છેલ્લા કેટલાક સમયથી હું મૃત્યુને બહું નજીકથી જોવ છું. સાયન્સ જ્યારે તેની બુંલંદી પર છે ત્યારે ઇશ્વરીય શક્તિ સામે આ એક જ શબ્દ તેને વમણો કરી દે છે. હા મને સાયન્સ પર ૧૦૦ % ભરોસો છે. એટલે જ તો કોઈ પણ વાત સ્વિકારતા પહેલા હું તેને સાયન્સની દ્રષ્ટિએ ચકાશું છું.
ભાભીને જ્યારે પહેલી વાર કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ઘરમા નિરાશાની સ્થિતી હતી. ત્યારે પણ હું અને મારો મોટો ભાઈ એમ જ માનતા હતા કે મેડીકલ સાયન્સ આજે એટલુ વિકસી ગયું છે કે કેન્સરની સારવાર શક્ય છે. ઉદાહરણ પણ સામે હતા જ. થયું પણ એવું માત્ર ૬ મહિનામા કેન્સર ક્યોર થઈ ગયું. મેડીકલ સાયન્સ ઉપર ભરોસો બમણો વધી ગયો. પણ....
પણ હું ભુલી ગયો હતો કે મેડીકલ સાયન્સથી ઉપર પણ એક ઓથોરીટી છે.. જે બધા જ જીવોનું નિયમન કરે છે. તેણે એક જ શબ્દથી બધા જ જીવો ને પોતાના આધીન રહેવા મજબુર કર્યા છે. એક વર્ષ પછી ભાભી ના કેન્સરે ફરી ઉથલો માર્યો. ઘણી સારવાર કરી પણ વ્યર્થ. આજે તે અંતિમ અવસ્થામા છે. ત્યારે એક જ વિચાર આવે છે. જો આ મૃત્યુ નામની કોઈ ચીજ ના હોત તો ? શું આપણે ઇશ્વરીય શક્તિને આધીન થઈ જીવતા હોત ? કદાચ ના. જીવન શું છે.. જન્મ થી મૃત્યુ સુધી ની યાત્રા.
હે ઇશ્વર હવે આવી ભુલ નહી થાય... તારી શક્તિને આકવાની જે ભુલ કરી છે તે માટે બસ આ વખતે ક્ષમા કરી દે.. કદાચ બહુ મોડુ થઈ ગયુ છે.
ભાઇ,
ReplyDeleteસૌ પ્રથમ તો જ્યારે પણ કોઇપણ મિત્રને મૃત્યુ નજીકથી જોવાનો સમય આવે ત્યારે દિલમાં એક અજંપો થાય અને શબ્દો તો મળે જ નહિ.........કે શું કહેવું?
કેન્સર હજુ પણ એક ખતરનાક શબ્દ તો છે જ.
અને હા, ભાઇ, સાચે જ ભગવાન એ તો સૌથી પરે શક્તિ છે. તેની શક્તિ પ્રેમનો વિચાર કરવા માટે પણ આપણે વામણા છીએ , પણ નાના નાના પણ તેના બનીએ તો આપણે સરની તીરી છીએ..:)) જે એક્કાને પણ મારી દેશે.
મારી ખુબ ગમતી પંક્તિ કહીશ તમને -
હું નાનો છું, અધુરો છું પણ તારો છું એ ગર્વ મને,
તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર્વ બને.. :))ખરેખર....
mrutyu sasvat satya chhe.koi na baap ni takat nathi ke ene roki shake. mrutyu ne swakarvu farjiyat chhe.mrutyu thiee koiye ghabhravwu nahi
ReplyDelete