Sunday, April 5, 2009

ફરી બાળક બની જઈએ.


ચાલો સાથે મળી ભગવાનના
વારસ બની જઈએ.
શરત બસ એટલી છે
સૌ પ્રથમ માણસ બની જઇએ.
હવે બસ એક રસ્તો છે
તમાશા દૂર કરવાનો
બધાયે વેશ ખંખેરી
ફરી બાળક બની જઈએ.

- હિતેન આનંદપરા


આજે યથાર્થનો એન્યુલ ડે ્હતો. આજ સુધી કોઇ પણ આવા પોગ્રામમાં હું એક પ્રતિયોગી તરીકે ભાગ ્ લેતો આજે એક પ્રતિયોગીના પિતા તરિકે આ મારા માટે એક નવો જ અનુભવ હતો. ઉત્સાહની સાથે એક અલગ પ્રકારની કંપન હતી. શું યથાર્થ બરોબર કરી શકશે ? તેના પ્રયત્નમાં તે નિષ્ફળ જાશે તો ? બધા તેના પર હ્સશે તો ? પણ પછી થયું કે જે થાવાનું હશે તે થાશે ચિંતા શું કરવાની. તેમ કરતા મને મારો પહેલો પોગ્રામ યાદ આવી ગયો.
અહી જો કે મારા પોગ્રામની વાત નથી કરવાનો, યથાર્થના પોગ્રામની જ વાત કરવાનો છું. એક દોઢ મહીના પહેલા સ્કુલ મિટીંગમાં આ પોગ્રામ અંગેની ચર્ચા થઈ ત્યારથી મને તો એકજ ચિંતા હતી કે આ કેમ થાસે ? તેને કોસચ્યુંમમાં કેમ ફીટ બેસાડાસે. કારણ કે ભુતકાળમાં થયેલા અનુભવોથી તે સાબીત થાતું હતુ કે આ દાળ આટલી સહેલાયથી નહી ગળે. ફેન્સીડ્રેસ કોમ્પિટીશનમાં તો તેણે જે તે કપડા પહેરીને જાવાની જ ના પાડી દીધી હતી અને સ્વતંત્રતા દિવસના પોગ્રામમાં તે ને જે તે કપડાને આધીન કરતા નાકે દમ આવી ગયો હતો. જ્યારે અહી તો તેને આખો કોસચ્યુંમ પહેરવાનો હતો. છ્તા એક આશા જીવંત હતી અને તે હતો તેનો ઉત્સાહ. કદાચ તે જ એક આશાનું કિરણ હતું અમારા માટે કે આ જ ઉત્સાહમાં તે કદાચ કાઈ નહી તો કોસચ્યુંમ પહેરી ને પણ સ્ટેજ સુધી જાય. પરંતુ તેનો ડ્રેસ આવ્યો અને તેને ટ્રાય માટે પહેરાવાની કોશિસ કરી ત્યારે તે આશા પર પણ ઠંડુ પાણી રેડાય ગયું.

કોસચ્યુંમ જોય ને પહેલા તો તે થયું કે તે યથાર્થને પહેરાવાનું છે કે ્યથાર્થને તેમાં પહેરાવાનો છે. તેને જોય ને જ યથાર્થે પહેરવાની ના પાડી દીધી બહું સમજાવ્યો તો કહે મારો ફ્રેન્ડ "ડક" બનવાનો છે માટે હું "ક્રો" નહી બનું. થયું, હવે શું ? પછી મે કીધુ જવા દો અત્યારે ત્યારે જોયું જાશે. જોત જોતામાં બે દિવસ ક્યાં જતા રહ્યા તે ખબર જ ના પડી અને આજનો દિવસ (રવિવાર-૦૫-૦૪-૨૦૦૯) આવી ગયો. રાતથી જે ટેન્સન હતું તે સવાર ના પહોરમાં સામે આવ્યું. પહેલા તો યથાર્થે ઉઠવાની જ ના પાડી દિધી. માન મનાવી ફોસલાવી ને ઉઠાડી નવડાવીને તૈયાર કર્યો ત્યાં સૌથી મોટી સમસ્યા સામે આવી તેણે કાગડા નો ડ્રેસ પહેરવાની જ ના પાડી દીધી. બહુ સમજાવ્યો પણ માને તો તે યથાર્થ કેવો. મને થયું ચાલ ને તેને બીજા કપડા પહેરી લઈ જાયે ત્યાં બધાને જોશે એટલે પહેરી લેશે. મારી ચોક્કસાય નો અભાવ મને આજે નડ્યો. આટલા દીવસ થી મને ખબર હતી કે તેનો પોગ્રામ ટાગોર હોલમાં છે પણ તે જાણવાની તસ્દી નાલીધી કે તે ખરેખર ક્યાં આવ્યો છે. આજે સવારે નિકળતા પહેલા એક વ્યક્તિને પુછ્યું તો તેણે મને ટાઉન હૌલનું જ સરનામું આપ્યું. હું ઝડપથી ત્યાં પહોચ્યો ત્યારે ત્યા હજી બીજા લોકો આવતા હતા. અમે તપાસ કરી તો બાળકો માટે પાછળ અલગ દરવાજો હતો. ત્યાં પહોચતા મને થોડું અજુગતુ લાગ્યું કારણ કોઈ કરતા કોઈ જાણીતા ન હતા. મે જ્યારે યથાર્થને તેમની સામે ધર્યો તો તેણે કોસચ્યુંમ વિષે પુછ્યું. મે કહ્યું છે તો તેઓ કહે અહી જ પહેરાવી દો. યથાર્થને પહેરાવ્યો ત્યારે તેણે કહ્યું કે આવો કોસચ્યુંમ તો અમારી કોઇ થીમ માં નથી ત્યારે મે પુછ્યું કે આ કીડ્સ ઝી એસ.જી.હાઈવે નો પોગ્રામ છે ? તો તેણે ના પાડી.
ભાગતા ભાગતા અમે બહાર નિકળ્યા અને પુછ્તા પુછ્તા અમે ટાગોર હૌલ પહોચ્યાં. ત્યા પહોચતા જ પરિચીત ચહેરાઓ ને જોતા શાંતિ થઈ અને હજી લોકો પહોચતા જ હતા એટલે નિરાંત થઈ કે આપડે મોડા નથી.

થોડી વાર પછી પોગ્રામ શરૂ થયો. એક પછી એક આયટમ રજુ થાવા લાગી. ્ શરૂ થી જ નાના ભુલકાઓ એ જમાવટ કરી દીધી. એક એક આયટમ જમાવટ વાળી આવતી ગઈ, પોએમ ઉપર ડાન્સ કરતા નાના ભુલકાઓને જોઈ ને મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. આટલી નાની ઉમરના બાળકોને આટલી હદ સુધી તૈયાર કરવા તે કાઈ જેવું તેવું કામ નથી. આખો સ્ટાપ અહી તહી દોડા-દોડ કરતો જોઈ શકાતો હતો. એક આઈટમ પુરી થઈ નથી ત્યાં બીજી આયટમની તૈયારી શરૂ. જોત-જોતામાં યથાર્થની આઈટમ આવી. તેને અને તેના ફ્રેન્ડ સ્ટેજ ઉપર પણ મસ્તી કરતા જોયને મને શાંતિ થઈ. આ કેવી રીતે કરશે તે બાબત પર મને પુરી શંકા હતી. તે ટોપી સરખી કરતા-કરતા સ્ટેજ ઉપર આવ્યો અને અમને શોધતો જણાતો હતો. પાછળથી તેના મેમ તેને સુચના આપતા હતા તેમ તે કરતો હતો. તેનું ધ્યાન જેવું અમારી તરફ પડ્યું કે તરત જે ઉત્સાહમાં આવી એક દમ પરફેક્ટ કરવા મંડ્યો. તેણે જેટલુ કર્યું જેવું કર્યું તે તેના અને અમારા માટે ઘણૂ હતું. કારણ કે હું આ ઉમરે સ્ટેજ પર ગયો ના હતો અને પહેલી વાર જ્યારે સ્ટેજ ઉપર ગયો હતો ત્યારે આનાથી ૧૦% પણ કરી શક્ય ન હતો.
પાછ્ળ થી ઘણી આઈટમો રજુ થઈ તેમા પણ એક નાટક તો જોરદાર હતું. ૪-૫ વર્ષના બાળકો આટલા બધા સંવાદો મોઢે બોલે તે જોય ને જ મને તો નવાઈ લાગી. અને બાળકો ના માતા પિતાની આઈટમ જોય ને થયું કે આ લોકો એ કેમ કર્વૂ તે તેના બાળકો પાસે થી શિખવું જોયે. ખરેખર ઉત્સાહનો અભાવ દેખાય આવતો હતો. છેલ્લે-છેલ્લે રજુ થયેલ લાઈવ પોગ્રામમા પણ ખુબ મજા આવી નાના બાળકો ને કી-બોર્ડ પર સરસ મજાની ધુન વગાળતા જોય ને દીલ ખુસ થય ગયું.

આ પોગ્રામ જોય ને મને પણ પાછુ નાનુ બની જાવાનું મન થયું. નાનો તો બની ના શકુ પણ નાનપણની વાતો તો કરી શકુ ને. ચાલો તો હવે પછી એકાદ-બે મારા પરાક્રમની વાતો રજુ કરીશ.


2 comments:

  1. wah...mane aa rachna bahuj game chhe anhi vistare vanchi ne anand thayo...khub saras...have anathi vadhu shabdo vaparva yogya nathi lagtu...

    ReplyDelete
  2. FARI BALAK BANI JAIE! I FULLY AGREE WITH RADHEKRISHNA..NO MORE WORDS.JUST SUPERB! KEEP IT UP!

    ReplyDelete