Sunday, August 2, 2009

વિચારોનું "મેકઓવર".

આજે ટી.વી. ઉપર રિયાલીટી શોની ભરમાર છે ત્યારે "મેકઓવર" શબ્દ હાલતા-ચાલતા સાંભળવા મળે છે. ટી.વી પર આવતા પહેલા એક વ્યક્તિ કેવી હતી અને તે ટી.વી. પર આવ્યા પછી કેવી દેખાવા લાગે છે તે આપને જોઈ શકીયે છીએ. હું અહી વિચારોના મેક ઓવર વિષે લખવા જઈ રહ્યો છું.

આપણા દેખાવની સાથે સાથે આપણા વિચારો પન પરંપરાગત નથી થઈ ગયા ? નાની અમથી વાતોમા આપણે બાયો ચડાવવા મંડ્યે છીએ અને જ્યારે કાઇક ખરેખર નક્કર કરવાનું આવે ત્યારે છુઉઉઉઉ... સમાજ જે જડપે બદલાય રહ્યો છે, નવી પેઢી જે રીતે મોટી થાય છે ત્યારે ક્યારેક મને બે પેઢી વચ્ચે એકાદ સદી જેટલુ અંતર દેખાય છે. એક ટી.વી. શો માટે આપણે એટલા તો બરાડા પાડીયે છીએ કે તેના ઘોંઘાટમા વાસ્તવિકતાનો અવાજ દબાઈ જાય છે. યાર આજે મારા ટી.વી. પર દેશી-વિદેશી સેકડો ચેનલો આવે છે અને જરૂરી નથી કે તે બધી જ ચેનલો પર આવતા બધા જ કાર્યક્રમો મારી મરજી મુજબ ના હોય. તે જ રીતે કોઇ આલયો માલયો ધમાલીયો કાઈ એલ ફેલ બોલે એટલે આપણે ચડી નિકળવાનું ? ક્યારે આપણે આપણી બુદ્ધીથી નિર્ણય લેશું ?

સંસ્કતિ એકલા રહેવામા નથી પ્રવાહમા ભળવામા છે. ક્યા સુધી આપણી ખોખલી દલીલો ના સહારે એકલા એકલા ચાલશો. જે વસ્તુ બદલી નથી શકાતી તો તેની આદત પાળવી જ રહી. કોઇ બસની સીટ પર માટી છે અને તમે નહી બેસો તો શું તે સીટ ખલી રહેવાની છે ? કોઇ બીજો આવીને બેસી જ જાવાનો છે કારણ કે બસમા સીટો ૫૬ છે અને મુસાફરો ૮૬. તમારે નક્કી કરવાનું છે કે તમારી ગણતરી ૫૬ મા કરવી છે કે ૩૦ માં. આજે બધા ઉજવાતા દિવસોનો વિરોધ કરે છે. મને પણ નથી ગમતું પણ શું કરવાનું ? મારા ૩૦,૪૦ કે ૫૦ મીત્રો મને મેસેજ કરે અને હું સામો જવાબ ના આપુ તો કાઇ થશે નહી પણ હું જવાબ આપીશ તો થોડી તો ખુસી થાસે ને ? વેલેન્ડાઇન ડે (હું જેને વેલણખાઇન ડે કહું છુ) ના ઉજવીને મારે તો મારી વાઇફને નારાજ જ કરવાની ને ? હવે તો ફિલ્મ પણ સારી નથી બનતી એવું કહી ને શું ફિલ્મ જોવા પર હું પ્રતિબંધ મુકી શકુ છુ ?

આપણે બદલવું જ રહ્યું બાકી એકલા રેહવા તૈયાર રહેવું. આજે દરેક ઘરમા બહુમતી આ રીતે જીવવા ટેવાયેલી છે એટલે આપણે તેના પ્રમાણે ઢળવું જ પડશે. સમાજ આજે જે રીતે બદલાય રહ્યો છે તે ગતિ જોડે આપણે ગતી મેળવવી હોય તો વિચારોને બદલવા પડશે. સિધા સરળ અને યોગ્ય દિશા બતાવતા વિચારો જ આજે ચાલે છે. હું મારી જ વત કરૂ તો આજથી દોઢ વર્ષ પહેલાના અને આજના મારા વિચારોમા ઘણો ફરક છે. કદાચ બે ધૃવો જેટલો, કારણ મને એકલુ રહેવું નથી ગમતું. હા એટલુ જરૂર કરી શકાય કે ફેરફારો એક નિયમ અનુશાર કર્યે તો. ફિલ્મો જોવી પણ બધી જ નહી સિલેક્ટેટ અને તે ફિલ્મનો સાર, સાચુ ખોટુ બધા જ પરિવારના સભ્યો મળીને ચર્ચા થઈ શકે કે નહી. જેથી બાળકને યોગ્ય માર્ગદર્શન મળી રહે. બધા જ દીવસો ઉજવવાના પણ એક નિયમ પ્રમાણે. ટી.વી. મા જોય શકાતા કાર્યક્રમનું એક યોગ્ય ટાઇમટેબલ બનાવી શક્ય હોય તો બધા સાથે મળીને જોયે તો ?

પરંતુ આવો સમય કોની પાસે છે ? પછી કહેશું બાળકો બગડે છે અને સંસ્કૃતિનું હનન થાય છે. આપણે બાળકોને રોકવાની જગ્યાએ તેને યોગ્ય દીશા આપવાની જરૂર છે અને તે માટે આપણે પણ તેની સાથે તેની ગતીમા દોડવાની જરૂર છે. જ્યારે આપણે, આપણે દોડી નથી શકતા એટલે તેને પણ દોડતા રોક્યે છીએ. કદાચ આજે વિચારોના મેક ઓવરની તાતી જરૂર છે.

વિચાર જો ?


4 comments:

 1. hellow Jagraat d0st..
  good morning..
  tamaru navini karan vaanchyu..
  saaru 6 ane tamari vaat pan sachi 6..
  parantu bhaibandh parivartan e sansaar no niyaam 6..
  ane rahi days celebrate karvaani vaat to e barabar 6 hova na joie valankhai day to samajya hovoj na joie pan mitrata vishe thodu kahish k jo mitrata sachi and heartily hoy to every day is frienship day barabar ne...??
  T.V. channels na programms ni vaat karu to maane 1 pan reality so less matra gamato nathi eno erth shu 6..?
  programm to eva hova joie k jemathi kaink gnaan madi rahe jem tame kahyu tem badko ne anulaxi ne..
  badha prograams meaning less aave 6..
  Pelana samay ma jyaare durdarshaan nathional channelj hati tyaare haqiqat maa television no use thato hato nahi k jevo atyaare thi 6...

  ReplyDelete
 2. very interesting ! kharekhar tamara vicharo mane khub ja gamya !

  ReplyDelete
 3. એક્દમ સરસ વાત છે.
  " સંસ્કતિ એકલા રહેવામા નથી પ્રવાહમા ભળવામા છે. "
  બદલાયેલા વિચારોની સમસ્યા અને તેનો સહજ ઉકેલ તમે પોતે જ આપીને આ વિષયની સરસ રજુઆત કરી છે.


  ખરેખર, મને તો આજનો યુગ અગાધ વૈચારિક યુગ લાગે છે.
  બસ, ફરક એટલો છે કે તમે કયા અને કેટલા વિચારો ઉપાડો છો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અને આવતી પેઢીને માર્ગદર્શન આપવાનું છે. કારણ કે વિચારો વ્યક્ત કરવાના રસ્તા આજે સરળ્તાથી ઉપલબ્ધ છે ત્યારે સારા- નરસાની વિવેકબુધ્ધિ અને શ્રેષ્ઠને તારવવાની તાકાત કેળવવી ખાસ જરૂરી છે તેમ મને આ બાબતે લાગે છે.

  ReplyDelete
 4. good bhaibandh
  Sauthi pela Yatharth ne mara taraf thi b'day wish karjo
  Be lated Okay.....

  tamari vaat saachi 6 kyaarek swaajano karta mitro dilni ghana najik hoy 6..
  ane aa vastu aanand aapnari hoy 6...
  hu tamaru lakhan vanchti hati tyaare hu pan jaane tamara mathij ek 6u evo bhaas thato hato ane hu kalpana pan karti hati k kevi rite tame ane tamari wife badhu gothavyu mitro no sahakaar madyo vagere vagere saras lagyu hu mari aas paas e vatavaran anubhavati hati ane evu lagtu hatu jane hu tamara badha ni saathe tyaaj tamara ghaare 6u...

  Jagraat G tame life ma khub stuggle kari 6 ne...?
  aani pela na navini karan maa pan tame kai rite aagad aavya ane job find kari teno ullekh hato...
  e vaat hraday ne touch kari jaay 6....

  God Bless and take care D0st.......

  ReplyDelete