Saturday, March 24, 2012

"સ્પંદન"


હોસ્પિટલના વેઇટીંગ રૂમમાં ફિનાઇલની મહક સાથે બાજુમા જ રહેલ ડ્રેસીંગ રૂમ અને સ્ટોર રૂમ માંથી આવતી દવાની વાસ ભળી વિચીત્ર પ્રકારની ગંધનું કોક્ટેઇલ કરતી હતી. સોફા પ્રમાણમા "આરામ દાયક" કહી શકાય તેવા હતા પણ તેના પર બેસેલા કોઈ ના ચહેરા ઉપર ’રિલેક્સ’ થયેલો ભાવ ના હતો. ઉચાટની તંગ રેખાઓ દરેકના ભાલ પ્રેદેશ પર અંકિત થયેલી દીસતી હતી. વોટર કુલર ઉપર રાખેલો મીનરલ વોટરનો બાટલો દરેક ભરાતા ગ્લાસ પછી પોતાનામાં થતો ’ખાલીપો’ પ્રદર્શીત કરવા અવાજ કરતો હતો. એકદમ ઉપર ખુણામાં મુકાયેલા ટી.વી. પર ડીસ્કવરી ચેનલ પર સાયન્સની સિદ્ધીઓ દર્શાવાતી હતી.
        "તમારૂ અહી કોણ છે ?" બાજુમાં બેસેલા એક ૫૫-૬૦ વર્ષના ’અંકલ’એ કરેલા પ્રશ્નથી હું એકાએક તંન્દ્રા માથી બહાર આવ્યો. "મારો નાનો બાબો", એમ ટુંકો જવાબ આપી મે વાતને ત્યાં જ પુરી કરવાની ’ટ્રાય’ કરી. "શું થયું છે ?", હું આ પ્રશ્ન માટે તૈયાર જ હતો. મે તેમના પર એક નજર નાખી, પસાસ ટકા સફેદ વાળ વાળૂ પચાસ ટકા ’તાલયું’ માથુ, પહોળુ કપાળ અને ચહેરા પર ’ગોલ્ડન’ ફ્રેમના ચશ્મા, એકદમ ગોરો વાન કે જે તેમની તંદુરસ્તીની ચાડી ખાતી લાલાસ પડતી જાય પાથરતો હતો. ખુબજ ઉચી જાતના ફેબ્રીક માથી બનેલા વ્હાઇટ શર્ટ અને ડાર્ક નેવી બ્લુ કલરનું પેન્ટ. દેખાવે કોઈ અત્યંત શ્રીમંત લાગતી એ વ્યક્તિના સ્વરમા ક્યાંય તે વાતનો દંભ પ્રદર્શીત થતો ના હતો. બે મીનિટ પહેલની અને અત્યારની મારી તેના તરફની મનોસ્થીતી બદલાય ગઈ હતી.
        "મારો નાનો બાબો કોમા માં છે", મે ખુબજ સાલીનતાથી જવાબ આપ્યો. "ઓહ..! માય ગોડ, કેટલા વર્ષનો છે ? એની સિરીયસ પ્રોબ્લેમ ?" "પાંચ વર્ષનો", પણ બીજા પ્રશ્નનો જવાબ આપવાની હિંમત ના કરી શક્યો. મારી સ્થીતી સમજી તેઓ તરત બોલ્યા,"બી ફ્રેન્ક, આઈ એમ ડો.ભાર્ગવ ચાઇલ્ડ સ્પેશીયાલીસ્ટ". નામ સાંભળતા જ હું ચમક્યો...

*******

        ઉત્સવનો જન્મ થયો એટલે ઘરના તથા સંબધીઓ ના મોઢા માં એક જ વાત હતી, તું તો લક્કિ છે પહેલુ જ સંતાન દીકરાના રૂપે મળ્યુ એટલે બીજાની તો હવે જરૂર જ નથી ને. પણ અમે તો પહેલે થી જ  નક્કિ કરી રાખ્યુ હતું કે બીજુ સંતાત તો જોયશે જ અને અર્પા પણ મારા આ નિર્ણયની સાથે જ હતી. અમારા લગ્ન થયા કે તરત જ બન્ને એ ભવિષ્યનો પ્લાન ઘડી કાઢ્યો હતો. લગ્નના પહેલા વર્ષમાં કાઇ નહી અને પછી બે થી ઓછા અને ત્રણ થી વધુ નહી. હું આ સુત્ર વારે-વારે મીત્રવતૄળમાં બોલતો એટલે મીત્રોમાં આ સુત્ર "વિવેક’સ ચાઇલ્ડ પોલીસી" નામે મશહુર બન્યુ હતું. અને તેમા હું ચુસ્ત પણે વળગી રહ્યો. ઉત્સવ ત્રણનો થયો કે તરત જ અમે બીજાનું પ્લાનીંગ શરૂ કર્યું. ઇચ્છા તો હતી એક દીકરીની પણ...
        સાતમે મહીને ગર્ભમા રહેલા બાળકમા રેર કહી શકાય તેવી ડીસીઝ જોવા મળી. "મી.શાહ, સોરી ટુ સેય.. પણ બાળકમાં બહુ ગંભીર ડીસીઝ જોવા મળી છે. મેડીકલ સાયન્સમાં બહુ ઓછા કેસમા આવું બનતું હોય છે માટે તેની કોઈ સારવાર કે દવા હાલ અવેલેબલ નથી. અને હા, અત્યારે સાતમો મહીનો ચાલે છે એટલે... તમે સમજી શકો છો હું શું કહેવા માગુ છું." "હા.. હા.., મને સમજાય ગયુ. અમે બાળકને જન્મ આપીશું જ કેમ અર્પા ? પણ અર્પાની હાલત ક્યાં બોલવા જેવી હતી જ. ડોક્ટરના શબ્દોથી તે તો સુન્ન જ થઈ ગઈ હતી. "ડોક્ટર, તે કેટલો સમય અમારી વચ્ચે રહેશે ?" મારા એકદમ પ્રેક્ટીકલ સવાલ થી પહેલા તો ડોક્ટર હબકી જ ગયા. "મે બી ફોર યા ફાઈવ યર ઓર લેસ, મેક્સીમમ સિક્સ યર." તેણે સ્વસ્થ થતા જવાબ આપ્યો. "અર્પા, આવનાર ૫-૬ વર્ષ રડવાનું ભુલી જજે." હું હજી વાક્ય પુરૂ કરૂ ત્યાં જ " હા હા તે આસુ પાછ્ળ માટે બચાવવા જ પડશે ને" અર્પા આટલુ બોલી ચોધાર આંસુએ રડી પડી. હું પણ ક્યાંક રડી ના પડુ તેની સચેતતા માં સ્વસ્થ થઈ ઝડપથી ડોક્ટરની કેબીનની બહાર નિકળ્યો. આવનાર કપરા સમય માટે માનશીક તૈયારી કરતો હતો કે રડવાથી મારૂ પુર્ષાતન ઘવાતું હતું તે હું પણ સમજી ના શક્યો.

*******

        વૈષાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતિયાને દીવસે જ સ્પંદનનો જન્મ થયો. જન્મ પહેલા જ નામ નક્કિ કરી રાખ્યા હતા. જો દીકરી આવી તો સ્પર્શ અને દીકરો આવ્યો તો સ્પંદન. મમ્મી કહેતી જન્માક્ષર મુજબ જ નામ રખાય પણ આના તો ક્યાં જન્માક્ષર જ બનાવવા ના હતા. કેવો ક્રૂર વિચાર ?? પણ અમે બન્ને એ મે અને અર્પાએ નક્કિ જ કરી લીધુ હતું કે આવનાર બાળકનું બધુ જ અમારે અમારૂ ધાર્યુ કરવું છે, એક-એક દીવસ ઉજવવો છે જેથી કાઈ ના કર્યાનો અસંતોષ ના રહી જાય. તેનું કારણ પણ હતું કેમ કે રાત્રે સુતા પછી બીજા દીવસે સવારે તે ઉઠશે કે નહી તે પણ ક્યાં ખબર હતી ? સામે પક્ષે ઉત્સવ પણ હજી નાનો જ હતો એટલે તેને પણ ઓછુ ના આવે તે જોવાનું હતું. તેને ક્યાં એટલી સમજ હતી કે મારો નાનો ભાઈ એક ’વેરી વેરી સ્પેશીયલ ચાઇલ્ડ’ છે. કપડાથી લઈ ને બધુ જ બન્ને ભાઈઓ માટે સરખુ જ અને સાથે જ લેવાતું, બસ એક દવાઓ અપવાદ મા આવતી. તે ડિસીઝની તો કોઈ દવા કે સારવાર હતી જ નહી પણ તેની આડ અસર ઓછામાં ઓછી થાય તે માટે ઢગલો બંધ દવાઓ ખવડાવવી પડતી. ’મીન વાઇલ’, નાની નાની તકલીફમાં પણ જીવ તાળવે ચોંટી જતો. તેમ છતા સ્પંદન સાથે વિતતા એક એક દીવસની યાદગીરી સમેટવામાં પણ ક્યાં કાઈ કસર રાખી હતી. કોમ્યુટરની આખ્ખી હાર્ડ ડ્રાઇવ ફોટા અને વિડીયો ક્લિપથી છલ્કાય ગઈ. એક લાંબો સમય ચાલે તેટલી તો યાદો સમેટવી જ રહી ને. દરેક નવો દીવસ જાણે તેનો ’બર્થ ડે’ કેમ ના હોય. જોત જોતામાં ગયા મહીને જ તેનો પાંચમો જન્મ દીવસ પણ ઉજવ્યો.

*******

          "વિવેક જલ્દી ઉઠો, સ્પંદનને કાઈક થાય છે" અર્પાનો ગભરાતો સ્વર મારા કાને પડ્યો. હું સફાળો જાગી જ ગયો અને મન માં એક જ વિચાર આવ્યો. લાગે છે ડેડલાઈન નજીક આવી. કાઈ પણ બીજો વિચાર કર્યા વગર સ્પંદનને ઉચકી ગાડી માં બેસાડ્યો. "પપ્પા હું પણ આવુ છુ" તેમ કહી ઉત્સવ પાછળ દોડ્યો. "ચાલ" દલીલો કરવામાં  સમય ના બગડે એટલે મે ટુંકમાં પતાવ્યું. સ્પંદનને પાછળની સીટ પર બેસાડ્યો અને તેની બન્ને બાજુએ અર્પા અને ઉત્સવ બેસ્યા. તરત જ મે ગાડી હોસ્પિટલ તરફ મારી મુકી. "ડોક્ટરને બોલાવો ઇમર્જન્સી છે", અમને જોતા જ પરિચીત નર્સ બોલી. તે પણ જાણે છેલ્લા પાંચ વર્ષથી આજ ના દીવસ માટે જ તૈયાર કેમ ના હોય ! સ્પંદનને સ્ટ્રેચર પર લેતાની સાથે જ ઓક્સિજન માસ્ક પહેરાવી તરત જ તેને આઈ.સી.યુ. માં લાંબા સમય માટે "સુવડાવી" દેવામાં આવ્યો. "મી.શાહ, તેની હાલત બહુ ક્રીટીકલ છે, સમય રેતી ની જેમ હાથ માંથી સરકી રહ્યો છે. વી મસ્ટ ડુ સમથીંગ સિરિયસ.." અરે ડોક્ટર છેલ્લા પાંચ વર્ષ, બે મહીના, ત્રણ દીવસ અને સાડા આઠ કલાક થી હું તો સિરિયસ જ છુ ને. જ્યારથી સ્પંદન પેટમા હતો અને તેની આ બીમારીની ખબર પડી છે ત્યારથી જ પાણીની જેમ પૈસા વાપરવા તૈયાર છુ જો તે સાજો થઈ જતો હોય તો. અને જે શક્ય હતું તે બધુ કર્યુ પણ છે જ. વર્લ્ડના ખુણે-ખુણેથી દવાઓ મંગાવી લીધી પણ તમે જ કહ્યુ કે આ રેર ડીસીઝ છે એટલે તેની કોઈ દવા જ નથી અને અત્યારે તમે મને સલાહ આપો છો કે હવે કાઈક કરવું જોઇશે ? આવું ઘણું બધુ કહેવાનું મન થયુ પણ અત્યારે મગજ બગાડવું પાલવે તેમ ના હોય, "તમે જ કહો આપણે શું કરી શકીયે ?" ખુબજ શાંતિથી મે પ્રતિપ્રશ્ન કર્યો. "મને લાગે છે મારે આ કેસને ગ્લોબલ કરવો જોઇએ, હું આજે જ સ્પંદનની કેસ ફાઈલ મારા બધા જ ક્લાસમેટ ડોક્ટરોને મેઈલ કરી દવ છું તથા તેને પણ જણાવી દવ છુ કે તે આગળ બીજા ડોક્ટરોને પણ ફોર્વડ કરે. કાઇક તો રસ્તો જરૂર હશે જ ને." ડોક્ટરના અવાજમાં ઉત્સાહ જોઈ હું પણ થોડો હિંમતમા આવ્યો. વાત પણ સાચી હતી આમ નજર સામે કાઈ પણ કર્યા વગર હાથ ઉપર હાથ ધરી બેસી રહી તેને કેમ જતા જોઈ શક્યે ? "અર્પા ઓ અર્પા જાગે છે કે...?" "જે માં નો લડકો આ સ્થિતીમા હોય તે ઉંઘી શકે ખરા ?" મારો પ્રશ્ન પુરો થાય તે પહેલ જ તે બોલી ઉઠી. "શું કહ્યુ ડોક્ટરે ?" હું કાઈ બોલુ તે પહેલા જ આંખો લુછતા લુછતા તેણે જ પ્રશ્ન કરી નાખ્યો. "પહેલા તો રડવાનું બંધ કર, આપણે એક બીજાને શું પ્રોમીસ આપ્યું હતું તે યાદ છે ને તને !" "તમે આટલા કઠોર કેવી રીતે થઈ શકો છો વિવેક ?" એક વેધક પ્રશ્ન મારા હ્યદય સોસરવો નિકળી ગયો. અને તેને આ પ્રશ્ન કરવાનો હક પણ હતો. કારણ કે તે એક મા ના મોઢે બોલાયેલા શબ્દો હતા. "સાંભળ, ડોક્ટર સ્પંદનની કેસ ફાઈલ તેના બધા જ ડોક્ટર મીત્રોને મેઈલ કરવાના છે, તેને આશા છે કે કાઈ ને કાઈ રસ્તો જરૂર નિકળશે. નાવ ફરગેટ આ રોના ધોના." "તમને વાસ્તવિકતા ખબર છે છતા તમે આવી વાત કરો છો ? અને તે પણ એક સાયન્સ સ્ટુડન્ટ થઈ ને ?" અર્પાની વાણીમા વેધકતા જરા પણ ઓછી થઈ ના હતી અને તે વેધકતા માટે યોગ્ય કારણ પણ હતું જ ને. "ડીયર પહેલ હું એક બાપ છું અને પછી એક સાયન્સ સ્ટુડન્ટ" આટલા શબ્દો બોલતા સુધીમા તો મે મારૂ જ આપેલું પ્રોમીસ તોડી નાખ્યું. સ્પંદનના જન્મ પછી આજે પહેલી વાર અમે બન્ને એક-બીજા ભેટી ચોધાર આસું એ રડ્યા. જાણે છેલ્લા પાંચ વર્ષના આંસુ એક સાથે વહેતા ના હોય.
        "મી.શાહ એક ગુડ ન્યુઝ છે, ન્યુયોર્ક થી ડો.મહેતા કે જે એક બહુ ફેમસ ચાઇલ્ડ સ્પેશીયાલીસ્ટ છે તેમનો મેઈલ આવ્યો છે. તેમણે સ્પંદનની કેસ ફાઈલ તપાસી અને જવબ મોકલ્યો છે." "શું કહે છે તે ડોક્ટર ?" હજી ડોક્ટર કાઇ આગળ બોલે તે પહેલા જ અર્પા વચ્ચે બોલી ઉઠી. "રિલેક્સ મીસીસ શાહ, તેઓ કહે છે કે તેમના એક સિનિયર ડોક્ટરે આ ડીસીઝનો ઇલાજ શોધી કાઢ્યો છે, આમ તો તે પ્રાથમીક તબક્કે જ છે પણ પેશન્ટની કરંટ પોઝીશન જોતા આપણે ચાન્સ લેવો જ રહ્યો. બટ..." "ડોક્ટર પૈસાની કોઈ ફિકર ના કરશો." ડોક્ટર તેની વાત પુરી કરે તે પહેલા જ હું વચ્ચે બોલી ઉઠ્યો. "નો.. નો.. મી.શાહ તેવો કોઈ જ પ્રોબ્લેમ નથી. તે ડોક્ટર તો તેની ટ્રિટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરે છે, અને હું તેમને બહુ સારી રીતે ઓળખુ છુ  પણ તે અત્યારે ન્યુયોર્કમાં નથી. બનતા સુધી તે અહી ઇન્ડીયા આવ્યા છે. અત્યારે તો તેમનો કોન્ટેક્ટ  થતો  નથી પણ હું તેમને સ્પંદનની કેસ ફાઈલ મેઇલ કરી આપુ છુ તેમજ જેવો તેમનો કોન્ટેક થશે આપણે તેમને અહી બોલાવી લઈશું અને ટ્રીટમેન્ટ શરૂ કરી દઈશું." છેલ્લા કેટલાય વર્ષો પછી આજે અમારા બદ્ધાના મનમા એક સાચી શ્રદ્ધા જન્મી. બાકી તો બધુ કૃત્રીમ દીલાશા જેવું જ લાગતું હતું. "તમે તેમનું શું નામ કહ્યું ?" મારા થી અનાયેશે જ પ્રશ્ન પુછાય ગયો.". "ઓહ સોરી, હું તમને તેમનું નામ કહેવનું જ ભુલી ગયો... તેમનું નામ છે ડો.ભાર્ગવ....."

*******

        ડો.ભાર્ગવ નામ કાને પડતા જ મારા રોમે રોમમા એક નવા જ પ્રાણનો સંચાર થયો. કેટલાય દીવસથી વેરાન પડેલા મનમાં જાણે નવી આશા અંકુરીત થઈ. "ડો.ભાર્ગવ, તમે એજ કે જે બાળકોની પેલી રેર ડીસીઝ ઉપર રીસર્ચ કરો છો ?". આવેશમા જ અનાયાસે પ્રશ્ન પુછાય ગયો કે પછી ઉદભવેલી આશા ખરેખર સાચી જ તેની ખાત્રી કરવા પુછ્યુ તે હું પોતે પણ સમજી ન શક્યો. "યસ, બટ હાઉ કેન યુ નો મી ?" એક આશ્ચર્ય સાથે તેમણે પ્રતિપ્રશ્ન પુછ્યો અને તે અપેક્ષીત પણ હતો. ’અરે જેની ચાતક નજરે રાહ જોય રહ્યા હોય તે જ આજે એકાએક આવી રીતે સામે આવી જશે તેની તો કલ્પના જ ક્યાંથી હોય અને તે પુછે કે તમે કેવી રીતે ઓળખો છો ત્યારે શું જવાબ આપવો તેની ગડમથલમાં હું પડી ગયો’ "ઓહ.. ડો.ભાર્ગવ, વેલકમ સર." અમારા વાર્તાલાપ અને મારા વિચારોમાં ખલેલ પહોચાડતા સ્પંદનના ડોક્ટર ડો.દોશી આવી પહોચ્યા. "હેલ્લો ડોક્ટર હાઉ આર યુ ?" ડો.ભાર્ગવ ડો.દોશી સાથે હાથ મીલાવવા વિવેકથી સોફા પરથી ઉભા થયા. "ફાઇન સર, મીટ મી.શાહ હીઝ ચાઇલ્ડ ઇઝ વેરી સિરિયસ. મે તમને જે પેશન્ટની કેસ ફાઈલ નો મેઇલ કર્યો હતો તેમના ફાધર. એન્ડ મી.શાહ આપણે જેની રાહ જોય રહ્યા છીએ તે ડો.ભાર્ગવ.". "ઇન્ડીયા આવ્યો પછી મોસ્ટ ઓફ કોન્ટેક્ટસ છુટી ગયા, અહી જ હતો અને લક્કીલી કાલે એક રીલેટીવને ત્યાં જસ્ટ મેઇલ ચેક કરતો હતો ત્યાં જ તમારો મેઇલ જોયો કે તરત આજે અહી પહોચી ગયો. સોરી, મારે આવવામા થોડુ મોડુ થઈ ગયું." ડો.ભાર્ગવ અને ડો.દોશીનો વાર્તાલાપ નિસ્તેજ ભાવે હું સાંભળી રહ્યો હતો. વાસ્તવિકતા છે કે સ્વપ્ન તે તો કોઈ મને જગાડે પછી ખબર પડે ત્યાં જ "મી.શાહ, ચાલો હવે સમય બગડવો પોસાય તેમ નથી. સર, નાવ ધીઝ કેસ ઇઝ યોર્સ. વી હોપ યુ મેક અ મીરેકલ." ડો.દોશીના અવાજે મને જગડ્યો અને વાસ્તવીકતા છે તેની ખાત્રી કરાવી. "ના, ડોક્ટર તમે સમય સર જ આવ્યા છો" મારાથી કુદરતી જ બોલાય ગયું. "મી.શાહ સ્પંદનના ધબકારા તે હવે મારી જવાબદારી છે" ડો.ભાર્ગવના આ શબ્દોમાં આત્મવિશ્વાષ છલકતો હતો. પછી તો બધુ જ ડો.ભાર્ગવે પોતાની માથે લઈ લીધુ. અમારી પાસે ગુમાવવાનું તો કાઈ ન હતું એટલે તેના ઉપર ભરોસો કરવા માં કાઈ નુકશાની પણ ક્યાં હતી ?

*******

’મીરેકલ’, ડો.દોશી એ બોલેલો તે શબ્દ મને આજે પણ યાદ છે. ચમત્કારો થાય છે ? કોઈએ જોયા છે ? કોઈ મને આ પ્રશ્ન પુછે તો કદાચ જ્યારે આ શબ્દ બોલાયેલો ત્યારે જવાબ આપવા હું શક્તિમાન ના હતો પણ આજે ? ફક્ત એક જ શબ્દમા જવાબ આપું "હા". મે ચમત્કારો થતા જોયા છે. મારા જ જીવનમાં માની ના શકાય તેવો એક ચમત્કાર થયો છે. આ ઘટના આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા બની હતી પણ આજે પણ મારા સ્મૃતિપટલ પર હજી એટલી જ તાજી છે જાણે આ બધુ કાલે જ કેમ ના બન્યુ હોય. તે પાંચ-સાડા પાંચ વર્ષના સમયગાળા એ જીવનને જુદી જ નઝરે જોવા પ્રેર્યો છે. તમને થશે કે આમા ક્યાં ચમત્કાર થયો અને તે બધુ હું આજે કેમ યાદ કરૂ છું ? યાદ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે હું હજી કાઈ પણ ભુલ્યો જ નથી . આજે જે કાઈ કહુ છુ તેનું કારણ એટલું જ કે કાલથી એટલે કે તા.૫-૫-૨૦૨૫ થી સ્પંદન અને કૃતિના હ્યદયના ધબકારા એક બનવા જઈ રહ્યા છે. તેમના લગ્ન છે કાલે... જીવનના તે પાંચ-સાડા પાંચ વર્ષે મને એક અલગ જ વ્યક્તિ તરીકે ઢાળ્યો. સ્પંદન આજે અમારી વચ્ચે છે તે એક મોટો ચમત્કાર છે અને હું નાસ્તિક ઇશ્વર પર શ્રદ્ધા રાખતો થઈ ગયો તે બીજો. કદાચ સ્પંદન આજે ના હોત તો હું ચમત્કાર કે ઇશ્વર કોઈ માં પણ માનતો ના હોત. "એ તમે આવો છો કે નહી સ્પંદનને પાટે બેસાડવાનો સમય થઈ ગયો કે પછી પાટેથી ઉઠાડવા સમયે ગીત ગાયને બોલાવવા પડશે ?" અર્પાના અવાજમાં આજે એક અનોખો જ ઉલ્હાસ જણાયો, કેમ ના હોય ? તે એક સાસુ-મા ના શબ્દો છે. ચાલો મારે જવું પડશે અને હા ચમત્કારો થાય છે અને મે જોયા પણ છે અને કદાચ તમે પણ હવે માનતા થઈ જાશો. અને હા, સ્પંદનને આશિર્વાદ દેવા આવવાનું ના ભુલતા.

સમાપ્ત

1 comment:

  1. Loved it :) and Jagratbhai, your words are magical, it's really a miracle.! :)

    ReplyDelete