Saturday, December 3, 2011

હર ફીક્ર કો ધુએમે ઉડાતા ચલા ગયા…


ટેન્શન-ડિપ્રેશન આજ કાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો બનતા જાય છે અને તે પણ ખાસ કરી ને યુવા વર્ગમાં . એડમીશન થી લઈ ને સબમીશન સુધી અને છેક સેટલ્ડ જોબ સુધી આ શબ્દો પડછાયાની જેમ પાછળ પાછલ દોડતા આવે છે અને મોટા ભાગે હાવી થતા જાય છે. આજે એક એવરેજ યુવાન હાયસ્કુલમાં આવતાની સાથે જ પોતે જાણે બ્લેકહોલમાં દાખલ કેમ ના થયો હોય તેવો અનુભવ કરે છે અને પછી તે બ્લેકહોલ માથી ક્યારેય બહાર નથી આવી શકતો. સારી સ્કુલમાં એડમીશનના મોહ થી આ બ્લેકહોલમાં દાખલ થવાનું શરૂ થાય છે તે છેક સારી જોબ ના મળે ત્યાં સુધીમાં તો આ બ્લેકહોલ તેને ક્યારનો ગળી ગયો હોય છે. બ્લેકહોલમાં પગ પડ્યા પછી શરૂ થાય છે તેમાથી બહાર નિકળવાના પ્રયાસો . મોટેભાગે આ પ્રયાસો ’શોર્ટકટ” ટાઇપ હોય છે. સિગરેટ, હુક્કા, બીયર વગેરે આ પ્રયાસોના માધ્યમ છે.

કોણ જાણે આપણા જીન્સ માં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે તે સમસ્યાના ઉકેલ કરતા તેનાથી બચવા અને જો આવી ચડે તો તેને પોસ્ટપોન કરવા વધુ પ્રેરે છે અને આ જીન્સ પેઢી દર પેઢી દ્રઢ થતા જાય છે. આશીર્વાદ કે પ્રાર્થના માં પણ સમસ્યાથી બચવાની રીતસર આજીજી હોય છે. યોગ્ય રીતે સામનો કરવાની વાત આવે ત્યારે ઉભી પુછડીએ દે ધના ધન. ટેસ્ટની તૈયારી નથી થઈ લાવને એક ફુંક મારી લવ ટેન્શન દુર થઈ જાશે. એક્ઝામ નજીક છે અને તૈયારી ના નામે મીડુ ચાલને દીવ આટો મારી આવ્યે (જો કે હવે દીવ સુધી લાંબુ થવાની પણ જરૂર નથી રહેતી કેમ) . ઓહ ગોડ કાલે વાઇવા છે અને તે ઘોંચુ આખા વર્ષનો બદલો લઈ લેશે ચાલ ને હુક્કાબારમાં આટો મારી આવ્યે. આ વાત ખાલી આજની જ નથી સદીઓથી ચાલી આવી છે ખાલી માધ્યમો બદલાયા છે પરિસ્થીતી નહી. મોટાભાગના વ્યસનો આજ ઉમરમાં લાગે છે અને પછી વ્યક્તિએ તેનો બોજો આખી જીંદગી સાથે લઈને ફરવું પડે છે.

શું વ્યસનથી ખરેખર સમસ્યાનું સમાધાન મળી રહે છે ? ના, મોટાભાગના લોકોનો જવાબ હશે. ઘણા દલીલ કરે છે કે વ્યસનથી સમસ્યાનો સામનો કરવાનો પાવર મળે છે. શું ખરેખર ? સિગરેટ-હુક્કા કે પછી બીયર દારૂ પિવાથી સાયન્સ-મેથ્સના દાખલા આવડી જતા હોય તો તો આટલી મહેનત કરવાની જરૂર જ ક્યાં છે. એક સમસ્યા ક્યારેય બીજી સમસ્યાનો ઉકેલ ના હોય શકે . કદાચ જે તે સમસ્યાને ભુલવામાં મદદરૂપ થઈ શકે પણ તે તેનો ઉકેલ તો નથી જ. સમસ્યાઓને જેટલી પોસ્ટપોન કરતા રહેશુ તેટલી જ સમસ્યા મોટી થતી જશે. મેલેરીયા-ટાઇફોઇડ કે જોન્ડીસ થયો હોય ત્યારે કેમ સીગરેટ-હુક્કાથી તેને મટાડતા નથી ? જીવનમાં આવતી દરેક સમસ્યાને આવી રીતે જ જોયશું તો તેનું નિરાકરણ પણ જલ્દી મળશે.

ખાટલે મોટી ખોટ એ જ છે કે આપણે જે રીતે જોવા માગ્યે છીએ તે રીતે જ જોયે છીએ અને તેમા આપણો વાંક નથી આપણને શિખવાડવામાં જ એવું આવ્યુ છે. નાનપણથી જ ભણતરનો મતલબ ૨+૨=૪ થાય અને સોડીયમ + ક્લોરાઇડ = મીઠુ બને . ભણતરતો થાય છે પણ ગણતર અને ચણતર રહી જાય છે. અને પછી જ્યારે સમસ્યાઓ ઉભી થાય ત્યારે ટેન્શન-ડીપ્રેશન અને છેવટે વ્યસન. જે ખલાસી દરીયો ખેડવા જાય તેને અફાટ દરીયા સાથે બાથ ભીડતા આવડવું જ જોઇએ તે તેની પુર્વશરત છે સ્વિમીંગ પુલમાં લાઇફગાર્ડ સાથે તરવું અને દરીયો ખુંદવો બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે તેટલો જ ફરક શાળા-કોલેજ જીવનના પ્રોટેક્ટેડ વાતાવરણ અને વાસ્તવિક જીવનમાં અહીં મારો કેવાનો મતલગ એવો નથી કે સીધા દરીયામાં જ તરતા શીખવું જોયે. આવુ કરવામાં ભવસાગર તરવા કરતા સાગરમાં ડુબી જવાની શક્યતા વધુ રહેલી છે. પણ સ્વિમીંગપુલ અને દરીયા વચ્ચેનું અંતર ઘટાડી તો શકાય કે નહી ? યુવાનોની વ્યાખ્યા જ સ્વપ્નજોનારા એવી થાય છે પણ તેને તે સપનાઓ કેવી રીતે પુરા કરવા અને તેને પુરા કરવા માટે કેવી કેવી સ્કીલની જરૂર પડશે તે માર્ગદર્શન વગર બધ્ધુ નકામું છે . અને આ જ માર્કદર્શનનો અભાવ સ્વિમીંગપુલ થી દરીયા સુધીનું અંતર ઉભુ કરે છે. હવે પરિસ્થીતી એવી નિર્માણ થાય છે કે બીજા કરતા સરસ એકડો ઘુટટા બાળકને જોય ને માતા-પિતા એવા ઉત્સાહી થઈ જાય છે કે પોતાના બાળકમાં મહાન ડોક્ટર-ઇન્જીન્યર જોવા લાગે છે. આ બ્લેકહોલ તરફની યાત્રાનું પહેલુ પગલુ છે .

વાસ્તવિકતા સમજાય ત્યાં સુધીમાં એટલુ મોડુ થઈ ગયુ હોય છે કે ત્યાં સુધીમાં તો વ્યક્તિ સમસ્યાથી બચવા કે તેનાથી છુટકારો મેળવવા શોર્ટકટ અપનાવતો થઈ ગયો હોય છે. આ સર્વવ્યાપી સમસ્યાનું પાયાથી જ શોલ્યુશન લાવવું જરૂરી છે અને તેની શરૂવાત “મર્દાંગી હર ફિક્ર-સમસ્યા-ટેન્શન ને ધુંઆ માં ઉડાવામાં-શરાબમાં બહાવામાં નથી તેનો સામનો કરવામાં તેનો ઉકેલ લાવવામાં છે” તેટલુ સમજવાથી-સમજાવાથી જ કરી શકાય. અને શરૂવાત જેટલી વહેલી થશે તે એટલી જ જરૂરી છે જેટલુ દર્દનું નિદાન . બાકી ક્યાંક….. કોણ કરશે આ શરૂવાત ? મે તો કરી દીધી અને તમે ???

-: સીલી પોઇન્ટ:-

ગોળના ખાવાની સલાહ આપતા પહેલા જાતે ગોળ મુકવો પડે તેવો બોધ નાનપણમાં સાંભળેલી એક વાર્તા માથી મળેલો”. -પણ ચિંતા ના કરો હું તો ગોળ(વ્યસન) ખાતો જ નથી :D











Thursday, October 20, 2011

"સવેદનાઓ ની વાવણી“

લગભગ બે વર્ષ પહેલા અસમંજસની લાંબી સ્થીતિ માથી પસાર થયા પછી બીજા બાળકનું પ્લાનીંગ કર્યું. પહેલા ખોળે જ દીકરો છે એટલે બીજા બાળકની શું જરૂરિયાત તે વિષે ઘણા ખુબ જ નિકટના લોકોના સ્પષ્ટ અને વ્યાજબી અભિપ્રાયો છતા અંતરની લાગણી હતી કે એક દીકરી તો જોઇએ જ. દિકરો બાપના ખભ્ભા મજબુત કરે તો દીકરી છાતી. માનતાની કહો તો માનતાની પણ મારી ઇચ્છા ઇશ્વરે પુરી કરી અને ગયા વર્ષે જ જેની એ મારે ત્યા જન્મ લીધો.

હું પહેલાથી જ થોડો લાગણીશીલ ખરો, તમે વેવલો પણ કહી શકો. હોસ્પિટલમાં દિકરી આવી તેની વધામણી કરતા જોય લગભગ બધા જ આશ્ચર્ય માં હતા. કદાચ આપણી માનશીકતા જ એવી છે કે અમુક વાતો સહજતાથી સ્વિકારી નથી શકતા . હું તો હજી પેન્ડા વહેચવાની તૈયારી કરતો હતો પણ લોકો શું કહેશે તેના ડરે મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી. કદાચ સમાજમાં રહેવુ હોય તો આપણી ખુશી ની જાહેરાત પણ સમાજ ના નિતી-નિયમો ને આધીન રહી કરવાની થતી હશે.

છેલ્લા એક વર્ષમા એક-એક દિવસ મે જેની ને મોટી થતા જોય છે. હાથ-પગ હલાવતા, હસતા, ઉધી પડતા બેસતા બધુ જ પહેલી વાર કરતા જોય છે. યથાર્થ ક્યારે મોટો થઈ ગયો તેની અતિ વ્યસ્તતાને લીધે ખબર જ ના પડી હતી પણ તેની કસર જેની વખતે જાણે પુરી કરવાની હોય તેમ એક એક પળ માણ્યો છે. લગભગ રોજ સવાર-બપોર-રાત અઢધી કલાક તેની સાથે પસાર કરવાનો વણ લખ્યો નિયમ થઈ ગયેલો. તેમા પણ છેલ્લા ૨-૪ મહિનાથી તો રાત્રે મારી છાતી ઉપર જ સુવાની જીદ્દ અને ના છુટકે તે જીદ્દને પુરી કરવાની .

ઘણા લોકો ના મોઢે જ્યારે “ઓહ તેને તો ૨-૩ દિકરી છે” બોલતા સાંભળુ છુ ત્યારે જે તે વ્યક્તિ ઉપર દયા આવે છે. નક્કિ તે વ્યક્તિ ના નશિબમાં દિકરીનો પ્રેમ નહી હોય અથવા તો તે એટલો કમ અક્કલ હશે કે તે તે પ્રેમને ઓળખી નહી શક્યો હોત. આ જગતમાં સૌથી સૌભાગ્યશાળી વ્યક્તિ એટલે દિકરીનો બાપ . હું ઇશ્વરનો આભારી છુ કે તે મને આ સૌભાગ્ય આપ્યું. કાઇ પણ ખાતી હોય અને હું જેની ની પાસે જાવ તો તરત ઉચી થઈ મારા મો મા ધરાર નાની કટકી મુકશે. અસહ્ય ટેન્શન માં પણ જ્યારે હું તેનુ મલકતુ મો જોય જાવ એટલે બધુ જ ટેન્શન ગાયબ.

થેન્કસ જેની મને એક દિકરીના બાપ નું સૌભાગ્ય બક્ષવા બદલ.

* * * *

“પપ્પા તે શું હતુ ?” લગભગ ટી.વી. જોતા જોતા યથુ મને આ પ્રશ્ન ના પુછે તો જ નવાય.

“બેટા તે કોકો બીન હતુ જેમાથી ચોકલેટ બને ને તે” હંમેશની જેમ બીજા પ્રશ્નની આશા સાથે શાતિથી જવાબ આપ્યો.

“તે શા માટે રડતુ હતુ ?” અપેક્ષીત પ્રતિ પ્રશ્ન પુછાયો .

“બેટા પેલા અંકલ છે ને તે બેસ્ટ ચોકલેટ બનાવવા માટે બેસ્ટ કોકો બીન સિલેક્ટ કરતા હતા પણ તે કોકો બીન થોડુ નબળૂ હતુ અને એટલે તેને સિલેક્ટ ના કર્યું એટલે તે રડતુ હતું.” ડિટેઇલમાં જવાબ આપી નવા પ્રશ્નથી બચવા માટે થોડો ડિપમા ગયો અને ૧૦૦ % વિશ્વાસ હતો કે કદાચ નવો પ્રશ્ન નહી જ આવે.

“પણ તેને આમ ફેકી કેમ દીધુ પેલા અંકલે ? પસંદ ના હતુ તો પ્યારથી ડસ્ટબીનમાં ના નાખી શકાય ? તેમા તેમ ફેકવાનું હોય ? તેને કેટલું ખરાબ લાગ્યુ હશે એક તો રિજેક્ટ કર્યુ અને ઉપરથી આમ ફેક્યુ .”

કેડબરી બોર્નવીલની એડ જોયા પછી ની આ પ્રશ્નોત્તરીમા યથુના આ છેલ્લા વાક્યો સાંભળી મારી પાસે ના તો દલીલ કરવાના શબ્દો હતા ના તો જવાબ દેવા ના.

* * * *

સંવેદનાઓ ની વાવણી ના કરવી પડે તે તો આમ જ ઉગી નિકળે. ઇશ્વરનો આભાર માનું છુ કે મારા માં જે સંવેદના છે તેવી જ સંવેદના મારા બાળકોમાં પણ ઉગી નિકળી.

(આ પોસ્ટ ડોટર્સ ડે નિમિતે લખી હતી સમય અને સંજોગો ના હોવાથી આજે પોસ્ટ કરૂ છું.)

-: સિલી પોઇન્ટ :-

જો નસીબદાર હોવ તો “દિકરી ને ગાય દોરો ત્યા જાય” નહિતર “દિકરીને ગાય માથુ મારી ખાય” જેવા જેના નશિબ. :D

Sunday, September 25, 2011

ઘટનાઓની આસપાસ…

છેલ્લો મહીનો ઘટના-દુર્ઘટનાઓ થી ભરેલો રહ્યો છે . લગભગ દરેક વિચારી શકતી વ્યક્તિ ને વિચારતી કરી મુકે તેટલી ઘટનાઓ બની છે. આમ તો જે તે ઘટનાઓ બની તે દરેક ઘટનાઓ ની વિષેસ છણાવટ વિવિધ માધ્યમો મા થયેલી છે પણ હુ મારી જાતને આ બધા વિષયો ઉપર લખતા રોકી શકતો નથી. ચાર પાંચ અલગ અલગ પોસ્ટ સહન ના કરવી પડે એટલે એક જ પોસ્ટમા આ બધી બાબતો ઉપર હું મારૂ “એક્સપર્ટ” કિ-બોર્ડ ચલાવું છું. ઇશ્વર આપને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આ પોસ્ટની શરૂવાત કરૂ છું.

લગભગ ગયા મહિના ના અંતમાં એક ઘટના એવી બની કે જેની નોંધ તો લેવાણી પણ તેની દુરગામી અસરો વિષે ગભિરતા થી વિચાર ના થયો. રાજીવ ગાધી ના હત્યારાઓ ની ફાંસી વિધાનસભા માં પ્રસ્તાવ પસાર કરી રોકવા માં આવી. વાત ૧૦૦ % વ્યાજબી જ છે અને કાયદો પણ કહે છે કે એક જ ગુના ની બે વખત સજા ના હોય. ૧૫-૧૭-૨૦ વર્ષ જેઇલ મા રહ્યા એટલે લગભગ એક જન્મટીપ ની સજા ભોગવી જ લીધી ગણાય અને હવે ફાસી ? ભારત દેશ માં સૌથી ખરાબ ચીજ કોઈ હોય તો તે છે રાજકારણ અને રાજકારણીઓ . પોતાના નિજી સ્વાર્થ માટે આ લોકો દેશનુ ગમે તેટલું ખરાબ કરી શકે છે. અહી આ ઘટના ભવિષ્યમાં જો રાજકીય સ્વાર્થ માટે નું હથીયાર બની જાશે તો શું થાશે તે તો વિચારો ? કલમાડી-રાજા-કનિમોઝી વગેરે ૧-૨ વર્ષ પછી આવી જ કોઈ ચાવીનો ઉપયોગ કરી છુટી જાશે . કારણ કે તેણે કરેલ ગુના ની હાલ ના તબક્કે તો મહત્તમ કોઈ સજા નિશ્ચિત જ નથી. કસાબ-અફઝલ ગુરૂ જેવા ત્રાસવાદીઓ સિફ્ત પુર્વક છટકી જાશે. મારી જાણકારી સાચી હોય તો તા.૨૮ ના રોજ કાશ્મીર વિધાનસભામા આવા મતલબનો કોઈ પ્રસ્તાવ પસાર થવાનો છે. કાયદાની ધીમી ગતી રાજકીય હથીયાર બની દેશની આંતરીક શુરક્ષા સામે કેટલો મોટો પડકાર બની જાશે તે નો ગંભિરતા થી વ્યાપક વિચાર કરવો જોઈએ. અહી વાત ઉદાહરણ પુરૂ પાડવાની છે ત્રાસવાદીઓ ફફડે તેવુ કોઈ ઉદાહરણ તો પુરૂ પાડી શકતા નથી ત્યારે આવો “માનવીય” અભિગમ શું સદેશ આપે છે ?

વર્ષ ૨૦૦૯ માં લગભગ એક મહીના માટે ઉત્તર ભારતના પાંચ મુખ્ય રાજ્યોના મુખ્ય શહેરોમા થોડો થોડો સમય રહેવા ની તક મળી હતી. રસ્તા, બ્યુરોકશી, લાઈટ-પાણી વિતરણ વગેરે વિષે પ્રાથમીક ચર્ચા માં જ સામેની વ્યક્તિ “આપ તો ગુજરાત મે રહેતો હો વહા તો મોદી હૈ “ આવો સહજ જવાબ આપી હથીયાર હેઠે મુકી દે. લગભગ દરેક શહેરમાં ઘર હોય કે ઓફીસ બધે જ પ્રાઇવેટ લાઈટ પ્રોડકશન સંશાધનો જોવા મળ્યા. દિવસના ચાર-છ કલાક તો પોતાની ખપ પુરતી વિજળી પોતે જ ઉત્પન કરવી તેવો વણ લખ્યો નિયમ કેમ ના હોય. અહી મોદી ભક્તિ કે બીજુ કાઈ કરવાનો પ્રયાસ નથી. ગુજરાતમાં પણ હજી ઘણુ કરવાનુ બાકી છે અને ઘણૂ ખોટુ પણ થાય છે . પણ જે થયુ છે તેનો યોગ્ય શ્રેય યોગ્ય વ્યક્તિને આપવો જોઇએ તેવું મારૂ માનવું છે . કાશ્મીરમાં રાજ્યની બહુમત્તી પ્રજા મુસ્લીમ ધર્મ પાળે છે જે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી માં છે, કાશ્મીરમાં નિતી વિષયક નિર્ણયો મુખ્યત્વે આ બહુમતી પ્રજાએ ધ્યાનમાં રાખીને જ લેવાતો આવ્યો છે અને તેમા મુખ્યત્વે રાજ્યની બીજી લઘુમતી પ્રજાને અન્યાય થતો આવ્યો છે. નકશામાં તેનાથી થોડુક નીચે આવ્યે તો પંજાબ મા શિખ સંપ્રદાય બહુમતીમાં છે જે સરકારી ચોપડે રાષ્ટ્રીય સ્તરે લઘુમતી છે. અહી નિર્ણયો મોટાભાગે શિરોમણી ગુરૂદ્રારા વ્યવસ્થા પ્રંબધક(SGVP) રાજી રહે તે રીતે જ લેવાતા હોય છે. સાઉથમા કેરલ એવું રાજ્ય છે જ્યાં ઇસાઇ ધર્મ પાળતા નાગરીકો બહુમત્તીમાં છે. દેશના ત્રણ મુખ્ય લઘુમતી ધર્મો પાડતા લોકો જ્યા જ્યાં બહુમતીમાં છે ત્યાં નિતીવિષયક નિર્ણયો તે રાજી રહે તે રીતે લેવાય છે. કહેવાતા બૌધીકો-સિક્યુલર ધ્વજ રકક્ષોને મારી નમ્ર અરજ છે કે સાહેબ તમારી દુકાનની એકાદ શાખા તો ત્યાં જઈ ખોલો. મહારાષ્ટ્રમાં મરાઠી આનુસ, રાજસ્તાનમાં જાટ-મીણા વગેરે જાતીનું તૃષ્ટીકરણ થતુ હોય ત્યારે કેમ આ બધા લલ્લુ પજુઓ ચુપ બેસે છે. ટોપી પહેરે તો મુસ્લીમ તૃષ્ટીકરણ અને ના પહેરે તો મુસ્લીમ ધર્મનું અપમાન . ખર્ચો ખોટો અને મોટો થયો જ છે તેમા શંકા નથી પણ છાપાવાળાઓ તમે પહેલા પાને ખર્ચાઓ વિષે છાપો છો અને અંદરના પાને આખા પેઇજ ની જાહેર ખબર . તમને જો રાજ્યના લોકોની આટલી જ ચિંતા હતી તો નૈતિક રીતે તમારે તે જાહેર ખબર છાપવાની ના પાડી દેવી હતી ને. લાખો રૂપિયા જોય લાળ પડતી હોય તે લોકો નૈતિકતા વિષે બોલે ત્યારે થોડુ અજુકતુ લાગે છે. વિરોધ કરવા માટે પણ લાયકાત જોઇએ.

આ બધી રામાયણ ચાલતી હતી ત્યારે જ પુર્વ-ભારતઆં જોરદાર ભુકપ આવ્યો . આમ તો સામાન્ય વ્યક્તિ માટે આ પ્રદેશનું નામ આવે ત્યારે GK તળીયે બેસી જતુ હોય છે. પહેલા તો રાજ્યોના નામ જ ના ખબર હોય તો પછી તેના પાટનગર અને ત્યાંની સંસ્કૃતી વિષે તો પુછવાનો પ્રશ્ન જ ક્યાં આવે . દેશના બીજા કોઈ ભાગમાં આવડી મોટી કુદરતી આફત આવી હોત તો મીડીયા પોતાની બહાદુરી બતાવવાની હરીફાઈ પર ઉતરી જાત. “ચંદુ… ચંદુ… ક્યા તુમ મેરી આવાઝ સુન શકતે હો ?” “હા, મનુ આપકી આવાઝ આ રહી હૈ.”. “તો બતાઓ વહા માહોલ કૈસા હૈ ?” “મનુ યહા હર તરફ મલબા હી મલબા દીખાય દેતા હૈ, અબ તક યહા સરકાર કી ઓર સે કોઈ રાહત ઓર બચાવ કા કાર્ય આરંભ નહી હુઆ એ.. યહા મલબે મૈ એક આદમી ફસા પડા હૈ હમ ઉનસે હી પુછ લેતે હૈ,” “ભાઈ સાબ આપકા ક્યા નામ હૈ ?” “તેરી બીપ બીપ બીપ બીપ બીપ મુજે યહા સે બહાર નિકાલ ફીર તુજકો મેરા નામ બતાતા હું” “માફ કીજીયેગા ચંદુ સે સંપર્ક ટૂટ ગયા.” . આજકાલ દરેક સમાચારની માર્કેટ વલ્યુ નક્કી થાય છે ત્યારે અર્ધ વિકસીત પછાત એવા પ્રદેશોની પુરતી વેદના લોકો સુધી ના પહોચે તેમા કોઈ નવાય નથી.

છેલ્લે છેલ્લે બે એવા પ્રસંગો બન્યા જેણે વર્તમાન સરકારની વધી-ઘટી આબરૂ પણ ખંખેરી નાખી… આયોજનપંચ નું કાર્ય આજ સુધી તો મને સમજમાં જ નથી આવ્યું. ભણતા ત્યારે પહેલી-બીજી-ત્રીજી યોજનાઓ અને તેના ટારગેટ(લક્ષ્યાંકો) અને જેતે ટારગેટની સમીક્ષા આવતી. ધુળ બરોબર કોઈ વાર એવું વાંચ્યુ હોય કે જે તે લક્ષ્યાંક પુરા થયા હોય. ૧૦૦ મીટરની દોડ ૧૦ સેકન્ડ માં પુરી કરવાનો ટારગેટ હોય અને પહેલી ટ્રાઇ માં ૧૧ સેકન્ડ લાગી હોય તો સામાન્ય માણસ પણ સમજી શકે કે આપણે થોડુ વધુ ઝડપી દોડવું પડશે. અહી આવું કોઈ જ જાતનું આયોજન નહી છતા આયોજન પંચ. તેમા તો ગરીબની વ્યાખ્યા કરી બુદ્ધીનુ પ્રદર્શન જ કર્યું. છેક ૯ માં ધોરણમાં હતા ત્યારે આકડાશાસ્ત્રના સાહેબે સમજાવેલુ, “સજીવ ગણની સરાસરી કે મધ્યક (એવરેજ) કાઢવાનો હોય અને પરીણામ અપુર્ણાંકમાં આવે તો નજીકની પુર્ણાંક સખ્યા લેવી.” ઉદા તરીકે સમજાવેલું ગામમાં પશુપાલક પાસે બકરાઓ નો મધ્યક શોધવાનો હોય અને જવાબ ૪.૭૯ આવે તો જવાબ ૫.૦૦ લખવાનો. કેમ કે .૭૯ બકરામાં તેના ક્યાં ક્યાં અંગ ગાયબ છે તે કેમ સાબીત કરવું. આવડી અમસ્તી વાત આ લોકોને કોણ સાજાવે ? લાગે છે કે આવું જ ચાલ્યું તો નજીકના ભવિષ્યમાં પેલા બન્ટાસીંગ અને છન્નાસીગ ભેગુ એક નવું નામ મોન્ટેંકસીંગ પણ જોક્સમાં પ્રચલીત થાશે.

પ્રણવ મુખર્જી મોસ્ટ સીનીયર પ્રધાન ગણાય. તેઓ કાઈક કહેતા હોય તેનુ વજન પડવું જ જોઇએ. પણ શીવરાજ પાટીલને પણ સારા કહેડાવે તેવા આપણા(UPA ચેરપર્શનના) ગૃહમંત્રીની લુંગી બચાવવા આખી સરકાર સામે પડી ગઈ. પેલા ખુર્શીદ મીયા કહે છે કે તેઓ નિર્દોષ છે યાર તે કામ તપાસ એજીન્સી અને કોર્ટને કરવા દ્યો ને. બીજુ પ્રણવદા અને ચિંદમ્બરમ બન્ને માથી એક ખોટા છે તે પણ સાબીત થઈ ગયું. આવી પરિસ્થિતીમા વડાપ્રધાનની હાલત ના પાડે તો નાક કપાય અને હા પાડે તો માથુ તેવી થઈ ગઈ. આમ તો હવે તેઓ આ બધા ના આદી થઈ ગયા છે છતા નાક કપાવી હાલ પુરતુ માથુ બચાવી લીધુ છે .

-: સીલી પોઇન્ટ :-

ઉપરોક્ત દરેક ઘટના વખતે મીડીયાએ વધતુ ઓછુ મોણ નાખી સમાચાર લોકો સુધી પહોચાડ્યા. હવે તો દર્શકો પણ સમજી ગયા છે કે મીડીયા ૧૦૦ બતાવે ત્યારે ૧૦ સાચુ હોય અને ખાલી ૧ જ કામનુ હોય. તેમ છતા આ લોકો ૧ ના ૧૦૦ કરતા જ રહે છે

નોંધ :- આ પોસ્ટ ૨૪-૯ ના સવારે લખાયેલી છે અનિવાર્ય સજોગોને લીધે પબ્લીશ નો હતો કરી શક્યો. આજે દિવસ ભર પોસ્ટ સાથે સકળાયેલી બાબતોના સ્ટેટસ-નોટ્સ મીત્રો દ્રારા મુકવામા આવ્યા છે તે માત્ર સંજોગ જ છે. છતા કોઈ ને એવુ લાગે તો મને જણાવશો આ પોસ્ટ સાથે હું જે તે વ્યક્તિને ક્રેડીટ આપીશ.

Friday, September 23, 2011

નાની નાની વાતો...

૨૦૦૮ મા જ્યારથી સોશીયલ નેટવર્કીંગ શરૂ કર્યુ ત્યાર થી અમુક જાતે જ બનાવેલા નિયમો પાળવાનો આગ્રહ રાખ્યો છે. નિયમો બહુ સામાન્ય કહી શકાય તેવા છે અને અમુક નિયમો તો દાજ્યા પછી ના છે પણ જેમ જેમ નિયમો બનાવતો ગયો-બદલ તો ગયો વ્યવહાર સ્પષ્ટ અને પારદર્શક થતા ગયા. હું એમ તો ના કહી શકુ કે છેલ્લા ત્રણ વર્ષ કોઈ પણ જાતની માથાકુટ વગર પસાર થયા પણ જે કાઈ બન્યુ અને તેમાથી જે કાઈ શિખ્યો તેના આધારે જીવનમાં જે કાઈ ફેરફાર કર્યા તે ઓનલાઈન-ઓફલાઇન બન્ને દુનિયામાં કામમાં આવ્યું. કારણ બહુ સિમ્પલ છે માણસ હંમેશા માણસ જ રહેવાનો છે તમે તેને જાણતા હોય કે ના જાણતા હોવ તેના ગુણ-દોષમાં કાઈ ફરક પડવાનો નથી.

શરૂવાત ઓર્કુટીંગ થી જ કરૂ. અદાવાદ આવ્યો તેને હજી છ મહીના જ થયા હતા . ઘણુ બધુ અજાણ્યુ ના જોયેલુ હતું તેમાની એક આ આભાષી દુનિયા પણ ખરી. ક્લાસમા બધા રોજ ઓર્કુટ વિષે પોતાની “એક્સપર્ટ કોમેન્ટ” આપતા હોય ત્યારે મારી પાસે તેના મોઢા જોવા શિવાય બીજો કોઈ વિકલ્પ જ ના હતો. આમ તો યાહુ પર ચેટ કરેલુ પણ આ તો વળી નવી જ વસ્તુ અને તેમા તેના વિષે સાચી-ખોટી જે વાતો સાંભળેલી અને તેના જ આધારે ખોટા નામે જ (ફેક) પ્રોફાઈલ બનાવી. ધીરે ધીરે એવું લાગ્યુ કે ઓહ. આપણે જેવું ધાર્યુ હતું તેવું તો અહી કાઈ નથી ભલે દુનિયામાં ખરાબ લોકોની બોલબાલ હોય અને તેની જ ચર્ચા થતી હોય પણ સારૂ કોઈ છે જ નહી તેવું માનવાને પણ કોઈ કારણ નથી . બોધ :- આપણે જેટલુ ધારેલુ હોય તે બધુ જ સાચુ હોવું તે જરૂરી નથી ક્યારેક આપણી જે તે ધારણા આપળા જ પગની બેડીઓ બની જાતી હોય છે.

ધીરે ધીરે આ આભાસી દુનિયાનો ચસ્કો લાગવા લાગ્યો. બીજાના ફ્રેન્ડસ લીસ્ટ સામે જોય ઇર્ષા થવી સ્વાભાવિક હતી એટલે જાણ્યા અજાણ્યાને રીક્વેસ્ટ મોકલતો ગયો. પણ આ ઉતાવળમાં પાયાગત વાત ભુલી ગયો જેમ વાસ્તવિક જીવનમાં તમારે તમારી જાતને સાબીત કરવી પડે છે તેવું જ કાઈક અહી પણ હોય છે. Who R U ? હું તમારી સાથે શા માટે મીત્રતા કરૂ ? શું હું તમને જાણુ છુ ? આવા આવા અને આનાથી પણ વેધક પ્રશ્નો સામે આવ્યા. અમુક લોકો પાછા ડીપ્લોમેટીક રીતે રીક્વેસ્ટ એપ્રુવ પણ ના કરે અને રીજેક્ટ પણ ના કરે. તરત જ નિર્ણય લીધો સાવ અંગત ના હોય તે સિવાયની કોઈ વ્યક્તિને સામેથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવી નહી. બોધ :- તમે તમારી જાતને ગમે તે માનતા હો જરૂરી નથી કે જે તે સ્વરૂપમાં લોકો પણ તમને સ્વિકારે .

ઓર્કુટીંગમા એક સ્ટેપ આગળ વધ્યો કોમ્યુનિટીઓ માં સક્રીય થયો. ઓનલાઇન ગુજરાતીમાં વ્યક્ત થવાનું પ્લેટફોર્મ મળ્યુ અને દબાયેલા વિચારો ઉછળી ઉછળીને બહાર આવ્યા મીત્રો મળ્યા તેમ અમુક લોકો કે જે આપણી વાત થી સહમત ના હોય તેવા પણ મળ્યા. સારૂ લખો અને જેમ તમારી વાહ વાહ થાય એટલે જરૂરી નથી કે બધા લોકો ખુશ જ હોય અમુક લોકો તમારી પ્રગતીથી ના ખુશ પણ હોય . જેમ જેમ પ્રગતી કરતા જાવ તેમ તેમ મીત્રોની સાથે સાથે આવા લોકોની પણ સખ્યા વધતી જાવાની. આવા અમુક લોકોના પુર્વગ્રહને લીધે થોડુ વેઠવું પડ્યુ. નિયમ કર્યો સ્વેચ્છાએ ક્યારેય કોઈ કોમ્યુનિટીનું મોડરેટર પદ લેવું નહી. બોધ :- ભિષ્મ પિતામહની નિષ્ઠા દુર્યોધનને ઉત્સાહીત કરનારી હોય તો તેનું પરિણામ વિનાશક જ હોય છે . અમુક દુર્યોધનો હંમેશા આપણી પાસે આવી જ નિષ્ઠાની અપેક્ષા રાખતા હોય છે.

એક-બે કોમ્યુનિટીમાં પોપ્યુલર થયા પછી પથારો ફેલાવાની ઇચ્છા રોકી ના શક્યો. સમાંતર ચાલતી બીજી કોયુનિટીમા સક્રીય થયો . બધે જ બધા જ લોકો સરખી રૂચી વાળા હોય તેવું જરૂરી નથી તેટલી પાયાગત વાતને ભુલ્યો . તે જ રીતે અમુક કોમ્યુનિટીમાં હું “સ્થાપિતહિત” હતો તેમ બીજી કોયુનિટીના અમુક લોકો માટે હું ઘુસણખોર હતો. પ્રામાણીકતા-પારદર્શકતા વ્યાપકહિત સામે કાઈ માયને નથી રાખતી તે શિખ્યો પણ અપમાન સહન કરી ને. તરત અજાણી કોમ્યુનિટી (હવે ગ્રુપ) મા એક્ટીવ નહી થાવાનું તેવો નિયમ લીધો. બોધ :- એક જગ્યાએ થોડા માન પાન મળે એટલે જરૂરી નથી કે એવા જ માન પાન બધે જ મળશે . અને આવી અપેક્ષા ખરેખર તો દુખનુ મુળ હોય છે.

કોમ્યુનિટી પર મળેલા અમુક મીત્રો સાથે ચેટ પર પણ ઘણી લાંબી વાતો થતી. તેનાથી આગળ વધી ને SMS અને મોબાઇલ પર વાતો થવા લાગી. ધીરે ધીરે એક ઓફ લાઇન કોયુનિટી-પરિવાર બનવા લાગ્યો. રૂબરૂ પહેલી વખત મળ્યા તેમ તેમ તેમાથી મોટા ભાગ ના લોકો મારા ઘરની એકદમ નજીક રહેતા હોવાનું માલુમ પડ્યુ . છ-આઠ મહીના થી જેની સાથે પરિચય હોય અને જ્યારે ખબર પડે કે તે વ્યક્તિ તો ઘર થી ફક્ત પાંચ મીનિટ ના અંતરે રહે છે ત્યારે કેવુ આશ્ચર્ય થાય ? અને આવા પાંચ-સાત મીત્રો નિકળે તો ? આશ્ચર્યનો ઓવર ડોઝ થવા લાગ્યો. બોધ :- એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિ જેમ ક્યારેક મન થી એટલી દુર હોય છે તે જ રીતે લાગણીઓ થી જોડાયેલી બે વ્યક્તિ માટે ફિઝીકલ અંતર કાઇ માયને નથી રાખતું.

અમદાવાદ છુટ્યુ અને તેની સાથે સોશીયલ નેટવર્કીંગ પણ છુટતુ લાગ્યુ. ક્યારેક હાઉક કરવા પુરતો જ આવતો બાકી નિયમીત રીતે તો આજે પણ નથી અવાતું. લોકો ઓર્કુટ પરથી ફેસબુક પર માઇગ્રેટ થયા . ફેસબુક પ્રોફાઇલ તો ક્યારની બનાવેલી પડી હતી પણ મન તેને સ્વિકારવા તૈયાર ના હતું. જેમ જેમ ફેસબુક ઉપર જાણીતા ચહેરાઓ ની ભીડ વધતી ગઈ ના છુટકે અહી આવવું પડ્યું. બોધ :- પરિવર્તન સંસાર નો નિયમ છે તમે નહી બદલાવ તો લોકો તો બદલાય જ જાશે અને પછી થોડુ વધુ જોર લગાડવું પડશે તેને પકડવા માટે.

વધુ આવતા અંકે….

-: સિલી પોઇન્ટ :-

સોશીયલ નેટવર્કીગમા કેટલીય વખત ઝગડા કર્યા છે.. તેના આધારે કાઢેલું તારણ, “બુદ્ધીશાળી વ્યક્તિ જો તમારો વિરોધ કરે તો તેની સાથે જગડો કરવા કરતા તેને મીત્રો બનાવો તમારી પ્રગતીમા તે ભાંડાય (ખાલી વાહ વાહ) કરતા લોકો કરતા વધુ ઉપયોગી નિવડશે. –આ મારો જાત અનુભવ છે. મારી ફેન્ડસ લીસ્ટ માં કેટલાય એવા લોકો છે જેની સાથેની પહેલી મુલાકાત ઝગડાના રૂપમાં જ હતી.

Thursday, September 22, 2011

વાર્તા- સાયન્સ સીક્વલ ભાગ-૩

આમ તો આ વાર્તા જય વસાવડા ના બ્લોગ પર તેમના દ્રારા લખાયેલી વાર્તા ગુજરાત@૨૦૬૦ : ખૂશ્બુમાં ખીલેલા ફુલ? આંસુમાં ડૂબેલા જામ? ની સીકવલ છે. પહેલા ભાગને આગળ વધારતો બીજો ભાગ સંકેત વર્મા લખેલો (જેવીના બ્લોગ પર કોમેન્ટ જોવા વિનતી). તે વાર્તાને આગળ વધારી યોગ્ય અંત સુધી પહોચાડવાનું કામ મે કરેલું . તે ત્રીજો ભાગ અહી મુકુ છુ પણ આ વાર્તા વાચ્યા પહેલા પહેલા બન્ને ભાગો વાચશો તો જ કાઇક ટપ્પો પડશે. :P

પાર્ટ-3

જેવી.૩ સુનુમુન સુનમુન અવાચક નજરે બધુ જોય રહ્યો કદાચ અહી ચાલતી પ્રક્રિયાને પોતાના મેમરી સોર્સ સાથે મેચ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતો જણાતો હતો. અને આવી જ દશા બીજા લોકોની પણ હતી. . જ્યારથી “વાઇરસ” સોફ્ટ માથી હાર્ડ માં કન્વર્ટ થયો છે ત્યારથી તેણે આટલા બધા લોકોને એક સાથે એક જ જગ્યાએ ભેગા થયેલા જોયા નથી. તેણે જ નહી અહી ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિએ આવો માહોલ જોયો નથી. અચાકન જેવી૩ ના DPU (ડેટા પ્રોસેસિંગ યુનિટ) એ બીપ સાથે ઇન્ફો. આપી. “આ કોઈક કોફરન્સની તૈયારી થતી હોય તેવું જણાય છે. ૨૦મી સદીમાં તેમજ ૨૧મી સદીની શરૂમાં જ્યાં સુધી વાઇરસ હાર્ડ નહોતા થયા ત્યાં સુદી આવી કોન્ફરન્સો કોઇ સમસ્યાઓના ઉકેલ માટે ભરાતી. પ્રેસ નેસ્ટ ફોર મોર ઇન્ફો.”. “નો, થેન્કસ” ઉતાવળમા બોલી જેવી૩ આજુબાજુના માહોલને ચકાસવા લાગ્યો. ત્યાં જ તેની નજર પોતાને અહી સુધી “ઢસડી” લાવનાર પેલી લેડી પર પડી તરત પોતાના સુઝને પોતાને ત્યાં સુધી લઈ જવાનો ઓર્ડર આપ્યો.

“માફ કરશો શું હું જાણી શકુ મને અહી શા માટે લાવવામાં આવ્યો છે ? અને બીજુ આટલા બધા લોકો ને અહી એકઠા કર્યા છે તો વાઇરસ પ્રોટોકોલનું શુ ?”

“તમને થોડી જ વારમાં ખબર પડી જાશે કે તમને શા માટે અહી લાવવામાં આવ્યા છે બીજુ તમે બધા અમારા માટે HIP (હાઇલી ઇમ્પોર્ટન્ટ પરશન) છો એટલે ચિંતા ના કરો તમારી સુરક્ષા માટે ટાઇપ X પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.

જેવી૩ બીજુ કાઇ તો સમજી ના શક્યો પણ HIP અને ટાઇપ X પ્રોટોકોલ સાંભળી તેની આંખો પહોળી થઈ ગઈ. ઇન્ટર ગેલેક્સી ટ્રાવેલીંગ વખતે પણ VIII અને બહુ બહુ તો IX ટાઇપ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે. X ટાઇપ પ્રોટોકોલ તો વર્તમાન સમયની સૌથી સુરક્ષીત પ્રણાલી ગણાય છે.

એક બીજા સાથે વાત કેમ કરવી તે તો ત્યાં કોઈ ને આવડતુ જ ના હતુ એટલે જેવી૩ એ પોતાને સ્લીપ મોડમાં રાખી બેટરી બચાવાનો વિચાર કર્યો. ત્યાં જ પેલા સ્ટેજ પરથી એનાઉન્સ થયુ,

“પ્લીઝ બધા ને વિનંતી છે કે આપના ઇયર સ્પેસને 2.8-3.1 ફીકવન્સી પર સેટ કરશો અને આપણે આજ ફીકવન્સી પર કોમ્યુનિકેશ કરવાનું રહેશે . આભાર. “

જેવી૩ એ તરત પોતાની પ્રોસેસીંગ ચીપને ઓર્ડર ફોલો કરવા જણાવ્યું. ઉત્તેજનાઓ ચરમ સીમા પર હતી ત્યાં સીટ બેલ્ટ ઓટોમેટીક બંધ થયા અને ઉપરથી વર્ચ્યુઅલ વ્યુઅર તેના માથા ઉપર આવી બેસી ગયું. નજર સામે અંધકાર છવાયો અને આ અંધકાર ને તે દુર કરવા કાઇક કરે તે પહેલા જ તે અંધકાર માથી એક તેજ પુંજ બહાર આવતો દીસ્યો. .પ્રકાશ વધુ સ્પષ્ટ થતા સામે ઓમ: ની આકૃતી જોય તે ચકિત થઈ ગયો . પણ આ શુ તેનુ DPU કાઇ કામ જ નથી કરતુ . તરત તેને ખ્યાલ આવી ગયો X ટાઇપ પ્રોટોકલમાં બધા જ પ્રોસેસીંગ ડીવાઇઝ સ્વિચ ઓફ થઈ જાય છે. જીદગીમા પહેલી વાર તે પોતાને થોડો હળવો અનુભવતો હતો.

”ગુજરાત, આ ખાલી બ્રહ્માંડના કોઈ એક પાર્ટીકલનું નામ નથી આની સાથે વર્ષો જુની સંસ્કૃતી જોડાયેલી છે અને આજે તમે તે સંસ્કૃતીના દર્શન કરવા જઈ રહ્યા છો.” શબ્દો પુરા થતાની સાથે જ જેવી૩ પોતે કેટલાય વર્ષ પાછળ જતો હર્યો હોય તેવો અનુભવ થયો. લીલા છમ્મ ઘેઘુર વૃક્ષોથી આચ્છાદીત ભુમી પર જાણે પોતે પગ મુક્યો હોય પણ આ શુ સામેથી શ્વેત વર્ત્રોમાં કોઇ આવતુ હોય તેવુ લાગે છે.

“ચાલો મારી સાથે” મધુર છતા ગૌરવમય અવાજ તેના કાન પર પડ્યો .

“પણ પણ તમે કોણ છો અને આ હું ક્યાં આવી ગયો. “

“હું ગુજરાત છું…. અને તમે અત્યારે મારા ભવ્ય ઇતિહાસમા છો.“

“કયુ ગુજરાત ?” જેવી૩ થી અનાયાશે જ પુછાય ગયું.”

“હમણા ખબર પડી જાશે.” શાંત સ્વરે ઉત્તર મળ્યો.

“અરે આ તો ડાયનોસોર છે ને ?”

“હા,તે પણ મારી જ છાતી ઉપર ફુલ્યા-ફાલ્યા અને જ્યારે થાક્યા ત્યારે તે મારા ખોળામા જ હંમેશ માટે સુઈ ગયા.”

“અને અહી શું થાય છે ?” ચકીત આંખે જેવી૩ એ પ્રશ્ન કર્યો .

“આ તમારા સમયથી ૩૦૦૦ વર્ષ પહેલાનું લોથલ છે અને જહાજો દરીયો ખેડવા જાય છે…..”

“૩૦૦૦ વર્ષ પહેલા ???” પુરો જવાબ સાંભળતા પહેલા જ જેવી૩ બોલી ઉઠ્યો.

પછી તો જેવી૩ એ સોમનાથ થી આબુ અને કચ્છથી નવસારી સુધીનો દરેક પ્રાન્ત તેની વિસીષ્ટા સાથે જોયો . પ્રશ્નો પુછાતા ગયા તેમ તેમ આખો પહોળી થતી ગઈ અને માથુ ગર્વથી ઉચું .

“જેવી ઓ જેવી ઉઠો” કોઈ રસ્યમય સપના માથી ઉઠતો હોય તેવુ જેવી ને લાગ્યુ. “હું ક્યાં છુ?” વર્ચ્યુલ વ્યુઅર ખસેડી ઉઠતાની સાથે જ જેવીએ પ્રશ્ન કર્યો .

“તમે મારા વર્કશોપમાં છો“,

“તમે ?” જેવી જવાબ આપનાર સામે જરા મુંજાયેલા ચહેરે જુએ છે.

“હું ડો.જે, મે જ તો તમને અહી તેડાવ્યા હતા . ઓહ સોરી સોરી કદાચ MPVFV ની આડ અસરને લીધે તમે થોડા સમય માટે વાસ્તવિક પરિસ્થીતીથી અજાણ રહેશો.”

“એટલે… હું કાઈ સમજ્યો નહી ?”

“ચાલો હું જ તમને ડિટેઇલમાં સમજાવું, હું ડો.જે એક સાયન્ટીસ છું મે એક મશીન બનાવ્યું છે “MPVFV” –માઇન્ડ પાવર્ડ વર્ચ્યુલ ફ્યુચર વ્યુઇંગ . જેને તમે વર્ચ્યુલ ટાઇમ મશીન પણ કહી શકો. તેના દ્રારા તમે તમારા વિચારો દ્રારા ભવિષ્યની કલ્પના કરી શકો છો. જેમ કે તમે કોઈ વસ્તુ ગમતી હોય તો તે એકસ્ટ્રીમ લેવલે તે કેવી હશે.. જેમ કે આ તમારો મોબાઇલ આજથી ૨૦-૩૦-૪૦ વર્ષ પછીના મોબાઇલનું એકસ્ટ્રીમ મોડલ તમે મારા મશીનમાં તમારા વિચારોથી સાકાર થતું જોય શકો છો તે જ રીતે કોઈ સમસ્યાને પણ તેના અંતિમબીંદુ સુધી ખેચી શકો છો. બીજુ તમે તમારા જ વિચારોની શક્તિ વડે તેનુ સમાધાન પણ જોય શકો છો. આ મશીન બનાવાનો ઉદ્દેશ જ તે છે કે આવનાર ભવિષ્યને આજના અનુસંધાને અંતિમબિંદુ સુધી જોવુ અને તેનુ સમાધાન શોધવું. એટલે જ મી.જેવી હું તમારા જેવા થીન્કટેન્ક પર આને ટેસ્ટ કરૂ છુ જેથી તમને લોકોને ભવિષ્યને યોગ્ય દીશા દેવા માટે પુરતો સમય અને યોગ્ય રસ્તો મળે. કેવો રહ્યો તમારો અનુભવ ?”

“નાઇસ વેરી નાઇસ, બાય ધ વે આજે તારીખ કઈ છે ?”

“૧-૫-૨૦૨૦, કેમ ?”

“બસ એમ જ” સ્માઇલ આપતા આપતા જેવીએ જવાબ આપ્યો જાણે તારીખ જાણી તેને બધી જ કળીઓ મળી ના ગઈ હોય .

* ----------- * * ---------- * * ----------- * * ---------- *


Tuesday, September 20, 2011

ભાઈ

"પુજ્ય ભાઈ"

સપ્ટેમ્બર મહિના માં અમારે ઘર માટે જથ્થાબંધ કેકનો ઓર્ડર આપવો પડે . એક રીતે જોતા છાપા-દુધની જેમ માસીક ધોરણે કેક બંધાવીયે તો પણ ચાલે. :P ત્રણેય પેઢીના ખાંટુઓ આ મહીનામાં જ અવતરીયા છે. આજે તેમાથી બે ખાંટુઓ વિષે લખવા જઈ રહ્યો છું. લખાણ કલમથી નહી લાગણી થી લખાય છે એટલે ક્યાંક હું વહી જાવ તો પ્લીઝ દરગુજર કરશો.

“ભાઈ” અમારા જોઇન્ટ ફેમીલીમાં બધા ભાઈઓ માં મોટા, આમ તો તે મારા મોટા પપ્પા થાય પણ ઘરમાં બધા જ તેમને ભાઈ તરીકે જ સંબોધે . નાના છોકરાવમાં તેની પાસે જવાની રીતસર સ્પર્ધા જ થાય. કારણ સાવ સિમ્પલ હતું . ભાઈ મોટે-ભાગે સાંજે ગાડી માં બહારગામ જાય એટલે જે પહેલા પહોચે તેને જાવા મળે અને લટકા મા ગાઠીયા-સોડા અને ઉપર મસાલાવાળુ પાન . ભાઈ અમને રાખે પણ તેવા કોઈ જીદ્દ પુરી ના થાય તેવું ભાગ્યે જ બનતું. કપડા-વોટરબેગ-પેન્સીલ કે પછી દફતર માંગો તે લેટેસ્ટ મળી જાય. ખાવા પિવાની તો ચિંતા જ નહી અને ક્યારેક તો કપડાના બહાને ગયા હોયે અને કપડા છોડી બીજુ બધુ ઘરે પહોચે. કોઈ દીવસ ના નહી અમારી માંગણી જ અમારી જરૂરીયાત અને ભાઈ લાવ્યા એટલે ઘરઆં બીજા કોઈ કાઈ કહે પણ નહી. સગ્ગા બાપ અને કાકા-અદા નો ફરક અમે કોઈ દીવસ જોયો જ નથી. ઉલ્ટાનું પપ્પા થી બચવા ભાઈ પાસે જતા રહ્યે. “લપાઇ જા બસે અહી તો તેરા પપ્પા મારે ગા” બાવા હિન્દીના આ ઉચ્ચારો હજી કાનમાં ગુંજે છે.

મોટા ભાઈ-બહેનો તો ભણવા બહાર ગામ જતા રહેલા એટલે ભાઈ પાસે નો સૌથી વધુ હક અમે નાના પાંચેય ભાડેળાઓ ભોગવતા . પહેલા મોટી બહેન અને પછી અમે બન્ને ભાઈઓ અને છેલ્લે છેલ્લે નાની બન્ને બહેનો. .કોના પ્રત્યે ભાઈને વધુ લાગણી તે કહેવું ઉશ્કેલ છે પણ ભાઈનો અમારા પાંચેય પર અપાર સ્નેહ વર્ષોયો છે. મોટો ભાઈ જ્યારથી હોસ્ટેલમાં ગયો ત્યાર પછી તો હુ એક જ બચ્યો હતો ઘરમાં. લગભગ રોજ ભાઈ પાસે થોડી વાર બેસવાનું અને અલક-મલકની વાતો કરવાની . રોજ બીડી ના પિવાનું સમજાવાનું અને પગ દબાવાના અને છેલ્લે “ફાંદામા ફુરરરરર” કરવાનું . ખાવું પિવું સુવુ જાગવુ તેમ આ બધુ રૂટીન થઈ ગયેલું. અમે ચારેય ભાઈઓમાં સૌથી વધુ હોંશ મારા લગ્નની હતી બન્ને ભાઈઓના સાથે લગ્ન થાય તેવું પપ્પાની ઇચ્છા હોવા છતા ભાઈ એ મારા લગ્ન મોટાભાઈના લગ્ન પછી છ મહીના પછી ગોઠવ્યા અને બધા ભાઈમાં મારા લગ્ન સવાયા કરાવ્યા . સિઝન સારી ના હોવાથી કુંટુંબની સ્થીતી ના હોવા છતા ખર્ચામાં કાઈ બાકી ના રાખ્યું.

ભાઈને નાનામાં નાનુ કામ હોય મને હાકલ નાખે, કપડા લેવાના હોય કે લુંગી, દવાખાને જવાનું હોય પછી નખ કાપવાનું મારા વગર ના ચાલે . કુંટુંબની આંતરીક સ્થિતી સારી ના હતી ત્યારે મારી જેમ તેણે પણ પિડા ભોગવી હશે અને તે જ પિડા ભાઈ ને ખાય ગઈ. સ્થીતી ખરાબ હતી ત્યારે ભાઈ મને જ સમજાવતા, “તું સમજદાર છે ને તો તું જ સાજી જા ને.” છેલ્લે છેલ્લે પણ મારી જ સેવા લઈ પરમધામ ગયા . ગયા વિકઆં જ તેમનો જન્મદિવસ અને શ્રાધ ગયું . કદાચ આજે સૌથી વધુ હું ભાઈને મીસ કરૂ છું કારણ કે, “હું જીદ્દ કોની પાસે કરૂ કે મારે આમ કરવું છે.” કદાચ હવે પછી આજીવન જીદ્દ કરવાનો વારો જ નહી આવે. સાંભળો છો ને ભાઈ…..

આગળ શું લખવું ???????

અમારા ચારેય ભાઈઓ માં સૌથી હોશિયાર, સમજુ અને શાત મારા થી મોટો ભાઈ . આમ તો તે મારાથી છ વર્ષ મોટો પણ ક્યારેય મે તેને મોટા ભાઈ તરીકે ટ્રીટ નથી કર્યો. હુ તોફાની અને તે શાત અને ડાહ્યો એટલે ઘણી વાર મારે લીધે તે રડ્યો છે. તેની છાપ સારી એટલે તે રડે એટલે તેના આસુઓની ઇમ્પેક્ટ વધુ પડે . તે ઇમ્પેક્ટને ઘટાડવા માટે હું હંમેશા મોટા અવાજે રડતો આંખમા એક પણ આંસુ ના હોય પણ આજુ-બાજુ ના બધા ઘરો સુધી પહોચે તેવો મારો ભેગડો હોય. ફઈ કહેતા “એક રડે તો ગામ તણાય અને બીજો રડે તો ગામ ગાજે” . મોટા ભાગે મારો ભેકડો મને માર થી બચાવી લેતો .

લગભગ બદ્ધુ જ હું ભાઈ પાસે થી શિખતો, રમત-ગમત, વાત કરતા, કપડા પહેરતા ઇવન ખાતા પણ તેની પાસે થી જ શિખ્યો. હું તેના જેટલુ જ ભણુ તેવુ તે મારા કરતા પણ વધુ ઇચ્છતો . મારી દરેક સમસ્યાઓ તેની પાસે પહોચે ત્યારે જ પુરી થઈ જાતી. અમુક ચોક્કસ કારણો થી હું તેનાથી થોડો દુર રહેતો થયો છતા અમારા વચ્ચેનો સ્નેહ ક્યારેય ઓછો નથી થયો. મારો પહેલો બેસ્ટ ફ્રેન્ડ ભાઈ છે

અમે બન્ને સગા ભાઈઓ હોવા છતા સ્વભાવ થી માંડીને રહેણી કહેણીમા જમીન આસમાનનું અંતર તે લગભગ રોજ ક્લીનસેવ હોય અને હું ૧૫-૨૦ દીવસની દાઢી વધારેલો. પેન્ટમા શર્ટ ઇન કરેલુ અને મેચીંગ બેલ્ટ-શુઝ પહેરવાનો આગ્રહ આજે પણ તે મારી પાસે રાખે છે. તે મને તેના જેવો બનાવવાનો એક પણ પ્રયાસ છોડતો નથી અને હુ તોવો થતો નથી. કેટલી વખત કેવા છતા વોલેટ-બેલ્ટ રાખતો-પહેરતો નથી. રોજ સેવ કરતો નથી લગભગ લઘરા જેવો ફરૂ છુ. ઉતાવળ-આવેગ મારા દુર્ગુણો છે તેના વિષે તે ઘણુ ટોક ટોક કરતો પણ હું સુધરતો જ નથી. પપ્પા માટે હંમેશા તે એસેટ અને હુ લાયબીલીટી રહ્યો છું . તે મુશ્કેલી દુર કરતો અને હુ ઉભી કરતો. . મારી ઉપર ખીજાતો-ગુસ્સે થતો સલાહ આપતો મારૂ બધ્ધુ જ જાણતો એવો તે એક જ વ્યક્તિ છે જેની મને ઇર્ષા થાય છે.

આજે(20-09-11) તેનો જન્મદિવસ છે. તે સિંગાપુર સ્થાઇ થયો છે એટલે તેને ભેટીને હેપ્પિ બર્થ ડે તો નહી કહી શકુ પણ….. I Realy Miss U Bro.

-: સિલી પોઇન્ટ :-

હુ નાનો હતો ત્યારે ખુબ આત્મવિશ્વાષ થી ખોટુ બોલતો. કાઈ પણ ભાંગ ટુટ થઈ હોય બધા મને જ આગળ કરી દે અને એટલા કોફીડન્સથી હું વાર્તા કહી દવ કે બધા સાચુ જ માની જાય. એક વખત ઓવર કોફીડન્સમા કાઇક વધુ પડતુ જ બોલી નાખેલું ત્યારે અમને બહુ માર પડેલી . આવી પરિસ્થીતી વખતે ભાઈ( મોટા પપ્પા) અમને બચાવતા. લાવો મારા રૂમમાં બધાની સર્વીસ કરૂ તેમ કહી રૂમમા પુરી ગાદલા ઉપર લાકડી પછાડે અને અમે જોર જોર થી બુમો પાડતા.

Monday, September 12, 2011

કાળા નાણા ના કાળા-ધોળા….


ડર શબ્દનો અર્થ સાપેક્ષ છે. તેની પ્રભાવક ક્ષમતા બન્ને પક્ષે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ થી ડરતો હોય તો જરૂરી અથી કે ત્રીજા થી ડરે જ, તે જ રીતે બીજી વ્યક્તિ થી પહેલો ડરે છે એટલે ત્રીજી વ્યક્તિ પણ ડરશે જ તે પણ જરૂરી નથી. ક્યાંક વાંચેલુ “તલવારની તાકાત તેને ધારણ કરનાર પર નિર્ભર રાખે છે “. તે જ રીતે શબ્દોનો પ્રભાવ પણ તેને બોલનાર-લખનાર પર અવલંબે છે.

જીવનમાં નૈતિકતા ખુબ જરૂરી છે. નૈતિક રીતે પુર્ણ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવાનું જ પણ બધી જ વાત માં નૈતિક મુલ્યોની દુહાહી આપી રડવા ના બેસાય. માન્યુ કે દેશમાં પ્રવર્તમાન સમસ્યાઓ ના મુળ માં નૈતિક અધ:પતન મુખ્ય છે પણ નૈતિક મુલ્યો સ્થાપિત કરવા માટે પણ હંમેશા ડર નો સાથ લેવો જ પડતો હોય છે. ચાલુ ક્લાસે વાતો ના કરાય તે શાળા જીવનનું નૈતિક મુલ્ય અને પરમ કર્તવ્ય ગણાય પણ જ્યારે ગણગણાટ શરૂ થાય અને ત્યારે તરત જ શિક્ષક ટેબલ પર ફુટપટ્ટી ના પછાડે તો તે ગણગણાટ ને ઘોંઘાંટ બનતા વાર નથી લાગતી. સિંગ્નલ ઉપર એક બાઇક લાલ બત્તિ વખતે નિકળે કે તરત ટ્રાફિક પોલીસ કાઇ ના કરે તો પરિણામ ટ્રાફિક જામ જ આવવાનું. કાયદા રક્ષક ની નિષ્ફળતા કાયદા ભંગ કરનાર માટે હિંમત પુરી પાડે છે. ખોટુ બોલો કે ખરાબ કામ કરો તો નર્ક માં જવાના ડર થી જ તો સદીઓ થી જીવન મુલ્યો પાસ ઓન થતા આવ્યા છે. નૈતિકતા સ્થાપવી હશે તો ડરાના જરૂરી હૈ.

ભ્રષ્ટાચાર, ગોટાળા ટેક્ષચોરી વગેરે વગેરે વગેરે શું ખાલી નૈતિક અધ:પતનનું જ પરિણામ છે ? જો હા તો આ અધ:પતન માટે શું કાયદો અને ડરની ગેરહાજરી જવાબદાર નથી ? બધી જ બાબતોમાં જ્યારે “વહીવટ” થી કામ થઈ જતું હોય પછી ડર શા માટે લાગે. આ ડર નથી કારણ કે કાયદા માં અને વ્યવસ્થાતંત્રમાં મોટા મોટા ગાબડા છે અને આ ગાબડા દ્રારા લાખો કરોડો રૂપિયા પરભારા જતા રહે છે. કેવડા ગાબડા છે તે ઉદા સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ.

ABC નામક પેઢી છે. તે એગ્રી કોમોડીટીના પ્રોસેસીંગ-ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તેનુ કાર્યક્ષેત્ર ખેત પ્રોડક્ટ ને ખરીદી તેને નિકાસ કરતા વહેપારીને પહોચાડવા સુધી નું છે. હવે જો જો ખેડુત કાયદાના ચોપડે ક્યાંય નોધાયેલો નથી હોતો તેમજ તેને સત્તા મળેલી છે કે તે પોતાનો માલ મુક્ત બજારમાં ક્યાંય પણ રોકડેથી (બાય કેસ ચેક થી નહી) વેચી શકે છે એટલે ખરીદનાર વહેપારી તેનો માલ રોકડેથી ખરીદી શકે છે. હવે અહી થી કાળા નાણા ની યાત્રા શરૂ થાય છે. વહેપારી હવે ધારો કે પરચેઝ એન્ટ્રી ના ફાડે તો ? તે માલ પરભારો તેના ગોડાઉનમાં પડ્યો રહે છે. તે માલનું પ્રોસેસીંગ થતા ૩ થી ૫ દિવસ લાગતા હોય ત્યારે બહુ મોટુ જોખમ રહેતું નથી તો સામે પક્ષે તે માલની કોઈ જ એન્ટ્રી ના થયેલી હોય તેના પર તેને કોઈ જ ટેક્ષ ચડતો નથી . હવે પ્રોસેસ થયા પછી ધારો કે તે માલ રિટેઇલ વહેપારી પાસે ગયો એટલે કે પ્રોવિઝન-જનરલ સ્ટોરમાં તો ત્યાં તો તે આરામ થી સેલ(વેચાણ)-બીલ વગર નિકળી જવાનો. ભારત દેશનાં મોટા ભાગના મહાન નાગરીક બીલ માંગવાની તસ્દી જ નથી લેતા અથવા તો ૪ થી ૧૫ % બચતની લાલચે વગર બીલનો માલ ખરીદી લે છે. ટુંકમાં કાળુ નાણુ છેવટના ખરીદનાર થી લઈ ને ઉત્પાદક ખેડુત સુધી નો બિન્દાસ સફર ખેડે છે. અહી કોઈ પણ સ્તરે અસરકારક કાયદાનો અભાવ જોવા મળે છે.

હવે સંભાવનાઓ જરા ચેન્જ કરીએ . જો જે તે એગ્રી પ્રોડક્ટ નિકાસ થવાની હોય તો ? નિકાસ કરનાર પેઢી કે કંપની જે તે માલ વાસ્તવિક કિંમત થી ખુબ જ ઉંચા ભાવના કે પછી ખુબ જ નિંચા ભાવ માં ખરીદે છે . કારણ છેલ્લે કહીશ (નોંધ :- જે તે પેઢી જેન્યુન બીઝનેશ નથી કરતી તેનો વાસ્તવિક ધંધો બીજો છે તેની ખાસ નોંધ મગજમાં લેવી જેથી એવું ના સમજવું કે બધા જ નિકાસ કરતા આવા છે.) . હવે એગ્રી પ્રોડક્ટ પ્રોડ્યુસર-પ્રોસેસર એ ખેડુત પાસે થી લિધેલા માલનું ખરીદબીલ નથી ફાડ્યુ એટલે ખરીદનારની મરજી મુજબનું વેચાણબીલ ફાડી શકે છે અને જે તે વચેણાબીલ ની સમરૂપ ખરીદબીલ ફાડે છે. વાસ્તવિક કિંમત ધારો કે ૨૦ હોય અને જો તે ૩૦ નું ખરીદબીલ ફાડે તો તેના ૧૦ રૂપિયા સિધા કાળા માથી ધોળા થઈ ગયા અને ૧૫ નું ખરીદબીલ ફાડે તો ૫ રૂપિયા કાળા થયા .

સામે પક્ષે પેલી નિકાસ કરતી કંપની વાસ્તવમાં હવાલા ઓપરેટ જેવું જ કામ કરે છે. વાસ્તવિક ૨૦ કિંમત વાળી વસ્તુ તે ૩૦-૪૦ કે ૫૦ રૂપિયા ના ભાવે નિકાસ કરે એટલે વધારાના ૧૦ થી ૩૦ રૂપિયા વિદેશમાં જમા થયેલા કાળા નાણા સફેદ થઈ પાછા આવે છે . તે જ રીતે ૨૦ ની કિંમત વાળી વસ્તુ ૧૫ થી ૧૦ જેટલા નીચે ભાવે નિકાસ કરી કાળા નાણા દેશની બહાર મોકલે છે. આ જ પેઢી આનાથી ઉલ્ટી પ્રક્રિયા એટલે કે વધુ કે ઓછા ભાવે આયાત કરી આવી રીતે વાઇટ કોલર હવાલા ઓપરેટ કરી શકે છે. આ બધુ જ કાયદેસર રીતે થતુ હોય કોઈ જ કાઇ નથી કરી શકતું.

કાયદો કેટલો સખ્ત છે તેના પર નહી પણ કેટલો અસરકારક છે તેના ઉપર પરિણામ અવલંબતુ હોય છે. જે કાયદા નિચે આટલા મોટા ગાબડા હોય તે ખાલી નૈતિકતાની દુહાધી જ આપી શકે. દેશ ને અત્યારે સખ્ત કાયદાની નહી અસરકારક કાયદાઓની જરૂર છે જે પરિણામ ઉપર સિદ્ધી જ અસર કરતા હોય. ૧૦૦ % બધી જ આવક જાહેર કરી ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય અને પકડાયે ત્યારે પણ ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય ત્યારે મોટા ભાગના બીજો ઓપશન વધુ પસંદ કરે છે વધુ માં ઇન્કમટેક્ષની રેડ સ્ટેટસ સિમ્બોલ બને તે નફા માં. લાયસન્સ લઈ ૧૫ પ્રકારના રજીસ્ટરો રાખવા કરતા ના લઈ ઝંજટ મુક્ત વેપાર અનુકળ લાગવો સ્વાભાવિક છે.

જ્યારે અસ્તિત્વ અને નૈતિકતા બન્ને માથી એક પસંદ કરવાનો વખત આવે ત્યારે ધર્મરાજ યુદ્ધીષ્ઠીર પણ “નરો વા કુંજ રો વા” કહી દેતા હોય ત્યાં સામાન્ય પ્રજાની તો વાત ના પુછાય. ખરૂ કે ખોટું ?

-: સિલી પોઇન્ટ :-

વર્ષો થી સોરઠ જીલ્લામાં ઉત્પાદીત થતા સીંગદાણા “કાઠિયાવાડી કાજુ” તરીકે ઓળખાય છે . શા માટે ખબર છે ? મુક્ત અર્થતંત્ર પહેલા ના સમયે જ્યારે કાજુ આયાત કરવા માટે મોટી મોટી MNC કંપની સીંગદાણા પણ કાજુના ભાવે નિકાસ કરતી એટલે. :P

(નોંધ :- મારો પરિવાર દાયકાઓથી એગ્રી કોમોડીટી ના વેપાર સાથે સંકળાયેલો છે અને હું આવા જ વાતાવરણમાં મોટો થયેલો છું.)

Friday, September 9, 2011

બોમ્બ ધડાકાની આગળ પાછળ…..


છેલ્લા ૨૫-૨૭ વર્ષથી અને તેમા પણ છેલ્લા ૫-૧૦ વર્ષથી તો ખાસ લગભગ દરેક એવી વ્યક્તિ કે જે મારી જેમ કાઈક વિચારી શકે છે અને તે વિચારોને વ્યક્ત કરી શકે છે તે દર ધડાકે એક જ પ્રકારનો વિલાપ કરતો આવ્યો છે. આંતકવાદીને જડબાતોડ જવાબ દેવો જોઈએ, આ બધી જ પ્રવૃતિ સીમા પારની છે અને તેને રોકવા માટે અમેરીકા-ઇઝરાઇલ જેવી શખ્ત નિતી અપનાવવી જોઇએ, નેતાગીરી નમાલી છે વગેરે વગેરે . સામે પક્ષે મહાન ભારતના અતિ મહાન નેતાઓ પણ એક અગાઉ થી તૈયાર સ્ક્રિપ્ટ વાંચતા હોય તે રીતે એકની એક વાત બકી જતા હોય છે. અહી આ બધી જ વાત કોઈ એક પક્ષ કે સરકારને કેન્દ્ર સ્થાને રાખી નથી લખી તે ચોખવટ પ્રાથમીક તબક્કે જ કરી દવ. બધા જ પક્ષ અને બધી જ સરકાર વખતે આ જ નાટક ભજવાતુ આવ્યુ છે.

એક ખાલી આંતકવાદ જ શા માટે દેશની દરેક સમસ્યા વખતે આવું જ નાટક ભજવાતુ આવ્યુ છે . પણ અહી ખાલી આપણે આતંકવાદને જ કેન્દ્રમા રાખી વાત કરવાની છે. આખી વાત ને જો એક જ વાક્યમા કહેવી હોય તો “જ્યારે જ્યારે રાષ્ટ્રનિતી પર જ્યારે રાજનિતી હાવી થાય છે ત્યારે ત્યારે જે તે દેશની આ જ દશા થવાની” . હું કોઈ મોટો તત્વજ્ઞાની નથી કે નથી બહુ મોટો રાજનિજ્ઞ પણ આ વિષયને સમજવા, જેટલું સમજુ છુ જેટલુ જોયુ છે તેના આધારે હું આ કહી શકુ છું.

થોડુક ડીપમાં જઈએ તો આજથી ૬૦-૭૦-૮૦ વર્ષ પહેલા સુધી દેશ પ્રથમ હતો બીજી બધી જ વાત પછી આવતી. કોન્ગ્રેસ હોય, મુસ્લીમ લીગ હોય કે પછી જમણેરીઓ-ડાબેરીઓ હોય બધા માટે દેશ પહેલા બાકી બધુ પછી . કારણ બધાનો ટારગેટ એક જ હતો દેશની આઝાદી . જેવી દેશની આઝાદીનો સમય નજીક આવતો જણાયો એટલે તરત જ દેશ ટારગેટ માથી હટી ગયો અને સત્તા ટારગેટ બન્યું પરિણામ દેશના ત્રણ કટકા થયા અને લાખો લોકો પ્રભાવિત થયા. ભલુ થયું ભારતનું કે સરદાર પટેલ જે તે સમયે તે ને મળ્યા બાકી ગણ્યા ગણાય નહી તેટલા દેશોમાં આ દેશ વહેચાય જાત. (મારે માંગરોલ થી મુંબઈ સાસરે જવું હોત તો કેટલા દેશોને ઠેકવું પડેત ? :D) . સરદાર પટેલ આ કરી શક્યા કારણ કે તેનો ટારગેટ દેશની અખંડતા અને એકતા હતી તો સામે પક્ષે ચાચા નહેરૂ ગંભિર ભુલો કરતા ગયા કારણ કે તેનો ટારગેટ દેશ નહી પોતાની શાંતિદુત તરિકેની વૈશ્વિક છબીને બચાવવાનો હતો. ચીને પુંઠે લાત મારી ઘોર નિંદ્રા માથી જગાડ્યા ના હોત તો આ ચાચા હજી કબુતર ઉડાડ્યે જ રાખેત . શાસ્ત્રીજી કમનશીબ કે તેને એક એવી ધરોહર મળી કે જેને આગળ વધાર્યે જ છુટકો હતો. પાયામાં થયેલી ભુલો પર નવી ભુલોનું ચણતર કરતા રહ્યા. ઇન્દીરા ગાંધી ઉપર સત્તાનો નશો ના ચડ્યો હોત તો ભારત ૮૦ના દાયકા માં જ સુપરપાવર બની ગયુ હોત . તે એવી વ્યક્તિ હતા કે જેના ટારગેટ તેના માઇન્ડમાં ક્લિયર હતા. આ કરવું છે પરિણામ ગમે તે આવે, એટલે જ તો પાકિસ્તાન સામે યુદ્ધ કરી તેના બે ટુકડા કર્યા, અણુ ધડાકા કર્યા ઓપરેશન બ્લુ સ્ટાર વગેરે થઈ શક્યા. અહી વચ્ચે એક મુદ્દાની વાત લખવાની ભુલાઇ ગઈ ૧૯૬૫ સુધી માં જે દેશ ધર્મના નામે વહેચાયેલો હતો તે જ દેશ હવે ભાષા અને પ્રાન્તના નામે વહેચાયો. કારણ વિકાસનું ધરી ટારગેટ સત્તા ભોગવવાનું હતું. ઘણા વિદ્વાનો અમેરીકાનો દાખલો આપી કહે છે કે ભારતમાં ઓછામાં ઓછા ૫૦ રાજ્યો હોવા જોઈએ. હું ૧૦૦ % સહમત છુ કે નાના રાજ્યો હોય તો તેનો વહીવટ સરળ રહે અને વિકાસ જલ્દી જાય ઉદા. છત્તીસગઢ, પણ ભારતમાં ચુંટણી પ્રણાલી એવી છે કે નાના રાજ્યો રાજકીય અખાડો બનીને રહી જાય તેવી પુરતી સંભાવના રહેલી છે ઉદા. ઝારખંડ-ગોવા .

ઇન્દીરા ગાંધીની હત્યા પછી આખો દશકો ભારત વિચારશુન્ય નેતાગીરીના હાથમાં ભગવાન ભરોસે રહ્યું. આ એવો તબક્કો હતો જેમા લાભ કરતા લાંબાગાળાનું નુકશાન વધુ થયું. અત્યાર સુધી જે દેશ ખાલી ધર્મ અને ભાષા-પ્રાન્તના નામે વહેચાયેલો હતો તે હવે જાતીઓમાં વહેચાયો. સવર્ણ અને દલીત તો બરોબર પણ પછાત અને અતિ પછાત થવાની જાણે રેસ લાગી. આજની મોટાભાગની સમસ્યાને તપાસવામાં આવે તો તેનું મુળ અહી જોવા મળશે .

તમને થશે જાતીવાદ અને બોમ્બધડાકા વચ્ચે શું કનેકશન છે ? સિધા જ તાર જોડાયેલા છે. બોમ્બ ધડાકા રાજકીય નિષ્ક્રિયતા અને ઇચ્છાશક્તિના અભાવને લીધે થાય છે. ત્વરીત નિર્ણયશક્તિ અને પરિણામ ભોગવવાની તૈયારીના અભાવને લીધે થાય છે. દેશની-રાજ્યોની કમાન લગાડ લુચ્ચા લલ્લુ-પંજુઓ ના હાથમાં છે તેને લીધે થાય છે. આ બધા જ (અવ)ગુણો ધરાવતો કોઈ વ્યક્તિ પોતાની જાતિ ના જોરે સહેલાયથી ચુંટાય અવી શકે છે. રાજકીય પક્ષો પણ સારા વ્યક્તિને નહી જાતિય સમીકરણમાં કોણ ફીટ બેસે છે તેને જ ટીકીટ આપે છે કારણ પહેલો ટારગેટ દેશનો વિકાસ નહી સત્તા મેળવવી-ટકાવી રાખવી તે છે.

સામે પક્ષે જે તે જાતીના નેતાઓ પોતાનો વિકાસ કેમા થાય છે તે વાતને કેન્દ્ર સ્થાને રાખી રાજકીય પવન પ્રમાણે સઢ ફેરવતા રહે છે. જે તે પક્ષમાં જે તે વિસ્તારમાં પોતાની જાતી ની વસ્તિના આધારે કદ નક્કી થતુ હોય ત્યારે રાષ્ટ્રીય તો શું સ્થાનિક સમસ્યા સામે પણ કોણ નજર નાખે છે ? ઉદા. સાથે સમજાવું, ધારો કે એક મતવિસ્તારમાં ૧.૨૫ લાખ મતદાર છે . તેનો ઉમેદવાર નક્કી કેમ થાય ? તે નક્કી કરવાનું એક સાદુ ગણીત છે. ૧.૨૫ લાખ માથી મહત્તમ ૭૦ % મતદાન થાય એટલે કે ૮૭-૮૮ હજાર મત પડે . હવે ધારો કે X જાતી ના મતદાર ૬૦ હજાર છે તો તેના ૭૦ % લેખે ૪૦-૪૫ હજાર મત થાય તો આ એક ચોક્કસ જાતીને સાચવી રાખો એટલે મોટા ભાગે જે તે સીટ પાક્કી .

અમારા જેવા ગાંડા માણસો જ્યારે પણ આવી ડાહી ડાહી વાતો કરે છે ત્યારે ઘણા ચીંટીયો ભરી ને કહે છે, “ભાઈ રાજકારનમાં જાવ ને” ત્યારે શું જવાબ આપવો ? બોમ્બ ધડાકા થતા આવ્યા છે અને ભવિષ્યમાં થતા રહેશે . તિવ્રતા અને માત્રા જે છે તેના કરતા પણ વધતી જાશે. અંતે ભારતીય પ્રજા બહુ ફ્લેક્ષીબલ છે બધી જ સમસ્યાઓ વચ્ચે સમતા સાધી સદીઓ થી જેમ જીવતી આવી છે તેમ આ સમસ્યા ને પણ અપનાવી લેશે –અરે અપનાવી લીધી છે. જે પાયા પર આ ઇમારત ઉભી છે તે પાયા માં જ દોષ હોય ત્યારે પાડોશીને ગાળો ભાંડી શો લાભ ? વિચારવા જેવી વાત છે નહી.

-:સીલી પોઇન્ટ :-

મારો એક મીત્ર છે, તેના પપ્પા, કાકા-કાકી, મોટીબહેન-બનેવી, મોટોભાઇ-ભાભી, પોતે અને પોતાની વાઇફ, નાનોભાઈ અને તેની વાઇફ, કઝીન અને તેની વાઇફ એમ તેના ઘરના કુલ ૧૩ જણા સરકારી નોકરીયાત છે . બધુ મળી માસીક ૨.૫ થી ૩ લાખ સરકારના જમે છે છતા તે સરકારી ચોપડે અતિ પછાત છે. :O ખરેખર મેરા ભારત મહાન.


Thursday, August 25, 2011

સુબહ હોને કો હૈ...


માણસ એક એવું પ્રાણી છે જેણે સૃષ્ટીના બધા જ પ્રાણીઓ પાસે તેમની કોઈ ને કોઈ વિશિષ્ટતા મેળવી પોતાને બહેતર વધુ બહેતર બનાવતો આવ્યો છે અને આ રીતે તેણે પોતાનું વર્ચસ્વ જમીન-પાણી-આકાશ અને છેવટે અંતરીક્ષમાં પણ સ્થાપ્યું છે. પક્ષીઓ ની ઉડવાની કલા માથી તેણે પ્લેન બનાવ્યુ તો માછલીઓની તરવાની કળા માથી સબમરીન બનાવી. મધપુડા માથી પ્રરણા લઈ ઓછા ખર્ચમાં બહોળા બાંધકા આદર્યા તો ઉધઈ પાસે થી હાઇ-રાઇઝ મકાનો મેળવ્યા. પોલર બિઅર પાસેથી(તેના જ ભોગે) ઠંડીમા રહેવાની કળા શિખી તો ઊંટ પાસે થી ગરમીમાં રહેવાની. ટુંકમાં આપણે આજે જે સ્થિતીમાં છિએ તેમાં કોઈક ના કોઈક પગલે કોઈ ને કોઈ પ્રાણીની પ્રરણા જરૂર રહી છે.

હવે અહી સુધી બરોબર હતુ પણ જેમ દીવાળી-નવરાત્રી-ચોમાસુ સેલમાં અમુક જોયતી વસ્તુ સાથે અમુક ના જોયતી વસ્તુ ફ્રી આવે છે તેમ (હમણા હમણા વઘબકરી ચા વાળા ૧ કી. ચા સાથે લંચબોક્સ ફ્રી આપે છે ઘરમાં લંચબોક્સ રાખવાની જગ્યા નથી બચી.) સારી વાતો ભેગી નબળી ટેવો પણ સાથે જ આવી . લુચ્ચાઈ, ચાપલુસી, દગો, લાગ જોય વાર કરવો, રંગ બદલવો વગેરે . આ બધી ટેવો આંનુવંશીક રીતે બેવડાતી ગઈ એટલે જ સમાજએ સંમૃદ્ધી ની સાથે સાથે ક્યારેય ના જોયા હોય તેવા યુદ્ધો જોયા. અમુક લોકોમાં સારા લક્ષણો ભરેલા હોય તો તે સમાજ ઉપયોગી કામો કરે જ્યારે અમુકમાં નબળા લક્ષણો હાવી હોય તે આજના જેવા લુચ્ચા રાજકારણીઓ બની જાય છે.

અહીં સુધી તો બધાને ખબર હતી પણ, મારે ત્યાં જે કુતરો છે તે જર્મન સેફર્ડ અને પામેરીયનનું ક્રોસ બ્રીડ છે. કદ કાઠી તેની જર્મન સેફર્ડ જેવી, દેખાવ અને સ્વભાવ પામેરીયન જેવો છે. આ તો નશીબ સારુ બાકી જો પામેરીયની ચપળતા-ચંચળતા અને જર્મન સેફર્ડની આક્રમકતા-શરીર મળ્યુ હોત તો ? બસ આવું જ કાઇક લુચ્ચા અને દંભીની પ્રજાતીનું ક્રોસ બીડ થાય અને જે વર્ણસંકર પ્રજા પેદા તેના માટે કહી શકાય. આ વર્ણ-સંકર પેદાશ આજકાલ બહુ સક્રિય છે અને જેને આપણે બૌદ્ધીકોના નામે ઓળખીયે છીએ.

કોઈ પણ પ્રશ્ન આવે તો કા તમારો જવાબ પક્ષમા હોય કા તમારો જવાબ વિપક્ષમા હોય બહુ બહુ તો ખબર નથી એવો પણ હોય શકે, પણ આ કહેવાતા બૌદ્ધીકો પક્ષ-વિપક્ષની વચ્ચેની વંડી પર બેસી “આ પણ ખરાબ છે અને પેલુ પણ ખોટુ છે” તેવો ડિપ્લોમેટીક જવાબ આપતા ફરતા હોય છે. શરૂવાતમાં તો આપણને તેમના જ્ઞાન વિષે અહોભાવ થઈ પડે પણ જ્યારે બારીકાય થી તપાસીયે ત્યારે ખબર પડે કે આ તો “ગોલ-ગોલ માહે પોલ મ પોલ” જેવું છે. પેલી વંડી પર બેસી આ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે પરિણામ નજીક આવે અને ખબર પડે કે ક્યો પક્ષ જીતમાં છે એટલે તરત તેનો વંડી ઠેકી તેનો ઝંડો પકડી લવ.

અમુક બૌદ્ધીકો પાછા દરેક વાત ને વાયા એક જ રસ્તે લઈ જવા નો હઠાગ્રહ રાખતા હોય છે. તેમની ગાડીનો કોલકત્તા-દિલ્હીનો રસ્તો પણ વાયા ગાંધીનગર થઈ જતો હોય છે અને દિલ્હી થી જમ્મુ જવું હોય તો પણ તે આપણને ગાંધીનગર તો ઢસડી જ લાવે છે. જ્યારે અમુક દરેક પ્રશ્ન માટે “અત્યાર સુધી આમ ચાલતુ આવ્યું છે હવે બદલી ને શું ફાયદો” તેમ એક જ જવાબ ગોખેલો હોય છે ત્યારે કહેવાનું મન થાય છે કે, સાહેબ-મેડમ આપનો વંશ વારસો ના હોય તો અમને કોઈ વાંધો નથી અમારે તો છે અને બીજુ તમે એમ માનતા હો કે તમે જીવી લીધુ છે તો ભાઇ-બેન સાહેબ અમને તો જીવવા દો . રાજકારણીઓ ને બધા ઓળખી ગયા છે હવે સમય આવ્યો છે આ કહેવાતા બૌદ્ધીકોને ઓળખવાનો . આ એવી પ્રજાતી છે જે, “નિર્વિર્ય હોય તો લઘુશંકા કરી તેને વિર્યમાં ખપાવાનો પ્રયાસ કરશે.” (સોરી પણ આનાથી ઓછી ખરાબ કોઈ વ્યાખ્યા સુજતી નથી.) અને તેનાથી વિશેષ કાઇ કરી શકે તેમ પણ ક્યાં હોય છે ?

લોકપાલ-જોકપાલ કે પછી જન લોકપાલ વિષે મારે કાઇ જ લખવું નથી અને વાસ્તવિક રીતે હું તે વિષે લખી શકુ તેટલો મારી જાત ને સક્ષમ માનતો પણ નથી . મુદ્દો છે લોક શક્તિનો ભલુ થજો ગાંધીબાપુનું કે તેના રસ્તે ચાલી આપણને આઝાદી મળી (મારો આશય બીજા ક્રાન્તિવિરોને ઓછા આંકવાનો જરા પણ નથી.) ઇતિહાસમા જે સમયે જે શ્રેષ્ઠ હતુ તે થયુ અત્યારે તેને બદલી ના શકાય પણ આવનાર ભવિષ્ય માટે તેનો આધાર લઈ વર્તમાનમાં થોડા ફેરફારો ફાઇન-ટ્યુન તો કરી શકીયે કે નહી ? વિચારો તો ખરા જો નેતાજીની આઝાદ હિન્દ ફૌજ જીતી ગઈ હોત તો ? પાછળ થી જે લોકતંત્ર આવ્યુ તે બધુ જ બેઠ્ઠે બેઠુ થયુ હોત પણ વિરોદ્ધ સશસ્ત્ર જ થાય તેવી માનશીકતા આપણા બધ્ધામાં દ્રઢ થઈ ગઈ હોત કે નહી ? અને અત્યારે જે રામલીલા મેદાનમાં થાય છે તેની જગ્યાએ લીબીયાવાળી થતી હોત કે નહી ? વૈશ્વિક સ્તરે સમાજમાં આમુલ પરિવર્તન આવી રહ્યા હોય ત્યારે તેને આંખ મીંચીને નજર અંદાજ કરવાની ભુલ ના કરાય . પણ ભારતના રાજકર્તાઓમાં આટલી બુદ્ધી હોત તો તો શું જોયતું તું.

તે લોકો જે સંસદીય લોકતંત્રની દુહાઇ આપે છે અને તેની જ આડમાં પોતાની મનમાની કરે છે તે ભુલી રહ્યા છે કે આ એજ પ્રજા છે જેણે ૬૪ વર્ષ પહેલા નિત્યસુર્ય એવી બ્રિટીશ મહાસત્તાને હલબલાવી નાખી હતી. હવે અહી પાછા બૌદ્ધીકો એવો તર્ક આપશે કે તે તો વિશ્વયુદ્ધ માં પાયમાલ થયા એટલે ભારતને મુક્ત કર્યું . સાહેબ માગ્યા વગર માં પણ ના આપે અને આ તો ગોરાઓ હતા શું એમ નેમ સામે ચાલી ને સોનાની ખાણ આપણને સોપી દે ? પ્રજાશક્તિનો પરચો આજે આખ્ખુ વિશ્વ જોય રહ્યુ છે તેમાં ભારતનો દાખલો યુનિક છે . લાખો લોકો પોતાનો આક્રોશ શાંતિ પુર્ણ રીતે વ્યક્ત કરતા હોય તે જ યુનિક નથી તો બીજુ શું છે ?

છેલ્લે કોણ સાચુ છે કોણ ખોટુ છે કોને ક્યો સ્વાર્થ છે ક્યું લોકપાલ સાચુ છે સારુ છે તે બધ્ધી જ ચર્ચા પોત પોતાને સ્થાને છે પણ આજે સમગ્ર દેશની પ્રજામાં ઉંડે ઉંડે સવારની આશા જન્મી છે. કેટલાય સમયથી સહન કરતી આવતી પ્રજા કોઈ દુ:સ્વપ્ન માથી સફાળી જાગી ગઈ હોય તેવો માહોલ છે . જો સવાર હજી ના થઈ હોય તો એટલી પણ વાર નથી કે પાછા ઉંઘી જાયે . અત્યારે પાછા ઉંઘી જાશુ તો શક્ય છે કે પાછા સમયસય ઉઠી ના પણ શક્યે . બસ એક જ વાત….. “હારે ગા તુ હર બાઝી જબ ખેલે હમ જી જાનશે “ .

-: સિલી પોઇન્ટ :-

કહેવાતા અમુક બૌદ્ધીકોની વાતો “નિર્વિર્ય વ્યક્તિના મુત્ર વિસર્જન બરોબર હોય છે ફળશ્રુતિ કાઇ ના હોય છતા જે તે વ્યક્તિને વિસર્જનનો આનંદ પણ મળી રહે “ ઉદા. પ.પુ.ધ.ધુ ૪૨૦-૮૪૦ ડોગી મહારાજ .

બીજુ, વધુ પડતા આવેગને લીધે મન વિચલીત થવું સામાન્ય છે અને જ્યારે મન વિચલીત હોય ત્યારે વિષયની સિમારેખામાં રહેવું મુશ્કેલ છે એટલે ઉપરોક્ત પોસ્ટમાં વારે વારે વિષયાંતર થયેલુ છે . આશા રાખુ છુ મારા કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો.

Thursday, August 18, 2011

અર્થકારણ

ધો.૧૨ માં આવ્યો ત્યારે પહેલો નિર્ણય ઇકોનોમીક્સ (અર્થશાસ્ત્ર)ની જગ્યાએ આંકડાશાસ્ત્ર ઓપ્સનલ વિષય તરીકે પસંદ કરવાનો લીધો. કારણ ના મુળની વાત કરૂ તો ધો.૯ થી જ્યારથી અર્થશાસ્ત્ર ભણવામાં આવ્યું ત્યારે તેના વિષય શિક્ષક ડઢાણીયા સર હતા અને તેની શૈલી સાથે હું ક્યારેય ગેર મેળવી શક્યો ના હતો. હું સંશોધનમાં માનનારો જીવ “આ આમ કેમ છે અને ક્યા કારણો થી છે “ તે જાણ્યા વગર કાઇ પણ સ્વિકારૂ નહી . ત્યારે બધા કહેતા કે “બોર્ડવાળા ને કહી આ શાહ માટે નવો જ અભ્યાસક્રમ બનાવડાવ્યે.” પણ જે વાત મને ગળે ના ઉતરે તેનો અસ્વિકાર કરવાનો મને પુરતો હક હોવો જોઇએ તેવું હું ત્યારે માનતો અને આજે પણ માનુ છું. અને એટલે જ તેઓ શ્રી જે મેથડ થી ભણાવતા તે મને સ્વિકાર્ય ના હતી અને છેવટે ભોગ લેવાતો અર્થશાસ્ત્રના માર્કનો. લગભગ દરેક પરિક્ષામાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ના પ્રશ્નો તરફ હું નજર પણ ના નાખતો. પરિસ્થિતી એવી ઉભી થાતી કે મારે સમાજશાસ્ત્રમાં હંમેશા ૫૦ માથી જ ૩૫ લાવવાના રહેતા. ધો.૧૦ માં પણ એવું જ થયેલુ અને ૫૦ માથી જ ૩૭ માર્ક આવેલા.

ધો.૧૧ માં જ્યારે ધરાર કોમર્સ લેવાનો વખત આવ્યો ત્યારે સૌથી મોટી ઉપાધી અર્થશાસ્ત્રની થઈ અત્યાર સુધી તો નાગરીક-ભુગોળના પિઠબળ થી સમાજશાસ્ત્રમાં નિકળી જતો અહી તો પુરા ૩૫ કોઈ પણ જાતના પિઠબળ વગર લાવવાના થયા. બીજુ આ વિષય મારા એકદમ નજીકના સ્વ.કાકા લેતા એટલે બે વર્ષની સખ્ત કેદની સજા પડી હોય તેટલો ત્રાસ થતો. બીજા કોઈ નો પિરિયડ હોત તો તો ક્યારનો બંક મારી દીધો હોત પણ આ ના ભરૂ તો હું ઘરે ના પહોચું તે પહેલા મારી ફરીયાદ ઘરે પહોચી ગઈ હોય . મને જેટલો ભણવાનો ત્રાસ થતો એટલો જ સ્વ.કાકાને ભણાવવાનો ઉત્સાહ. ક્યારેક કોઈ કારણ સર હું સ્કુલે ના ગયો હોય (મોટાભાગે આ કારણમાં રાતના ઉજાગરાને લીધે સવારે ઉઠાણૂ ના હોય તે જ હોય) તો તેઓ શ્રી રિસેશ મા ઘરે આવી બોલાવી જતા. તેમના આ નિશ્વાર્થ પ્રયાસો મને પડ્યા ઉપર પાટુ જેવા લાગતા અને આ જ કારણે મે ધો.૧૨ માં આવતાની સાથે જ પહેલો પ્રયત્ન અર્થશાસ્ત્રથી છુટવાનો કર્યો.

પણ વિધીને કાઇક બીજુ જ મંજુર હતું સ્વ.કાકા ને પોતાનો ચિ.ભત્રીજો અર્થશાસ્ત્રથી આમ ભાગે તે કોઈ હિસાબે મંજુર ના હતું અને એટલે જ તેમણે પપ્પાને કહી અર્થશાસ્ત્ર જ રખાવા દબાણ કરાવ્યું. આ દબાણ જ્યારે ચરમસિમાએ પહોચ્યું ત્યારે મે પપ્પાને કહ્યુ કે હું અર્થશાસ્ત્રમાં પાસ નહી થઈ શકુ ત્યારે તેમણે સમજાવ્યો, “કોઈ વિષયનો અભ્યાસ કર્યા પહેલા જ તું આમ કેમ નક્કિ કરી શક. ક્યારેક પરિસ્થિતીઓ આપણે ધાર્યે તેટલી મુશ્કેલ પણ નથી હોતી એટલે થોડાક સમય જો ના ફાવે તો પાછળ થી કાઇક કરીશું.
પછી.. પછી શું ધો.૧૨ માં સૌથી વધુ આત્મવિશ્વાષ થી મે અર્થશાસ્ત્રનું પેપર ભર્યુ હા નામા કરતા પણ મને અર્થશાસ્ત્રના પેપરમા વધુ માર્ક આવવાની આશા હતી.

આ બધુ આજે વાગોળવાની જરૂર એટલે પડી કે કાલે રાત્રે અકસ્માતે મારી મુલાકાત શ્રી સુકુમાર ત્રીવેદી સાથે થઈ ગઈ . વાદ-વિવાદનું પરિણામ અંતે હુંફાળા સંવાદમા પરિણામ્યુ અને મારા ગમતા વિષય અર્થશાસ્ત્ર પર રાત્રે ૧૨ વાગ્યે તેઓ શ્રી એ ચર્ચા કરી અને પોતાના બ્લોગની લીંક પણ આપી. http://sukumarmtrivedi.com/?p=40 (પહેલો ભાગ લેખનો) http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=318877 (બીજો ભાગ લેખનો) . આ વિષય પર હું તેઓશ્રી જેટલુ ઉંડણ પુર્વક તો લખી નથી શક્તો પણ હું જેટલુ સમજુ છુ અને જાણૂ છુ તેટલો લખવાનો પ્રયાસ કરીશ.

પોસ્ટની શરૂવાતમાં જ મે જે શબ્દ લખ્યો “અર્થકારણ” તે અર્થશાસ્ત્ર અને રાજકારણ ને જોડીને બનાવેલ છે. આજે મોટાભાગના દેશો પોતાની આર્થીક નિતી આ શબ્દને ધ્યાનમાં રાખી નક્કી કરે છે. દર ૪-૫ વર્ષે આવતી ચુટણી નિતિવિષયક નિર્ણયો પર હાવી થતી જોવા મળે છે. તેનું પરિણામ દેશની લાંબાગાળાની આર્થીક પરિસ્થિતી પર પડે છે . અમેરિકા-યુરોપમાં શું થયુ તે તેઓશ્રી એ ઉપરોક્ત બન્ને લેખમાં કહી ચુક્યા છે ભારતના સંદર્ભમા અહી લખવાનો પ્રયાસ કરીશ. ૧૯૪૭ માં આઝાદી મળી ત્યારથી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી કોઈ નક્કર દીશા જ નક્કી થયેલી ના હતી . ભાગલાની કળ હજી વળી ના હતી અને નેહરૂ કબુતરો ઉડાડવા માંથી ઉચા આવતા ના હતા તેમા ચીન સાથે નું યુદ્ધ. પહેલો નિતિ નિર્ધારણ કરતો નિર્ણય શાસ્ત્રીજી એ “જય જવાન જય કિશાન” નો નારો આપી કર્યો. દેશની મોટાભાગની અર્થ વ્યવસ્થા જેના ઉપર આધાર રાખે છે તે કૃષીના વિકાસ માટે નક્કર પગલા લેવાની જરૂરિયાત છે તેવું જણાયું પણ અફસોસ કે રાજ્યોના પોતાના (જુદા થવાના) રાજકારણમાં આ બધુ ફસાયને રહ્યુ અને ગ્રાસરૂટ લેવલ સુધી પહોચી ના શક્યું . તેના પછી આવનાર ઇન્દીરાજી એ જે ઓદ્યોગીક દીશા નિર્દારણ કરી તે આવી હતી “તમે દેશમાં ગરીબી ના હટાવી શકો તો કાઇ નહી અમીરોની સંખ્યા ઘટાડી દો એટલે સમતા આવી જાશે.” મોરારજી સરકાર તરફથી થોડો આશાવાદ હતો પણ તેઓ દેશની ચિંતા કરતા સરકાર બચાવવાની ચિંતામાં વધુ વ્યસ્થ રહ્યા . રાજીવ સરકારે થોડા પાયાના કામો કર્યા પણ લોકો સાચા સપના નરસિહા રાવ સરકારથી જોતા થયા. અને પછી ની બદ્ધી જ સરકારે તે નિતી આગળ વધાર્યે જ છુટકો હતો.

આ તો થઈ ભુતકાળની વાત હવે વર્તમાન પર આવ્યે. આ બધી જ નિતીઓ જે તે સમયે લેવાઈ તો છે આર્થીક સમસ્યાઓ માટે પણ તેની પાછળની રાજકીય મનશા ને લીધે ધાર્યુ પરિણામ આપી શકી નથી . ૯૦ નાદશકા માં જ્યારે પાઘડીનો વળ છેડે

રાસ્ટ્રીય ગ્રામીણ રોજગારી ધારો જે ને નરેગા કે પછી મનરેગા એવા નામે આપણે જાણીયે છીએ. આ ધારા મુજબ અમુક માપદંડ ના વ્યક્તિઓ ને વર્ષમા અમુક દિવસોની રોજગારી અરે રોજગારી શું મફ્તમા પગાર આપવાની જોગવાય છે. અને જો કામ કરવાનું જ હોય તો મોટે ભાગે બીન-ઉત્પાદકીય કામ જે રાહતકામ વખતે કરવાના હોય તેવા કરવાના હોય છે. હવે મારા એરીયાની જ વાત કરૂ તો માંગરોળ-કેશોદ-વેરાવળ-માળીયા-માધવપુર-પોરબંદર તાલુકાઓ ખેત ઉત્પાદન અને તેને સાથે સંકળાયેલા નાના પ્રોસેસીંગ યુનિટ ઉપર નિર્ભર છે . ખેતિની જમીન એટલા નાના ટુકડામાં વહેચાયેલી છે કે મશીનરી વસાવવી પોસાય નહી અને સામે યુનિટો પણ નાના નાના હોય ઓટોમેશન નો સવાલ જ ઉભો નથી થતો. ૮૦ % કામ મજુરો આધારીત હોય છે . આ નરેગા એ એવું તો બુચ માર્યું છે કે આજ થી ૨-૩ વર્ષ પહેલા જે ખેત મજુર ૩૦ થી ૮૦ રૂપિયા પ્રતિ દીવસ સુધી માં મળતા તે અત્યારે ૨૦૦-૨૫૦ સુધી માં પણ માંડ માંડ મળે છે. તો સામે યુનિટોમાં કામ કરતા વર્કરો ૫૦ થી ૧૨૫ પ્રતિ દિવસ સુધીમાં મળતા તે આજે ૩૦૦-૩૫૦ સુધીમાં માંડ માંડ મળે છે. હવે વિચારો આ બધાની સિદ્ધી જ અસર પ્રોસેસીંગ કોસ્ટ પર પડવાની અને ભાવ-વધારો થવાનો . એક ચુટણી જીતવાના ઇરાદા થી પુર્વગ્રહ યુક્ત લિધેલુ પગલુ કેટલુ મોંઘુ પડે છે અત્યારે ?

પાઘડીનો વળ છેડે આવે તે પહેલા અર્થશાસ્ત્રને રજકારણથી જુદુ પાડવામાં આવે તો સારૂ છે બાકી જેવી પ્રભુ ઇચ્છા.

સિલી પોઇન્ટ:-

મારી જીદ્દ સામે પપ્પા ઝુકી ગયા હોત અને અર્થશાસ્ત્રની જગ્યાએ આંકડાશાસ્ત્ર લેવા દીધુ હોત તો… ? તમે આ પોસ્ટ વાંચવાથી બચી જાત . :D

Friday, August 5, 2011

…ને આંખ ઉઘડી ગઈ – લઘુ કથા

મીત્રો આમ તો વાર્તા ઇ મારી લેન નહી છતા ક્યારેક મીત્રોના આગ્રહ વશ ઘસી કાઢુ છું. લગભગ સાડા ત્રણ-પોણા ચાર વાર્તાઓ લખી છે અને તેમા શરૂની એક ડોઢતો રીતસરની ઘસી જ છે. છતા તે મારૂ સર્જન છે એટલે તેને પણ તમારી સામે રજુ કરીશ જેથી તમને ખબર પડે કે હું કેટલુ ખરાબ લખી શકુ છું.

આજે જે વાર્તા અહી પોસ્ટ કરૂ છુ તે "રજનીભાઈ" ના આગ્રહ ને લીધે લખી છે. એટલે જે કાઈ પણ સજા આપવાની હોય તે તેને આપવી જેની જાહેર નોંધ લેવી.

ને આંખ ઉઘડી ગઈ – લઘુ કથા

ઓફીસનું ત્રાસદાયક કામ માંડ માંડ પુર્ણ કરી અવિનાશ ઘર તરફ જવા જ નિકળતો હતો ત્યાં જ ટેબલ પર પડેલા ફોનની ઘંટડી રણકી ઉઠી. એક સેકન્ડ માટે તો થયુ કે ફોન ઉઠાવવો જ નથી ચુપચાપ નિકળી જાવ પણ પછી બીજી જ સેકન્ડે મગજમાં જબકારો થતા ફોન ઉઠાવી લીધો. સામે થી ચિર-પરિચીત અવાજ આવ્યો, “મી.અવિનાશ કમ ઇન ટુ માય કેબીન”. મેનેજરે પોતાને તેની કેબીનમાં બોલાવ્યો છે એટુલુ સમજતા જ તેને થયુ કે એક વધુ દીવસનો અંત મહાભારતના સાથે થશે.

“મે આઈ કમ ઇન સર ?” મેનેજરની કેબીનનો દરવાજો ખોલતા જ વિનય સાથે અવિનાશ બોલ્યો, વ્યવહારુતા વચ્ચે ’રીસ્પેક્ટ’ ની બાદબાકી તેના અવાજમાં જણાય આવતી હતી. “કમ ઇન મી.અવિનાશ, મે તમને શા માટે બોલાવ્યો છે તેનો અંદાજો તો તમને આવી જ ગયો હશે. શું વિચાર્યું છે તમે ?” ગોળ-ગોળ વાતમાં સમય બગાડ્યા વગર મેનેજરે પોતાની આદત મુજબ સિદ્ધા જ મુદ્દા પર આવી ગયા. “સર ફેમીલી સાથે ચર્ચા ચાલુ જ છે, એક બે દીવસમાં જવાબ આપી દઈશ.” અવિનાશે સંકોચાતા મને જવાબ આપ્યો. “લુક મી.અવિનાશ તમારી પાસે બીજો કોઈ ઓપશન નથી એટલે બનતી ત્વરાએ જવાબ આપી દો તો સારૂ છે કારણ કે તમારા સિવાય પણ ઘણા બધા લોકો લાઈનમાં છે પણ તમે ખુબ સિનિયર છો એટલે પહેલો ચાન્સ તમને મળે છે. તમે તો મારી પરિસ્થીતિ સમજી શકો છો.” મેનેજરે સીધુ અને સટ જણાવી જ દીધુ. “જો તમે કાલ સાંજ સુધીમાં જવાબ નહી આપો તો મારે ના છુટકે મારી રીતે જવાબ ઉપર મોકલી દેવો પડશે, યુ કેન ગો નાવ.” મેનેજરે અવિનાશને આગળ કાઈ બોલવા જ ના દિધો અને પોતાનો નિર્ણય જણાવી દીધો.

ઓફીસથી નિચે ઉતરતા સુધીમાં તો અવિનાશના મગજનો કબજો વિચારોના ગુચવાડાએ લઈ લિધો હતો.૧૫ વર્ષ થી જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની એ અચાનક જ પોતાની આ બ્રાન્ચ બંધ કરી દીધી. આમ તો મોટા ભાગના કર્મચારીઓ ના રાજીનામા ગયા ડિસેમ્બરમાં જ લઈ લીધા હતા. તેમાથી ઘણા ને તો રજા પણ આપી દીધી હતી પણ વહીવટી કામ પુર્ણ ના થાય ત્યાં સુધી અમુક લોકોને હજી ચાલુ રાખ્યા હતા તેમા અવિનાશ પણ હતો. ૪૦ વર્ષની ઉમરે બીજુ કામ શોધવા જવાની ચિંતા તેને છેલ્લા છ મહીનાથી સતાવતી હતી તેમાજ કંપની તરફથી ઓફર મળી કે અવિનાશ ઇચ્છે તો તેને દિલ્હિ સ્થિત કંપની ની હેડ-ઓફીસમાં જોબ મળી જશે. અવિનાશ ની ચિંતા પળ ભર માટે તો ઓસરી જ ગઈ પણ બીજી જ પળે નવી મુશ્કેલી સામે આવી ઉભી રહી… “મમ્મી નું શું થાશે ?” પોતે ત્રણેય ભાઈઓ માં નાનો હોવા છતા મમ્મીની જવાબદારી પોતે પોતાને માથે લીધી હતી. ભાઈઓ એ તો કહ્યુ જ હતુ કે ચાર-ચાર મહીના ત્રણેય ભાઈઓ જવાબદારી(?) વહેચી લઈએ ત્યારે અવિનાશે જ કહ્યુ હતું આ જવાબદારી નહી ફરજ છે અને હુ તે ખુશીથી ઉપાડી લઈશ. આ વાત સાથે જોકે ગ્રીષ્મા તેની પત્નિ પણ સહમત હતી પણ જ્યારે જોબમાં અનિશ્ચીતતા આવી ત્યારે એકાએક તેનુ પણ મન ફરી ગયું.

દિલ્હી જેવા કેપિટલ સીટીમાં બે જણાનું તો માંડ-માંડ પુરૂ થાય ત્યારે આ બાજુ તો બબ્બે છોકરાઓ ને ભણવવાના પણ હતા. ઉપરાંત ૭૦-૭૫ વર્ષના મમ્મી પણ સાથે. ગ્રીષ્માએ ઘણી વખત અવિનાશને કહ્યુ કે તમે આટલા વર્ષ મમ્મીને સાચવ્યા તો હવે બીજા ભાઈઓને કહો કે થોડીક જવાબદારી(?) ઉપાડે ત્યારે અવિનાશ એટલુ જ કહેતો કે આ જવાબદારી નથી ફરજ છે અને તે મે મારી જાતે જ ઉપાડી છે એટલે હવે હું તેમને કાઈ પણ કહી ના શકું. આ જ બાબતે વખતો વખત તણખા જરી જતા. મમ્મી જ્યારે આ સાંભળતા ત્યારે એટલું જ કહેતા કે, “બેટા તમે સુખેથી જાવ અને તમારૂ જીવન જીવો મારે હવે કેટલા વર્ષ જીવવાનું, બાકી ના વર્ષ હું કોઈ પણ વુદ્ધાશ્રમમાં કાઢી નાખીશ.” આટલુ બોલતા જ તેની આંખો ભરાય આવતી.

વિચારો માં વિચારોમાં પોતે ક્યારે સોસાયટી ના નાકે પહોચી ગયો તેની તેને ખબર પણ ના પડી. ડોરબેલ વગાડી તો અંદર થી અવાજ આવ્યો, “આવું છુ” થોડી જ વારમાં દરવાજો ખુલતાની સાથે પ્રશ્નનો મારો થયો, “આજે પાછુ મોડુ થયું ? એટલુ તે શું કામ હોય છે ? શું કહ્યુ દીલ્હી જવા માટે ? ક્યારે જવાનું છે ?”. “મને અંદર આવવા દઈશ કે બધુ અહી જ પુછી લેવું છે ?” ગુસ્સામાં અવિનાશથી ઉચા અવાજે બોલાય ગયું. “હવે બીજાનો ગુસ્સો મારા પર ના કાઢો, મને પણ ખબર છે કે ઘરમા જ્યા સુધી આ પનોતી બેઠી છે ત્યાં સુધી કાઈ થવાનું નથી.” “ગ્રીષ્મા, તને ખબર છે તું કોના વિષે શું બોલે છે ? તે મારા મમ્મી છે અને તારા સાસું ખબરદાર હવે તેના વિષે કાઈ પણ એલફેલ બોલી છે તો.”ગુસ્સામાં અવિનાશનો અવાજ વધુ ઉંચો થઈ ગયો. “હા-હા ખબર છે તમારી મા છે, પણ તમે જ કહો કોઈ મા પોતાના દીકરાની ઉન્નતીની વચ્ચે આવે ?” ગ્રીષ્માનો વેધક પ્રશ્ન અવિનાશને ચુપ કરાવા માટે બસ હતો. અવિનાશ ચુપ-ચાપ બેડરૂમમાં જતો રહ્યો. હજી તો તે માંડ ફ્રેસ થયો હશે ત્યાં તો બેડરૂમના દરવાજે ટકોરા પડ્યા, “બેટા હું અંદર આવું ?”, “ઓહ મમ્મી આવને અંદર” આટલુ જ બોલતા અવિનાશે મમ્મીનો હાથ પકડી તેને અંદર લઈ આવ્યો. “જો બેટા ઘણી વાર કહી ગઈ છુ અને આજે ફરી વખત કહું છુ મને કોઈક આશ્રમમાં મુકી તમે બદા ખુશીથી દિલ્હી જાવ. તું મારા માટે તારુ અને તારા પરિવારનું ભવિષ્ય શા માટે બગાડે છે. અને જો ત્યાં બધુ સેટ થઈ જાય તો પાછળથી એક-બે વર્ષે હું ક્યાં નથી આવી શકતી.” “ના મમ્મી એવું નથી બધુ જ સમુસુતરૂ થઈ જાશે તું ચિંતા ના કર”.

બધુ સમુસુતરૂ થઈ જાશે આટલું અવિનાશે બોલતા તો બોલી નાખ્યુ પણ તેને પણ ખબર હતી કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો. એક તો મંદીનો સમય અને તેમા હરીફાઇ પોતે ચાલીસીમા પહોચેલ, પોતાને નવી જોબ પણ કોણ આપે ? પોતાની જ સાથે કામ કરતા કેટલાય લોકોને ભુખે મરવાના દીવસો આવ્યા છે જે તે પોતાની સગી આંખે જુવે છે. જો પોતે કંપનીની ઓફર ફગાવી દેશે તો કદાચ પોતાના પણ આવા જ દીવસો નક્કિ જ હતા. તો સામે પક્ષે મમ્મીને પણ કેમ એકલી મુકવી. પોતાના ભાઈઓ તો પહેલાથી જ આ “જવાબદારી” માથી છુટવા માગતા હતા. “હવે અહી જ બેસી રહેવું છે કે જમવા આવવું છે” ગ્રીષ્માના અવાજમાં કટુતા રતિભાર પણ ઓછી થઈ ના હતી. “આવું છુ” કહી અવિનાશ લાંબી ચર્ચા ટાળવા બહાર નિકળી ગયો.

જમ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા ક્યારે ઉંઘ આવી ગઈ તે ખબર ના પડી, ઉંઘ મા જ કાઈ ખખડાટ થયો હોય તેવું લાગ્યું. જીણવટથી સાંભળ્યુ તો તે ખખડાટ નહી પણ પોતાનો અને ગ્રીષ્માનો કકળાટ હતો. ગ્રીષ્મા જોર જોર થી મમ્મીને જેમ ફાવે તેમ કહેતી હતી. મમ્મી ચુપચાપ બધુ સાંભળતી હતી. બીજુ કાઈ કરી પણ શું શકે ? અચાનક મમ્મી જમીન પર ફસડાઈ પડી, તરત જ મમ્મીનું માથુ પોતાના ખોળામાં લઈ અવિનાશે ગ્રીષ્માને એબ્યુલન્સ બોલાવા માટે બુમ પાડી. મમ્મીએ કણસતા અવાજે કહ્યું “બેટા તેની જરૂર નથી, કોઈ મા પોતના સંતાન માટે કોઈ દીવસ પનોતી હોય ના શકે. તારી મુંજવણ દુર કરવા જ મે ઝેર લઈ લીધુ છે મારા મર્યા પછી તમે સુખેથી દિલ્હી જજો, મારા આશીર્વાદ તમારી સાથે જ છે.” આટલા શબ્દો સંભળાતા જ અવિનાશ પથારી માથી સફાળો જાગી ગયો. પરસેવે રેબ-જેબ દોડતો દોડતો પોતાના રૂમ માથી બહાર નિકળી સિધો જ મમ્મીના રૂમમાં ગયો. મમ્મીને સમી-સાજી જોય પહેલા તો હાશકારો થયો અને બીજી જ પળે મનોમન નિર્ણલ લઈ લીધો.

“કેમ જાગી ગયા ?” ગ્રિષ્માએ અવિનાશને જાગેલો જોય પ્રશ્ન કર્યો. “જાગ્યો નથી મારી આંખ ઉઘડી ગઈ”. આવિનાશ આટલુ બોલી બાથરૂમ તરફ જતો રહ્યો.

બીજા દીવસે ઓફીસે જતાની સાથે જ તેણે મેનેજરને પોતાનો નિર્ણય જણાવી દીધો. “સોરી સર હું દિલ્હી નહી જઈ શકું. મને એક દીકરા તરીકેની ફરજ દીલ્હી જતા રોકે છે તમે મારી જગ્યાએ બીજા કોઇને પણ મોકલી શકો છો.” અવિનાશના શબ્દોમાં આજે એક અનેરી ખુમારી હતી અને મેનેજરના ચહેરા પર અવિનાશ તરફનું માન બમણૂ છલકાતુ હતું.

સમાપ્ત

-: સીલી પોઇન્ટ :-

મે વાર્તા લખી એનાથી વિસેષ શું સીલી પોઇન્ટ હોય. :D