Friday, July 10, 2009

"સંબંધ" -સોનાની થાળી અને ડિસ્પોઝેબલ ડીસ.-૨

ખ્યાતીબેન, તમે કહ્યું એટલે હું હાજર થયો. હમણા હમણા બહુ કામ રહે છે છતા અહી આવ્યા વગર તો રહેવાતુ જ નથી. આજે તો થયુ ચાલ ને બઘુ જ કામ પડતુ મુકીને અહી આવી જ જાવ.
પ્રથમ તો આભાર આપ સૌનો કે જે મને સહન કરે છે. હા, એક વત સાચી કે હું કોઇ ના માટે નથી લખતો ફક્ત મારા માટે જ લખુ છું એટલે અહી લખીને કોઈ ના પર ઉપકાર નથી જ કરતો. આજે જ્યારે સંબંધનુ મહત્વ ઘટતું જ જાય છે ત્યારે નેટ પર આટલો સ્નેહ મળવો તે કાઈ ચમત્કારથી કમ નથી. બધા જ "પ્રક્ટિકલ" થતા જાય છે આજે ત્યારે તેઓ ભુલી જાય છે કે ક્યારેક તરસ લાગે ત્યારે કુવો ખોદવા જાવું ના પડે. કારણ કે ક્યારેક ઘરમા બહુ બધા મહેમાન આવ્યા હોય, તહેવાર હોય, ઘરકામ કરવા વાળા બધા રજા ઉપર હોય ત્યારે વિચાર આવે કે ડિસ્પોઝેબલ વાસણો લાવીને તેમા બધા મહેમાનોને જમાડી દઈયે એટલે કોઇ જંજટ જ નહી. વાત તો સાચી છે.. પરંતુ આવે જ વખતે માર્કેટ બંધ હોય તો ?
કા તો તમારે ઇમર્જન્સી માટે ઘરમા આવા વાસણ રાખવા પડે. તેતો પાછુ તે જ થયુ ને. નહીતર તમારા ખાસ અતિ વિશ્વાષુ એવા સ્ટીલના વાસણો કાઢવા પડે. સંબંધ નથી ડિસ્પોઝેબલ વાસણો કે નથી સોનાની થાળી તે તો છે આપણા વિશ્વાષુ એવા સ્ટીલના વાસણો. કારણ કે જો સોનાની થાળી હોય તો પાચી એને સાચવાની રામાયણ. રોજ બરોજ તો ઉપયોગ ના થાય. નિભાવામા પાછા આટા આવી જાય. ચોરાયના જાય તે પણ જોવાનુ ને. જ્યારે સ્ટીલની થાળી નિભાવવી સહેલી છે. સંભાળ પણ ઓછી માગે અને જીવનભર સાથ પણ નિભાવે. હા જીવનમા અમુક અંશે સોનાની થાળી અને ડિસ્પોઝેબલ ડીસ જેવા સંબંધ પણ અનિવાર્ય છે. પરંતુ ફક્ત તેના ઉપર જ આધાર રાખવો પોસાય ખરા ?
શું આપણે રોજ સોનાની થાળી અથવા તો ડિસ્પોઝેબલ ડીસમા જમી શકીશું ? તે શક્ય જ નથી અને પ્રેક્ટિકલ પણ નથી . હું હમેશા મધ્યમ માર્ગી રહ્યો છું. મારી જ વાત કરૂ તો મિત્રો બબતે હું બહુ ખુશ નશિબ રહ્યો છુ. આગળ જણાવ્યા મુજબ મારે અમુક મિત્રો જોડે તો ૨૫-૨૬ જુની મિત્રતા છે. મિત્રો તે પછી બાળપણના હોય, માધ્યમિકના હોય કે પચી કોલેજના હોય નધા જોડે નિભાવી છે. આજે પણ તેની સાથે જીવંત સપર્ક છે. મારી ફોનબુક મીત્રોના નંબરથી અને તેના સ્નેહથી ઉભરાય ગઈ છે. શું આ બધા જોડે રોજ વાત કરવી શક્ય છે ? તેના થી આગળ વધીને જ્યારથી આ આભાસી સમાજમા આવ્યો ત્યારથી એક થી એક ચડીયાતા મિત્રો મળ્યા છે. (જેની પણ મે વાત આગળ કરી છે) શું આ બધાને રોજ સ્ક્રેપ કરવા શક્ય છે ?
ના તે રીતે સંબંધ નિભાવા શક્ય જ નથી અને યોગ્ય પણ નથી. ઘરના સસોડામા દરેક વાસણનું એક અલગ મહત્વ છે, શું જે કામ ચમચાનું છે તે કામ તપેલી કરી શકશે ? ના કરી શકે. અને રોજ બધા જ વાસણનો ઉપયોગ પણ શક્ય નથી. તે જ રીતે સંબંધનું છે. તેને યોગ્ય સિમામાં નિભાવાથી તેનું આયુઅષ્ય લાંબુ રહે છે. હું કોઇ વ્યક્તિને રોજ ફોન કરૂ એટલે તે એક દિવસતો મારાથી કંટાળશે જ ને. મારે સંબંધ મારૂ મહત્વ જળવાય રહે અને સામા પક્ષનું પણ મહત્વ જળવાય રહે તે રીતે નિભાવાના છે. મારી ફોન બુકમા જેટલા નંબર છે તેને મે અમુક કેટગેરીમા વહેચી નાખ્યા છે.
૧. વર્ષમા બે વાર ફોન કરવાનો, એક તેના જન્મદિવસના દિવસે અને એક બેસત વર્ષના દિવસે. આ બન્ને દિવસે જેતે વ્યક્તિ મારા ફોનની રહ જોતો જ હોય. નિરાંતે ઘણી લાં......બી વાતો કરવાની. બાકી આખુ વર્ષ કાઈ પણ કામ ના હોય ત્યારે તેને ફોન નહી જ કરવાનો.
૨. મહીને બે મહીને એક વાર ફોન કરવાનો. આવી વ્યક્તિને મહીને-બે મહીને એક વાર ફોન કરી ખબર અંતર પુછી લેવાના. વચ્ચેના સમયમા જરૂરીયાત વગર ફોન નહી કરવાનો. મારા ઘણા ખરા કોલેજના મિત્રો આ કેટેગરીમા આવે છે.
૩.દર રવિવારે SMS કરવાનો અને ૧૫ દિવસે અચુક એક વાર ફોન કરવાનો. મારા બહુ ખાસ અને અંગત મિત્રો, એહી થી મળેલા અમુક મિત્રો અને મારો મોટો ભાઈ પણ આ કેટેગરીમા આવે છે. હા હું મારા મોટા ભાઈને પણ પંદર દિવસે જ ફોન કરૂ છુ.
૪. દિવસમા એક-બે વાર SMS કરવાના અને એકાતરે વાત કરવાની. બહુ ખાસ અને અંગત મીત્રો (જો કે તેની સંખ્યા પણ બહુ મોટી છે.) તેને રોજ એક SMS, ફોન કે સ્ક્રેપ કરી જ દવ છું.
આ તો થયુ મારૂ સંબંધ નું આયોજન. લગભગ બધા જ આ રીતે જ સંબંધ નિભાવતા હોય છે. મારા મતે કેટેગરી પાડવી નથી પડી જ જાય છે.
સંબંધને સાચવવા એ આપણી જવાબદારી છે, કેવી રીતે તે વ્યક્તિએ પોતે જ નક્કિ કરવાનુ હોય છે.

2 comments:

  1. લાગે છે કે ‘સંબંધો‘ પરના આ તમારા શબ્દો અનુભવની એરણ પર ચડેલા છે. એકદમ સહજ રીતે તમે ઉપમા આપી છે - સોનાની થાળી, desposible dish અને સ્ટીલના વાસણોની. સાચે જ , સ્ટીલના વાસણોની જેમ જ સહજ રીતે રહીએ તો સંબંધોને પણ માણી શકાય. પણ સ્ટીલની જેમ સરળ અને સહજ રીતે સંબંધો રહે છે ખરા? એ અગત્યનો પ્રશ્ન નથી લાગતો ?!!! છતાં આખરે એમ જ કહીશ કે મજા આવી ગઇ સરસ મજાના સંબંધવિષયી વિવરણને માણીને. અને ખુબ ખુબ આભાર કે તમે સમય કાઢીને પણ આ લેખન શૈલીનો લહાવો અપાવ્યો.

    ReplyDelete
  2. Hii.
    Bahu saras ane ekdam sachu lakhyu chhe jagratbhai!!

    ReplyDelete