Friday, April 10, 2009

પ્લેજરીઝમ

પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય. આજકાલ ગુજરાતી બ્લોગ જગતમાં તેની ફેશન થઈ પડી છે. નવોદિતોથી લઈને મગજના ડૉક્ટરો પણ આવી રીતે મહેનત કર્યા વગર અન્યની રચના/વિચાર પોતાના નામે ચડાવી સસ્તી પ્રસિદ્ધી પામવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.
વર્ડપ્રેસ પર ટોપમાં દેખાતા કેટલાક બ્લોગ ફક્ત કૉપી-પેસ્ટ વડે ચાલે છે. વસાવેલા પુસ્તકોમાંથી ગમતી રચના શોધીને તેને ટાઈપ કરી તેમાંથી ભૂલો જોઈ-સુધારી, યોગ્ય ફોર્મેટમાં બ્લોગ પર પોસ્ટ કરવામાં સારો એવો સમય અને ચીવટ માંગી લે છે. જ્યારે નકલખોરો આવી મહેનત કરવી ગમતી નથી. તેઓ અન્ય બ્લોગ પર મુકાયેલી રચનાની ઊઠાંતરી કરી પોતાનો બ્લોગ સમૃદ્ધ કરતા રહે છે. કૃતિની કે બ્લોગની મૌલિકતા જાણ્યા વગર તેને બિરદાવનારા ભાવુક વાચકો પણ મળી રહે છે તે ખરેખર દુઃખની વાત છે.
ઊઠાંતરીનો બીજો પ્રકાર છે રચના સાથે તેના મૂળ લેખકનું નામ ન લખવું જેથી ભોળા વાચકો બ્લોગરની રચના સમજીને વાહ વાહ કરે! આપણે ફરિયાદ કરીએ તો કહે લેખક/કવિનું નામ ખબર નથી તેથી નથી લખ્યું! રચનાકારના નામની જાણ ન હોય તો “અજ્ઞાત” લખી શકાય પણ તે માટે દાનત હોવી જોઇએ.
.
તફડંચીકારો વિશે આપના મંતવ્ય જણાવો. આપને પણ આવા અનુભવ થયા જ હશે. તેની વિગતો સાથે ફન એંડ જ્ઞાનના કોમેન્ટ બોક્ષમાં જણાવશો.વિનયભાઇ ખત્રીને આ સાઇટ ઉપર..
http://funngyan.com/2009/03/24/one_question/#more-371
નોંધ- મિત્રો આપણે પણ કંઇક આવું જ તો નથી કરતા ને?
જરા વિચારો કે કોઇની રચના ને આપણે આપણા નામે ચડાવીને બિજાને મોકલીએ તો શું આપણે મહાન બની જઇએ છીએ?
ના ખરી મહાનતા તો તે કાવિને તેની રચના બદલ ક્રેડિટ અપાવવામાં જ છે.તો હવે પછી નિશ્ચય કરો કે કવિના નામ સાથે જ ગઝલો પોસ્ટ કરીશું.(બિનલ)
.
આ વિશે મારા ઓર્કુટના એક મિત્ર જાગ્રતભાઇ કહે છે કે- એક સર્જકને નામ સિવાય કશું ના મળતુ હોય ત્યારે આપણે તે પણ ના આપ્યે તે એક મોટો અન્યાય કહેવાય તેના માટે. "
-જાગ્રત
.
કાયમ સંપર્કમાં રહેશો.
-બિનલ

બિનલબેન નો મેસેજ જેમનો તેમ અહી મુકુ છું. આ મહા કાર્યમા આપ પણ ફાળો આપશો.

1 comment:

  1. આ વાત તદ્દ્ન સાચી છે હુ કાંઇક બસ આવી રીતે કોપી પેસ્ટ જ કરુ છું અને પોતાના જીવનમાં ઉન્નતી લાવવાની કોશિસ કરુ છું મારી ઉંમર સુણતાલીસ વરસની છે.અનામી પારબ્રહ્મ પરમેશ્વર તરફ જીવનને લઈ જઇ શરણા ગતી સ્વીકારી છે. ઈશ્વર કૃપા થાય એના માટે યત્ન પણ કરી રહ્યો છુ.

    ReplyDelete