Friday, July 3, 2009

મારા જીવનના ઘડવૈયા-૨

પહેલા તો સોરી ઘણા લાંબા સમયછી આજે બ્લોગ અપડેટ કરવાનો સમય મળે છે. કેટલા બધા વિષયો અધુરા પડેલા છે. બધા એક સાથે તો પુરા કરવા શક્ય નથી પણ પહેલા અધુરા વિષયો પુરા કરિશ પછી કાઈ નવુ લખીશ.

આગળ તમે મારા પ્રાથમિક શિક્ષણ વિષે જાણી ગયા હવે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાતો અહી લખીશ. પ્રાથમિક પુરૂ થયુ એટલે લગભગ બાળપણ પણ સમાપ્ત થયું. બીજી બાજુ પાછા નાના થયા હોય તેવી પણ લાગણી અનુભવી.. કેમ કે પ્રાથમિકમા અમે ધો. મા એટલે સૌથી સિનિયર અને અહી અમે ધો. મા એટલે સૌથી નાના. ત્યા બધા ઓળખે અને અહી બધુ નવું. અજય માથી વિવેકાન્દ વિનય મંદિરમા આવવાથી થોડો સમય એકલુ એકલુ લાગ્યું. મારા બધા જુના મિત્રો અલગ અલગ ક્લાસમા વહેચાઈ ગયા. પણ માહોલમા કોઇ ફરક ના હતો. ત્યા જેવુ વાતાવરણ અહી પણ હતુ એટલે બહુ વાંધો ના આવ્યો.

શરૂઆત ધો. '' ના મારા ક્લાસટીચર શ્રી વી.પી.પટેલ થી કરૂ. નાનુ કદ અને બહુ જડપી ચાલ તેમની. તેની સાથે ચાલવા માટે દોડવું પડે. પાછા ચરોતરી ભાષા બોલે એટલે બે વાર તેમને પુછવુ પડે કે શું કહ્યુ ? તેમ છતા એક વાત સારી કે કોઇ દિવસ ગુસ્સે ના થાય એટલે માર પડવાનો તો સવાલ નથી. અંગ્રેજી વિષય લે અને એટલે મને જરાય ના ગમે મારા તોફાન તેના પિરિયડમા સોળે કળા ખીલે. ઘણી વાર મને કહે "શાહભાઈ આપણે વહેપારી કહેવાયે આપણને આવા તોફાન ના પાલવે". છતા કુદરતી મને તેને જોય ને તોફાન સુજે. ધો. મા દિવાળી પછી પપ્પાએ તેને ત્યાં મારૂ ટ્યુશન નક્કી કર્યુ . મારી હાલત તો સ્કુલેથી છુટ્યો ત્યા તેના ઘરે ફસાયા જેવી થઈ. એક તો અંગ્રેજી જેવો કંટાળા જનક વિષય અને પાછા વી.પી જેવા સર..

ધો. મા પણ તેને ત્યાં ટ્યુશન રાખવુ પડેલુ પણ વખત નિરાંત તે હતી કે અમે છોકરાઓની બેંચ અલગ રાખેલી રાત્રે .૩૦ થી .૩૦. તે સમયે થી .૩૦ વચ્ચે અમારે ત્યાં લાઈટ જાતી. જેવી લાઈટ જાય કે તરત અમે વી.પી. ની મસ્તિ શરૂ કરી દેતા. થોડક દિવસ પછી તે .૪૫ થાય એટલે દિવો મગાવી લે. તો પણ અમે જેવી લાઈટ જાય એટલે દિવો ઠાળી દેતા. બહુ મજા કરેલી છે તેને ત્યાં. પણ આજ સુધી કુદરતી વી.પી.સર માટે કુદરતી જે માન હોવુ જોઇએ તે આવ્યુ નહી. ક્યા કારણે તે આગળ કહીશ.

વિજય સર... સંસ્કૃત ભણાવતા. એકદમ શાંત સ્વભાવ કોઇને પણ કોઇ દિવસ કાઈ પણ ના કહે અને તે માટે તેના પિરિયડમા કોઇ તોફાન પણ ના કરે. અમે કહીયે તે રિતે અમને ભણાવે. તેની ભણાવાની રિતને લીધે મારો સંસ્કૃતમા રસ જાગ્યો અને હું ભુષણ સુધી ની પરિક્ષા આપી શક્યો. મને વકૃત્વમા આગળ લાવનાર વિજયસર. બહુ મજાના વ્યક્તિ આજે પણ મળે એટલે એટલા પ્રેમથી વાતો કરે. થેન્કસ સર .. આજે હું બીંદાસ વાતો કરી શકુ છુ તેના માટે.

ડઢાણીયાસર.. વ્યક્તિ મને આખી જીંદગી એક નાલાયક વ્યક્તિ ગણ્યો છે. હા તેની નજરમા હોઈશ તેવો. તેનો મને ઘણો ફાયદો પણ થયો . તે જે વિષયમા મારે વિષે ટીકા કરે વિષયમા હું જનુન પુર્વક મંડી પડુ. જેમ કે વકૃત્વ.. મારી કળા વિષેની તેમની ટીપ્પણી મને આટલો આગળ લાવવા માટે નિમિત છે. જનરલ નોલેજ, અર્થશાસ્ત્ર વગેરે અનેક ઉદાહરણ છે. તેમના હાથનો માર પણ એટલો ખાધો છે. કદાચ તેમની ટીકા મારા પ્રત્યેનો પ્રમ હશે.

પથુસર.. એક અલગારી વ્યક્તિત્વ. શારિરીક શિક્ષણ લે આમારૂ સાથે જીવનમા તેનુ મહત્વ પણ સમજાવે . સૌથી અગત્યનું શિસ્તનું મહત્વ તેમની પાસેથી શિખવા મળેલું. અમને મારવા માટે ગજ રાખતા. એક ગજમા તો ગમે તેવો ખેરખા વાંકો વળી જાય. એક વ્યક્તિ એવા છે જે મને એક આદર્શ વિદ્યાર્થી તરીકે જોતા. માર બહુ વખાણ કરતા અને ક્યારે હું તોફાન કરતા પકડાવ તો મને પ્રેમથી સમજાવતા. કદાચ તેના ગજનો પ્રતાપ હતો. ઘણા લાંબા સમયથી તેનો કોઇ સંપર્ક નથી .

મારડીયાસર.. મને ગણિત અને વિજ્ઞાન પહેલેથી ગમે. આ વિષયોમા મને પહેલેથી જ ૯૦ ઉપર માર્ક આવે એટલે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની નજરમા હું હોશિયાર વિદ્યાર્થી. મારડીયાસર પણ મને હોશિયાર જ ગણે. મારા રસનો વિષય તે શિખવે એટલે બધા જ તોફાન તેના પિરિયડમા સ્વિચઓફ થઈ જાય. ભણાવે પણ એટલુ સારૂ કે ભણવાની મજા આવે. ધો.૮ માં તેને ત્યા મારૂ ટ્યુશન પણ રખાવેલુ. બહુ મજા આવતી તેને ત્યા ભણવાની.

સોનાગરાસર.. આ પણ ગણિત અને વિજ્ઞાન જ લેતા. મારા ઘરની એકદમ નજીક રહે. મારા બધા તોફાન તેઓ જુએ છતા ક્યારેય ઘરે ના કહે. ભણાવતા પણ એટલા રસથી અમારી જેવડા થઈને ભણાવે એટલે મજા આવે. મારો સ્વભાવ પહેલાથી ઉગ્ર મને ઘણી વાર કહેતા સ્વભાવ પર કાબુ રાખતા શિખ. જો મે તેમની સલાહ બહુ પહેલા માની લીધી હોત તો ... ધો.૧૦ મે તેમને ત્યાં ગણીતનુ ટ્યુશન રખાવેલુ. મજા પડતી ભણવાની. હું સાયન્સમા આગળના વધી શક્યો તેનો તેમને આજે પણ અફસોસ છે. સોરી સર..

ગણપતસર... અમારા પ્રીન્સિપાલ, મારા પપ્પા અને તે બન્ને કોલેજમા જોડે ભણતા એટલે બન્ને ખાસ મિત્ર. મારો મરો થતો તોફન કર્યા વગર ચાલે નહી અને જ્યારે જ્યારે તોફાન કરૂ એટલે તેમની પાસે હાજર થવાનું થતું. જાણીતા હવાલદાર બે ડંડા વધુ મારે લગભગ તે વાત રોજ મારા પર વિતતી. મારી જોડે જે તોફાનમા સામેલ હોય તેના કરતા મને સાજા હંમેશ વધુ મળતી. રોજ મને કહે "આજ તો તારા બાપુજીને કહી જ દવ કે તુ કેટલો તોફાની છે." પણ કોઇ દિવસ તેણે કહ્યુ નથી. એક પુત્રની જેમ મને સ્નેહ મળ્યો છે તેમનો. શિસ્ત અને સંસ્કાર બન્નેના ખુબ આગ્રહી અને અમારામા આ બન્ને હોવા જ જોઈએ તેનું ખાસ ધ્યાન રાખે. આજે શિક્ષણમા ભલે થોડો કાચો હોવ પણ આ બાબતે હું ઘણો સમૃદ્ધ છું. થેન્ક્સ ટુ ગણપત સર.. આજે પણ જ્યારે મળે છે ત્યારે એક પિતા પુત્રના ખંભા પર હાથ મુકીને જે રીતે વાત કર તે રીતે મારી સાથે વાત કરે છે.

અતુલસર.. શક્તિનગરમા એકલા રહેતા. હું રોજ સ્કુલેથી છુટીને ત્યા રમવા જતો. તેઓ પણ અમારી સાથે રમતા. ગણીત શિખવતા અમને એટલે તો ગમતા પણ મારા પર કાઈક વધુ જ સ્નેહ. તમે તેમ પણ કહી શકો કે મારા તરફ ક્યારેક પક્ષપાત પણ કરે. ધો.૧૦ નું રિઝલ્ટ આવવાનું હતુ ત્યારે મારી તૈયારી જોઇ ને ઘરના બધાને હતુ કે આ તો નાપાસ જ થાવાનો છે. રિઝલ્ટ લેવા ગયા ત્યા સુધી મને કહેવાતુ કે નાપાસ થવાથી કાઈ દુનિયા લુટાઇ નથી જવાની. જ્યારે રિઝલ્ટ લેવ ગયા ત્યારે તે માર્કશિટ આપવ બેઠા હતા. મારા ભાઈએ તેને પુછ્યુ કે આ પાસ થયો કે તે નાપાસ તે કહો. ત્યારે તેણે અતિ વિશ્વાસમા કહ્યુ કે જો જાગ્રત નાપાસ થાય તો સ્કુલમા કોઇ પાસ ના થાય. હું શક્તિનગરમા ટાઇમ વેસ્ટ કરતો તે તેમને ના ગમતુ એટલે અમને ટ્યુશન માટે પપ્પાને વાત કરી ને ધરાર ભણાવતા. મારી જ નોટમા દાખલા ગણે એટલે મારે તે ગણવા ન પડે. છેલ્લે ઘણા વખત પહેલા મળેલો. આજે પણ ખુબ ઇચ્છા છે મળવાની.

વી.ડી.સર.. આદર્શ શિક્ષકની વ્યાખ્યામા બંધબેસતા, ક્યારેય કોઇ પર ગુસ્સે ના થતા અને એટલા રસથી ભણાવે કે બસ ભણતા જ રહો તમે. ક્યારે બે પિરિયડ જોડે લે તો પણ ખબર ના પડે. ગુજરાતીમા મને રસ લેતો કરનાર અને સાહિત્ય વાંચતો કરનાર વી.ડી.વઘાસીયા સર જ. આજે તમે બધા મને જે સહન કરો છે તેની પાછળ તેમનો બહુ મોટો ફાળૉ. અમે રખડીયે નહી એટલે ટ્યુશનમા બેસાડતા ફક્ત ૫૦ રૂપિયા પ્રતિ મહિનામા અમને તે અને અતુલ સર અંગ્રેજી અને ગણીત શિખવતા. મારી પ્રત્યે અનહદ સ્નેહ. એકદમ ધીરે બૉલે પણ ભાષા એટલી ચોખ્ખી કે સાંભળવાની મજા આવે. તેમના વિષે તો ઘણુ લખવાનું છે પણ હાથ ના પાડે છે કારણ કે હવે નથી લખાતુ ...

મિત્રો, ઘણુ લખ્યુ અને ઘણુ બાકી છે. હવે પછી ક્યારેક કારણ કેા લખેલુ કોઇ કે વાંચવાનુ પણ છે .

No comments:

Post a Comment