Tuesday, September 15, 2009

"પ્રેમ" -પવિત્રતા,પારદર્શકતા,પાત્રતા.

પ્રેમની વ્યાખ્યા શું ? જવાબ આપવા માટે હું મારી જાતને અસમર્થ ગણૂ છું. કદાચ પ્રેમ એટલો વિશાળ શબ્દ છે કે તેને કોઈ એકાદ વ્યખ્યામા વર્ણવી ના શકાય. હા તેના તત્વો વિષે ચર્ચા જરૂર કરી શકાય. કોઇ મને પુછે કે પ્રેમના કેટલા પ્રકાર ? તો હું સામે પ્રશ્ન કરૂ છુ, શું પ્રેમને પ્રકારોમા વહેચવો શક્ય છે ? બે પ્રેમ વચ્ચે તફાવત કઈ રીતે પાડી શકો ? ક્યો પ્રેમ ઉચો કે નીચો કે વધુ મહાન તે કેમ નક્કી કરવું ? હું તો આવા ભાગાકાર કરવા માટે અસમર્થ છું. મારા મતે તો પ્રેમ એટલે પ્રેમ. બીજુ કાઈજ નહી. દરેક પ્રેમ અનન્ય છે, નાતો તેની તુલના કરવી શક્ય છે કે ના તો તેનુ પ્રમાણ માપવું શક્ય છે.

હા,પ્રેમમા અતિ જરૂરી એવા ત્રણ તત્વોની ચર્ચા કરી શકાય. આ તત્વોને પ્રેમનો આધાર સ્તંભ પણ કહી શકો. તે પછી માતા-પુત્રનો પ્રેમ હોય કે પતિ-પત્નિનો. મીત્રો વચ્ચેનો પ્રેમ હોય કે વાચક-લેખકનો. દરેક વખતે માત્રા જુદી હોય શકે, તિવ્રતા જુદી હોય શકે પણ તેને આધાર આપવા ત્રેણ તત્વોતો જરૂરી છે જ. પવિત્રતા,પારદર્શકતા અને પાત્રતા. જો આ ના હોય તો પ્રેમને નિભાવો બહુ કઠિન છે અને કષ્ટદાયક પણ ખરો.

પવિત્રતા :- કદાચ પ્રેમનો સૌથી નજીકનો સમાનાર્થી શબ્દ પવિત્રતા ગણી શકાય. જ્યાં પવિત્રતા હોય ત્યાં પ્રેમ હોય જ. પણ દર વખતે પ્રેમમા પવિત્રતા હોતી નથી. કદાચ પ્રેમભંગ થવાનું સૌથી મોટુ કારણ પવિત્રતાનો અભાવ હોય છે. પવિત્રતામા તમે ત્યાગ,સમર્પણ વગેરેને પણ ગણી શકો. આ બધુ સહજભાવે થતી ક્રિયા છે અને તેના માટે પવિત્રતા આવશ્યક છે. જે રીતે ઇશ્વર સાથે પ્રેમ કરવા તનથી નહી મનથી પવિત્રતા અધુ અગત્યની છે તે જ રીતે વ્યક્તિનો વ્યક્તિ પ્રત્યેના પ્રેમમા માનશિક પવિત્રતા ખુબ આવશ્યક છે. જો પવિત્ર મને પ્રેમ કરેલ હોય તો પછી તેને નિભાવવા બહુ મહેનત કરવિ નથી પડતી. કાશ.. આ વાત બધા સમજે તો.

પારદર્શકતા :-કોઈ પણ સંબધ નિભાવવા પારદર્શકતા અતિ આવશ્યક છે. પારદર્શકતા એટલે તમે જેવા છો તેવા જ દંભ રહિત દેખાવું. દંભમા ક્યારેક સામેની વ્યક્તિ વધુ અપેક્ષા બાંધી બેસે અને જ્યારે તે અપેક્ષા પુરી ના થાય ત્યારે સંબધમા અવિશ્વાષ જન્મે જે પ્રેમને અંત તરફ લઈ જાય છે. પારદર્શકતાથી કોઈ વાત યાદ રાખવી નથી પડતી. પ્રેમજો નિ:સ્વાર્થ હશે તો પારદર્શકતા સ્વિકારી લેશે. તમે જેવા છો તે જ હાલતમા કોઈ તમને સ્વિકારે તેમા જ તમારી અને સામેના વ્યક્તિની ભલાઈ છે. બાકી તો પ્રેમ નહી બીઝનેશ થયો ગણાય. હા પ્રેમમા સામેના પાત્રને પ્રેરણા આપી શકો . બીનશરતી પ્રેમ જ સાચો પ્રેમ છે.

પાત્રતા :- પાત્રતા કોની જોવાની ? સામેના વ્યક્તિની ? ના,મારી પણ. જેમ હું સામીની વ્યક્તિ યોગ્ય છે કે નહી તે જોવ છું તેજ રીતે હું તેને યોગ્ય છુ કે નહી તે પણ જોવાનું. કદાચ તમને મારો આ વિચાર યોગ્ય નહી લાગે પણ જે પ્રેમ સમાન પાત્રમા થાય તે જ લાંબો સમય ટકે છે. અસમાન પત્રનો પ્રેમ એક દીવસતો અસમાનતાનો અહેસાસ કરાવી ને જ રહે છે. પાત્રતાના કોઈ માપ દંડ નથી હોતા પણ મારી પાત્રતા મને ખબર હોય એટલે તેટલી જ પાત્રતા સામેની વ્યક્તિની હોવી જોઈએ. અયોગ્ય પાત્ર સાથે સ્નેહ કરી શકો પ્રેમ નહી.

પણ આટલુ વિચારે કોણ ? કોઈ નહી. આ બધુ લખવું સહેલુ છે અમલમા મુકવું નહી. બાકી તો વ્યક્તિને પ્રેમ થયો છે તે ખબર પડે પછી તો મગજ સ્વિચ ઓફ જ થઈ જાય છે. ઠોકર લાગે ત્યારે ખબર પડે. અને ઠોકર લાગ્યા પછી જ્યારે બીજી વાર પ્રેમ થાય ત્યારે પાછી સ્વિચ ઓફ. બીજી વારની ઠોકર પછી વ્યક્તિ પેઢી જાય છે. પહેલી ઠોકર કરતા બીજીમા અને બીજી કરતા ત્રીજી ઠોકરથી ક્રમશ: પિડા ઓછી થતી જાય છે. આજે પ્રેમને સિરિયસલી લેનારા પણ કેટલા ?

ખુલ્લા મને કરેલો પ્રેમ ખુલ્લા દીલે કરેલા પ્રેમ કરતા લાંબુ આયુષ્ય ભોગવે છે. કારણ કે પાપ મનમા હોય છે હ્યદય તો પહેલેથી જ નિર્મળ હોય છે. પવિત્રતા,પારદર્શકતા અને પાત્રતાથી થતો પ્રેમ ખરેખર પરિપક્વ હોય છે. વિચારજો આ વાત પર.

4 comments:

  1. ખૂબ જ સરસ વાત કરી જાગ્રતભાઇ તમે.
    પ્રેમ એ એક એવો શબ્દ છે જેનૂ વર્ણન યુગો-યુગોથી થતું આવ્યું છે,આજે પણ થાય છે અને આગળ પણ થતું જ રહેશે.
    આજે ફર્ક આવ્યો તો માત્ર ભાવ નો,લાગણીનો.
    લોકો પૈસાની પાછળ દોડતા થયા અને તેના કારણે પ્રેમને ગ્રહણ લાગતું ગયું.
    જેમ મહાભારતમાં આવેછે ને કે કળિયુગને રહેવા માટે કોઇ જગ્યા ના મળિ તો તેણે રાજાને કહ્યું< કે મને સોના(Gold) માં રહેવાની છૂટ આપો.બસ એમ જ.
    પણ અત્યારે પણ સાચોપ્રેમ ક્યાંક ક્યાંક ચિન્ગારી સ્વરુપે અસ્તિત્વ ધરાવે જ છે.જરુર છે તો માત્ર યોગ્ય વાતાવરણની.
    એક શેર યાદ આવે છે આપની વાત પર,(જરુરી સુધારા વધારા કરી વાંચજો)
    "પવિત્ર હોય એને પૂરાવાની જરુર નથી હોતી,
    કુરાનમાં ક્યાંય પયગમ્બરની સહી નથી હોતી."
    -અગ્યાત.


    બિજિ વાત કે જો કોઇ વ્યક્તિ આ ત્રણેય(તમે જે કહ્યા તે) તત્વોને અનુસરે તો ચોક્ક્સ સંબંધો નિભાવવા ખુબ સરળ થૈ જાય અરે સંબંધો નિભાવવા જ ના પડે સંબંધો આપણને નિભાવે.
    લ્યો બિજો એક શેર યાદ આવ્યો.(આજે તો મને ઘણ બધા શેર યાદ આવે છે,શું વાત છે બિનલ???)ઉપર નો કૌંસ મારા માટે હતો જેની નોધ લેશો.
    શેર કહું-
    "સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
    જેને સાચવવા પડે એ સંબંધો સાચા નથી હોતા."

    જો કોઇ પણ સંબંધ નો પાયો સત્ય વડે ચણવામાં આવે તો બનનારી ઇમારત ખુબ જ મજબૂત બને છે.એને કોઇ ભૂકંપ કે તોફ઼્આન ડગાવી નથી શકતું.અને જ્યાં સત્ય હશે ત્યાં પારદર્શિતા હોવાની જ.

    પાત્રતાની વાતમાં હું કહિશ કે જો આપણે ’સ્વ’ને ઓળખતા થઇશું તો જ આ શબ્દને જાણી શકિશું.જો આ દુનિયા માં આપણે કોઇને સરળતાથી છેતરી શકીએ એમ હોય તો એ પોતાની જાત છે.આપણે હંમેશા બિજા વ્યક્તિઓ પાસેથી અપેક્શા રાખતા હોઇએ ત્યારે આપણે એ ભૂલી જતા હોઇએ છીએ કે આપણે બિજાઓની અપેક્શાઓને સંતોષવા કેટલા તત્પર છીએ????
    અને ક્યારેક ક્યારેક કોઇ વ્યક્તિમાં કંઇ ખૂટતું હોય તો ક્યારેક ક્યારેક આપણે સમાધાન કરી લેવૂ જોઇએ.બહુ અક્કડ રહેવાથી ભાંગી જવાય માટે કોમળ છોડની જેમ થોડૂં લચીલાપણું પણ જરુરી છે.
    સ્નેહાબેનની એક કવિતા યાદ આવી....
    -
    નદીનિ જેમ બિન્દાસ્ત વહુ છું,
    પણ
    હા,
    વળાંકોને અનુરુપ પણ થૈ જાઉ છું.
    (શું વાત છે આજે તો કવિતા અને શેરો ખુબ યાદ આવે છે,એકાદ વાઘ યાદ આવે તો ખરુ કહેવય બિનલબેન)
    કવિતાનો ભાવાર્થ આવો હતો ચોક્કસ શબ્દો મને અત્યારે યાદ નથી.

    મને હવે એવું લાગે છે કે કદાચ વધારે લખી નાખ્યું.કેમ કંટાળો તો નથી આવ્યોને જાગ્રતભાઇ???

    નોંધ- અત્યારના બજારમાં ઉપલબ્ધ પ્રેમ વિશે કોઇ જ ટીકા ટીપ્પણી નહિં.

    ReplyDelete
  2. well said...

    but i will not define love again.. in my words.. on my blog...

    "when u care or love someone.... u need not to say -- " I CARE FOR U!" , "I LOVE U!" OR "U MEAN WORLD TO ME!"......... As most of the times word fail to express feelings..."

    ReplyDelete
  3. ખુબ સરસ વાત છે . પોસ્ટ તો એ જ દિવસે વાંચી લીધી હતી અને ૨-૩ વાર વાંચી.
    જે પ્રેમમાં નથી પડ્યા કે પ્રેમને નથી સમજતા તેના માટે સરસ પોઇન્ટસર ની સમજુતી છે - પ્રેમ - પવિત્રતા, પારદર્શકતા અને પાત્રતા.
    મને ૨ પ્રશ્ન છે - આ બાબતે - મને જવાબ આપજો , ભુલતા નહિ.
    ૧) શું આ ચકાસીને પછી પ્રેમ કરવો શક્ય છે? કારણકે મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રેમ તો થઈ જાય, સમજી વિચારીને કરાય તેને પ્રેમ ના કહેવાય. પછી આ પવિત્રતા, પારદર્શકતા અને પાત્રતા - કેમની ચકાસવી?

    ૨) બીજીવારનો, ત્રીજીવારનો પ્રેમ???? શક્ય છે? કારણ કે મને તો એમ હતું કે પ્રેમ એકને જ અને એક જ વાર થાય, કારણ પછી તે કાયમ રહે - અને જો તે પ્રેમ રહે તો બીજી, ત્રીજી વાર ..?? - સાચે મને ખબર ના પડી આમાં - કારણ - તમે અહીં સાચા પ્રેમની વાત કરી છે- જરૂરિયાત મુજબ,સમય સંજોગો મુજબ પાત્રોને બદલતા રહેતા આજના મોર્ડન - ખોટા - પ્રેમની વાત નથી કરી.. બરાબરને?

    પણ વાત સરસ છે - અને એકદમ યોગ્ય છે.
    ભગવાન કરે ને બધાને પવિત્ર, પારદર્શક અને સુપાત્ર પ્રેમ મળે, કારણ સાવ સાચું કહ્યુ, જો આ ન હોય તો પ્રેમ પીડાદાયક બને છે - પણ પછી આપણો સાચો પ્રેમ - તેને સુપાત્ર, પવિત્ર અને પારદર્શક બનાવી દેશે - જો પ્રેમને એમજ ટકાવીશું અને કરતા રહીશું તો... બરાબરને?

    ReplyDelete
  4. થોડો સમય આપો ખ્યાતીબેન.. વધુ એક પોસ્ટ માટે.

    ReplyDelete