Monday, March 19, 2012

કેળવણી
રામા આતા નવો નવો સાઢીયો(ઊંટ) લઈ આયવા. રૂપિયા ત્રીસ હજાર મા પાન સે ઓછા મા બરડા માથી આયણો.(૨૯૫૦૦ માં પોરબંદર બાજુ થી લાવ્યો.) . લીલુ-સુકુ દય દય ને મયના દિ મા દણીંગ જેવો કર્યો અને પછી તો રામાપીર ના પટ મા સવાર-સાંજ્ય દે દે ધોડવી ધોડવી ને બે મહીને તો ગાડી યે જોડવા કપલીટ કરી નાયખો. સાંઢીયો પણ બહુ સોજો નિકળયો એક ફેરી કેડો દેખી જાય પછી ગએ ન્યા મેલો ને સીધો ઘર નો જ કેડો પકડે. રામા આતા કાયમ માંગરોલ ફેરો લઈ જાય માંડવી હોય કે ઘંઉ અટાણ લગી દી માથે ચડે ઇ પેલા કોઈ દી ના પુગતા પણ હવે તો આ નવા એ રંગ કર્યો. સૌની મોઢાગર રામા આતાનો સાંઢીયો હોય હજી તો બધા મક્તુપુર માંડ પુગ્યા હોય ત્યાં તો આતો ખાલી કરી સામો જડે. મારા થી એક દી ના રેવાયુ તી મે તો પુછી જ નાયખુ, “એલા રામા અટાણ લગી સૌની વાહે રેતો ને હવે તો કોઈ ને કા પુગવા નથી દેતો ?”
“ઇ તો ભાઈ બધી મારા સાંઢીયા ની કમાલ સે”
“એટલે ?”
“મે મારા સાંઢીયા ને એવો કેળવો છે કે આયા થી હાલે એટલે માંગરોલ ના નાકે જઈ ને જ ઉભો રય. હું કાયમ નિનર કરી આયા થી નિકરતો એટલે વાહે રઈ જાતો હવે તો રાતે જ નિકરી જાવ છુ અને ગાડી માથે જ લંબાવી દવ છુ એટલે અજવારૂ થાય ત્યાં લગી ની નિનર પણ થઈ જાય અને માગરોલ વેલો પણ પુગી જાવ, વળતા પણ તે સીધો જ ઘરની મેરે આવી ને ઉભે એટલે પાસો બાઇપાસે થી સુઇ જાવ. નીનર ની નીનર અને ફેરા ના બેઈ થાય. જોયો મારી કેળવણી નો પરતાપ.”
આ વાત ને પનરેક દી થયા હશે તા તો એક દી રામો આતો સાંઢીયા ને મારતો મારતો ગામને પાદરે સામો મઈલો તયે મે કીધી, “કા એલા સાંઢીયા ને ઢીબે સ”.
“આ ગધના એ તો આજ દી દીધો” એમ કઈ બે મોઢાની ગાઇરૂ કાઇઢી.
મે કીધુ, “થયુ હુ ઇ માંડી તો વાત કર”
“આયા થી માધુપુર નું માંડવ્યુ ભઈરૂ તુ અને ન્યાથી વળતા કપાસીયા-ખોળ ભરી ને આણવાના હતા. મને થયુ મોડી રાતના જ નિહરી જાવ તો બે ફેરા થઈ જાહે એટલે બે ના ટકોરે જ ઉપડી ગ્યો. શીલ પુગતા મને જોલુ આઇવું ને ઉઠી ને જોવ તો આ હહરીનો માગરોલ બાયપાસે ઉભો સે. વળતા પાસો હું તો જોલે ચઈડો નિનર ઉડી તા તો આ ગધનો ગામને નાકે.  ૨૫-૩૦ કીલોમીટર નો ફોગટ ફેરો થયો ને એક ફેરો ગયો એ લટકા માં આને મારૂ નઈ ને હુ પુજા કરૂ.”
“એલા એમા એનો વાંક નથી આ બધો જ તારી કેળવણી નો પરતાપ છે.

******

ઉપરોક્ત લખાણ કાઠીયાવાડી માં લખેલ છે, અમારા હિમતાઅદા ને વાંચતા હશો તો બહુ વાંધો નહી આવે છતા પણ ટુકસાર એટલો કે રામાઆતા એ એક ઊટ ૨૯૫૦૦ આં ખરીદ્યુ. પોતાની મોડા ઉઠવાની ટેવ ને લીધે ઊંટ ને એવી કેળવણી આપી કે તે સીધો જ માંગરોલ જઈ થોભે અને વળતા સીધો જ તેના ઘરે રહી થોભે. આ કેળવણી ને લીધે તેને બે ફાયદા થયા એક તો તે પુરતા ઉઘી સકતા અને બીજુ સમયસર પહોચી પણ જતા. એક દીવસ માંગરોલ ની જગ્યા એ વિરૂદ્ધ દીશા મા આવેલ માધવપુર નું ભાડુ મળ્યુ ત્યારે આદત વશ પોતે ઉંઘી ગયા અને ઊંટ આદત વશ સીધુ જ માંગરોલ પહોચી ગયુ, વળતા પણ તે ઉઘી ગયા અને ઊટ સીધુ તેને ઘરે ઉભુ રહ્યું.

ઉપરોક્ત લખાણને વાર્તા ગણો તો વાર્તા અને સત્ય ઘટનાગણો તો સત્ય ઘટના તેનાથી હુ જે આગળ લખવા જવા નો છુ તેના હાર્દમાં કાઈ પણ ફરક પડવાનો નથી. અહી “કેળવણી”  શબ્દ નો ઉલ્લેખ કરેલો છે. આ કેળવણી એટલે શું ? રામાઆતા એ આપેલ તે ને કેળવણી ના જ કહી શકાય. કેળવણી એટલે કે “શિસ્ત, સસ્કાર અને શિક્ષણ નો યોગ્ય સમન્વય”. કેટલુ શિસ્ત, કેટલા સસ્કાર અને કેવું શિક્ષણ તેના વિષે વ્યક્તિએ વ્યક્તિએ મતમતાંતર હશે પણ ઉપરોક્ત ત્રણેની હાજરી અનિવાર્ય છે તેમા કોઈ શક નથી. અત્યારે ઘણા લોકો ને પુછીએ છીએ કે તમે બાળકો માટે શું કરો છો તો કેહશે, “રોજ સવારે ઉઠી તેને તૈયાર કરી, તેનુ ટીફીન ભરી સ્કુલ સુધી અથવા તો સ્કુલબસ-વાન-રિક્ષા સુધી મુકવા જઈએ છીએ. રેગ્યુલર સ્કુલ-ટ્યુશન ફી ભરીએ છીએ. હોમવર્ક-પ્રોજેક્ટમા મદદ કરીએ છીએ.

ઉપરોક્ત બાબતો શિક્ષણનો ભાગ થયો હવે સંસ્કાર માટે શું કરો છો તો દલીલ કરશે, “શનિવારે હનુમાન મદિરે, ગુરૂવારે સાઈ મદિરે, સોમવારે શિવમંદિરે, અગ્યારસ ને દિવસે હવેલી, ઘરની બહાન નિકળતા પહેલા-રાત્રે સુતા પહેલા જય શ્રી કૃષ્ણ કે પછી જય માતાજી કે પછી જય અંબે બોલવાની આદત પડીયે છીએ.
તો પછી શિસ્ત માટે શું કરો છો, “કેમ આખો દિવસ બરાડા તો નાખીએ છીએ, સુતા સુતા ટી.વી. ના જો, જમતી વખતે અવાજ ના કર, ચપ્પલ પ્રોપર રાખ, આવી ને સ્કુલબેગ જગ્યાએ રાખ.”.
 ઓકે ઓકે એટલે તમે માનો છો કે તમે યોગ્ય કેણવણી આપો છો એમ ને.
હાસ્તો વળી તમે જ ઉપર લખ્યુ છે “શિસ્ત,સંસ્કાર અને શિક્ષણ” તે ત્રણેય તો અમે આપીયે જ છીએ ને.

મીત્રો ઉપર જણાવેલી કેળવણી અને રામાઆતા એ પોતાના ઊંટને આપેલી કેળવણી માં ફરક શુ રહ્યો ? કાઈ ફરક નહી. આવી કેળવણી મેળવેલ બાળક સવારે વહેલો ઉઠી નાહી-ધોહી તૈયાર થઈ સ્કુલે સમયસર પહોચી જાશે. સમયે સમયે જય શ્રી કૃષ્ણ પણ બોલશે. પોતાની બધી જ વસ્તુ યોગ્ય જગ્યાએ પણ રાખશે પણ જ્યારે ઘરેડ થી હટીને કાઈક કરવાનું આવશે ને ત્યારે કા તો સહેલો રસ્તો પકડશે અથવા તો કોઈ હાઇરાઇઝની છત કે પછી ઘરના પંખા નો સહારો લેશે.

શિસ્ત એટલે બધુ જ વ્યવસ્થિત કરવુ તે જ નહી પણ મુશ્કેલ સમયમાં મનને સ્થિર રાખવું તે પણ. સ્થિર મન જ મુશ્કેલ પરિસ્થિતીમાં યોગ્ય નિર્ણય લઈ શકે છે. શારિરીક શિસ્ત કરતા માનશિક શિસ્ત વધુ મહત્વનું છે . કોણ સમજાવે મોર્ડન મોમ-ડેડ ને.

શિક્ષણ એટલે ખાલી ૨+૨=૪ અને NaCl એટલે મીઠુ એટલુ જ નહી તે શિક્ષણનો જીવનમાં પણ કેવી રીતે ઉપયોગ કરવો તે પણ શિખવાનું. કાચબા-સસલાની રેસ વર્ષો થી સસલુ જ જીતતુ આવે છે ત્યારે કેઅ કોઈ ને પ્રશ્ન નથી થતો કે આ એક જ રેસની વાત છે કે પછી દરેક રેસમાં કાચબો જ જીતતો આવે છે ? કે પછી દર વખતે કાચબો એક નો એક (લાબાં આયુષ્યને લીધે) હોય છે અને સસલુ બદલાતુ જાય છે. :D જે ના સમજાય તે એ ઓપશન મા કાઢી નાખવાનો સીરસ્તો વર્ષો થી ચાલ્યો આવે છે અને ના સાજાય તે ના વિષે પુછવા જતા અ-શિક્ષીત માં ખપી જવાનો ડર ને લીધે એમ ને એમ ગાડી ગબડાવ્યે રાખીએ છીએ. છેલ્લે એવો વખત આવે છે કે ના કોઈ ઓપશન હોય ના પુછવા યોગ્ય સહારો. પ્લેન ક્રેસ થયુ હોય, ખંભે પેરેસુટ પહેલુ હોય છતા તેને ખોલતા જ ના આવડુ હોય તો ?

સંસ્કાર, મુશ્કેલીના સમયમાં મનને સ્થિર શિસ્ત રાખે છે તો ગમે તેવી પરિસ્થિતીમાં સંસ્કાર મને ને શાંત રાખે છે. મુશ્કેલ પરિસ્થિતીમાં મન વિચલીત ના થાય અને અનુકુળ સ્થિતીમાં મન છકી ના જતુ હોય તેવી વ્યક્તિ સંસ્કારી કહેવાય. બાકી પાણીપુરીની રેકડી જોય મો મા પાણી આવતુ હોય અને ના રહેવાતુ હોવાથી ખાય લેવાનું અને બીજા દિવસે ઉપવાસ કરતા કેટલાય મરજાદી (વૈષ્ણવ) ને નજરે જોયા છે.
ટુંક મા એટલુ જ કહીશ કે કેળવણીના નામે આપણે પણ આપણા સંતાનો ને રામાઆતા નો ઊંટ નથી બનાવતા ને તેની વખતો વખત ચકાસણી કરવી બાકી ક્યાંક સંતાનો સાચા જ રસ્તે જાય છે તેવી ધરપત સાથે કેળવણીના મદ માં નિંરાતે ઉઘતા રહીયે નહી અને સંતાનો ને જવાનું હોય ક્યાંક અને બીજે પહોચી ના જાય.

-: સીલી પોઇન્ટ :-

સારી સ્કુલની વ્યાખ્યા શું ? “ ઓછુ ભણાવે, વધુ કરાવે(વેઠ), ખુબ જ લે (ફી) અને કાઈ ના આપે (સંસ્કાર,શિસ્ત કે શિક્ષણ) “ તે વર્તમાન સમયની સારામાં સારી સ્કુલ . નજર સામે જોયલો દાખલો.3 comments:

  1. khub sundar, avlokan,vichar ane abhivyakti, aabhaar.

    ReplyDelete
  2. ખૂબ જ સરસ લેખ...

    ReplyDelete
  3. સ્કૂલની વ્યાખ્યા - પરફેક્ટ છે!

    ReplyDelete