બી.કોમ.(અંગ્રેજી માધ્યમ) કરવા B.J.V.M. (ભીખાભાઈ જીવાભાઇ વાણિજ્ય મહાવિદ્યાલય)મા એડમીશન લીધુ. આ વખતે ઘરે જ હું અને મારો મોટો ભાઇ કે B.A. કરતો જોડે રહેતા. અમારૂ મકાન M.J.V. ( મહાવીર જૈન વિદ્યાલય) ની પાછળ "ખાડા" મા જલારામનગરમા હતું. પણ મારૂ હેડક્વાટરતો મારા બન્ને કઝીન જેમાથી એક મારી સાથે અને એક N.V. Patel સાયન્સ કોલેજમા હતો તેની "લીબર્ટી" અને "રીલીફ" હોસ્ટેલ હતુ. સવારે રૂમેથી નિકળી જતો કે રાત્રે આવતો. ત્યાં મારૂ એક જોરદાર ગૃપ બન્યું. અમે ૮ જણા કોલેજ ટાઇમ સિવાય જોડેને જોડે જ હોયે. જમવા પણ જોડે જાઇએ. વિદ્યાનગરમા એક આખુ વર્ષ ભણવા સિવાય બધુ જ કર્યુ. મોટોભાઇ MBA કરતો એટલે તેણે તો પહેલા મહીનામા જ તારણ કાઢી લીધુ હતુ કે આ કાઇ ઉકાળવાનો નથી. સિરિયસલી તેણે કોલેજનો તે સમય મને ઇન્જોય કરવા દીધો હતો. બાકી....

બપોરની કોલેજ હતી અને મારો રૂમ કોલેજ અને નાના બજારથી પ્રમાણમા દુર. હાથે ચા કરવાનો કંટાળો આવે એટલે ઘરે બધી સગવડતા હોવા છતા ૧૦ વાગે સિધો જ રિલીફે પહોચુ અને ત્યાથી સિધા જમવા જઈએ. મેસમા જમવાનું ખુબ સારૂ મળે. હું હતો ત્યારે રૂ. ૭૫૦ મા ૩૦ દિવસ બન્ને ટાઇમ જમવાનું મળતુ. માંગરોલના આજુબાજુના ગામડાના અમુક છોકરા તો વેકેશનમા પણ ટ્યુશનનૂ બહાનું કરી ત્યાં જ પડ્યા રહેતા કારણ કે ઘરે આવુ જવાનુ ના મળે . બે જાતની સુકીભાઈ (અમારા બાજુના ગામડાવાળા તેને ચુકીભાજી કહેતા) બે જાતની દાળ પંજાબી અને ગુજરાતી, તેમા ગુજરાતી દાળ પ્રમાણમા મોરી અને ગળી રહેતી જ્યારે પંજાબી દાળ થોડી તિખી રહેતી, કઠોળ,લીલોતરીનું એક શાક, ભાત, દહી છાસ, કાંદા મરચા,ગોળ સાંજે ક્યારેક ભાખરી તો ક્યારેક પુરી, દુધ અને બુધવારે ફ્રુટસલાડ, ખિચડી-ભાત-કઢી અને શુક્રવારે સ્પેસીયલ વખારેલી ખીચડી. આનાથી વિષેસ શું જોઇએ.

અમે ૮ જણા જોડે જમી ત્યાંથી જ પોતપોતાની કોલેજમા જતા. અમારા ક્લાસટીચર પ્રો.પરમાર ઇકોનોમીક્સ લે અને પિરિયડમા ગમે ત્યારે ગમે તેને ઉભા કરી પ્રશ્ન પુછે, વળી જવાબ શુદ્ધ અંગેજીમા જ આપવાનો. મારે અને અંગ્રેજીને બારમો ચંદ્ર અને ઇકોનોમીક્સ જેવો વિષય ઉપરાંત જમીને સિધા જ ક્લાસમા પ્રવેસ કર્યો હોય એટલે ઉંઘ આવવી વ્યાજબી જ હોય. એક દીવસ હું ઉંઘતો જડપાઈ ગયો (ખરેખર ત્યારે ઉંઘતો જ હતો) મને વેલ્યુ અને પ્રાઇઝ વચ્ચેનો એક તફાવત પુછ્યો. મે સામે પ્રશ્ન કર્યો અંગ્રેજીમા કે ગુજરાતીમા તેણે સામે પ્રશ્ન કર્યો "In Which medium R U Study" મે કહ્યું અંગ્રેજી તો કહ્યુ ક્યાં માધ્યમમા તમારે જવાબ આપવો જોઇએ. મે કહ્યુ અંગ્રેજી તો કે આપો. મે કહ્યુ નથી આવડતુ અંગ્રેજી બોલતા. તેને એમ કે આ ઉંઘતો હતો એટલે બહાના કાઢે છે. મને કે વેલ તો ગુજરાતીમા જવાબ આપો અને મે જવાબ આપી દીધો.

કોલેજમા મોટા ભાગના પ્રોફેશર અને મેડમ ટોપ લેવલના હતા. ભણવું પણ હતુ પણ અંગ્રેજી નડતુ હતું. જીવનમા પહેલી વાર અંગ્રેજી ના આવડવાનું દુખ થતુ હતું. કોલેજ પુરી કરી સિધો જ રૂમે જતો હતો. રસ્તામા નાસ્તો કરી અથવા તો ઘરે સાથે લઈ જતો. ૫ વાગે એટલે રિલીફ પર બધી જ પલ્ટન ભેગી થતી. ત્યાંથી અમારી પદયાત્રા નિકળતી, રિલીફ થી ભાઇકાકા સ્ટેચ્યુ ત્યાંથી મોટા બજાર, મોટા બજાર થી ક્યારેક ઇસ્કોન મંદીર તરફ થઈ B & B વાળી ગલી માથી શાસ્ત્રી મેદાન આવતા તો ક્યારેક સિધા જ RPTP થઈ શાસ્ત્રી મેદાન આવતા. શાસ્ત્રીમેદાનમા "હરીયાળી" જોય સિધ્ધા જ મેસ પર જમવા જતા. રાત્રે જમી બધ્ધા પોત-પોતાને રૂમે ભાગતા.

રવિવારનો પોગ્રાંમ શનિવારે સાંજે જ બની જતો. હોસ્ટેલમા શુક્રવારે રિલીઝ થયેલી ફોલ્મોના રિવ્યુ વહેતા થતા. રિવ્યુ ગમે તેવા હોય, નવી ફોલ્મ રિલીઝ થઈ હોય કે ના થઈ હોય ફિલ્મ જોવા જવાનું એટલે જવાનું જ. મોટેભાગે અમે ૮ જોડે જ હોઇએ. શનિવારે અમારો સિક્ષાવાળો આવીને પુછી જાય કે ક્યું ફિલ્મ જોવા જવું છે. રવિવારે સાંજે મોટાભાગે મેસમા રજા હોય એટલે એક વિકટ પ્રશ્ન શું જમવું તેનો સામે આવીને ઉભો રહે. જીવનમા શું બનવું તેના કરતા પણ મોટો અને વિકટ પ્રશ્ન શું જમવું તેનો હોય. કોઇ એક મતે થાય જ નહી એટલે છેલ્લે નક્કી કરી નાખ્યું કે દર રવિવારે સ્વાગતમા જઈ પંજાબી જ ખાવાનું. ત્યાંથી સિધુ સત્યનારાયણ કે જે ત્યારે હજી ફેમસ ના કતુ તેનો આઇસક્રીમ ખાવાનો. ત્યાં બહાર પાનવાળાની દુકાને અમારો રિક્ષા વાળો અમારી રાહ જોતો ઉભો હોય. સાથે ફોલ્મની ટીકીટ પણ હોય. ફિલ્મ જોયા પછી અમને લેવા પણ આવી ગયો હોય. અમને હોસ્ટેલે મુકી જાય અને બીજે દીવસે આવી હીસાબના પૈસા લઈ જાય. દર વખતે ભાગ પાડવાની ઝંજટ ના કરતા દર વખતે એક વ્યક્તિ બધો ખર્ચ આપી દે. બે મહીને એક વાર વારો આવતો.

આટલા જલ્સા અને સાથે મારા સિવાય બધા જ વ્યવસ્થીત ભણતા. જો કે મારુ નામ "બેસ્ટ સ્પિકર ઓફ કોમર્સ" માટે યુનિ. સુધી ગયેલુ પણ પર્શનલ કારણે હું આગળ જઈ ના શક્યો. પ્રો. પંચાલ અને પ્રો ટંડેલને મારી પાસેથી ખુબ અપેક્ષા હતી પણ હું આગળ ના જ વધી શક્યો. બીજા વર્ષે પણ તેણે ગુજરાતી મીડયમમા મને એડમીશન લેવડાવ્યું હતુ પણ અંગત કારણો સર મારે વિદ્યાનગર છોડવું પડ્યુ. સોરી પંચાલસર.

તે પછી પણ છેક ૨૦૦૩ સુધી લગભગ બધી જ નાતાલ હું વિદ્યાનગર કરતો. હમણા છેલ્લે ૨૦૦૮મા ગયો ત્યારે આધુનિકતા રંગે રંગાયેલુ વિદ્યાનગર જોયુ. કદાચ અભાવમા પણ અમે જે જલ્સા કર્યા છે તે આ આધુનિક વિદ્યાનગરમા થવા શક્ય નથી. રવિવારે ઘરે ફોન કરવા માટે STD-PCO મા લાંબી લાઇનમા ઉભવું, ચાલીને બધે ફરવું, અપરમા બાકડા ઉપર બેસી ઉચી ડોક રાખી ફોલ્મ જોવુ આ બધાની મજા જ કઈ ઓર છે. કાશ બીજો જન્મ મળે અને મને મારો કોલેજકાળ ફરી વિદ્યાનગરમા જ વિતાવવા મળે તો કેવું ? એટલે જ કહુ છુ કે "જો કાશીનું મરણ અને સુરતનું જમણ તો વિદ્યાનગરનું ભણતર."

-: સિલી પોઇન્ટ :-

જગત હંમેશા સફળ લોકોની જ સલાહ માને છે, તમે ગમે તેટલા સાચા કેમ ના હો પણ સફળ નહી હોવ તો કોઇ તમારી વાત સાંભળશે નહી.

2 comments:

  1. અહ્હ્હા... ઘણા દિવસથી હું વિદ્યાનગર ના મારા દિવસો યાદ કરી બ્લોગ પર એક પોસ્ટ લખવાનું વિચારું છું પણ આળસ માં રહી જાય છે!
    વિદ્યાનગર સાથે મારો ૮=૯ વરસ ની સંબંધ , મારું ગ્રેજુએશન , પોસ્ટ ગ્રેજુએશન , જોબ બધું જ ત્યાં થયું! વિદ્યાનગર સાથે તો મારે કેટ કેટલા પ્રસંગો જોડાયેલ છે, શું કહું ને શું નહિ!
    બીવીએમ - મારી કોલેજ, આઈસ્ટાર - જ્યાં મેં માસ્ટરસ કર્યું, એ.ડી. આઈ .ટી- જ્યાં મેં લેકચરર તરીકે જોબ શરુ કરી!
    બાકરોલ, રઘુવીર ટેનામેન્ટ્સ- જ્યાં પીજી તરીકે રહી કે સ્ક્વેર હોસ્ટેલ જેની તોફાન મસ્તી હજી દિલ માં કોતરાયેલી છે!
    C-Cube જ્યાં મેં જીવન ની કીમતી ક્ષણો વિતાવી , સત્યનારાયણ - જ્યાં બેઠાબેઠા જિંદગી નો સૌથી અમૂલ્ય નિર્ણય લીધો...
    મહારાજ - જેમાં નાસ્તો આદત હતી ... બોમ્બે વડાપાઉં - જેનો ટેસ્ટ કદાચ જીભે હજુ છે!
    એસ.કે સિનેમા - જ્યાં સારા- ખરાબ કેટલા મુવી જોયા...
    ફરાળી ભેળ- અહ્હ્હાં... હજુ તેની રેસીપી મારે લેવા જવાનું છે!
    આનંદ-વિદ્યાનગર રોડ , જ્યાં શાસ્ત્રી મેદાન કરતા સારી "હરિયાળી" જોવા મળતી...
    "મિર્ચી રેસ્તોરાંત" , દિલ્લી દરબાર, અમારો જાણે અડ્ડો!...
    એકતા રેસ્તોરાંત જે મારી જિંદગી સાથે અલગ રીતે જોડાયેલ છે
    લીસ્ટ લાંબુ ને જગા ઓછી છે!

    "ભણતર તો વિદ્યાનગર નું જ!"
    "વિદ્યાનગર એક સામાન્ય શહેર છે... અહી ભણવા આવનાર બગડી જાય છે એ વહેમ છે! બગડવા માટે માનસ ની માનસિકતા જવાબદાર છે!"

    ReplyDelete
  2. તમારી છેલ્લી વાત માટે મારે એટલુ જ કહેવું છે, મારો અડ્ડો હતો તે હોસ્ટેલમા ૧૦ માથી ૬ વ્યક્તિ સ્મોકીંગ કરતા હતા પણ મને કોઇ ફેર નથી પડ્યો.

    બાકી મે પણ ખુબ એડીટ કરીને લખ્યુ છે. હું વિદ્યાનગરમા ભણ્યો તેમા બીજાનો શું વાંક.

    ReplyDelete