Friday, April 10, 2009

મારા મિત્રો,મારી જીવન મુડી. ભાગ-૨

હાયસ્કુલમાં મારે મિત્રો શોધવા માટે બહુ મહેનત ના કરવી પડી. મારા પ્રાથમિકના અમુક મિત્રો સાથે જ હતા. પણ લોચો તે થયો કે ત્યાં ૩ વર્ગ અને અટક પ્રમાણે બધા વર્ગની ગોઠવણ થાય એટલે હું તે બધાથી જુદો પડી ગયો. તેમ છતા મને ત્યાં પણ મિત્રો મળી જ રહ્યા. તેમા સૌથી વધારે મને મારુ જે ગૃપ બન્યું તે જોરદાર હતું. હું, જય,મનોજ,રણજીત, આશિષ,દિપક તે ઉપરાંત હાર્દિક,પ્રાકાશ અને પરેશ તો હતા જ. બહું ધમાલ કરી છે અમે બધાએ. તે પછી સ્કુલ હોય કે ટ્યુંશન માર પણ એટલા જ ખાધા છે અમે. મને યાદ છે એક વખત અમે રિસેસમાં આંબલી તોડવા ગયા હતા અને પથ્થર એક ડોસીમાં ને લાગ્યો હતો. અમે ત્યાંથી ભાગ્યા પણ તે અમારા માથી દિપકને જોય ગયા હતા. સ્કુલે આવી ને ફરીયાદ કરી. સરને ૧૦૦ % ખાતરી હતી કે આ કારસ્તાન આમારૂ જ છે. ઓળખ પરેડમાં તે દિપક એકને ઓળખી ગયા. પેલા ને બહુ માર પડ્યો છતા તેણે બીજા કોઈ નું નામ ના આપ્યું. સ્કુલ છુટ્યા પછી અમે ્બહાર ગ્રાઉન્ડમાં તેની સંમાન સભા યોજી હતી. ત્યારે જ સર ત્યાં આવી પહોચ્યા અને તેણે પણ તે સભામાં ભાષણ આપ્યું. અમે છેટ તેના ઘર સુધી તેને ઉચકીને લઈ ગયા હતા.

અમારે કોઇ પોગ્રામ હોય અને નાસ્તો મગાવાનો હોય તો ૩ ગણો મગાવો પડે. કારણ કે આશીષ એકલો જ ૨ ભાગનો નાસ્તો ચટ કરી જાય. એ એટલો જાડો હતો કે સ્કુલ બેંચમા ૩ ની જગ્યા એ તે એકલો જ બેસતો. રસ્સા ખેંચમાં તે એકલો અમને બધા ને હરાવી દેતો. કબડ્ડીમા તે જેની ટીમમાં હોય એની જીત પાક્કી. અમે બહાર ગ્રાઉન્ડમાં એક જગ્યાએ કબડ્ડીનું મેદાન બનાવ્યું હતું. તેમા લોન પાથરી જાતે માવજત કરી ને તેને સુંદર બનાવ્યું હતું. રોજ સવારે સ્કુલ પહેલા અને છુટ્યા પછી અમે ત્યાં રમતા. એક વાર તે ગ્રાઉન્ડ પર જીલ્લા કક્ષાની પ્રતિયોગીતા રમાયેલી ત્યારે અમને ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે ઇના્મ મળેલું. એક વાર ચોપાટી નો પોગ્રામ કરેલો, સાયકલ ઉપર નાસ્તો બાંધી અને એક સાયકલ પર બે-ત્રણ જણા બેસીને અમે ગયેલા. નાસ્તામા લસણીયા કેળા-બટેટા હતા. અમે રમત રમતા હતા અને હાર્દિક અને આશિષ નાસ્તો જ કરતા હતા.

જય,રણજીત અને મનોજ ક્યારેક ન કરવાનું કરે અને પછી ગમે ત્યારે મારી પાસે આવે. મારે તેના પ્રોબલેમ સોલ્વ કર્યે છુટકો. કા ઘરમા કાઇક બબાલ હોય કા સ્કુલમાં. તેઓ મને "વકીલ" જ કહેતા, ત્યારે પણ બોલવમાં મને કોઇ ન પહોચે. ગમે તેને ગમે તેમ વાત ગળે ઉતરાવી ને જ રહું. બદલામાં મા્રી બધી સ્વાધ્યાયપોથી અને પાકીનોટ પુરી કરવાની જવાબદારી તેમની. એકવાર શારિરીક શિક્ષણની સ્વાધ્યાયપોથી અમારે બધાને જ રહી ગઈ હતી.પથુસર જેટલુ સારુ શારિરીક શીક્ષણ ભણાવતા ્તેટલી જ સારી શારિરીક શિક્ષા પણ કરતા. એટલે તેમા કોઇ છટકબારી ચાલે તેમ ના હતી. સવાર ના ૩ વાગ્યા સુધી જાગી ને બધા એ માર ઘરે બેસીને સ્વાધાયપોથી પુરી કરી તેમ છતા મારી થોડી અધુરી રહી ગઈ હ્તી. સવારે વહેલા ઉઠીને મનોજ અને જય બેસી ગયા. એક પેઈજ પર જય લખે અને બીજા પેઈજ પર મનોજ બન્ને જોડે લખતા ગયા અને માંડ પુરી કરી. પથું સર કહે મને મારા આટલા સમયના શિક્ષણ ના અનુભવમાં આવી સ્વાધાય પોથી જોય નથી. એક જ પેઈજ ના બે અલગ અલગ પત્તા પર બે અલગ અલગ અક્ષરો. મે કહ્યું સર પહેલા અમારા જેવ વિ્દ્યાર્થી પણ ક્યા હતા. મને કહે કોની પાસે લખાવ્યું ? ત્યારે જય અને મનોજ કહે " સાહેબ આ તો વકીલાતની ફી છે ." આજ સુધી તેના જેવા ભણાવવા વાળા આને મારવા વા્ળા સર મે મારી જીંદગીમા નથી જોયા. અમાર માટે એક ગજ રાખતા અને તેનાથી અમને મારતા. કદાચ આજે કોઇ ને તે રીતે મારે ને તો તે સિધો પોલીસ ફરીયાદ કરે. અમે કોઈ દિવસ ઘરે પણ નથી કહ્યું. કારણ ઘરે પાછો માર ખાવો પડતો, પપ્પા કહેત તમે કાઈક કર્યું હોય ત્યારે જ સર મારે ને. અને કોઇ દિવસ સ્કુલની ફરીયાદ ઘરે લાવવાની નહી. ખરેખર આજે આવું શક્ય છે ?

૧૧-૧૨મા મા મને મારા બધા જ મિત્રો કે જે હાયસ્કુલમા હતા તે તો મળ્યા પણ આખા ગામમાં એક જ હાયર સેકન્ડ્રી સ્કુલ હોવાથી બધી જ સ્કુલના બીજા મિત્રો પણ મળ્યા. તેમા વંદુર દિનેશ જે બંદર પરથી આવતો, હનિફ, યુનુસ,આદમ,જીતુ,જીતેશ,જીતેન,કૌશિક,યોગેશ,ભટ્ટ હાર્દિક-વિશાલ,કમલેશ,પરમાર(જેનું નામ મને ક્યારેય યાદ નથી રહ્યું ), વગેરે મિત્રો મળ્યા. એક-એક મિત્ર સાથે પારિવારીક સંબંધ હોય એક-એક પુસ્તક લખાય એટલી યાદો સંકળાયેલી છે. બધી જ અહી લખવું શક્ય નથી. છતા વોરા સર ને કરેલી ધમાલ હંમેશા યાદ રહેશે. જે પછી ક્યારે ક કહીશ.

કોલેજ જીવન બધા માટે યાદગાર હોય છે. મારા કોલેજકાળને બે ભાગમાં વહેચી સકાય, વિદ્યાનગર અને માંગરોલ. વિદ્યાનગરમાં મને જે ગૃપ મળ્યું તે હજી પણ કાયમ છે. તમા વધારો થયો છે બધાના મેરેજ થયા પછી આજે અમારૂ ગૃપ બમણૂ થયું છે. હેતાન્સ,મનિષ,સાગર,ધિરેન,હું,અંકુર,મિહિર અને પાછળથી વિરલ અને ચંદ્રેશ. અમે બધા અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ સ્વભાવના મિત્રો પણ અમારે વચ્ચે એક ્ હ્યદયબંધ બંધાયો તે આજ સુધી અટુટ છે. કોલેજ કાળની તે મજા અને તે યાદો આજે પણ જ્યારે મળ્યે છીએ ત્યારે એટ્લા જ ઉત્સાહથી તાજી કર્યે છીએ. હેતાન્સ સાથે તો બીજી પેઢીની મિત્રતા નિકળી. તેના પપ્પા એટલે કે કેદારકાકા અને મારા પપ્પા કોલેજમાં સાથે ભણતા. આ સંબધ એટલા પારિવારીક થયા કે આજે પણ તેના ઘરેથી મારા ઘર જેટલી જ હુંફ મને મળે છે.

માંગરોલ પાછો આવ્યો ત્યારે સૌથી વધુ તો હું મારુ ગૃપ મિસ કરતો હતો. પણ મારો ત્યાં મિત્રોએ મને ક્યારેય મને તે જણાવ દિધુ નથી. પ્રબોધ,લાલો(કેયુર),પરાગ,જીતું(GP),મયુર,અલ્પેશ,યામીન, બધા જ એક એક થી ચડીયાતા મિત્રો મળ્યા. એક-એક દિવસ અમે માણતા અને નાની સમસ્યાઓ ને મળી ને હલ કરતા. મને માર આ ગૃપથી મને ફાયદો એ થયો કે મારમા આત્મસંયમ આવ્યો. બધા જ એટલા મધ્યમ વર્ગમા થી આવતા હતા કે ભણવાની સાથે કામ કરતા હતા. પાછા બધા સ્વમાની એટલે મારે તેમની જેમ હરેવું પડે. અમે બધા બહું ઓછા નાણામાં વિપુલ આનંદ મેળવતા જે અમારા માતે એક પુર્વશરત હતી. ૧ રૂપિયાના પાણીના પાઉચમાં પણ લાખોનો આનંદ અમે મેળવતા. આજે પણ જ્યારે હું માંગરોલ જાવ છું ત્યારે બધા ભેગ મળીને તેવો જ આનંદ મેળવીયે છીએ અને જ્યારે પણ તે બધા ભેગા થાય ત્યારે ફોન પર બહું લાંબી વાતો કરીયે છીએ.

મિત્રો આ તો બધાનો નાનકડો એવો પરિચય થયો. બધા જ વિષે હું લખિશ પણ હમણા નહી, મારી આત્મકથામાં. હવે પછી મારા અભ્યાસ અને તેને જોડતા મારા ગુરૂ જનોનો પરિચય અહી મુકીશ. કારણ કે તેઓ પાસે થી જે સંસ્કાર શિસ્ત અને શિક્ષણ મેળવ્યા છે તેના થકી જ હું આજે અહી છું.

No comments:

Post a Comment